________________
૧૯૩
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨પપ * “જોવા fu''માં પિ'થી એ કહેવું છે કે વેદગત હિંસા ભાવઆપત્તિના વિસ્તરણ આદિ ગુણવાળી તો નથી, પરંતુ મોક્ષને સાધનારી પણ નથી. * “પત્રમાજિ”માં “મ'થી એ કહેવું છે કે વેદવિહિત યાગીય હિંસાથી પ્રાપ્ત થાય છે તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, છતાં ળના ભાવમાં પણ વેદવચનાનુસાર કરાતી વાગીય હિંસાથી ફળ પ્રાપ્ત થાય છે તેમ સ્વીકારીએ તોપણ, તે વચન અર્થાદિ વચન જેવું છે. * “વિશ્રુતે'માં રૂત્યાર' શબ્દથી ભૌતિક ફળની કામના માટે હિંસા કરવાનું કહેનારી અન્ય કૃતિઓનું ગ્રહણ કરવાનું છે. * “અર્થશાસ્ત્રાર'માં ‘મર' શબ્દથી કામશાસ્ત્રનું ગ્રહણ છે. ટીકાર્થ :
અને ફળોદ્દેશથી પ્રવૃત્તિ હોવાને કારણે ઐશ્વર્યની પ્રાપ્તિ આદિરૂપ ભૌતિક ફળના ઉદ્દેશથી યાગીય હિંસામાં પ્રવૃત્તિ હોવાને કારણે, આ હિંસા=વેદગત હિંસા, મોક્ષને સાધનારી પણ નથી; યાગીય હિંસાની પ્રવૃત્તિ ભૌતિક ફળના ઉદ્દેશથી કરાય છે એમ કઈ રીતે નક્કી થાય ? તેમાં હેતુ આપે છે – “ભૂતિકામ= ઐશ્વર્યાની ઇચ્છાવાળો પુરુષ, વાયવ્ય શ્વેત અને=વાયુદેવ સંબંધી સફેદ બકરાનો, હોમ કરે” ઈત્યાદિ શ્રુતિ છે.
અને મોક્ષરૂપ ફળવાળું સુવચન છે=સુઆગમ છે. શેષ=મોક્ષરૂપ ફળથી શેષ ફળવાળું વચન, અર્યાદિ વચનની સમાન છે ફળના ભાવમાં પણ અર્થશાસ્ત્રાદિની તુલ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૧૨પરના ઉત્તરાર્ધમાં ગ્રંથકારે કહ્યું કે દ્રવ્યસ્તવીય હિંસા આરંભવાળાને આરંભાતરની નિવૃત્તિ દેનારી છે, એ રીતે ફળની આશંસા વગર કરાતી દ્રવ્યસ્તવય હિંસા વિધિમાં તત્પર શ્રાવકને મોક્ષરૂપ ફળ આપનાર છે, માત્ર અભ્યદય આપનાર જ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે વિધિમા તત્પર શ્રાવકનો તે ભવમાં મોક્ષ ન થાય, તોપણ, અભ્યદયની પ્રાપ્તિ કરાવવા દ્વારા દ્રવ્યસ્તવીય હિંસા મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થનાર છે; જ્યારે યાગીય હિંસા તેવી નથી; કેમ કે વેદની શ્રુતિ છે કે “વૈભવની કામનાવાળો પુરુષ વાયુદેવતાનું વાહન એવા શ્વેત બકરાથી યજ્ઞ કરે.” આથી ફલિત થાય કે યાગીય હિંસામાં ભૂતિરૂપે ફળના ઉદ્દેશથી પ્રવૃત્તિ છે; પરંતુ દ્રવ્યસ્તવીય હિંસાની પ્રવૃત્તિ જેમ ફળની આશંસા વગર થાય છે, તેમ યાગીય હિંસાની પ્રવૃત્તિ ફળની આશંસા વગર થતી નથી. માટે અનિદાનવાળી દ્રવ્યસ્તવીય હિંસા જેમ મોક્ષને સાધનારી છે, તેમ યાગીય હિંસા મોક્ષને સાધનારી નથી.
વળી, જીવની સંસારની અવસ્થા વિડંબણાવાળી છે, તેમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવનારું વચન સુવચન છે; અને જે વચન મોક્ષનો ઉપાય બતાવનારું ન હોય, તે વચન અર્થોપાર્જનાદિ બતાવનારા સંસારના અન્ય વચનો જેવું છે. માટે તેવા વચન અનુસાર પ્રવૃત્તિ કરવાથી ફળની પ્રાપ્તિ થાય, તોપણ, તે વચન અર્થશાસ્ત્રાદિ તુલ્ય છે. આથી યાગીય હિંસાનું વિધાન કરનારું વચન સુઆગમ નથી. ll૧૨પપી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org