________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૮૧-૧૨૮૨
ટીકાર્ય
અહીં=લોકમાં, તેના વ્યાપારથી વિરહિતપુરુષના બોલવારૂપ વ્યાપારથી રહિત=શૂન્ય, વચન ક્યાંય સંભળાતું નથી. અને શ્રવણ હોતે છતે પણ=પુરુષના બોલવારૂપ વ્યાપારથી રહિત વચન સંભળાયે છતે પણ, અદેશ્ય કર્તાના ઉદ્ભવવાળી આશંકા દૂર થતી નથી; કેમ કે પ્રમાણનો અભાવ છે=પુરુષના બોલવાના વ્યાપાર વગરનું વચન હોય છે એમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
કોઈ પુરુષથી બોલાવાનો વ્યાપાર ન કરાયો હોય એવું વચન જગતમાં ક્યાંક વિદ્યમાન છે, એવું સંભળાતું નથી. તેથી નક્કી થાય કે વચન કોઈનાથી બોલાયેલું જ હોય. આથી ક્યારેક પુરુષના અભાવમાં વચન સંભળાતું હોય તો, ‘આ વચનને બોલનાર કોઈક અદૃશ્ય પુરુષ છે' એવી શંકા થાય છે, અને એ શંકાનું નિવર્તન થઈ શકતું નથી; કેમ કે એ શંકાના નિવર્તનના ઉપાયભૂત કોઈ પ્રમાણ વિદ્યમાન નથી. અને જો કોઈનાથી નહીં બોલાયેલું વચન પ્રાપ્ત થતું હોય અને ક્યારેક પુરુષના અભાવમાં પણ વચન સંભળાતું હોય તો, ‘આ વચનને બોલનાર કોઈક અદૃશ્ય પુરુષ છે' એવી શંકા થાય નહીં; કેમ કે બોલનાર પુરુષરૂપ વચનના કર્તાના અભાવમાં પણ વચનની પ્રાપ્તિ છે, પરંતુ કર્તાના અભાવમાં વચન પ્રાપ્ત થાય છે એમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. આથી ફલિત થાય છે કે પુરુષના બોલવાના વ્યાપારથી વચનની પ્રાપ્તિ થાય, અન્યથા નહીં. માટે વચનને અપૌરુષેય કહેવું અત્યંત વિરોધી છે. ૧૨૮૧
અવતરણિકા :
પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે કોઈનાથી નહીં બોલાયેલું વચન ક્યાંય સંભળાતું નથી અને સંભળાય તોપણ અદેશ્ય કર્તાની આશંકા દૂર થતી નથી. આથી નક્કી થાય કે વેદવચન કોઈના બોલવાના વ્યાપાર વગર સંભળાતું હોય તો તેના અદશ્ય કર્તાની આશંકા દૂર થઈ શકે નહીં. માટે વેદવચનને અપૌરુષેય માનવું અત્યંત વિરુદ્ધ છે.
હવે અહીં પૂર્વપક્ષીનો અભિપ્રાય બતાવીને તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે .
-
ગાથા :
અન્વયાર્થઃ
૨૨૫
अद्दिस्सकत्तिगं णो अण्णं सुव्वइ कहं णु आसंका ? । सुव्वइ पिसायवयणं कयाइ एअं तु ण सदेव ॥ १२८२ ॥
Jain Education International
અÎ=અન્ય=વેદવચનથી અન્ય વચન, અદ્દિસ્પત્તિનું અદશ્યકર્તૃક નો સુ-સંભળાતું નથી, (એથી) તં નુ આમંજા ?-કેવી રીતે આશંકા થાય ?–વેદવચનના વિષયમાં અદૃશ્ય કર્તાની આશંકા કઈ રીતે થાય ? (તેને ગ્રંથકાર કહે છે —) જ્યાŞ=ક્યારેક પિસાયવયપ્ન-પિશાચવચન સુજ્ઞ-સંભળાય છે, સં તુ=પરંતુ આવેદવચન, સદ્દેવ-સદા જ =નથી=સંભળાતું નથી.
* 'નુ' વિતર્ક કરવામાં છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org