________________
સિદ્ધ
તે સિદ્ધો કેવા છે ? તો કે
“નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા”
અર્થાત્ જે સિદ્ધ ભગવંતો આવરણ રહિત આત્મારૂપે જાણીતા છે. અહીં એકલું ‘નિરાવરણ' ન કહેતાં સાથે આત્મ રૂપે કેમ કહ્યું ? તો કે જડ ને આવરણ નથી, પણ તેની કિંમત નથી. નિરાવરણ આત્માની કિંમત છે. સંસારી જીવો આવરણવાળા છે, સિદ્ધ ભગવંતો આવરણ વિનાના છે. કેવળજ્ઞાની પણ સંસારમાં છે ત્યાં સુધી આવરણોવાળા છે. થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા”
૧૧
એટલે તેમણે સંસારનો પાર પામીને પોતાના આત્માને સિદ્ધ અને બુદ્ધ બનાવી દીધો. ભવ પાર કરીને સદાને માટે સિદ્ધ ને બુદ્ધ બની ગયા. સદાને માટે એટલે કે કાયમનું સિદ્ધપણું ને બુદ્ધપણું પ્રાપ્ત કર્યું.
હવે સિદ્ધોને કદીય સંસારમાં નહિ આવવાનું; કેમકે સંસાર કર્મસંયોગથી છે, અને કર્મ આશ્રવોથી બંધાય. હવે સિદ્ધ ભગવંતોને કોઈ જ આશ્રવ નથી, તેથી કર્મ બંધાવાનાં નથી. એટલે જયારે કર્મનો સંયોગ જ નહિ, પછી સંસાર શાનો થાય ?
અહીં સિદ્ધ બુદ્ધ કહ્યું, એમાં
સિદ્ધના બે અર્થ :- (૧) ‘સિત' યાને બાંધેલા ધમી નાખ્યા, બાંધેલા કર્મોને બાળી નાખ્યા, તે સિદ્ધ.
(૨) બીજો અર્થ,-સિદ્ધ એટલે કૃતકૃત્ય બની ગયા. કૃતકૃત્ય ક્યારે બને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org