________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૬૩-૧૧૬૪
ટીકાર્ય
જે કારણથી આ=અધિકૃત આજ્ઞાનું કરણ=સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવારૂપ અધિકૃત એવું ભગવાનની આજ્ઞાનું પાલન, અત્યંત ભાવસાર એવું અઢાર હજાર શીલાંગોનું પાલન જાણવું. તે કારણથી નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન ભાવસાધુને છોડીને અન્ય ક્ષુદ્ર જીવ કરી શકતો નથી, એમ પૂર્વગાથા સાથે પ્રસ્તુત ગાથામાં રહેલા ‘નં’નો અન્વય છે.
વળી, તેઓ=શીલાંગો, આ=વક્ષ્યમાણ=આગળની ગાથાઓમાં કહેવાશે એવા સ્વરૂપવાળા, છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૧૬૩
અવતરણિકા :
1
પૂર્વગાથામાં કહ્યું કે અઢાર હજાર શીલાંગો આગળમાં કહેવાશે એ છે. તેથી હવે તે શીલાંગોની અઢાર હજાર સંખ્યા કઈ રીતે પ્રાપ્ત થાય ? તે સંક્ષેપથી બતાવે છે
ગાથાઃ
GG
-
जो करणे सण्णा इंदिअ भोमाइ समणधम्मे अ । सीलिंगसहस्साणं अट्ठारसगस्स णिप्फत्ती ॥११६४॥
અન્વયાર્થ:
નો=યોગો, રળે=કરણો, મળ્યા=સંજ્ઞાઓ, ફેંગિ=ઇન્દ્રિયો, મોમ=ભૌમ્યાદિ, સમળધર્મો અ=અને શ્રમણધર્મ : (આનાથી) સીનંગસહસ્સાનું અટ્ટારસTH=અઢાર હજાર શીલાંગોની પ્પિત્તી-નંનષ્પત્તિ થાય છે.
ટીકાર્ય
ગાથાર્થ
૩ યોગો, ૩ કરણો, ૪ સંજ્ઞાઓ, ૫ ઇન્દ્રિયો, ૧૦ ભૌમ્યાદિ, અને ૧૦ શ્રમણધર્મ : આના સમૂહથી અઢાર હજાર શીલાંગોની પ્રાપ્તિ થાય છે.
ટીકા :
યોગ:-મનોવ્યાપારાયઃ, રાનિ-મન:પ્રવૃતીનિ, સંજ્ઞા-મહારાવિવિષયા:, રૂન્દ્રિયાળિ-સ્પર્શાવીનિ, भौम्यादयः - पृथिव्यादिजीवाजीवद्विपञ्चकं, श्रमणधर्म्मश्च क्षान्त्यादि, अस्मात् कदम्बकाच्छीलाङ्गसहस्त्राणां चारित्रहेतुभेदानामष्टादशकस्य निष्पत्तिर्भवतीति गाथार्थः ॥११६४॥
Jain Education International
મનોવ્યાપારાદિ યોગો છે, મન વગેરે કરણો છે, આહારાદિના વિષયવાળી સંજ્ઞાઓ છે, સ્પર્શાદિ ઇન્દ્રિયો છે, પૃથ્વી આદિ જીવ-અજીવરૂપ દ્વિપંચક=પૃથ્વી આદિ ૯ જીવો અને ૧ અજીવ એમ ૧૦, ભૌમ્યાદિ છે અને ક્ષાંતિ આદિ શ્રમણધર્મ છે. આ કદંબકથી=ઉપરમાં બતાવ્યા એ યોગાદિના સમૂહથી, ચારિત્રના હેતુના ભેદરૂપ અઢાર હજાર શીલાંગોની નિષ્પત્તિ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org