________________
૧૧૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૯૯-૧૨૦૦ વર્ણ જેવા વર્ણવાળું બનાવેલું સુવર્ણ સુવર્ણ થતું નથી. વળી બાહ્ય એવા નામ અને રૂપમાત્રથી=બાહ્ય રીતે સાધુના નામમાત્રથી કે સાધુનો વેશ પહેરવામાત્રથી, આવા અગુણ છતા=પૂર્વે બતાવ્યા એવા સાધુના આઠ ગુણોથી રહિત છતા સાધુ, ભાવની અપેક્ષાથી–વિશિષ્ટ વેશ્યારૂપ ભાવને આશ્રયીને, સાધુ થતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
જે રીતે કષાદિ ચાર પરીક્ષાથી પરિશુદ્ધ એવું વિષઘાતી આદિ આઠ ગુણોવાળું સુવર્ણ પારમાર્થિક સુવર્ણ છે, પરંતુ પ્રયોગથી બનાવાયેલું વર્ણથી સુવર્ણ જેવું દેખાતું પણ આઠ ગુણો વગરનું સુવર્ણ પારમાર્થિક સુવર્ણ નથી; એ રીતે કષાદિ ચાર પરીક્ષાથી પરિશુદ્ધ એવા મોહઘાતી આદિ આઠ ગુણોવાળા સાધુ પારમાર્થિક સાધુ છે, પરંતુ બાહ્ય નામમાત્રથી કે વેશમાત્રથી સાધુ જેવા દેખાતા પણ આઠ ગુણો વગરના સાધુ સંયમના પરિણામરૂપ ભાવને આશ્રયીને પારમાર્થિક સાધુ નથી. ૧૧૯૯ો અવતરણિકા:
પૂર્વગાથામાં કહ્યું કે યુક્તિસુવર્ણ તાત્ત્વિક સુવર્ણ નથી. તેથી હવે યુક્તિસુવર્ણ તાત્ત્વિક સુવર્ણ કેમ નથી? તે સ્પષ્ટ કરે છે –
ગાથા :
जुत्तीसुवण्णयं पुण सुवण्णवण्णं तु जइ वि कीरेज्जा ।
ण हु होइ तं सुवण्णं सेसेहिं गुणेहसंतेहिं ॥१२००॥ અન્વયાર્થ:
નુત્તીસુવUUવં પુOT વળી યુક્તિસુવર્ણકન વિજોકે સુવઇવઇvi તુ સુવર્ણના વર્ણવાળું જ વીરેકરાય છે, (તોપણ) તંત્રતત્રયુક્તિસુવર્ણ, અહિં હિંગુoોહિઅસત્ એવા શેષ ગુણો વડે સુવઇri સુવર્ણ
તોડું થતું નથી. * “તુ' વકાર અર્થમાં છે. * “દુ વાક્યાલંકારમાં છે. ગાથાર્થ :
વળી યુક્તિસુવર્ણ જોકે સુવર્ણના વર્ણવાળું જ કરાય છે, તોપણ યુક્તિસુવર્ણ અવિધમાન એવા વિષઘાતી આદિ ગુણો વડે સુવર્ણ થતું નથી. ટીકા : ___ युक्तिसुवर्णकं पुनः अतात्त्विकं सुवर्णवर्णमेव यद्यपि क्रियेत कथञ्चित्, तथापि न भवति तत् सुवर्ण शेषैर्गुणैः विषघातित्वादिभिरसद्भिरिति गाथार्थः ॥१२००॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org