________________
૪૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૪૫-૧૧૪૬ રાગથી=ભાવસ્તવના રાગથી, દ્રવ્યસ્તવપણું છે. વળી જે જિનભવનકારણાદિ આવા પ્રકારનું વિપરીત છે= યાદેચ્છિક છે, અર્થાત્ બાહ્ય રીતે આવા પ્રકારનું હોવા છતાં જિનભવનકારણાદિ ભાવસ્તવના રાગથી કરાયેલું નથી, તે જિનભવનકારાદિ દ્રવ્યસ્તવ પણ થતું નથી, કેમ કે ઉસૂત્રપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે “શ્રાવકને દ્રવ્યસ્તવ ભગવાન વડે વિહિત છે અને દ્રવ્યસ્તવથી શ્રાવક ચારિત્ર પ્રાપ્ત કરે છે,” એ પ્રકારે ચિત્તમાં રાખીને તે જ વિધિથી જેઓ જિનભવનકારાદિ દ્રવ્યસ્તવ કરે છે, તેઓ ભગવાનના વચનાનુસાર જિનભવનકારણાદિ દ્રવ્યસ્તવ કરવા દ્વારા ચારિત્રપ્રાપ્તિના અર્થી છે. તેથી આવા શ્રાવકો દ્રવ્યસ્તવ કરીને ભગવાનની આજ્ઞાનું આરાધન કરે છે. આથી “આ દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ છે” એવી બુદ્ધિપૂર્વક દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકોને દ્રવ્યસ્તવના સેવનકાળમાં ભાવસ્તવનો રાગ પણ વર્તે છે; કેમ કે ભાવસ્તવનો રાગ ન હોય તો શ્રાવક ભાવસ્તવના ઉપાયરૂપે દ્રવ્યસ્તવને સેવે નહીં. આથી નક્કી થાય છે કે ભાવસ્તવના અર્થી શ્રાવકો ભાવસ્તવની પ્રાપ્તિના ઉપાયરૂપે દ્રવ્યસ્તવને સેવે છે, માટે દ્રવ્યસ્તવ કરતી વખતે શ્રાવકોમાં જેમ ભગવાનની ભક્તિનો પરિણામ વર્તે છે તેમ ભાવસ્તવનો રાગ પણ વર્તે છે, અને ભાવસ્તવનો રાગ હોવાને કારણે શ્રાવકોનું જિનભવનકારણાદિ અનુષ્ઠાન દ્રવ્યસ્તવ બને છે.
વળી, જે શ્રાવકોનું જિનભવનકારણાદિ અનુષ્ઠાન, આવા પ્રકારનું હોવા છતાં અર્થાત્ બાહ્ય રીતે શાસ્ત્રવિધિ અનુસાર હોવા છતાં, વિપરીત છે અર્થાત્ ભાવસ્તવના ઉપાયરૂપ નથી, પરંતુ પોતાની ઇચ્છા અનુસાર છે, તે શ્રાવકોનું તે અનુષ્ઠાન દ્રવ્યસ્તવ પણ બનતું નથી; કેમ કે ઉસૂત્ર છે અર્થાત્ ભગવાને દ્રવ્યસ્તવને ભાવસ્તવના ઉપાયરૂપે સેવવાનું કહ્યું છે, છતાં આવા શ્રાવકો ભાવસ્તવના ઉપાયની બુદ્ધિથી દ્રવ્યસ્તવને સેવતા નથી માટે શાસ્ત્રવિરુદ્ધ આશયથી સેવાયેલું જિનભવનકારણાદિ અનુષ્ઠાન ઉસૂત્રરૂપ છે. તેથી તેવું અનુષ્ઠાન દ્રવ્યસ્તવ બનતું નથી, પરંતુ સંસારના અન્ય અનુષ્ઠાન જેવું અનુષ્ઠાન બને છે. ll૧૧૪પા અવતરણિકા:
अभ्युपगमे दोषमाह - અવતરણિકાર્ય :
અભ્યપગમમાં દોષને કહે છે=જિનાજ્ઞાથી વિપરીત એવા જિનભવનકારાદિ અનુષ્ઠાનને દ્રવ્યસ્તવરૂપે સ્વીકારવામાં પ્રાપ્ત થતા અતિપ્રસંગરૂપ દોષને કહે છે –
ગાથા :
भावे अइप्पसंगो आणाविवरीअमेव जं किंचि ।
इह चित्ताणुटाणं तं दव्वथओ भवे सव्वं ॥११४६॥ અન્વચાઈ:
મારે મફuસંભાવમાં અતિપ્રસંગ છે જિનાજ્ઞાથી વિપરીત એવાં જિનભવનકારણાદિ અનુષ્ઠાનના દ્રવ્યસ્તવના સદ્ભાવમાં અતિવ્યાપ્તિ છે. (તે સ્પષ્ટ કરે છે-) ના વિવરીખેવન લિત્તિ આજ્ઞાથી વિપરીત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org