________________
oo
અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૦૧ વિશં-જાણવું. પિ સીપાં એક પણ શીલાંગ સેસન્માવે શેષના સદ્ભાવમાં=શેષ શીલાંગોના વિદ્યમાનપણામાં, સુપરિશુદ્ધ સુપરિશુદ્ધ છે.
ગાથાર્થ :
શીલાંગના અધિકારમાં બુદ્ધિમાન પુરુષો વડે વળી આ દંપર્ચ જાણવું. એક પણ શીલાંગ શેષ શીલાંગોના વિધમાનપણામાં સુપરિશુદ્ધ છે. ટીકાઃ __ अत्र-शीलाङ्गाधिकारे इदं विज्ञेयम् ऐदम्पर्यं-भावार्थगर्भरूपं बुद्धिमद्भिः पुरुषैः, यदुत-एकमपि सुपरिशुद्धं शीलाङ्गं यादृक् शीलाङ्गमुच्यते तादृगित्यर्थः, किमित्याह-शेषसद्भावे-तदपरशीलाङ्गभाव एवेति गाथार्थः ॥११७१॥ * “ પિ”માં “પિ'થી એ જ્ઞાપન કરવું છે કે શેષ શીલાંગોના સર્ભાવમાં બે વગેરે શીલાંગો તો સુપરિશુદ્ધ છે, પરંતુ એક પણ શીલાંગ શેષ શીલાંગોના સર્ભાવમાં જ સુપરિશુદ્ધ છે. ટીકાર્થ :
અહીં=શીલાંગના અધિકારમાં, બુદ્ધિમાન પુરુષો વડે ભાવાર્થના ગર્ભરૂપ આ દંપર્ય જાણવું. જે યતથી બતાવે છે – એક પણ શીલાંગ શેષના સદ્ભાવમાં તેનાથી અપર શીલાંગોના ભાવમાં જ=તે એક શીલાંગથી અન્ય શીલાંગોના વિદ્યમાનપણામાં જ, સુપરિશુદ્ધ છે=જેવું શીલાંગ કહેવાય છે તેવું છે=શાસ્ત્રકાર દ્વારા જેને શીલાગરૂપે કહેવાય છે તેવું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
જે મુનિ મન-વચન-કાયાને શાસ્ત્રવચનાનુસારે ગુપ્ત રાખીને અપ્રમાદભાવથી ઉચિત કાળે ઉચિત ક્રિયાઓ કરતા હોય, જેમનો ઉપયોગ ક્રિયાકાળમાં મોહના ઉન્મેલનને અનુકૂળ સુભટભાવ તુલ્ય વર્તતો હોય, પ્રયોજન ન હોય ત્યારે ગમનાદિ સર્વ ચેષ્ટાઓનો રોધ કરીને જેઓ સ્વાધ્યાય અને ધ્યાનથી આત્માને વાસિત કરતા હોય, તેમ જ બાહ્ય કોઈ પ્રયોજન હોય ત્યારે કંટકથી આકીર્ણ ભૂમિમાં ગમનતુલ્ય યતનાપૂર્વક જેઓ સર્વ પ્રવૃત્તિ કરતા હોય, તેવા મુનિ સદા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત છે અને પ્રવૃત્તિકાળમાં પાંચ સમિતિઓથી સમિત છે; અને આવા મુનિ નદી ઊતરતા હોય ત્યારે બાહ્ય રીતે પાણીના જીવોનું ઉપમર્દન થતું હોય તોપણ તેઓ ૧૮000 શીલાંગોનું સુપરિશુદ્ધ પાલન કરનારા છે; કેમ કે તેઓ મન-વચન-કાયાને ભાવથી ગુપ્ત કરીને અસંગભાવને ઉલ્લસિત કરવા યત્ન કરી રહ્યા છે અને મોહનો નાશ કરવા ઉદ્યમ કરી રહ્યા છે.
વળી, આવા પણ મુનિનો કોઈક નિમિત્તથી ઉપરોક્ત આચરણાઓમાં ક્યારેક સુદઢ યત્ન ન વર્તતો હોય, ત્યારે તે મુનિનું ૧૮૦૦૦ શીલાંગોમાંથી કોઈક એક શીલાંગ પ્લાન થાય છે, અને જો એક પણ શીલાંગ જ્ઞાન થાય તો ૧૮૦૦૦ શીલાંગો સુપરિશુદ્ધ રહેતા નથી. આથી જ ગુપ્તિઓથી ગુપ્ત ન હોય તેવા સાધુ કદાચ બાહ્ય રીતે સ્થિરાસનમાં રહેલા હોય તોપણ તેઓના સર્વ શીલાંગો દૂષિત થાય છે. દા.ત. ચંડરુદ્રાચાર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org