________________
૧૦૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૮૬ થી ૧૧૯૦, ૧૧૯૧ અર્થી હોવાથી શીલપાલનને અનુકૂળ શક્તિસંચય કરવા અર્થે દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરે છે, અને દ્રવ્યસ્તવસેવનના પુનઃ પુનઃ અભ્યાસથી જયારે શ્રાવકો શીલનું પાલન કરવાને અનુકૂળ શક્તિનો સંચય કરી લે છે ત્યારે તેઓ ૧૮૦૦૦ શીલાંગોરૂપ શીલને પાળવા સમર્થ બને છે અને મહાસત્ત્વથી શીલને સ્વીકારે છે. I૧૧૮૬થી ૧૧૯oll
અવતરણિકા :
उपचयमाह -
અવતરણિકાર્ય :
ઉપચયને કહે છે, અર્થાત્ ગાથા ૧૧૮૬થી ૧૧૯૦માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે જે કારણથી આ શીલા અત્યંત દુષ્કર છે તે કારણથી સંસારવિરક્ત આદિ ગુણવાળા જીવો જ આ શીલને પાળવા માટે સમર્થ છે, અન્ય શુદ્ર જીવ નહીં. એ કથનને પુષ્ટ કરે તેવા અન્ય કથનને ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
एत्तो च्चिअ णिद्दिवो पुव्वायरिएहिँ भावसाहु त्ति ।
हंदि पमाणठिअत्थो तं च पमाणं इमं होइ ॥११९१॥ અન્વયાર્થ: - પ્રોવ્યિ આથી જ=શીલ અત્યંત દુરનુચર છે એથી જ, પમાહિત્યો માવદૂ-પ્રમાણથી સ્થિતાર્થ ભાવસાધુ અનુમાન પ્રમાણથી જ નિર્ણાત થયેલા ગુણોમાં રહેલા પરિણામવાળા ભાવસાધુ, પુત્રાયટિંપૂર્વાચાર્યો વડે ઉદ્દિો નિર્દિષ્ટ છે. તે જ પUાં અને તે પ્રમાણ મંત્ર=હવે કહેવાશે એ, દોફ છે. * “ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ :
શીલનું પાલન અત્યંત દુષ્કર છે, એથી જ અનુમાન પ્રમાણથી જ નિર્ણત થયેલા ગુણોમાં રહેલા પરિણામવાળા ભાવસાધુ પૂર્વાચાર્યો વડે નિર્દિષ્ટ છે, અને તે અનુમાન પ્રમાણ હવે કહેવાશે એ છે. ટીકાઃ __ अत एव-अस्य दुरनुचरत्वात् कारणात् निर्दिष्टः कथितः पूर्वाचार्यै:-भद्रबाहुप्रभृतिभिः भावसाधुरिति पारमार्थिकयतिरित्यर्थः, हन्दीति पूर्ववत्, प्रमाणस्थितार्थ इति प्रमाणेनैव नाऽन्यथा, तच्च प्रमाणं साधुव्यवस्थापकमिदं भवति वक्ष्यमाणमिति गाथार्थः ॥११९१॥ ટીકાર્ય
આથી જ=આના દુરનુચરપણારૂપ કારણથી=શીલ દુઃખે કરીને આચરી શકાય તેવું હોવાથી જ, પ્રમાણથી સ્થિતાર્થવાળા=અનુમાન પ્રમાણથી જ નિર્ણય કરેલા ગુણોમાં રહેલા પરિણામવાળા, ભાવસાધુ=પારમાર્થિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org