________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૨૩
૧૪૦
વળી શ્રાવકનો દ્રવ્યસ્તવ વીતરાગ પ્રત્યેના બહુમાનભાવની વૃદ્ધિપૂર્વક ઉત્તમ દ્રવ્યોથી વીતરાગની ભક્તિ કરવારૂપ હોય છે. આથી શ્રાવકનો દ્રવ્યસ્તવ કૃત્યરૂપે છે, અને દ્રવ્યસ્તવકાળમાં શ્રાવકને જે ભાવલેશ થાય છે તેના દ્વારા શ્રાવકનાં સંયમના પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે. આમ શ્રાવક વડે કરાતા દ્રવ્યસ્તવથી ભાવની પ્રાપ્તિ દ્વારા સંયમપ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મોની નિર્જરા થાય છે.
આશય એ છે કે વ્યાપારી હંમેશાં મુખ્ય હોય અને વ્યાપાર હંમેશા ગૌણ હોય. એ નિયમ અનુસાર,
જેમ
-
(૧) દંડ ભ્રમી દ્વારા ઘટનું કારણ છે; અહીં દંડ એ વ્યાપારી છે અને ભ્રમી એ વ્યાપાર છે. (૨) જ્ઞાન ક્રિયા દ્વારા મોક્ષનું કારણ છે; અહીં જ્ઞાન એ વ્યાપારી છે અને ક્રિયા એ વ્યાપાર છે. તેમ પ્રસ્તુતમાં –
(૩) દ્રવ્યસ્તવ ભાવલેશ દ્વારા ભાવસ્તવનું કારણ છે; અહીં દ્રવ્યસ્તવ વ્યાપારી છે અને ભાવલેશ એ વ્યાપાર છે.
શ્રાવકને આશ્રયીને
★ પ્રધાન કારણ
ગૌણ કારણ
(૧)
દંડ
ભ્રમી
(૨)
જ્ઞાન
ક્રિયા
(૩)
દ્રવ્યસ્તવ
ભાવલેશ
આથી પ્રથમ સ્થાનમાં દંડ એ પ્રધાન કારણ છે, ભ્રમી એ ગૌણ કારણ છે અને તેના દ્વારા ઘટરૂપ કાર્ય નિષ્પન્ન થાય છે. બીજા સ્થાનમાં વ્યવહારનયની દૃષ્ટિથી જ્ઞાન એ પ્રધાન કારણ છે, ક્રિયા એ ગૌણ કારણ છે અને તેના દ્વારા મોક્ષરૂપ કાર્ય નિષ્પન્ન થાય છે. ત્રીજા સ્થાનમાં દ્રવ્યસ્તવ એ પ્રધાન કારણ છે, ભાવલેશ એ ગૌણ કારણ છે અને તેના દ્વારા ભાવસ્તવને અનુકૂળ નિર્જરારૂપ કાર્ય નિષ્પન્ન થાય છે. આથી ફલિત થાય કે શ્રાવકને દ્રવ્યસ્તવ મુખ્ય છે અને ભાવસ્તવ ગૌણ છે.
તેના દ્વારા પ્રાપ્ત એવું કાર્ય
ઘટ
અહીં વિશેષ એ છે કે સ્નાનાદિમાં જલાદિગત જીવોની હિંસા થાય છે માટે મુનિઓ સ્નાનાદિ કરતા નથી એમ નથી; કેમ કે જો જલાદિગત જીવોની હિંસા થતી હોવાને કારણે જ શાસ્ત્રમાં મુનિને સ્નાનાદિ કરવાનો નિષેધ કરેલ હોય, તો મુનિ નદી ઊતરે છે ત્યારે અકાયાદિ જીવોની હિંસા થાય છે, અને વિહાર કરે છે ત્યારે પણ વાઉકાયાદિ જીવોની હિંસા થાય છે. તેથી નદી ઊતરવા વગેરે પ્રવૃત્તિ સ્વરૂપથી સાવઘ હોવાથી તેનો પણ સ્નાનાદિની જેમ મુનિને નિષેધ પ્રાપ્ત થાય.
Jain Education International
મોક્ષને અનુકૂળ નિર્જરા ભાવસ્તવને અનુકૂળ નિર્જરા
વસ્તુતઃ સંયમની વૃદ્ધિ થાય છે માટે સાધુ સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં જેમ નદી પણ ઊતરે છે અને વિહાર પણ કરે છે, તેમ ભાવોની વૃદ્ધિ થતી હોય તો સાધુ સ્નાનાદિ કરીને પણ જિનપૂજા આદિરૂપ દ્રવ્યસ્તવ કરે; પરંતુ સાધુ નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન કરવારૂપ ભગવાનની ઉચ્ચત૨ ભક્તિ કરી શકે છે, માટે તેઓ ભગવાનની બાહ્ય ભક્તિ કરતા નથી. તેમ જ બ્રહ્મચારીને શાસ્ત્રમાં સ્નાનાદિના વર્જનનો ઉપદેશ છે માટે પણ સાધુ સ્નાનાદિ કરતા નથી, અને શાસ્ત્રમાં સાધુને પરિગ્રહના વર્જનનો ઉપદેશ છે માટે
For Personal & Private Use Only
www.jainelibrary.org