________________
૯૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૮૪ અન્વયાર્થ :
તeતે કારણથી=૧૮000 શીલાંગોનું પાલન ભાવસાધુને છોડીને અન્ય ક્ષુદ્ર જીવ કરી શકતો નથી તે કારણથી, આ રીતે-ગાથા ૧૧૭૪થી ૧૧૮૩માં બતાવ્યું એ રીતે, પત્થ અહીં=ભાવસ્તવના વ્યતિકરમાં, સંપુuvો વિફમાવો સંપૂર્ણ વિરતિભાવ ગમેvi નિયમથી મરણતીર્નાદિસવો અઢાર હજાર શીલાંગરૂપ જ પાડ્યો દોડું જ્ઞાતવ્ય થાય છે.
ગાથાર્થ :
૧૮૦૦૦ શીલાંગોનું પાલન ભાવસાધુને છોડીને અન્ય ક્ષુદ્ર જીવ કરી શકતો નથી, તે કારણથી ગાથા ૧૧૦૪થી ૧૧૮૩માં બતાવ્યું એ રીતે ભાવવના વ્યતિકરમાં સંપૂર્ણ વિરતિભાવ નિયમથી અઢાર હજાર શીલાંગરૂપ જ જ્ઞાતવ્ય થાય છે.
ટીકાઃ ___ तत्-तस्मादेवम् उक्तवद्विरतिभावः सम्पूर्णः-समग्रः अत्र व्यतिकरे भवति ज्ञातव्य इति नियमेन= अवश्यन्तया अष्टादशशीलाङ्गसहस्ररूप एव, सर्वत्र पापविरतेरेकत्वादिति गाथार्थः ॥११८४॥ ટીકાર્ય : - તે કારણથી=ગાથા ૧૧૬૨માં કહેલ કે ૧૮૦૦૦ શીલાંગોના પાલનરૂપ નિરપેક્ષઆજ્ઞાકરણ ભાવસાધુને છોડીને અન્ય ક્ષુદ્ર જીવ કરી શકતો નથી તે કારણથી, આ રીતે=ઉક્તની જેમ=ગાથા ૧૧૭૪થી માંડીને અત્યાર સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું કે આજ્ઞાપરતંત્ર સાધુની બાહ્ય પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરતી નથી અને સ્વમતિવિકલ્પથી શુદ્ધ પણ ઉત્સુત્ર પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરે છે એ રીતે, આ વ્યતિકરમાંeગાથા ૧૧૬૧માં કહ્યું કે નિરપેક્ષ આજ્ઞાકરણરૂપ જ શુદ્ધ સંયમ ભાવસ્તવ છે એ પ્રસંગમાં, સંપૂર્ણ=સમગ્ર, વિરતિભાવ=સર્વ સાવદ્ય યોગોની વિરતિનો પરિણામ, નિયમથી=અવશ્યપણાથી, અઢાર હજાર શીલાંગોરૂપ જ જ્ઞાતવ્ય થાય છે, કેમ કે સર્વત્ર પાપની વિરતિનું એકપણું છે સર્વ આરંભનાં સ્થાનોમાં પાપના વિરામનું એકપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
ગાથા ૧૧૬૧થી અત્યાર સુધીના કથનનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે કે આ રીતે ભાવસ્તવના વ્યતિકરમાં સર્વ સાવદ્ય યોગોની વિરતિનો પરિણામ ૧૮000 શીલાંગરૂપ જ જાણવો.
આનાથી એ પ્રાપ્ત થાય કે ભાવસ્તવ સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાના પાલનરૂપ છે, તેથી સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થયેલા સાધુમાં જ સંપૂર્ણ સાવદ્ય યોગોની વિરતિનો પરિણામ વર્તે છે, અન્ય સાધુમાં નહીં.
વળી, સંપૂર્ણ સાવદ્ય યોગોની વિરતિવાળા સાધુ નિયમથી ૧૮૦૦૦ શીલાંગોનું પાલન કરે છે, કેમ કે સર્વ સાવદ્ય યોગોના પાપની વિરતિ એક છે, પરંતુ દેશવિરતિની જેમ અનેક ભેદોવાળી નથી. આથી એકાદ પણ શીલાંગનો ભંગ થાય તો સર્વત્ર પાપની વિરતિનો અભાવ થવાથી સર્વ સાવદ્ય યોગોની વિરતિનો પરિણામ રહે નહીં. આથી જગતના સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને અપ્રમાદભાવથી જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org