________________
૧૨૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૬-૧૨૦૦
ટીકાઃ __ अलमत्र प्रसङ्गेन-प्रमाणाभिधानादिना, एवं खलु भवति भावचरणम्-उक्तस्वरूपं, कुत इत्याह'प्रतिभोत्स्यन्ते अन्ये प्राणिन' इति भावार्जितकर्मयोगेन-जिनायतनविषयेणेति गाथार्थः ॥१२०६॥ ટીકાર્થ:
અહીં પ્રમાણના અભિધાનાદિરૂપ પ્રસંગ વડે સર્ષ ગાથા ૧૧૯૧-૧૧૯૨માં સાધુવ્યવસ્થાપક અનુમાન પ્રમાણનું અભિધાન કર્યું, ભાવસ્તવનું દુષ્કરપણું બતાવ્યું ઇત્યાદિરૂપ પ્રાસંગિક કથન વડે સર્યું.
હવે ગાથા ૧૧૬૦માં કહેલ કે દ્રવ્યસ્તવથી ભાવસ્તવ થાય છે એ કથન સાથે જોડાણ બતાવે છે –
ખરેખર આ રીતે=ગાથા ૧૧૬૦થી અત્યાર સુધી બતાવ્યું એ રીતે, દ્રવ્યસ્તવથી ઉક્ત સ્વરૂપવાળું=ગાથા ૧૧૬૧માં કહેવાયેલ સ્વરૂપવાળું, ભાવચરણ થાય છે.
કોનાથી? અર્થાત્ દ્રવ્યસ્તવમાં વર્તતા કયા ભાવથી ભાવચરણ થાય છે? એથી કહે છે –
“અન્ય પ્રાણીઓ પ્રતિબોધ પામશે' એ પ્રકારના જિનાયતનના વિષયવાળા ભાવથી અર્જિત એવા કર્મના યોગથી, ભાવચરણ થાય છે, એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - વિવેકસંપન્ન શ્રાવકને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જિનભવનનું નિર્માણ કરતી વખતે ભાવચારિત્ર પ્રત્યે અત્યંત રાગ હોય છે. આથી શ્રાવકને અભિલાષ થાય છે કે “આ જિનમંદિરમાં જિનબિંબના દર્શન માટે ઉત્તમ મહાત્માઓ પધારશે, દેશના આપશે, જેથી અહીં રહેલા અન્ય જીવો પ્રતિબોધ પામશે, સંયમ આદિ ગ્રહણ કરીને પોતાના મનુષ્યજન્મને સફળ કરશે, જેથી બીજા પણ ઘણા જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થશે. આથી આ જિનમંદિરનિર્માણમાં વપરાયેલું જ મારું ધન સફળ છે, અન્ય નહીં.”
આ પ્રકારના અભિલાષથી ભાવિત થયેલું તે શ્રાવકનું ચિત્ત, ઉત્તમ કોટિના ભાવચારિત્ર પ્રત્યેના રાગભાવપૂર્વક “તેવા ઉત્તમ ચારિત્રની અન્ય જીવોને પ્રાપ્તિ થાઓ” એવા પ્રકારના ઉત્તમ ભાવવાળું બને છે, અને આવા ભાવથી અર્જન થયેલું અને ચારિત્ર પ્રત્યેના રાગના સંસ્કારોથી યુક્ત એવું પુણ્યાનુબંધી પુણ્ય કર્મ તે શ્રાવકને ભાવચારિત્રની પ્રાપ્તિ કરાવે છે, અર્થાત્ તે પુણ્યકર્મના યોગથી તે શ્રાવકને ક્વચિત્ તે જ ભવમાં ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે, તો ક્વચિત્ જન્માંતરમાં પણ ભાવચારિત્રની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ૧૨૦૬ll.
ગાથા :
अपरिवडिअसुहचिंताभावज्जियकम्मपरिणईओ उ ।
एअस्स जाइ अंतं तओ स आराहणं लहइ ॥१२०७॥ અન્વયાર્થ:
પરિવદિવસુતામાવનિયમ્મરિયો કવળી અપ્રતિપતિત શુભ ચિંતાના ભાવથી અર્જિત કર્મની પરિણતિથી જ મંતં આના અંતને=ચરણના પારને, નાડુ પામે છે. તો તેનાથી અપ્રતિપતિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org