________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૦૮, ૧૧૦૯-૧૧૮૦
ગાથાર્થ
ગાથા ૧૧૦૫થી ૧૧૭૭માં બતાવ્યું એ રીતે બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ અવિરતિના પરિણામ વગર પણ થાય છે. સર્વત્ર અભિષ્યંગ નહીં હોવાથી બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ સુસાધુના વિરતિભાવને બાધ કરતી નથી.
ટીકા :
भावं विनाऽप्येवम् उक्तवद् भवति प्रवृत्तिः क्वचित्, न बाधते चैषा सर्वत्राऽनभिष्वङ्गात्कारणाद्विरतिभावं सुसाधोरिति गाथार्थः ॥ ११७८॥
* ‘‘માત્રં વિઘ્ન વિ’’માં ‘પિ'થી એ દર્શાવવું છે કે બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ ભાવથી તો થાય છે, પરંતુ ક્વચિત્
ભાવ વિના પણ થાય છે.
ટીકાર્ય
૯
આમ=ઉક્તની જેમ=ગાથા ૧૧૭૫થી ૧૧૭૭માં કહેવાયેલાની જેમ, પ્રવૃત્તિ=બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ, ક્યારેક ભાવ વિના પણ=અંતરંગ અવિરતિના પરિણામ વિના પણ, થાય છે; અને આ=બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ, સર્વત્ર અનભિષ્યંગરૂપ કારણથી સુસાધુના વિરતિભાવને બાધ કરતી નથી, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
ગાથા ૧૧૭૫થી ૧૧૭૭માં બતાવ્યું એ રીતે અવિરતિના ભાવ વગર પણ બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ થાય છે, તેથી જે સાધુમાં અવિરતિનો પરિણામ નથી અને અપવાદથી બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ કરે છે, તે સાધુને તે પ્રવૃત્તિ કરવા કે નહીં કરવા પ્રત્યે, અથવા બાહ્ય કોઈ પદાર્થ પ્રત્યે, અભિષ્યંગ નહીં હોવાને કારણે, અને માત્ર સંયમના કંડકોની વૃદ્ધિના ઉપાયભૂત ભગવાનની આજ્ઞાના પાલનનો અધ્યવસાય હોવાને કારણે તે આરંભની પ્રવૃત્તિ કરે છે, તેથી તેમની પ્રવૃત્તિ વિરતિના ભાવનો બાધ કરતી નથી. આથી તે મુનિમાં અઢાર હજાર શીલાંગોના સમુદાયરૂપ શીલ અખંડ વર્તે છે. II૧૧૭૮
અવતરણિકા :
ગાથા ૧૧૭૭માં કહેલ કે સર્વજ્ઞવચન હોવાને કારણે જ આજ્ઞા એકાંતે હિત છે. તે વાતને દઢ કરવા માટે સ્વમતિવિકલ્પથી કરાતી સંયમની પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરે છે, તે પ્રસ્તુત બે ગાથામાં બતાવે છે –
ગાથા:
Jain Education International
उस्सुत्ता पुण बाहइ समइविगप्पसुद्धा वि णिअमेणं । गीअणिसिद्धपवज्जणरूवा णवरं णिरणुबंधा ॥ ११७९ ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org