________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૯૪-૧૧૯૫
૧૧૧
ગાથા :
मग्गणुसारि पयाहिण गंभीरो गुरुअओ तहा होइ ।
कोहग्गिणा अडज्झो अकुत्थो सइ सीलभावेण ॥११९५॥ અન્વયાર્થ :
મથુરિ પરિપત્રમાર્ગાનુસારીત્વ (એ) પ્રદક્ષિણાવર્તતા છે. જેથી અમો ગંભીર (એ) ગુરક છે. તહીં તથા વોUિT મડો રોટ્ટક્રોધાગ્નિ વડે અદાહ્ય હોય છે. સરૂ સીમાવે મથો સદા શીલના ભાવ વડે અકુથનીય હોય છે. ગાથાર્થ :
સાધુનું માગનુસારીપણું એ પ્રદક્ષિણાવર્તતા છે, ગંભીરતા એ ગુર છે, તથા સાધુ ક્રોધાગ્નિ વડે અદાહ્ય હોય છે, સદા શીલના ભાવ વડે અકુથનીચ હોય છે. ટીકાઃ ___ मार्गानुसारित्वं सर्वत्र प्रदक्षिणावर्त्तता, गम्भीरश्चेतसा गुरुः, तथा भवति क्रोधाग्निनाऽदाह्यो, ज्ञेयोऽकुथनीयः सदोचितेन शीलभावेनेति गाथार्थः ॥११९५॥ ટીકાઈ: | સર્વત્ર માર્ગાનુસારીપણું પ્રદક્ષિણાવર્તપણું છે. ચિત્તથી ગંભીર એ ગુરુ છે, તથા ક્રોધરૂપી અગ્નિ વડે અદાહ્ય. હોય છે. સદા ઉચિત એવા શીલના ભાવ વડે અકુથનીય જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
(૧) સુવર્ણ જેમ વિષનો નાશ કરે છે તેમ ભાવસાધુ મોક્ષમાર્ગનો ઉપદેશ આપવા દ્વારા કેટલાક યોગ્ય જીવોના મોહરૂપી વિષનો નાશ કરે છે.
(૨) સુવર્ણ જેમ વૃદ્ધાવસ્થા આવતી અટકાવે છે તેમ ભાવસાધુ મોક્ષમાર્ગનો ઉપદેશ આપવા દ્વારા યોગમાર્ગમાં પરિણત એવા કેટલાક યોગ્ય જીવોને યોગમાર્ગમાં સ્થિર કરે છે. આથી ભાવસાધુ સુવર્ણની જેમ રસાયણરૂપ છે.
(૩) સુવર્ણ જેમ મંગલના પ્રયોજનવાળું છે તેમ ભાવસાધુ યોગમાર્ગના ગુણવાળા હોવાને કારણે જગતના જીવો માટે સર્વ મંગલોમાં પ્રધાન મંગલના પ્રયોજનને કરે છે.
(૪) સુવર્ણ જેમ કડું વગેરે બનવાની યોગ્યતાવાળું હોવાથી વાળી શકાય તેવું હોય છે તેમ ભાવસાધુ પણ યોગ્યતાવાળા હોવાથી ક્વચિત્ ક્યાંક ખુલના પામ્યા હોય તો સહજ રીતે વાળી શકાય તેવા હોય છે.
(૫) સુવર્ણ અગ્નિથી તપીને પ્રવાહીરૂપ બને છે ત્યારે તે સુવર્ણનો રસ જેમ જમણી બાજુથી જ આવર્તો કરે છે તેમ ભાવસાધુ દરેક પ્રવૃત્તિમાં મોક્ષમાર્ગને અનુસરે છે. આથી જ તેઓની સર્વ પ્રવૃત્તિ સંયમવૃદ્ધિનું કારણ બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org