________________
૨૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / વપરિજ્ઞા) ગાથા ૧૩૦૫-૧૩૦૬ ભાવાર્થ :
સંસારના સર્વ ભાવોનો ત્યાગ કરીને વીતરાગના વચન અનુસારે ઉદ્યમ કરીને મારે વીતરાગ બનવું છે” એવા આત્માના શુભ પરિણામરૂપ ઉત્કૃષ્ટ વીર્યની ભાવસ્તવ નિયમથી અપેક્ષા રાખે છે. આથી આવા પ્રકારનો ભાવસ્તવ અલ્પ વીર્યવાળા જીવો કઈ રીતે કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે.
જેમ કોઈ પુરુષનું સો પલ જેટલું વજન ઊંચકવાનું પણ સામર્થ્ય ન હોય, તો તે પુરુષ પર્વતને ઊંચકી શકે નહીં. અને દ્રવ્યસ્તવ સો પલનું વજન ઊંચકવા તુલ્ય છે, જ્યારે ભાવસ્તવ પર્વત ઊંચકવા તુલ્ય છે.
આશય એ છે કે જેઓને સંસારના સુંદર ભાવોમાં પ્રીતિ અને સંસારના અસુંદર ભાવોમાં અપ્રીતિ થતી હોવા છતાં, આત્મા માટે વીતરાગતાના ભાવો જ શ્રેયકારી છે તેવો બોધ હોવાથી વીતરાગ થવાની ઇચ્છા થઈ છે, તેવા જીવો સંસારના સર્વ પદાર્થો પ્રત્યેની પ્રીતિનો પરિહાર કરીને વીતરાગ થવા માટેના ઉપાયમાં સતત યત્ન કરી શકે તેવા સંચિત વીર્યવાળા નથી, માટે તેઓ પર્વત ઊંચકવા તુલ્ય ભાવસ્તવ કરી શકે એવા સામર્થ્યવાળા નથી; વળી, તેઓ સ્વશક્તિ અનુસાર ઉત્તમ સામગ્રીથી, ભગવાન પ્રત્યેના બહુમાનભાવની વૃદ્ધિ થાય તે પ્રકારના ઔચિત્યથી ભગવાનની ભક્તિમાં યત્ન કરી શકે તેવા સંચિત વીર્યવાળા છે, છતાં સો પલનું વજન ઊંચકવા તુલ્ય પરિશુદ્ધ દ્રવ્યસ્તવ કરી શકે એવા સામર્થ્યવાળા નથી.
આથી નક્કી થાય કે અલ્પ વીર્યવાળા જીવો શક્તિનો સંચય થાય તે રીતે દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરે એ જ ઉચિત છે, પરંતુ શક્તિનું સમાલોચન કર્યા વગર ગૃહસ્થપણાનો ત્યાગ કરીને સંયમમાં ઉદ્યમ કરે એ ઉચિત નથી; કેમ કે તેઓ પર્વત જેવા ભાવસ્તવનો ભાર વહન કરવા અસમર્થ હોવાથી, ભાવસ્તવના ઉચિત આચારો દ્વારા પણ પરિશુદ્ધ ભાવસ્તવના ફળને પ્રાપ્ત કરી શકતા નથી. ૧૩૦પા. અવતરણિકા :
एतदेव स्पष्टयति - અવતરણિકા :
આને જ સ્પષ્ટ કરે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે પલશત તુલ્ય દ્રવ્યસ્તવ છે અને પર્વત તુલ્ય ભાવસ્તવ છે, તેથી પલશતને વહન કરવા માટે અસમર્થ પુરુષ પર્વતને વહન કરી શકતો નથી. એ કથનને જ સ્પષ્ટ કરે છે –
ગાથા :
जो बज्झच्चाएणं णो इत्तिरिअं पि णिग्गहं कुणइ ।
इह अप्पणो सया सो सव्वच्चाएण कह कुज्जा ? ॥१३०६॥ અન્વયાર્થ :
રૂદ અહીં=સંસારમાં, નોજે વેશ્વાઈi=બાહ્યના ત્યાગથી રિં િv=ઈવર પણ મuો હિં આત્માનો નિગ્રહ ળો ડું કરતો નથી, તો એ સવ્વવ્યાપUT સર્વના ત્યાગથી તથા વદ સદા કેવી રીતે વેળા ? કરે?=આત્માનો નિગ્રહ કરે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org