________________
૨૮૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૧૬-૧૩૧૦, ૧૩૧૮ વળી જે આચાર્ય ઉપકરણાદિને આશ્રયીને લબ્ધિવાળા હોય અર્થાત્ તે પ્રકારના લાભાંતરાયના લયોપશમને કારણે જેઓ શિષ્યસમુદાયને સંયમમાં ઉપકારક થઈ શકે તેવા નિર્દોષ વસ્ત્ર-પાત્ર-વસતિ આદિ ઉપકરણો પ્રાપ્ત કરાવવાની લબ્ધિવાળા હોય.
વળી જે આચાર્ય સંગ્રહ-ઉપગ્રહમાં રક્ત હોય અર્થાત્ જેઓ યોગમાર્ગનો ઉપદેશ આપવા આદિ દ્વારા યોગ્ય જીવોને સંસારથી વિરક્ત બનાવીને, દીક્ષા આપીને શિષ્યોનો સંગ્રહ કરવામાં તત્પર હોય; તેમ જ સંયમના યોગોમાં અપ્રમાદથી ઉદ્યમ કરનારા શિષ્યોને સંયમમાં ઉપખંભક બને એવા વસ્ત્રાદિ ઉપકરણોની પ્રાપ્તિ કરાવવા દ્વારા શિષ્યો પર ઉપકાર કરવામાં જેઓ તત્પર હોય.
વળી કૃત કરણવાળા હોય અર્થાત્ સંયમની ક્રિયાઓનો જેઓએ સારી રીતે અભ્યાસ કર્યો હોય.
વળી પ્રવચનના અનુરાગી હોય અર્થાત્ યોગ્ય શિષ્યોમાં જિનશાસનરૂપ પ્રવચન સમ્યફ પરિણમન પામે તે પ્રકારના શિષ્યના પ્રયોજનમાં જેઓ સ્વાભાવિક રીતે પ્રવૃત્ત હોય.
આવા પ્રકારના ગુણોવાળા અનુયોગી આચાર્ય શિષ્યગણના સ્વામી થવારૂપ ગણધરપદ પર સ્થાપિત થવા માટે યોગ્ય છે, એ પ્રમાણે ભગવાને કહેલ છે. I૧૩૧૬/૧૩૧૭
( ૭૧.
અવતરણિકા :
તથા -
અવતરણિકાઈઃ
અને –
ભાવાર્થ :
પૂર્વની બે ગાથામાં ગણધરપદને યોગ્ય ગુણોવાળા આચાર્યનું સ્વરૂપ બતાવ્યું. હવે પ્રવર્તિનીપદને યોગ્ય ગુણોવાળી સાધ્વીનું સ્વરૂપ બતાવવા ગ્રંથકાર તથા'થી સમુચ્ચય કરે છે – ગાથા :
गीअत्था कयकरणा कुलजा परिणामिआ य गंभीरा ।
चिरदिक्खिआ य वुड्डा अज्जा वि पवित्तिणी भणिआ ॥१३१८॥ અન્વયાર્થ :
નમસ્થાગીતાર્થ, યેરVIકૃત કરણવાળી, લુના કુલજ કુલમાં ઉત્પન્ન થયેલી, પરામિ યક અને પારિણામિકી, મીરાં ગંભીર વિવિઘ ય અને ચિરદીક્ષિત, યુકૂકવૃદ્ધ તેમના વિઆર્યા પણ પવિત્તિ પ્રવર્તિની માગ કહેવાઈ છે.
ગાથાર્થ :
ગીતાર્થ, કૃત કરણવાળી, કુલમાં જન્મેલી અને પારિણામિકી, ગંભીર અને ચિરદીક્ષિત, વૃદ્ધ આર્યા પણ પ્રવર્તિની કહેવાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org