________________
૨૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૩૦૪
અન્વયાર્થ:
નો જે પ્રવત્તેિ અલ્પ વીર્યપણાથી સંધ્યત્વયં પિ વિંદ્રવ્યસ્તવને પણ કરવા માટે જ તરફ સમર્થ નથી, તો એ પરિશુદ્ધ ભાવથથંપરિશુદ્ધ એવા ભાવસ્તવને શાહી કરશે, સ=એ સંવો અસંભવ છે. ગાથાર્થ :
જે જીવ અલ્પ વીર્યપણાથી દ્રવ્યસ્તવને પણ કરવા માટે સમર્થ નથી, એ પરિશુદ્ધ એવા ભાવસ્તવને કરશે, એ અસંભવ છે.
ટીકા : ___ द्रव्यस्तवमपि कर्तुमौचित्येन न शक्नोति यः सत्त्वोऽल्पवीर्यत्वेन हेतुना, परिशुद्धं भावस्तवं यथोक्तमित्यर्थः करिष्यति असावसम्भव एषः, दलाभावादिति गाथार्थः ॥१३०४॥ ટીકાર્યઃ
જે સત્ત્વ=જે જીવ, અલ્પ વીર્યપણારૂપ હેતુથી ઔચિત્યથી દ્રવ્યસ્તવને પણ કરવા માટે સમર્થ નથી, એ પરિશુદ્ધ યથોક્ત જે પ્રકારે શાસ્ત્રમાં કહેવાયું છે એ પ્રકારના, ભાવસ્તવને કરશે, એ અસંભવ છે; કેમ કે દલનો અભાવ છે–પરિશુદ્ધ ભાવસ્તવને અનુકૂળ સંચિતવીર્યવાળા જીવદળનો અભાવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે અલ્પ વીર્યવાળા જીવોને વિતરાગગામી વીર્યના સહકારીવિશેષભૂત એવો દ્રવ્યસ્તવ જ શ્રેયકારી છે, તેને જ દઢ કરતાં કહે છે –
જે જીવો અલ્પ વીર્યવાળા હોવાને કારણે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દ્રવ્યસ્તવ પણ કરી શકતાં નથી, તેઓ પરિશુદ્ધ એવો ભાવસ્તવ કરશે, એ અસંભવ છે; કેમ કે જેઓ પાસે દ્રવ્યસ્તવને અનુકૂળ સંચિતવીર્યવાળું દળ નથી, તેઓ મહાપરાક્રમથી સાધ્ય એવો ભાવસ્તવ કઈ રીતે કરી શકે ?
આનાથી એ ફલિત થાય કે મોક્ષ મેળવવાનો ઉપાય પરિશુદ્ધ એવો ભાવસ્તવ છે, માટે દ્રવ્યસ્તવ કરનારનું પણ પ્રયોજન પરિશુદ્ધ એવા ભાવસ્તવની પ્રાપ્તિ છે; કેમ કે વિવેકી એવા મોક્ષના અર્થી જીવો મોક્ષના ઉપાયભૂત દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ તેઓને સ્પષ્ટ નિર્ણય હોય છે કે “આ દ્રવ્યસ્તવથી સાક્ષાત્ મોક્ષ થશે નહીં, પરંતુ આ દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિનું કારણ બનશે અને તે ભાવસ્તવનું પુનઃ પુનઃ સેવન કરવા દ્વારા જ્યારે પરિશુદ્ધ ભાવસ્તવ પ્રગટ થશે, ત્યારે તે પરિશુદ્ધ ભાવસ્તવથી જીવ વીતરાગ બનશે અને વીતરાગતા પ્રાપ્ત થશે પછી મોક્ષ થશે.” માટે જેઓમાં ઔચિત્યપૂર્વક દ્રવ્યસ્તવ કરવાનું પણ વીર્ય સંચિત થયું ન હોય, તેઓ સ્વભૂમિકા અનુસાર દ્રવ્યસ્તવમાં પ્રયત્ન કરીને સંપૂર્ણ વિધિશુદ્ધ દ્રવ્યસ્તવ કરી શકે તેવા વીર્યનો સંચય કરે, તે જ તેમના માટે હિતકારી છે; અને જો આવા જીવો દ્રવ્યસ્તવનો ત્યાગ કરીને ભાવસ્તવરૂપ સંયમ ગ્રહણ કરે તો, તે સંયમની પ્રવૃત્તિથી તેઓ પરિશુદ્ધ એવા ભાવસ્તવની પ્રાપ્તિ માટેની શક્તિનો સંચય કરી શકતા નથી, કેમ કે પરિશુદ્ધ ભાવસ્તવની પ્રાપ્તિ અર્થે ભાવાસ્તવમાં જે પ્રકારનો ઉદ્યમ આવશ્યક છે, તે પ્રકારનો ઉદ્યમ કરવા માટેના વીર્યના સંચયવાળા દલનો તેવા જીવોમાં અભાવ છે, તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org