________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૮૩-૧૧૮૪ નહીં જ=ગીતાર્થ સાધુ અગીતાર્થ સાધુના અહિતનું વારણ કરે નહીં, તો ગીતાર્થ સાધુ અને અગીતાર્થ સાધુ એ બંનેનું પણ ચારિત્ર પરિશુદ્ધ થતું નથી જ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગીતાર્થ સાધુ જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે, અને ભગવાને કોઈ જીવના હિતનો વ્યાઘાત ન થાય તે રીતે સર્વ જીવો સાથે ઉચિત પ્રવૃત્તિ કરવાની કહી છે. તેથી પોતાને પરતંત્ર રહેલા કોઈ અગીતાર્થ સાધુ અજ્ઞાનને કારણે અહિતમાં પ્રવર્તતા હોય તો ગીતાર્થ સાધુ અવશ્ય તે સાધુની અનુચિત પ્રવૃત્તિનું વારણ કરે, અને જો ગીતાર્થ સાધુ યોગ્ય એવા પણ તે સાધુની અહિતની પ્રવૃત્તિનું વારણ ન કરે તો કોઈ જીવના હિતની ઉપેક્ષા કરેલ હોવાથી, સર્વ જીવો પ્રત્યે સમભાવપૂર્વક હિતને અનુકૂળ પ્રવૃત્તિ કરવાની ભગવાનની આજ્ઞાનું પાલન થાય નહીં, જેના કારણે તે ગીતાર્થ સાધુનું ચારિત્ર પરિશુદ્ધ રહે નહીં. આથી પરિશુદ્ધ ચારિત્રપાલનના અર્થી એવા ગીતાર્થ સાધુ અવશ્ય અગીતાર્થ સાધુની અહિતની પ્રવૃત્તિનું વારણ કરે છે; અને ગીતાર્થની નિશ્રામાં રહેલ અગીતાર્થ સાધુ પણ, “આ ગીતાર્થ સાધુ મને જે કાંઈ કહે છે એ સર્વ એકાંતે મારા આત્માના કલ્યાણનું કારણ છે એમ માનીને ગીતાર્થ સાધુ દ્વારા કરાતા વારણને સ્વીકારીને તેઓના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ અવશ્ય કરે છે. પરંતુ જો ગીતાર્થ સાધુ અગીતાર્થ સાધુની અહિતની પ્રવૃત્તિનું વારણ ન કરે તો, વારણ ન કરનાર ગીતાર્થ અને અગીતાર્થ એ બંનેનું ચારિત્ર પરિશુદ્ધ થતું નથી. ૧૧૮al.
અવતરણિકા :
ભાવસ્તવ શુદ્ધ સંયમરૂપ છે અને શુદ્ધ સંયમ સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાના પાલનરૂપ છે, અને ભગવાનની આ આજ્ઞાનું પાલન ભાવસાધુને છોડીને અન્ય ક્ષુદ્ર જીવ કરી શકતો નથી; કેમ કે નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન અઢાર હજાર શીલાંગોના પાલનરૂપ છે. આ પ્રમાણે ગાથા ૧૧૬૧થી ૧૧૬૩માં બતાવેલ. ત્યારપછી ૧૮૦૦૦ શીલાંગોનું સ્વરૂપ બતાવીને ગ્રંથકારે ૧૧૭૨૧૧૭૩માં આત્મપ્રદેશના દષ્ટાંતથી ૧૮૦૦૦ સર્વે પણ શીલાંગો પરસ્પર અવિનાભૂત જ છે એમ સ્થાપન
કર્યું.
તેથી એ પ્રાપ્ત થાય કે અંતરંગ વિરતિના ભાવવાળા સાધુ બાહ્યથી આરંભવાળી પ્રવૃત્તિ કરતા હોય તોપણ ભાવથી સર્વ શીલાંગોનું પાલન કરે છે, અને અંતરંગ વિરતિના ભાવ વગરના સાધુ બાહ્યથી સર્વ શીલાંગોનું પાલન કરતા હોય તોપણ ભાવથી એક પણ શીલાંગનું પાલન કરતા નથી. આ કથનનું ગાથા ૧૧૭૪થી માંડીને અત્યાર સુધી ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું.
હવે આ સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
ता एव विरइभावो संपुण्णो एत्थ होइ णायव्वो । णिअमेणं अट्ठारससीलंगसहस्सरूवो उ ॥११८४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org