________________
૨૦૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૩૦૯-૧૩૧૦ અધિક બહુમાનને કારણે શીલસંપન્ન સાધુઓની ભક્તિમાં અથવા તીર્થંકરની ભક્તિમાં વપરાતી જ પોતાની ભોગસામગ્રીને સફળ માને છે.
વળી, જે જીવોને શીલાદિ ધર્મ પ્રત્યે તેવું બહુમાન પ્રગટ્યું નથી, તેથી તુચ્છ એવા બાહ્ય પદાર્થોને આત્માથી ભિન્ન અને અશાશ્વત જાણવા છતાં જેઓ આત્માથી અભિન્ન અને શાશ્વત એવા શીલાદિ ગુણો કરતાં બાહ્ય પદાર્થો પ્રત્યે અધિક રાગ ધરાવે છે, તેઓ શીલાદિ ગુણો કરતાં બાહ્ય પદાર્થો પ્રત્યેના અધિક પ્રતિબંધને કારણે ક્ષુદ્ર સ્વભાવવાળા છે, આથી જ ઉચિત પાત્રમાં દાન કરીને પોતાના ધનને સફળ કરી શકતા નથી, આવા જીવો કોઈક નિમિત્તને પામીને બાહ્ય પદાર્થોના ત્યાગ દ્વારા સંયમ ગ્રહણ કરે અને સંયમની બાહ્ય આચરણાઓ કરે, તોપણ તેઓ જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય તે રીતે શીલાદિ ધર્મમાં ઉદ્યમ કરી શકતા નથી. આથી આવા જીવો સર્વ બાહ્ય પદાર્થો પ્રત્યે નિઃસ્પૃહી થઈને મહાપુરુષોથી સેવિત અતિદુર્દ્રર શીલને કઈ રીતે ધારણ કરી શકે ? અર્થાત્ ધારણ કરી શકે નહીં.
આથી અલ્પ સત્ત્વવાળા જીવો શીલાદિ ધર્મનું પાલન કરી શકતા નથી, પરંતુ દાનધર્મના સેવન દ્વારા શીલાદિ ધર્મના પાલનની શક્તિનો સંચય કરી શકે છે; અને જેઓ દાનધર્મના સેવન દ્વારા શીલાદિ ધર્મ પ્રત્યે અહોભાવ પણ કરી શકતા નથી, તેઓ બાહ્ય પદાર્થોનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે તોપણ, મૂર્છાની પ્રકૃતિ હોવાને કારણે અંતરંગ રીતે માન-સન્માનના કે અન્ય કોઈ પદાર્થના પ્રતિબંધ દ્વારા મૂર્છા ધારણ કરીને પરિગ્રહધારી જ બને છે. માટે આવા જીવો સર્વ પદાર્થો પ્રત્યે નિઃસ્પૃહી થઈને સંયમનો ભાર કઈ રીતે વહન કરી શકે ? અર્થાત્ વહન કરી શકે નહીં. ૫૧૩૦૯॥
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે દાનધર્મની શક્તિ વગરના જીવો શીલધર્મનું પાલન કરવા સમર્થ નથી. હવે શીલધર્મની પરિણતિ વગરના જીવો તપધર્મનું પાલન કરવા સમર્થ નથી અને શુદ્ધ તપધર્મની શક્તિ વગરના જીવો ભાવધર્મનું પાલન કરવા સમર્થ નથી, એમ બતાવીને દાનાદિ ચારેય પ્રકારના ધર્મો ક્રમસર પ્રાપ્ત થાય છે. તે ગ્રંથકાર સ્પષ્ટ કરે છે
ગાથા :
-
Jain Education International
अस्सीलो अ ण जायइ सुद्धस्स तवस्स हंदि विसओ वि । जहसत्ती यतवस्सी भावइ कह भावणाजालं? ॥१३१०॥
અન્વયાર્થઃ
અસ્ત્રીતો અ=અને અશીલ=શીલ વગરનો જીવ, મુન્દ્રસ્સ તવસ્ય વિસો વિશુદ્ધ તપનો વિષય પણ ળ ખાયજ્ઞ=થતો નથી, નહસત્તી યતવસ્ત્રી-અને યથાશક્તિ અતપસ્વી ભાવળાનાŕ=ભાવનાજાલને=ભાવનાના સમૂહને, =કઈ રીતે માવ=ભાવન કરે ?
* 'ëવિ' ઉપપ્રદર્શનમાં છે.
ગાથાર્થ
અને શીલ વગરનો જીવ શુદ્ધ તપનો વિષય પણ થતો નથી, અને યથાશક્તિ તપ નહીં કરનારો જીવ ભાવનાના સમૂહને કઈ રીતે ભાવન કરે ? અર્થાત્ ભાવન ન જ કરે.
For Personal & Private Use Only
www.jainelibrary.org