________________
૪૪
(૧) ક્ષમાનું અનંત ક્ષેત્ર
(૧) કોઇને અલોકાકાશની શ્રદ્ધા નથી, ને એની આગળ બીજાએ અલોકાકાશનું મંડન કરવા માંડયું. પેલાને સાંભળવું જ ગમતું નથી, ને આ પિંજણ કરે છે. ત્યારે પેલાને ગુસ્સા ચડે છે, ‘હવે મૂકોને તમારું અલોકાકાશ.'- એમ ગુસ્સાથી બોલે છે. આમાં એને કહેનાર વ્યકિત ઉપરાંત અલોકાકાશ પર પણ ગુસ્સો છે, દ્વેષ છે. એ દ્વેષનો વિષય અનંત આકાશ ક્ષેત્ર છે. હવે જેને આ ગુસ્સો ન હોય, તેને ક્ષમા હોય. એટલે ક્ષમાનો વિષય પણ અનંતુ ક્ષેત્ર થયું, અલબત્ એક દ્રષ્ટિએ આ તો ગુસ્સાનું દ્રવ્ય કહેવાય, એટલે દ્રવ્યથી ગુસ્સો અલોકાકાશ ૫૨ થયો, કિન્તુ એ ક્ષેત્ર હોઇને ક્ષેત્રથી પણ ગુસ્સો એના પર, એમ પણ કહી શકાય. જેવી રીતે જે ક્ષેત્રમાં રહીને ગુસ્સો થાય, એ ગુસ્સાનું ક્ષેત્ર કહેવાય છે, એમ અપેક્ષાએ જે ક્ષેત્ર પરત્વે ગુસ્સો એ પણ ગુસ્સાનું ક્ષેત્ર ગણાય.
નવપદ પ્રકાશ
અહીં ક્ષમા અનંતા આકાશ ક્ષેત્રને લઇને છે, ને એમાં દેશ પ્રદેશ અનંતા હોઇ દરેક દેશ પ્રદેશને લઇને ક્ષમા અલગ અલગ; માટે ક્ષમા ગુણ અનંતા થયા.
(૨) ક્ષમાનું અનંત ક્ષેત્ર
બીજી રીતે ક્ષમાના અનંત ક્ષેત્રની ઘટના એ રીતે, કે લોકાકાશ ભલે અસંખ્યાત પ્રદેશી કિન્તુ કાળે કાળે ક્ષેત્રો પરિવર્તન થાય છે. દા.ત. જયાં શહેર, ત્યાં જંગલ, જંગલ ત્યાં શહેર, જયાં મકાનો ત્યાં ઉદ્યાન, ને ઉદ્યાન ત્યાં મકાનો, એટલે અનંતા કાળમાં અનંતા પરિવર્તન ક્ષેત્રે થયા. જીવ અનંતાનંત કાળથી આ બધે ભટકે છે, ને ત્યાં ગુસ્સો કરે છે, એ દ્રષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org