Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 305
________________ ૨૮૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તક “ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૨૦-૧૩૨૧, ૧૩૨૨-૧૩૨૩ સ્થપાયેલા પણ ગણધર શબ્દને, વિષ્ણુદ્ધમાવો વિશુદ્ધ ભાવવાળા (જે આચાર્ય) સત્તપસ્વશક્તિથી સમંસમ્યગ્નો અનુપાનફુ=અનુપાલન કરતા નથી, તે પણ મહાપાપવાળા છે.) ગાથાર્થ : અને કાલોચિત ગુણોથી રહિત એવા જે આચાર્ય, ગુરુ પાસે ગણધર શબ્દને પોતાનામાં સ્થપાવે છે, અને ગુરુ વડે પોતાનામાં સ્થપાયેલા પણ ગણધર શબ્દનું વિશુદ્ધ ભાવવાળા જે આચાર્ય રવશક્તિથી સખ્ય અનુપાલન કરતા નથી, તે પણ મહાપાપી છે. ટીકાઃ कालोचितगुणरहितः सन् यश्च स्थापयति गणधरशब्दं, तथा निविष्टमपि सन्तं नाऽनुपालयति सम्यगेनमेव विशुद्धभावः सन् स्वशक्त्या, सोऽपि महापाप इति गाथार्थः ॥१३२१॥ ટીકાર્થ: અને કાલોચિત ગુણોથી રહિત છતા જે, ગણધર શબ્દને સ્થપાવે છે=જે આચાર્ય ગુરુ પાસેથી પોતાનામાં ગણધર પદવીને સ્થપાવે છે, અને નિવિષ્ટ પણ છતા આને જ=ગુરુ વડે પોતાનામાં સ્થપાયેલા પણ છતા ગણધર શબ્દને જ, વિશુદ્ધ ભાવવાળા છતા સ્વશક્તિથી સમ્યગુ અનુપાલન કરતા નથી, તે પણ મહાપાપવાળા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગૌતમપ્રમુખ મહાપુરુષોએ “ગણધર” શબ્દ વહન કર્યો છે, તેવા ગણધર શબ્દને આપવા માટે યોગ્ય ગુણો આ અનુયોગી આચાર્યમાં નથી એવું જાણવા છતાં જે ગુરુ, ગણધર પદવી આપવા માટે અપાત્ર આચાર્યમાં ગણધરપદનું સ્થાપન કરે છે, તે ગુરુ મહાપાપી છે. વળી, કાલોચિત ગુણોથી રહિત હોવા છતાં જે આચાર્ય, કોઈક રીતે આગ્રહ કરીને ગુરુ પાસેથી ગણધરપદ પોતાનામાં સ્થાપન કરાવે છે, તે આચાર્ય પણ મહાપાપી છે. વળી, આચાર્યમાં ગણધરપદને યોગ્ય ગુણો જાણીને ગુરુએ તેઓને ગણધરપદ પર સ્થાપન કરેલ હોય, પરંતુ પાછળથી તે આચાર્ય, “આ ગણધરપદનું ગૌતમપ્રમુખપુરુષસિંહોએ વહન કર્યું છે, માટે આ પદને વહન કરવા માટે પણ મારા શિષ્યોને સમ્ય અનુશાસન આપીને, તેઓના યોગમાર્ગની વૃદ્ધિ થાય તે પ્રકારનો યત્ન કરવો જોઈએ” એવા વિશુદ્ધ ભાવવાળા થઈને તે ગણધરપદનું પોતાની શક્તિઅનુસાર સમ્યમ્ અનુપાલન કરે નહીં અને તે પદની હીલના કરે, તો તે આચાર્ય પણ મહાપાપી છે. ./૧૩૨૦/૧૩૨૧al અવતરણિકા : ગાથા ૧૩૨૦-૧૩૨૧માં અપાત્ર અનુયોગી આચાર્યને ગણધરપદ આપનારને અને લેનારને પ્રાપ્ત થતો દોષ બતાવ્યો. એ રીતે અપાત્ર સાધ્વીને પ્રવર્તિનીપદ આપનારને અને લેનારને પ્રાપ્ત થતો દોષ બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354