________________
નવપદ પ્રકાશ
ઉદ્દેશ સારો એટલા માટે કે એ જીવ ચરમાવર્ત કાળમાં આવી ગયો. અચરમાવર્ત કાળમાં મોક્ષની દ્રષ્ટિ જ નહિ, ઈચ્છા જ નહિ.
૧૦
પર્વત પરથી ઝંપાપાતની પ્રવૃત્તિ સારી નહિ, કેમકે પડવામાં એ વિચાર વિવેક ન કર્યો કે પડવાથી નીચે કેટલા નાના જીવો મરશે ? અંતે જીવહિંસા તરફ દુર્લક્ષ; એ સંસારનો ઉપાય છે, મોક્ષનો નહિ. એમ એ ન વિચાર્યું કે ‘નીચે પડતાં હાડકાં ભાંગતા અસહ્ય વેદના થઈ અને કદાચ એમાં ચિત્તને અસમાધિ થઈ તો મોક્ષ તો નહિ, પણ મનુષ્ય ગતિ ય નહિ, પણ દુર્ગતિ મળશે.' અસમાધિ એ મોક્ષોપાય નહિ, સંસારોપાય છે.
માટે આવા બધા વિવેક વિનાના ઉપાયથી મોક્ષ ન થાય. એ તો કર્મબંધનાં સમસ્ત કારણો હટાવી આઠે કર્મનો ક્ષય કરવાથી જ મોક્ષ થાય.
સિદ્ધ ભગવાન સંસારનો પાર પામ્યા, એટલે કેટલા મહાન લાભ થયા ? એ કહે છે,
જન્મ-જરા-મરણાદિ ભય જેણે વામ્યા’
જેમણે જન્મ, જરા, મરણ વગેરે ભયો વી નાખ્યા, ભયો ફગાવી દીધા. હવે જન્મ-જરા-મૃત્યુનો ભય નહિ.
જન્મ-જરા-મરણનાં કારણ આઠ કર્મ છે, ને આઠે કર્મનો ક્ષય થઈ ગયો એટલે પછી જન્મ-જરા-મૃત્યુ આવે જ કયાંથી ? કર્મ રોગ છે, જન્મ-જરા-મૃત્યુ તે પીડા છે, રોગ ગયો એટલે પીડા ટળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org