________________
સિદ્ધ
૧૦૫ ઉન્માદ-સંતાપ વિનાનું સ્થાપન, તે સમ્યક્ સ્થાપન છે. હર્ષમાં ચિત્ત ઉન્માદમાં ચડે છે, ખેદમાં, સંતાપમાં પડે છે; પણ આ બેય નથી એવું મનનું સ્થિર સ્થાપન અર્થાત્ હર્ષ ખેદ વિનાનું સ્થાપન તે સમાધિ.
દા. ત. લાખો રૂપિયા મળ્યા કે દીકરો મળ્યો, તોય કાંઈ અસર નહિ, ને લાખો રૂપિયા ગયા કે દીકરી ગયો તોય કાંઈ અસર નહિ. પૌદ્ગલિક પ્રતિકૂળ સંયોગો મળ્યા તોય કાંઈ મન બગડે નહિ. સાધુને મોટું સન્માન મળ્યું તોય તેમને કાંઈ થતું નથી. પુણ્યોદયમાં સમાધિ કેમ રહે?
પ્ર-પૌગલિક સારામાં સારી અનુકુળતા મળે છતાં હરખ કેમ ન થાય ? ને હરખ થતો હોય, તો તે કેમ અટકાવવો?
ઉ૦-એવો જો વિચાર રખાય કે “આ મળ્યા છતાં આત્માનું કાંઈ વધતું નથી, કે સીઝતું નથી, ન પુણ્યાઈ વધે, કે ન જ્ઞાન વધે, કે ન દર્શન વધે, યા ન સદ્ગતિ નક્કી થાય, એટલે પછી બાહ્ય સંપત્તિ “સન્માન કે અનુકૂળતા મળી એમાં શું હરખાવું?' આમ વિચારીએ તો હરખ અટકાવાય.
બીજો વિચાર એ પણ છે કે આ સંપત્તિ અભિમાની નવી પત્ની જેવી છે કે જે આવી ત્યારથી પતિને ટોણાં મારે છે કે તમે જો આમ કરો તો હું મારા બાપને ઘેર ચાલી જઇશ.” આવી પત્ની પામીને પતિ સમજી રાખે છે કે આ જ્યારે -ત્યારે જવાવાળી છે, ને એ સમજીને એવી પત્ની મળ્યાથી હરખાતો નથી, પણ સાવધાન રહે છે. બસ, એ રીતે આવેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org