Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 326
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૩૦-૧૩૩૮-૧૩૩૯ ૩૦. ટીકાર્થ: આ પ્રક્રમમાં યોગ્ય આચાર્યને ગણધરપદ પર સ્થાપન કરવાના પ્રસંગમાં, આ અનુજ્ઞાની વિધિ =હવે બતાવે છે એ અનુયોગી આચાર્યને ગણની અનુજ્ઞા આપવાની વિધિ છે : શિષ્યને=જેમને ગણની અનુજ્ઞા આપવાની છે એ અનુયોગી આચાર્યને, આત્માના=પોતાના, ડાબા પડખે કરીને ગુરુ આચાર્ય, દેવોને વંદે છે. આ અવસરે શિષ્ય ગુરુને વંદીને ત્યારપછી વફ્યુમાણને આગળની ગાથામાં કહેવાશે એને, કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૧૩૩ ગાથા : इच्छकारेणऽम्हं दिसाइ अणुजाणह त्ति आयरिओ । इच्छामो त्ति भणित्ता उस्सग्गं कुणइ उ तयत्थं ॥१३३८॥ અન્વયાર્થઃ છારેTખું સિફિકના “ઇચ્છાકારથી અમને દિગાદિની અનુજ્ઞા આપો” ત્તિ એ પ્રમાણે (શિષ્ય ગુરુને કહે છે.) માોિ ૩ વળી આચાર્ય રૂછીમો “અમે ઇચ્છીએ છીએ” ત્તિ એ પ્રમાણે પત્તિ-કહીને તથિંક તદર્થવાળા ઉત્સર્ગને=શિષ્યને દિગાદિની અનુજ્ઞા આપવા માટેના કાયોત્સર્ગને, ખડું કરે છે. ગાથાર્થ : “ઇચ્છાકારથી અમને દિગાદિની અનુજ્ઞા આપો” એ પ્રમાણે શિષ્ય ગુરને કહે છે. વળી આચાર્ય “અમે ઇચ્છીએ છીએ” એ પ્રમાણે કહીને શિષ્યને દિગાદિની અનુજ્ઞા આપવા માટેના કાયોત્સર્ગને કરે છે. ટીકા : ___'इच्छाकारेण-स्वेच्छाक्रिययाऽस्माकं दिगाद्यनुजानीत इति भणति, अत्रान्तरे आचार्य 'इच्छाम' इति भणित्वा तदनन्तरं कायोत्सर्गं करोति तदर्थ-दिगाद्यनुज्ञार्थमिति गाथार्थः ॥१३३८॥ ટીકાર્થ : ઇચ્છાકારથી સ્વની ઇચ્છાની ક્રિયાથી, અમને દિગાદિની અનુજ્ઞા આપો” એ પ્રમાણે કહે છે=શિષ્ય ગુરુને કહે છે. આ અવસરે આચાર્ય–ગુરુ, “અમે ઈચ્છીએ છીએ” એ પ્રમાણે કહીને ત્યારપછી તદર્થવાળા= દિગાદિની અનુજ્ઞાના અર્થવાળા, કાયોત્સર્ગને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૩૩૮ ગાથા : चउवीसत्थयनवकारपारणं कड्डिउं थयं ताहे । नवकारपुव्वयं चिअ कड्डे अणुण्णणंदिन्ति ॥१३३९॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354