________________
સિદ્ધ આત્મસ્વભાવથી બને.
સર્વકર્મ-ક્ષયનો સમય અને સિદ્ધશિલા પર પહોંચવાનો સમય, તે બે સમય વચ્ચે કોઇ આંતરૂં નહિ; એટલે કે અહીં સર્વ કર્મ ક્ષય વખતનો સમય અને અહીંથી સિદ્ધ શિલા પર સંબધ્ધ થવાનો સમય, એ લગોલગ સમય, બેની વચમાં એક પણ સમય નહિ.
તાત્પર્ય, કર્મક્ષયના સમય પછીનો જ સમય સિદ્ધશિલા પર અવસ્થાનનો. એમ અહીંના આકાશપ્રદેશના સ્પર્શ પછી તરત જ સિદ્ધશિલા પરના આકાશપ્રદેશનો સ્પર્શ. વચ્ચેના ૭ રાજલોકના આકાશપ્રદેશનો કોઇનોય સ્પર્શ જ નહિ. આમ, સમયાંતર–પ્રદેશાંતરને સ્પર્ધા વિના જ એટલે કે અસ્પૃશદ્ ગતિએ મોક્ષે ગયા કહેવાય.
Fe
પ્ર—આત્માને કર્મ તો રહ્યા નહિ, કે જે આત્માને ઊંચે લઇ જાય, તેમ આત્મા ગમન સ્વભાવનો નથી, તો પછી અહીંથી મુકત થતાં એને ઉપર લઇ જનાર કોણ ?
ઉ–મુકતને ઉપર લઇ જનાર અસંગ છે.
દા. ત. તુંબડાને તળિયે માટીનો લેપડો ચોંટયો હોય તો એ તુંબડું જેમ તળાવમાં એના તળિયે રહે છે, અને તે મટોડી ભીંજાતાં તુંબડા પરથી નીકળી જાય તો તુંબડું માટીના સંગ વિનાનું હલકું થતાં તરત સપાટી ઉપર આવી જાય તેમ કર્મનો સંગ-સંબંધ છૂટી જતાં આત્મા ઉપર જાય છે. પૂર્વે કર્મે આત્મા પર ચોંટી એને પકડી રાખ્યો હતો તે કર્મ ખરી જતાં તુંબડાની માફક આત્મા અસંગ થતાં ઉપર ચાલ્યો જાય છે. સંગ છૂટી જતાં સહજ રીતે જે થાય તે અસંગથી થયું કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org