________________
૨૮૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૧૯, ૧૩૨૦-૧૩૨૧
ગાથાર્થ :
ઉપરની ત્રણ ગાથાઓમાં બતાવ્યા એ ગુણોથી રહિત જીવમાં જે ગુર, ગણને કે પ્રવર્તિનીપદને આપે છે; ફક્ત ચશની ઇચ્છાથી જે પણ જીવ રવીકારે છે, તે આજ્ઞાભંગાદિ દોષોને પ્રાપ્ત કરે છે. ટીકા:
एतद्गुणविप्रमुक्ते प्राणिनि यो ददाति गणं-साध्वादिगच्छं प्रवर्तनीपदं वा=महत्तरिकापदमित्यर्थः, योऽपि प्रतीच्छति नवरं यशःकामितया, स प्राप्नोत्याज्ञादीन् दोषानिति गाथार्थः ॥१३१९॥ ટીકાર્ય :
આ ગુણોથી વિપ્રમુક્ત પ્રાણીમાં ઉપરની ત્રણ ગાથાઓમાં બતાવ્યા એ ગુણોથી રહિત જીવમાં, જે ગણને-સાધુ આદિના ગચ્છને, અથવા પ્રવર્તિનીપદન=મહત્તરિકાપદને, આપે છે; ફક્ત યશના કામીપણાથી જે પણ સ્વીકારે છે=જે પણ સાધુ કે સાધ્વી તે તે પદને ગુરુ પાસેથી સ્વીકારે છે, તે આજ્ઞાદિ દોષોને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
જે ગુરુ ગણધરપદની અનુજ્ઞા આપવા માટે યોગ્ય સાધુના ગુણોનો કે પ્રવર્તિનીપદની અનુજ્ઞા આપવા માટે યોગ્ય સાધ્વીના ગુણોનો વિચાર કર્યા વગર, તે ગુણોથી રહિત આચાર્યને ગચ્છધરપદ પર કે સાધ્વીને પ્રવર્તિનીપદ પર સ્થાપે છે, તે ગુરુ આજ્ઞાભંગાદિ દોષો પ્રાપ્ત કરે છે, અર્થાત્ ઉપરમાં બતાવ્યા તેવા ગુણોવાળા જીવને ભગવાને પદવી આપવાની કહી હોવા છતાં તેવા ગુણોથી રહિત જીવને પદવી આપી, તેથી તે પદવી આપનાર ગુરુએ ભગવાનની આજ્ઞાનો ભંગ કર્યો, માટે તે ગુરુને “આજ્ઞાભંગ' દોષ પ્રાપ્ત થાય છે; વળી તે ગુરુએ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરેલ હોવાને કારણે, તેમની શિષ્ય પરંપરામાં પણ શાસ્ત્રમર્યાદાનું ઉલ્લઘન કરીને અયોગ્ય જીવને પદવી આપવાની પ્રવૃત્તિ ચાલે, માટે તે ગુરુને “અનવસ્થા” દોષ પ્રાપ્ત થાય છે; વળી તે ગુરુને ભગવાનના વચનમાં અશ્રદ્ધા થઈ, માટે તેઓને “મિથ્યાત્વ' દોષ પ્રાપ્ત થાય છે; વળી તે ગુરુએ અયોગ્યને પદવી આપવારૂપ અસંયમની પ્રવૃત્તિ કરી અને તેમના શિષ્યો પણ તે પ્રકારની અસંયમની પ્રવૃત્તિ કરશે, માટે તે ગુરુને “સંયમવિરાધનાદોષ પ્રાપ્ત થાય છે.
આમ, અયોગ્ય જીવને તે તે પદવી આપનારા ગુરુને આજ્ઞાભંગાદિ ચાર દોષોની પ્રાપ્તિ થાય છે. એ જ રીતે યશની કામનાથી જે અયોગ્ય આચાર્ય કે અયોગ્ય સાધ્વી ગુરુ દ્વારા અપાતી તે તે પદવી સ્વીકારે છે, તેઓને પણ ઉપરમાં બતાવ્યા મુજબ આજ્ઞાભંગાદિ ચાર દોષોની પ્રાપ્તિ થાય છે. આથી આવા પદવી આપનારા ગુરુ, પદવી સ્વીકારનાર આચાર્ય કે સાધ્વી, તેમ જ તે તે પદવી સ્વીકારેલ અયોગ્ય આચાર્યના કે અયોગ્ય સાધ્વીના વિપરીત અનુશાસનથી તેઓનો શિષ્ય પરિવાર : એ સર્વનું અહિત થાય છે. ૧૩૧.
અવતરણિકા :
તથા રે –
અવતરણિકાર્ય :
અને તે રીતે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org