________________
૧૫૧
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૨૬ ટીકાઈઃ
ખરેખર ત્યાં=આવશ્યકનિયુક્તિભાષ્યગાથા-૧૯૩માં, “પુષ્પાદિકને ઇચ્છતા નથી' એ રૂપ પ્રતિષેધના પ્રયાસગ્નમાં=આ પ્રકારના નિષેધવાક્યની નજીકમાં, તે=દ્રવ્યસ્તવ, પુષ્પાદિ કહેવાયો છે, જિનભવનાદિ પણ નહીં, કેમ કે અધિકાર છે=આવશ્યકનિયુક્તિભાષ્યગાથા-૧૯૧માં દ્રવ્યસ્તવ તરીકે જિનભવનાદિનો અધિકાર નથી. આ પ્રકારે આશંકા કરીને ગ્રંથકાર કહે છે –
મારિ શબ્દથી “પુષ્પરિમાં રહેલ મારિ' શબ્દથી, જિનભવનાદિ પણ કહેવાયો છે=આવશ્યકનિર્યુક્તિભાષ્યમાં જિનભવનાદિ પણ દ્રવ્યસ્તવ કહેવાયો છે.
અહીં પ્રશ્ન થાય કે “પુષ્પારિ”માં “માહિ' શબ્દથી જિનભવનાદિનું ગ્રહણ છે, એમ કઈ રીતે નક્કી થાય? તેથી કહે છે –
તેના અભાવમાં જિનભવનાદિના અભાવમાં, પુષ્પાદિ કોને?=કોને ચડાવવાં? એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
આવશ્યકનિર્યુક્તિભાષ્યગાથા-૧૯૧માં કહ્યું છે કે “દ્રવ્યસ્તવ પુષ્પાદિ છે.” અને આવશ્યકનિયુક્તિભાષ્યગાથા-૧૯૩માં કહ્યું કે “કૃત્ન સંયમ છે પ્રધાન જેમને એવા વિદ્વાનો પુષ્પાદિને ઇચ્છતા નથી.” આ પ્રકારનું પ્રતિષેધનું વચન ‘દ્રવ્યસ્તવ પુષ્પાદિ છે' એ કથનની નજીકમાં છે. આથી નક્કી થાય કે ભાષ્યકારને દ્રવ્યસ્તવ તરીકે પુષ્પાદિ ઇષ્ટ છે, પરંતુ જિનભવનાદિ પણ ઇષ્ટ નથી; કેમ કે આવશ્યકનિયુક્તિભાષ્યમાં સ્તવના અધિકારમાં પુષ્પાદિનો અધિકાર છે, પરંતુ જિનભવનાદિનો અધિકાર નથી.
આ પ્રકારનો આક્ષેપ કરવા દ્વારા પૂર્વપક્ષીને એમ કહેવું છે કે દ્રવ્યસ્તવ પુષ્પાદિ દ્રવ્યો દ્વારા ભગવાનની ભક્તિ કરવારૂપ હોઈ શકે, પરંતુ જિનભવન બનાવવા વગેરે રૂપ હોઈ શકે નહીં. તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે –
આવશ્યકનિયુક્તિભાષ્યગાથા-૧૯૧માં કહ્યું કે દ્રવ્યસ્તવ “પુષ્પાદિ' છે, ત્યાં ‘રિ' શબ્દથી ગંધ, ધૂપાદિનું ગ્રહણ કરેલ છે, અને “ધંપાદિમાં ‘મા’ શબ્દથી જિનભવનાદિનું ગ્રહણ છે; કેમ કે જો જિનભવનાદિ જ ન હોય તો પુષ્પાદિ પણ કોને ચડાવવાં ? આથી નક્કી થાય કે જેમ પુષ્પાદિ દ્રવ્યસ્તવ છે, એમ પુષ્પાદિ દ્વારા પૂજા કરવાના વિષયભૂત એવા જિનભવન, જિનબિંબાદિ પણ દ્રવ્યસ્તવ છે.
અહીં વિશેષ એ છે કે, સ્થાપનાદિનની પૂજા પુષ્પાદિથી થાય છે, માટે સ્થૂલથી પુષ્પાદિ દ્રવ્યસ્તવરૂપ લાગે અને જિનભવનનું નિર્માણાદિ સ્થાપનાદિનની નિષ્પત્તિની પૂર્વક્રિયા છે, માટે સ્થૂલથી જિનભવનનિર્માણાદિ દ્રવ્યસ્તવરૂપ ન લાગે; પરંતુ સૂક્ષ્મબુદ્ધિથી વિચારીએ તો ભાવજિન પ્રત્યેના બહુમાનથી જેમ સ્થાપનાદિનની પુષ્પાદિ દ્વારા ભક્તિ થાય છે, તેમ સ્થાપનાદિનની પ્રતિષ્ઠા માટે જિનભવનનિર્માણાદિ પણ થાય છે. આથી જેમ પુષ્પાદિ દ્રવ્યસ્તવ છે તેમ જિનભવનનિર્માણાદિ પણ દ્રવ્યસ્તવ છે, એમ ફલિત થાય. /૧૨૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org