________________
૧૫૮
અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૩૧-૧૨૩૨ પરિણામમાં સુખ જ થાય છે એ કથન, સંભળાય છે; કેમ કે સ્વર્ગનો પાઠ છે=જ્યાગમાં હણાતા જીવો સ્વર્ગે જાય છે એવો વૈદિક શાસ્ત્રમાં પાઠ છે.
ઉપપત્તિઅંતરને કહે છે–પૂર્વપક્ષી અન્ય યુક્તિને કહે છે –
તેના જનનમાં પણ સુખના જનનમાં પણ=પરને સુખ પેદા થવામાં પણ, પારદારિકાદિન=પરસ્ત્રીનું ગમન કરનારા વગેરે પુરુષોને, ધર્મ કહેવાયો નથી. તે કારણથી આ પણ=જિનભવનાદિમાં હણાતા જીવોને પરિણામમાં સુખ જ થાય છે આથી અદોષ છે એ કથન પણ, વ્યભિચારવાળું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
જૈનધર્મ પ્રત્યેના પક્ષપાતવાળા કોઈ પુરુષ પૂર્વપક્ષીને કહે કે, જિનભવનનું નિર્માણ કરવું, જિનબિંબની પૂજા કરવી વગેરે અનુષ્ઠાનમાં જે જીવોની હિંસા થાય છે, તે જીવોને પરિણામે સદ્ગતિની પ્રાપ્તિરૂપ સુખ જ થાય છે. માટે જિનભવનનિર્માણાદિમાં થતી હિંસામાં દોષ નથી.
તેને પૂર્વપક્ષી કહે છે કે, યાગ કરવામાં પણ જે જીવોની હિંસા થાય છે તે જીવોને પરિણામમાં સુખ થાય છે, એવું વચન વેદમાં સંભળાય છે. માટે જેમ જિનભવનાદિમાં થતી હિંસા અધર્મરૂપ નથી, તેમ યાગમાં થતી હિંસા પણ અધર્મરૂપ નથી.
વળી, આ વાતને પુષ્ટ કરવા પૂર્વપક્ષી અન્ય યુક્તિ આપે છે કે, પરસ્ત્રીનું ગમન કરનારા પુરુષો પરસ્ત્રીને સુખ આપે છે, તોપણ તેઓને ધર્મ થતો નથી. માટે કોઈને સુખ આપવામાત્રથી ધર્મ જ થાય છે એવો પણ એકાંતે નિયમ નથી. આથી દ્રવ્યસ્તવીય હિંસામાં ધર્મ છે એમ માનવું ઉચિત નથી. છતાં જો જૈનો દ્રવ્યસ્તવીય હિંસાને ધર્મ માને તો યાગીય હિંસાને પણ ધર્મરૂપે માનવી જોઈએ. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ૧૨૩૧
ગાથા :
सिअ तत्थ सुहो भावो तं कुणमाणस्स तुल्लमेअं पि ।
इअरस्स वि अ सुहो च्चिअ णेओ इअरं कुणंतस्स ॥१२३२॥ અન્વચાઈ:
સિગ્ન થાય પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે – તત્ત્વ=ત્યાં=દ્રવ્યસ્તવમાં, તેં તેને=હિંસાને, VIHIVIક્ષ કરતા એવા શ્રાવકને જુદો માવો શુભ ભાવ થાય છે. (તેને પૂર્વપક્ષી કહે છે –) પ આ પણ=હિંસા કરનારાને શુભ ભાવ થાય છે એ કથન પણ, (યાગીય હિંસામાં) તુર્ણતુલ્ય છે. (કઈ રીતે તુલ્ય છે? તે બતાવે છે –) મ મ viત રૂરલ વિ=અને ઇતરને કરતા એવા ઇતરને પણ=વેદવિહિત હિંસા કરતા એવા વેદવિહિત હિંસાના કર્તાને પણ, સુદો બ્રિડ =શુભ જ (ભાવ) જાણવો. ગાથાર્થ :
યાત્થી પૂર્વપક્ષીને કોઈ જેનદર્શનવાળા કહે – દ્રવ્યસ્તવમાં હિંસા કરતા શ્રાવકને શુભ ભાવ થાય. છે. તેને પૂર્વપક્ષી કહે છે – હિંસા કરનારા શ્રાવકને શુભ ભાવ થાય છે એ કથન પણ ચાગીય હિંસામાં
તુલ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org