________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૬-૧૨૦૦
૨૦૯
ટીકાર્ચ:
અહીં જિનભવનાદિમાં, તે=યતના, પરિણત જલ, દલની વિશુદ્ધિરૂપ જ વિષેય થાય છે. જોકે ત્યાં પ્રાસુકના ગ્રહણથી જિનભવનનિર્માણાદિમાં પ્રાસુક જલાદિનું ગ્રહણ કરવાથી, મહાન અર્થવ્યય થાય છે=ઘણો ધનવ્યય થાય છે, તોપણ સર્વ આ=અર્થવ્યય, ધર્મનો હેતુ છે; કેમ કે સ્થાનમાં નિયોગ છે= સર્વ અર્થવ્યયનો ઉચિત સ્થાનમાં સંબંધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
જિનભવનનું નિર્માણ કરાવવાં વગેરે દ્રવ્યસ્તવમાં ત્રસાદિ જીવોથી રહિત એવું પાણી ગ્રહણ કરવું, લાકડાં, ઈંટ વગેરે જીવોથી સંસક્ત ન હોય તેવા ગ્રહણ કરવાં, ભૂમિખનન વખતે તે ભૂમિમાં જે ત્રસાદિ જીવો હોય તે સર્વના રક્ષણ માટે શક્ય યતના કરવી, તેમ જ ઉપલક્ષણથી દ્રવ્યસ્તવમાં ઉપયોગી અન્ય સર્વ સામગ્રીમાં શક્ય હોય એટલા આરંભનો પરિહાર કરવો, એ સર્વ યતના છે.
જોકે આ રીતે પરિણત જલાદિ ગ્રહણ કરવાથી દ્રવ્યસ્તવમાં સામાન્ય રીતે જે ધનવ્યય થતો હોય, તેનાથી ઘણો અધિક ધનવ્યય થાય છે, તોપણ આ સર્વ ધનવ્યય ધર્મનું કારણ છે; કેમ કે જીવરક્ષા અર્થે વપરાય છે, માટે તે ધનવ્યયનો ઉચિત સ્થાનમાં ઉપયોગ છે. ૧૨૬૬ll
અવતરણિકા :
प्रसङ्गमाह - અવતરણિકાઈ:
પ્રસંગને કહે છે, અર્થાત્ ગાથા ૧૨૬૫માં કહેલ કે જે કારણથી યતના તેનાથી અધિક દોષનું નિવારણ કરનારી છે, તે કારણથી યતના હિંસાની નિવૃત્તિપ્રધાન જાણવી. તેથી તે પ્રકારનો પ્રસંગ અર્થાતુ યતન અધિક દોષનું નિવારણ કરનારી હોવાથી હિંસાની નિવૃત્તિનું કારણ બને છે તે પ્રકારનું સ્થાન, ક્યાં પ્રાપ્ત થાય છે? તે બતાવે છે –
ગાથા :
एत्तो च्चिअ निद्दोसं सिप्पाइविहाण मो जिणिंदस्स ।
लेसेण सदोसं पि हु बहुदोसनिवारणत्तेणं ॥१२६७॥ અન્વચાઈ: | Uો ત્રિમ આથી જ બૅલેન સોર્સ પિનલેશથી સદોષ પણ વ૬ોનિવારVIબહુ દોષનું નિવારણપણું હોવાથી નિતિ સિMાવિહા રો-જિનેન્દ્રનું શિલ્પાદિનું વિધાન પણ નિદ્દો-નિર્દોષ છે. * “કો' પિ અર્થમાં છે. * 'દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ :
આથી જ લેશથી સદોષ પણ બહુ દોષનું નિવારણપણું હોવાથી જિનેન્દ્રનું શિલ્પાદિનું વિધાન પણ નિર્દોષ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org