________________
૩૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૩૦
ગાથા :
तप्पुव्विआ अरहया पूइअपूआ य विणयकम्मं च ।
कयकिच्चो वि जह कहं कहेइ णमए तहा तित्थं ॥११३७॥ અન્વયાર્થ :
તપુબ્રિડ મરકતપૂર્વિક અહપણું થાય છેeતીર્થપૂર્વક અરિહંતપણું થાય છે, પૂરૂમપૂસા અને પૂજિતની પૂજા થાય છે, વિજય રઅને વિનયકર્મ થાય છે, વિખ્યો વિકૃતકૃત્ય પણ નહિ જે રીતે હું હેફ-કથાને કહે છે, તદા તિર્થં તે રીતે તીર્થને નમે છે. ગાથાર્થ :
તીર્થપૂર્વક તીર્થંકરપણું થાય છે, અને પૂજિતની પૂજા થાય છે, અને વિનચકર્મ થાય છે; કૃતકૃત્ય એવા ભગવાન પણ જે રીતે ધર્મકથાને કહે છે, તે રીતે તીર્થને નમે છે. ટીકાઃ ___तत्पूर्विका तीर्थपूर्विका अर्हत्ता, तदुक्तानुष्ठानफलत्वात्, पूजितपूजा चेति भगवता पूजितस्य पूजा भवति, पूजितपूजकत्वाल्लोकस्य, विनयकर्म च कृतज्ञताधर्मगर्भं कृतं भवति, यद्वा किमन्येन?, कृतकृत्योऽपि स भगवान् यथा कथां कथयति धर्मसम्बद्धां नमति तथा तीर्थं, तीर्थकरनामकर्मोदयादेवौचित्यप्रवृत्तेरिति गाथार्थः ॥११३७॥ ટીકાર્ય;
તપૂર્વિક=તીર્થપૂર્વક, અરિહંતપણું થાય છે, કેમ કે તેમાં ઉક્ત અનુષ્ઠાનનું ફળપણું છે=તીર્થરૂપ પ્રવચનમાં કહેવાયેલ અનુષ્ઠાનનું ફળપણું છે, અર્થાત્ શાસ્ત્રમાં કહેવાયેલ અનુષ્ઠાનના પાલનના ફળરૂપે તીર્થકરપણું પ્રાપ્ત થાય છે. અને પૂજિતની પૂજા=ભગવાન વડે પૂજિતની પૂજા થાય છે=ભગવાન વડે પૂજાયેલ એવા સંઘની લોક દ્વારા પૂજા થાય છે, કેમ કે લોકનું પૂજિતનું પૂજકપણું છે=તીર્થંકરની પૂજિત એવા તીર્થનું પૂજકપણું છે. અને કૃતજ્ઞતા ધર્મના ગર્ભવાળું વિનયકર્મ કરાયેલું થાય છે.
અથવા અન્ય વડે શું?=ઉપરમાં બતાવ્યા એ કારણ વડે શું?
કૃતકૃત્ય એવા પણ તે ભગવાન જે રીતે ધર્મથી સંબદ્ધ એવી કથાને કહે છે તે રીતે તીર્થને નમે છે; કેમ કે તીર્થકર નામકર્મના ઉદયથી જ ઔચિત્યવાળી પ્રવૃત્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
તીર્થંકર પણ તીર્થને નમસ્કાર કેમ કરે છે? તેમાં પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં ત્રણ હેતુઓ આપેલા છે, તે નીચે પ્રમાણે :
(૧) તીર્થપૂર્વક તીર્થંકરપણું હોય છે અર્થાત્ પૂર્વ-પૂર્વના તીર્થકરોના તીર્થમાં બતાવાયેલાં અનુષ્ઠાનોનું સેવન કર્યા પછી તે અનુષ્ઠાનસેવનના ફળરૂપે ઉત્તર-ઉત્તરના તીર્થંકરો થાય છે. તેથી તીર્થના પ્રભાવે પોતે તીર્થકર બન્યા હોવાથી તીર્થને તીર્થકર નમસ્કાર કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org