Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
વારસામાં આપીને પોતાની જૈન શાસન તરફની વફાદારી તે બજાવે જ છે. જેમ વેદપાઠી બ્રાહ્મણો, જેમ દીવાનો બજારમાં ઊભો કરેલો થાંભલો, અનાજની ગુણ ઉપાડી જનારો પોઠિયો, તેમ પોતાને લાભ ન મળવા છતાં બીજાના લાભના અંગભૂત બનીને ક્રિયા કરનારા શાસનની ભક્તિનો લાભ પરંપરા ટકાવીને ઉઠાવે જ છે. માટે તેને રોકી ન શકાય. આ તો ક્રિયા કરનારને
માટે છેલ્લામાં છેલ્લી હદના ફળની અને સેવાની વાત થઈ. ૮. પરંતુ દરેક જીવો તેવા નથી હોતા. દરેકને કોઈને કોઈ લાભ જીવોની તરતમતાએ અને સાધનોની
તરતમતાએ થાય જ છે. ૯. આધ્યાત્મિક વિકાસ એ જગતમાં એટલું બધું ગહન કામ છે કે, કેટલાંયે ભવાંતરો થાય,
ત્યારે થોડોક જ આધ્યાત્મિક વિકાસ થાય છે. એટલે સ્વભાવ, રહેણી-કરણી વગેરે બધા જીવોના એક જ ભવેમાં એટલા બધા બદલી ન જ જાય. પરંતુ ભવાન્તરમાં ક્રમે ક્રમે તેનું
પરિણામ જણાય, અને ક્રમે ક્રમે ઉત્તરોત્તર પરિણામ ૧૦. છતાં આજે નિંદા કરવામાં આવે છે કે, “ગમે તેટલી ક્રિયા કરવા છતાં ઘણાના સ્વભાવો
ઘણા વિચિત્ર હોય છે.” એ વાતમાં કંઈક સમજ-ફેર પણ છે. સ્વભાવની વિચિત્રતા તો દુન્યવી અને વ્યાવહારિક કર્તવ્યોની જવાબદારીને આભારી પણ હોય છે. જવાબદારી ઉપાડવામાં ન આવે, અને શાંતિ રાખવામાં આવે, તો તે શાંતિની કિંમત શી ? - નોકરી, આજની વકીલાત કે ડૉકટરી કરનારમાં શાંતિ વધારે દેખાય, તેમાં નવાઈ શી ? કેમ કે, જવાબદારી જ ઓછી હોય છે, મહિનો થાય કે બાંધેલો પગાર અને કરેલા ચાર્જ લઈ લેવાના હોય છે.
પરંતુ વેપારની જવાબદારી ઉપાડનારને શાંતિ રહેવી મુશ્કેલ હોય છે. કેમકે તેના માથે જવાબદારીનો ભાર પહાડ જેટલો હોય છે. છતાં તે શાંતિ રાખે, તેમાં ઘણી બહાદુરી ગણાય છે. માટે ક્રિયા કરનાર અને જવાબદારીવાળી વ્યકિતના સ્વભાવની વિચિત્રતાના દાખલા તદ્દન ખોટા છે.
આવા અણઘટતા એકદેશી દાખલા આપીને ઘણા ક્રિયાની વિરુદ્ધ પ્રચારકાર્ય કરે છે. પરંતુ તે ઉપેક્ષા કરવા લાયક છે, તેવી અર્ધદગ્ધ વાત સાંભળવી ન જોઈએ. ૧૧. આજે “સમજીને કરવાની વાતો પણ ક્રિયાથી વંચિત રાખવા માટે જ થાય છે. આપણે
શાસનના સભ્યોએ ક્રિયા કરવી અને સાથે સમજવું. દવા ખાવી ને સાથે સમજાય તેટલું સમજવું, પણ દવાના પ્રયોગથી રોગ મટાડવો. સમજીને દવા ખાવા જઈએ, તો સમજતાં જ આયુષ્ય પૂરું થાય.
દવા આપનાર વૈદ્ય, ડૉકટર વિશ્વાસપાત્ર જોઈએ. આ ક્રિયાઓ રૂપ દવાઓની ગોળીઓ બનાવીને લેવાની ભલામણ કરનાર આપણા પૂર્વપુરુષો નિઃસ્પૃહી અને નિ:સ્વાર્થી મહાપુરુષો હતા. તેમાં સંશયને અવકાશ નથી. માટે તેમની આપેલી ગોળીઓ વગર સમયે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org