________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૯૬
ગાથાર્થ
રત્નના ગુણો ઉપલના સાધર્મ્સથી અરત્નમાં ક્યારેય પણ નથી જ થતા, એ રીતે વચનાંતરના ગુણો સામાન્ય વચનમાં થતા નથી.
ટીકાઃ
न हि रत्नगुणाः- शिरःशूलशमनादयः अरले घर्घरघट्टादौ कदाचिदपि भवन्ति उपलसाधर्म्यात्कारणाद्, एवं वचनान्तरगुणाः-हिंसाऽदोषादयो न भवन्ति सामान्यवचने, विशेषगुणायोगादिति गाथार्थः ॥१२९६॥ ટીકાર્ય
શિરના શૂળનું શમન કરનાર આદિ રત્નના ગુણો ઘર્ઘરઘટ્ટાદિરૂપ અરત્નમાં=પથ્થરવિશેષમાં, ક્યારેય પણ ઉપલના સાધર્મરૂપ કારણથી=પથ્થરની સમાનતારૂપ કારણથી, થતા નથી જ; એ રીતે હિંસાઅદોષાદિ વચનાંતરના ગુણો–વેદવચનથી અન્ય એવા સર્વજ્ઞવચનના દ્રવ્યસ્તવીય હિંસામાં વર્તતા અદોષાદિરૂપ ગુણો, સામાન્ય વચનમાં=અસર્વજ્ઞકથિત વેદવચનમાં, થતા નથી; કેમ કે વિશેષ ગુણનો અયોગ છે–સર્વજ્ઞવચનમાં જે પ્રકારના વિશેષ ગુણો છે તે પ્રકારના ગુણોનો વેદવચનમાં અભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
૨૫૧
ભાવાર્થ:
ગાથા ૧૨૨૯માં પૂર્વપક્ષીએ શંકા કરીને કહેલ કે દ્રવ્યસ્તવમાં થતી હિંસા દોષરૂપ ન હોય, તો વેદવિહિત એવી યજ્ઞમાં થતી હિંસા પણ દોષરૂપ નથી, એમ સ્વીકારવું પડે. તેનું ગ્રંથકારે પૂર્વગાથામાં નિરાકરણ કર્યું. હવે તેને દઢ કરવા દૃષ્ટાંત આપતાં કહે છે -
જેમ
—
રત્ન પણ પથ્થર છે અને અરત્ન પણ પથ્થર છે, તેથી બંને પથ્થરનું સાધર્મ્સ હોવા છતાં રત્નથી મસ્તકની વેદનાનું શમન આદિ ગુણો થાય છે, જ્યારે અરત્નથી તેવા ગુણો ક્યારેય પણ થતા નથી.
તેમ
-
ભગવાને સર્વજ્ઞ થયા પછી જગતના સર્વ પદાર્થોના પારમાર્થિક સ્વરૂપને જાણીને યોગ્ય જીવોના હિત અર્થે ભાવસ્તવપ્રાપ્તિના ઉપાયરૂપે દ્રવ્યસ્તવની વિધિ બતાવેલ છે, અને તે વિધિ અનુસારે જીવ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે, તો અવશ્ય તે જીવને તે દ્રવ્યસ્તવથી ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે; જ્યારે વેદના વચન અનુસારે યજ્ઞમાં પ્રવૃત્તિ કરવામાં આવે, તો તે પ્રવૃત્તિથી સ્વર્ગની પ્રાપ્તિ અવશ્ય થાય તેવો નિર્ણય થતો નથી. માટે વેદના સામાન્ય વચનો કરતાં વીતરાગના વચનો વચનાંત૨રૂપ છે, અને તે વચનાંતરમાં ૨હેલા ગુણો સામાન્ય વચનમાં પ્રાપ્ત થતાં નથી અર્થાત્ વીતરાગના વચન અનુસારે પ્રવૃત્તિ કરવાથી દ્રવ્યસ્તવીય હિંસામાં અદોષાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે; જ્યારે વેદના વચન અનુસારે પ્રવૃત્તિ કરવાથી યાગીય હિંસામાં અદોષાદિ ગુણોની પ્રાપ્તિ થતી નથી. આથી સર્વજ્ઞવચનમાં અને વેદવચનમાં વચનમાત્રના સાધર્મના બળથી, જેમ દ્રવ્યસ્તવીય હિંસામાં અદોષાદિ છે, તેમ યાગીય હિંસામાં પણ અદોષાદિ છે એમ સ્થાપન કરી શકાય નહીં.
અહીં વિશેષ એ છે કે સર્વજ્ઞ રાગ-દ્વેષથી રહિત છે અને પૂર્ણ જ્ઞાનવાળા છે, તેથી તેઓનું વચન સર્વ પદાર્થને યથાર્થ જ કહેનારું છે; પરંતુ કયા દર્શનના વચનો સર્વજ્ઞકથિત છે ? તે કષ-છેદ-તાપપરીક્ષા કરવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org