Book Title: Navpada Prakash Part 2
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004983/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નવપદ શી સિદ્ધ પદ વાચનાચાર્ય : સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. પૂજય આચાર્ય ભગવંત Jain Educકોટના Internationaોભન રીપ્લાહે છે દિવાળીયા (se onlyજી મચ્છે છે કોnકMિary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ નવપદ પૂજા પરની વાચનાઓ સિદ્ધ પદ પ્રકાશક: દિવ્યદર્શન ટ્રસ્ટ કુમારપાળ વિ. શાહ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકાઃ ૩૮૭ ૮૧૦ (જિ. અમદાવાદ) Page #3 -------------------------------------------------------------------------- ________________ ની]ક પ્રીકાશી સિદ્ધપદ વાચનાચાર્ય સુવિશાલ ગચ્છાધિપતિ પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ મૂલ્ય રૂા. ૨૦/વિ. સંવત ૨૦૪૯ આવૃત્તિ બીજી સૌજન્ય જિનશાસન સમુત્સુક શ્રીમતી ગીતાબેન એચ. શાહ, મુંબઇ, સંપાદન પૂ. પં. શ્રી પદ્મસેનવિજયજી મહારાજ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન અનંત ઉપકારી શ્રી જૈનશાસનમાં પરમ મંગળમય શ્રી અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ, અને દર્શન-જ્ઞાનચારિત્ર-તપ આ નવપદનો અપરંપાર મહિમા છે. નીચેની કક્ષાથી માંડીને ઉચ્ચ કક્ષા સુધી પહોંચેલા તમામ સાધક આત્માઓ માટે શ્રી નવપદની મન-વચન-કાયાથી આરાધના, ઉપાસના અને આલંબન એ પરમ કલ્યાણ કરનારા બને છે. શ્રી નવપદની આરાધના એ જ શ્રી જૈનશાસનનો સાર અને સૂર છે, એના વિના મુકિત લભ્ય નથી. વાચક-શિરોમણિ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે રચેલી શ્રી નવપદજીની પૂજામાં જૈનશાસનનાં સારભૂત આ નવપદનાં અનેક માર્મિક અને મહત્વપૂર્ણ રહસ્યો છુપાયેલાં પડયાં છે. એનો આસ્વાદ સામાન્ય પણ ભવ્યાત્માઓને સુગમતાએ પ્રાપ્ત થાય એ હેતુથી દર્શનશાસ્ત્રનિપુણમતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે પોતાના શિષ્યવર્ગ સમક્ષ વિ. સં. ૨૦૩માં મહા સુદ ૬ના દિવસે દાદર મુકામે “શ્રી નવપદની પૂજામાં રહસ્યભાવો આ વિષય પર અર્થ-ગંભીર વાચનાઓ આપવાનો શુભ પ્રારંભ કર્યો. મુખ્યત્વે પૂ. સાધુમહાત્માઓને ઉદ્દેશીને અપાઈ રહેલી વાચનામાં પ્રાતઃકાળે છ વાગે શ્રાવકવર્ગ પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થઇ વ્યાખ્યાન જેવી સભા થવા માંડી. આશ્ચર્ય એ હતું કે યુવાન વર્ગ પણ એટલી વહેલી સવારે વાચનામાં ઉપસ્થિત થતો ! અને એ રીતે શેષકાળના વિહારમાં દાદર – Page #5 -------------------------------------------------------------------------- ________________ ઘાટકોપર - કાંદીવલી – બોરીવલી - કોટ વગેરે જે જે સ્થળોએ આ જ્ઞાનગંગા વહેતી રહી, એ બધા સ્થળે વિશાળ શ્રોતાવર્ગમાં અજબગજબનો તત્ત્વરસ જામી પડયો. ચાલુ વાચના-કાળે એકાગ્રપણે સાંભળનાર પૂ.મુનિ ભગવન્તો અને આ વાચનાઓ સાંભળવા માટે અમદાવાદથી ખાસ ઉપસ્થિત થયેલ પ્રો. શ્રી લાલચંદભાઇ કે. શાહ વાચનાઓને તરત જ અક્ષરદેહ આપતા હતા.ત્યારબાદ તે પરથી એમણે વાચનાઓના અવતરણ ને અંતિમ આકાર આપ્યો. એને પૂજયશ્રીએ પોતે અનેકવિધ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ તપાસી આપવાને બહુમૂલ્ય અનુગ્રહ કર્યો હતો. મુદ્રણયોગ્ય પ્રેસ કોપી તૈયાર થતાં તેના મુદ્રણ અંગેની સર્વવિધ જવાબદારી પૂ. પં. શ્રી પદ્મસેનવિજયજી ગણિએ સંભાળી લીધી. આ રીતે પૂજયશ્રી અને પંન્યાસશ્રીના અથાગ પરિશ્રમે નિર્માણ થઇ રહેલ વિશાળકાય ‘નવપદ પ્રકાશ' નામના ગ્રન્થરત્નના બીજા અંશ રૂપે સિદ્ધપદ' પુસ્તકની બીજી આવૃતિ શ્રી સંઘના કરકમળમાં અર્પણ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. આ અગાઉ ‘અરિહંત પદ'નું પ્રકાશન થઈ ગયું છે. વર્ધમાન તપની ૧૦૮ ઓળીની આરાધના કરી ચૂકેલા પ્રભાવક પ્રવચનકાર વાચના-પ્રદાતા સુવિશાલ ગચ્છાધિપતિ પૂજય આચાર્યદેવશ્રીનો જૈનશાસનની રક્ષા-પ્રભાવનામાં અત્યંત મહત્વનો ફાળો · હતો. વર્ષોથી તેમનું ગંભીર શાસ્ત્રાધ્યયન તેમજ આગમ શાસ્ત્રોનું પારાયણ અને તે ઉપર સતત અન્તસ્તલસ્પર્શી માર્મિક ચિંતન-મનન આ વાચનાઓનાં પ્રત્યેક પૃષ્ઠે વાચક વર્ગને પ્રતીત થયા વિના Page #6 -------------------------------------------------------------------------- ________________ રહેશે નહીં. પોતાની કુશાગ્ર બુદ્ધિરૂપી મંથનદંડ વડે નવપદશાસ્ત્ર સાહિત્યનું આયોજન કરીને તેઓશ્રીએ આ વાચનાઓના માધ્યમે જે નવનીત તારવી આપ્યું છે તેનો આસ્વાદ લઇ સમગ્ર પાઠકગણ શ્રી નવપદનાં ધ્યાન-ઉપાસના-ભકિત-આરાધનામાં તલ્લીન બને એ જ શુભેચ્છા. શ્રી જિનાજ્ઞાને અનુરૂપ કંઇ પણ પ્રસ્તુત પ્રકાશનમાં અમારા મતિદોષથી આવી જવા પામ્યું હોય તો તે માટે મિચ્છામિ દુકકડં સહ વિરમીએ છીએ. કુમારપાળ વિ. શાહ તંત્રી ‘દિવ્યદર્શન’ સાપ્તાહિક ટ્રસ્ટી, ‘દિવ્યદર્શન’ ટ્રસ્ટ ક Page #7 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ચિંતનનો પ્રભાવ સિદ્ધ ભગવાનમાં રહેલી જગત પ્રત્યેની ઉદાસીનતા અને નિર્વિકારતા એ જ જ આપણા મૂળ આત્મસ્વભાવમાં છે, એવી જ ભાવના કરી કરી આપણા આત્માને ભાવિત કરતા રહીએ. આપણે જાણે જગત : પ્રત્યે તદ્દન ઉદાસીન ( નિસ્બત રહિત) અને ? નિર્વિકાર છીએ, એવો ભાવ કરતા રહીએ, ; અને જગતની વચ્ચે રહેતાં જે કાંઈ ઈષ્ટઅનિષ્ટ સંયોગો આવતા જાય, એ બધાને કર્મના ખાતે નાખતા રહીએ અર્થાત માનીએ કે આ બધું કર્મનું નાટક છે, જ એથી મારા આત્મામાં કશો ફરક નથી પડતો, આત્માનો એક પ્રદેશ આઘો પાછો કે ઓછોવત્તો નથી થતો, તેમ અનંત જ્ઞાનાદિ સંપત્તિમાં ય કશો ફરક નથી જ પડતો. આમ જો ભાવના કરતા રહીએ, તો આપણને સ્વર્ગીય આનંદને ટપી જાય એટલો આનંદ, અલૌકિક શાંતિ, સ્વસ્થતા, નિર્મળતા અને બળ મળે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત નવપદજીની પૂજા સિદ્ધ પદ * સિદ્ધ પદ II દ્વિતીય શ્રી સિદ્ધપદ પૂજા II ॥ કાવ્ય ઇન્દ્રવજ્રાવૃત્તમ્ | સિદ્ધાણમાણંદ૨માલયાણું, નમો નમોડાંત ચક્કયાણું ॥ સમગ્ગ કમ્મકૂખયકારયાણં, જમ્મુજરા દુનિવારયાણું ॥ ૧ ॥ ॥ ભુજંગ પ્રયાત વૃત્તમ્ ॥ કરી આઠ કર્મ ક્ષયે પાર પામ્યા, જરા જન્મમરણાદિ ભય જેણે વામ્યા ॥ નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા, થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા II ૧ | ત્રિભાગોન દેહાવગાહાત્મદેશા, રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ લેશ્યા ।। સદાનંદ સૌખ્યાશ્રિતા જયોતિરૂપા, અનાબાધ અપુનર્ભવાદિસ્વરૂપા ।। ૨ ।। ॥ ઉલાલાની દેશી ॥ સકલ કરમમલ ક્ષયક૨ી, પૂરણ શુદ્ધ સ્વરૂપોજી | અવ્યાબાધ પ્રભુતામયી, આતમ સંપત્તિ ભૂપોજી || ૧ || જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ, શકિત વ્યકિતપણે કરી સ્વદ્રવ્યક્ષેત્ર સ્વકાલભાવે, ગુણ અનંતા આદરી ।। Page #9 -------------------------------------------------------------------------- ________________ સુસ્વભાવ ગુણ પર્યાય પરિણતિ, સિદ્ધ સાધન પરભણી ॥ મુનિરાજ માનસ ંસ સમવડ, નમો સિદ્ધ મહાગુણી || ૨ | || પૂજાઢાળ - || શ્રીપાળની રાસની સમયપએસંત૨ અણુફરસી, ચરમ તિભાગ વિશેષ ।। અવગાહન લહી જે શિવ પોહોતા સિદ્ધ નમો તે અશેષ રે II ભવિકા, સિ∞ ॥ ॥ પૂર્વપ્રયોગ ને ગતિ પરિણામે, બંધન છેદ અસંગ ॥ સમય એક ઊર્ધ્વગતિ જેહની, તે સિદ્ધ પ્રણમો સંત રે Il last, Rio || 9 || નિર્મળ સિદ્ધશિલાની ઉપરે, જોયણ એક લોગંત II સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણમો રંગ રે || ભવિકા, સિ૦ | ૮ ॥ જાણે પણ ન શકે કહી પુરગુણ, પ્રાકૃત તેમ ગુણ જાસ II ઉપમા વિણ નાણી ભવમાંહે, તે સિદ્ધ દિયો ઉલ્લાસ રે || ભવિકા, સિ૦ || ૯ ॥ જયોતિશું જયોતિ મળી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ । આતમરામ રમાપતિ સમો, તે સિદ્ધ સહજ સમાધિ રે || ભવિકા, સિદ્ધચક્ર૦ | ૧૦ || ॥ ઢાળ || રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણ નાણી રે, II તે ધ્યાતા નિજ આતમા, હોયે સિદ્ધ ગુણખાણી રે ।। ।। શ્રી સિદ્ધપદ કાવ્ય ॥ દુદ્ઘટ્ટકમ્માવરણમુક્કે, અનંત નાણાઇ સિરિચ સમગ્ગ લોગગ્ગ પયપ્પસિદ્ધે, ઝાએહ નિસ્યંપિ સમગ્ગ સિદ્ધે ॥ ૧ ॥ || વી૨૦ | ૩ || Page #10 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથમાં શું વાંચશો ? | સિદ્ધ પદ પૂજા કસતુનો નાશ નહિ ૨૦ સિદ્ધ ને વારંવાર નમસ્કાર કેમ? ગુણીમાં ગુણ ભિન્ન કે અભિન્ન ૨૦ સોપાધિક-નિરૂપાધિક આંનદ સિદ્ધશિલા પર અનંતા સિદ્ધ નમસ્કારથી નિરુપાધિક સમાય? આંનદની પ્રાપ્તિ સિદ્ધનાવિશેષણોથી ભાવિત 'અનુમોદનાથી વસ્તુ પ્રાપ્તિ'નો કેમ થવું? નિયમ દ્રસિદ્ધ થવાનો લાયક કોણ? અનંત ચતુષ્કની સ્તવના આપણાં દર્શન-શ્રવણ મલિન ગુણને નમસ્કાર શા માટે? સલ કરમ મલ ક્ષય કરી સિદ્ધ ભગવાન થયો શી રીતે? સિદ્ધનું સદ્દવીર્ય ગિરિપતનથી મોક્ષ મળે? ૯મળ અને રજા અસમાધિથી સંસારવૃદ્ધિ ૧૦ પરઘર'-“સ્વઘર’ ભવપારના મહાન લાભ ૧૦ જિંબુકુમારનો જુગારી કાકો સિદ્ધ'ના બે અર્થ ૧૧ કર્મને તોડવા તપઃ બુદ્ધ એટલે ત્રિકાળવેત્તા ૧૩ રાગાદિ તોડવા સંયમ સાધનાનો ઉલ્લાસ કેમ રહે? ૧૩|‘આત્મસંપતિ ભુપોજી' નિરાશા રોકવા ઉપાય ૧૪ સાચી પ્રભુતા: અનતગુણ આવિર્ભાવે- સાધુ અનિશ્રિત એટલે તિરોભાવે ૧૪ યોગી ઇરાનનો બાદશાહ અનંતસિદ્ધોની મૌનવાણી ૧૪ સાચી બાદશાહીનાં ૩ લક્ષણ મોક્ષમાં આત્માનું કદ ૧૫ અપેક્ષા-અભિમાનમાં ગુલામી મોલમાં આનંદનું? ૧૬ સહજસંપતિ, શક્તિ સિદ્ધ જ્યોતિરૂપ કેમ? ૧૮ વ્યક્તપણે કરી નાસતો વિવરે માવો.. ૧૯ જડની અપેક્ષાનો ત્યાગ તે સાધના. Page #11 -------------------------------------------------------------------------- ________________ ‘નિર્ગુણમોક્ષ’નો મત ખોટો શુદ્ધ બ્રહ્મ ‘સ્વદ્રવ્ય-ક્ષેત્ર-સ્વકાળ-ભાવે ગુણ અનંતા આદરી ગુસ્સામાં દ્રવ્ય ક્ષેત્ર... ચંડકૌશિકમાં ગુસ્સાનો ગુણાકાર સિદ્ધમાં ક્ષમા દ્રવ્યની અનંતી સિદ્ધમાં એકેક ગુણ અનંતા વીતરાગતા અનંતી સ્વક્ષેત્રથી સિદ્ધમાં અનંતગુણ ક્ષમાનું અંનતક્ષેત્ર બે રીતે સ્વકાળથી સિદ્ધમાં અનંતગુણ ભાવથી સિદ્ધમાં અનંતગુણ જ્ઞાયક પરિણામ અનંત ભાવથી ગુસ્સો અનંત એકાન્તવાદ અને અનેકાન્ત વાદનો ભેદ પરભાવ અસત્ ઃ વસ્તુ અસત્ શી રીતે “સુ સ્વભાવ-ગુ ણ-પર્યાય પરિણતિ સિદ્ધ, સાધન પરભણી... સહજ સ્વભાવઃ સોપાધિક સ્વભાવ રાગ એ આત્માનો સોપાધિક સ્વભાવ અનાદિ રાગાદિ અનંત પામે ? ૩૫ રાગને અનુકૂળ વિચારથી કર્મ રાગને પ્રતિકૂળ વિચારણાથી ૩૭ રાગનિષ્ફળ ૩૯ સિદ્ધ કેવા ? (૧) સુસ્વભાવ પરિણીત સિદ્ધ ૩૮ (૨) ‘સુગુણપર્યાય પરિણતિ ૪૧ સિદ્ધ ૪૧ ગુણ અને પર્યાય એટલે ? ૪૨ ગુણ અને પર્યાય ૪૩ દ્રવ્ય અને પર્યાય એટલે ? ૪૪ નય એટલે ? ૪૫ દ્રવ્યાર્થિક નય:પર્યાયાથિક નય ૪૬ ‘સાધ. પર ભણી ૪૬ સિદ્ધ ભગવાન મનોહંસ ૪૬ ચિંતન ભાવનરૂપ બનાવો મુનીમની જેમ જ્ઞાતા-દ્રષ્ટા ૪૭ ઉદાસીન ભાવ કેમ આવે ? ૪૯ શુદ્ધ સાધનાને બે ઉપાય ૫૦ અશુભ ભાવોથી કેમ બચાય “સમય-પએસંતર ૫૦ ૧૧ ૫૧ ૫૨ ૫૮ ૫૮ SO ૬૧ સિદ્ધ ધ્રુવનો તારો ૨ ૪૭ પ્રભાવ ચિંતનનો કે નવકારનો ? ૬૨ સિદ્ધનો ઉપકાર ૫૩ ? ? ? ? ૫૪ ૫૫ ૫૫ (૧) અહોભાવ અને (૨) મમતા ૬૪ ‘નમૃત્યુણ' આંસુ સાથે બોલાય ૫ $$ P Page #12 -------------------------------------------------------------------------- ________________ (અણફરસી’ મોક્ષગમનમાં ૨ દ્રષ્ટાંત સિદ્ધશિલા પર અનંતા ? ચરમતિભાગ...૨/૩ સિદ્ધ અવગાહન |અસ્પૃશદ-ગતિ આકાશપ્રદેશ કરતાં સમય અસંખ્ય સિદ્ધગમનમાં ૪ હેતુ (૧) પૂર્વ પ્રયોગ ? બાણતિ જ્વાળા, ધૂમ (૩) બંધન છેદ ઃ એરંડાનું |મીંજ-ડાળી જીવની લોકાન્ત સુધી કેમ ગતિ ? ૭૫ રીતે? ચાકડાનું દ્રષ્ટાંત (૨) ગતિ પરિણામઃ સર્વેને મેરૂ ઉતરે (૪) અસંગ સર્વ ઔયિક ભાવનો ઃ જીવન-કર્તવ્ય : બંધનનાશ જંબૂ પ્રશસ્તકષાય સર્વસાધનાનું લક્ષ્ય અસંગ મૈત્રીભાવઆદિમાં અસંગપણું શરીરમૂર્છા ત્યાગ માટે ટાભાવના ૬૯ નિર્મળ સિદ્ધશિલાની ઉપરે ૭૦ સંબંધના ૪ ભાગા ૭૧ વીતરાગ રીઝે ? સાચી ભક્તિ ભાવનારસ ૭૨ રાજીમતી નેમનાથનો સાદિ અનંત સંબંધ ૭૩ ચારિત્રથી જ ઉત્કૃષ્ટભક્તિ ૭૩ જાણે પણ ન કહી શકે મોળમાં કેવું સુખ ? ગામડિયો ૭૪ સિદ્ધો ઉલ્લાસ આપનાર કેવી ૭૫ મોક્ષ દૂર દેખાતાં નિરાશા કેમ ૭૬ ટાળવી? પ્રાર્થનાથી તીવ્ર અભિલાષા થાય પ્રાર્થનામાં આશંસા કેમ ? ૭૭ સિદ્ધમાંથી નિર્વિકારતાના પાવર ૭૮ મોક્ષમાં અનંતા કેમ સમાય ? પરને સ્વમાં ભાવથી ભેળવવા ૭૯ એટલે ? ‘જ્યોતિ સે જ્યોતિ ભળે’ ૭૯ ભાવથી ૮૧ સિદ્ધોના અને નિગોદજીવોના ૮૨ મિલનમાં ફક ૮૩ નિગોદમાં અનંત દુઃખ કેમ ? કેવળીને ય ઉપાધિ ૮૪ ૮૫ ૮૫ ૮૭ ૩ ૪ ૪ ૪ ૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ e G es ૯૮ ૧૦૦ ૧૦૧ ૧૦૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ વી...ભુને તેજોલેશ્યાઃ અભેદ ધ્યાનમાં કેમ જવાય? ૧૧૭, પ00 મુનિઓને ઘાણી ૧૦૧ પ્રભુની નિર્વિકારતા આપણામાં કર્મની ઉપાધિ શું શું કરે? ૧૦૨ કલ્પનાની ચાવીઓ ૧૧૮ સિદ્ધ ભગવંત આતમરામ - ૧૦૨ નિર્વિકારતાથી ભાવિત ૧૨૦ પરરમણતાથી ક્રોધ સહજ, સિદ્ધનું અભેદ ધ્યાન કેમ બને? ૧૨૧ ક્ષમા નહિ ૧૦૩ અનુભવજ્ઞાન ૧૨૨ સિદ્ધો રમાપતિ’ના બે અર્થ ૧૦૪ ધ્યાનની સાથે શું જોઈએ સમાધિ એટલે? ૧૦૪ ઉપદ્રવમાં શું ચિંતવવું ૧૨૫ અનુકૂળ-પ્રતિકૂળમાં સમાધિ પરાકાષ્ઠાના ધ્યાનનો ઉપાય ૧૨૫ કેમ રહે? ૧૦૫ જે કઈ દુઠ્ઠ દેવામાં દુરુ સિદ્ધનું સ્મરણ શા માટે ને એટલે? કેવી રીતે કરવું? ૧૦૬ અનંત ચતુષ્કમાં બીજા ૪ ક્રિોધ રોકવા“આપણે કોના કર્મના ક્ષમા કેમ સમાયા? વારસદાર ૧૦૮ આપણે વીતરાગ દર્શન આત્મા રૂપારૂપી કેમ? ૧૦૯ ગમે છે? ૧૨૯ જિનું ધ્યાન તેવા બનાય ૧૧૦ મનના હિસાબ પર સુખ સિદ્ધપણું કાયમી કેમ? ૧૧૦ દુઃખવૃદ્ધિ ધ્યાનઃ (૧) સભેદ પ્રણિધાન, નિર્ચાપિ ઝાએહમાં પિ” (૨) અભેદ પ્રવિધાન ૧૧૧ નો અર્થ ધ્યાનમાં અહોભાવ ને સિદ્ધ ધ્યાનમાં લાભ ગદગદતા જોઈએ ૧૧૨ ધ્યાન માટે “લોગસ્સ” ૧૩૪ ઇશ્વરને જીવોની ઓળખ વિના દયા શી? ૧૧૩ ઇશ્વર જગકર્તા નથી ૧૧૩ જગત્કર્તા દયાળુ ન હોઈ શકે ૧૧૫| સિદ્ધનું ધ્યાન કેમ કરવું? ૧૧૭ ૧૩) ૧૩૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ મલાડ મહા વદ ૨ ૩-૨-૮૦ સિદ્ધ શ્રી સિદ્ધપદ પૂજા આદ્ય કાવ્ય (ઇન્દ્રવજ્રા વૃત્ત) સિધ્ધાણમાણંદ-૨મા-લયાણું, નમોનમોડણંત-ચઉકયાણું. કરી અષ્ટ કર્મક્ષયે પાર પામ્યા, જરા જન્મ મરણાદિ ભય જેણે વામ્યા; નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા, થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા. વાયના સિદ્ધ ભગવંતને હું વારંવાર નમસ્કાર કરૂં છું. ‘‘નમો નમો’” આ શબ્દ બે વાર છે તે ‘વીપ્સા’ કહેવાય. તેનો અર્થ વારંવાર-બહુવાર એવો થાય. પ્ર૦ – બોલે છે ત્યારે એકવાર નમસ્કાર કરે છે અને કહે છે ઃ ‘હું વારંવાર નમસ્કાર કરૂં છું'- તો તે મૃષા ભાષણ નથી ? ઉ૦ ના, કારણકે તે વારંવાર નમસ્કારની ભાવના સૂચવે છે, જેવી રીતે ‘નમો સયા સવ્વ સિદ્ધાણં - હું સર્વ સિદ્ધોને હંમેશા નમસ્કાર કરૂં છું'' એમ કહી જો કે નમસ્કાર તો વર્તમાનકાળમાં જ કરીએ છીએ, છતાં ‘સદા’-હંમેશા એટલા માટે કહેવાય છે કે સિદ્ધ ભગવંત એવા છે કે તેમને વારંવાર નમસ્કાર કરવાની ભાવના છે. તેથી સયા'' શબ્દ Page #15 -------------------------------------------------------------------------- ________________ નવપદ પ્રકાશ એ મૃષા ભાષણ નથી. દા.ત. કોઈ નિયમ કરે કે “મારે આખું ચોમાસુ બિમાર મુનિની વૈયાવચ્ચ કરવી' તો કાંઈ આખું ચોમાસુ એકસો વીસે દહાડા બિમાર મુનિ મળે જ એવું નથી બનતું. છતાં ભાવનાના હિસાબે નિયમ કર્યો તે મૃષાભાષણ નથી. સિદ્ધ ભગવાનને વારંવાર નમસ્કાર શા માટે ? તો કે, આનંદ-રમા-લયાણ રમા-લયાણ એટલે કે રમાના આલયને આનંદ અને લક્ષ્મીના નિવાસને આનંદરૂપી રમા-લક્ષ્મી જે “ શ્રી '' કહેવાય, તેમાં સિદ્ધો લયવાળા છે લીન છે; કેમકે એમનો જેમ જ્ઞાનસ્વભાવ છે, તેમ આનંદ એ પ્રગટ સ્વભાવ છે, ને પ્રગટ સ્વભાવમાં લીનતા હોય એ સહજ છે. એ આનંદ નિરુપાધિક છે બે પ્રકારે આનંદ- (૧) સોપાધિક; અને (૨) નિરપાલિક. સોપાધિક' આનંદ એ ઉપાધિવાળો આનંદ કહેવાય; કશાની અપેક્ષાવાળો, વિષયો વગેરેની અપેક્ષાવાળો. દા. ત. મોઢું કડવું થયું, ત્યાં ગળપણ મળે તો આનંદ થાય, આ સોપાધિક આનંદ છે. એમ ગળપણ-મિઠાઈ પણ અમુક પ્રમાણમાં ખાય ત્યાં સુધી આનંદ, પછી ભૂખ મરી ગઈ એટલે એનાથી આનંદ નહિ. ભૂખની પરિસ્થિતિ હોય ત્યાં સુધી જ આનંદ એ સાપેક્ષતા થઈ, સોપાધિકતા થઈ. એમ મિઠાઈ સાથે તીખું જોઈએ છે તો એ સંયોગની અપેક્ષા થઈ, Page #16 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ગણાય. સંસારના સુખ માટે એ સોપાધિક આનંદ વિષય-પરિસ્થિતિ-સંયોગ-કાળ વગેરેની અપેક્ષાવાળા હોય છે, માટે એ સોપાધિક આનંદ છે. ‘નિરુપાધિક’ આનંદ એટલે કોઈ વિષયની અપેક્ષા નહિ એવો સ્વાભાવિક આનંદ. આત્માના સ્વભાવના ઘરનો આનંદ. એ જ સાચો નિર્ભેળ-ચોક્ખો આનંદ છે. સાચો આનંદ ભેળસેળ વિનાનો હોય, એવો આનંદ કે જેમાં દુઃખના લેશનુંય મિશ્રણ નહિ. એવા નિરુપાધિક આનંદમાં લીન બનેલા સિદ્ધ ભગવંતને હું વારંવાર નમું છું. સંસારી જીવો સોપાધિક આનંદમાં મ્હાલે છે, એટલે ચિંતા તથા ભય રૂપી દુઃખથી મિશ્રિત આનંદમાં મ્હાલે છે; કેમકે ચિંતા ભય એ દુઃખ છે. દા. ત. પૈસા કમાયો પણ ‘તે રહેશે કે નહિ ?’ તે ભય છે, તો તે દુઃખ છે. ‘અત્યારે શરીર સારું છે, તેવું રહેશે કે નહિ ?’ તે ચિંતા છે, તો તે દુઃખ છે, સંસારના સુખ દુઃખ-મિશ્રિત હોય છે, કેમકે એ વિષય-સાપેક્ષ છે. જયારે સિદ્ધ ભગવંતે વિષયો મૂકયા, વિષયોની અપેક્ષા મૂકી, હવે એમને નિરપેક્ષ સ્વાભાવિક આનંદ છે, એ એવા આનંદમાં લીન છે. જ્ઞાનીઓ કહે છે,- ‘ આવા નિરુપાધિક આનંદની જયારે ઈચ્છા અને અપેક્ષા છે, ત્યારે તારે પહેલું કર્તવ્ય એ છે કે એવા સહજ આનંદમાં લીન સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર.' પ્ર૦- નમસ્કારથી નિરુપાધિક આનંદ મળે એમાં શો નિયમ છે ? ઉ૦- નમસ્કારમાં અનુમોદનાનો ભાવ છે, અને જેની Page #17 -------------------------------------------------------------------------- ________________ ૮ નવપદ પ્રકાશ હૃદયથી અનુમોદના કરો તે મળે એવો નિયમ છે; કેમકે અનુમોદના-પ્રશંસા એ બીજ કહ્યું છે. “ બીજું સત્પ્રશંસાદિ ’’ બીજમાંથી અંતે પાક-ફળ નીપજે. અહીં સહજ આનંદની અનુમોદના છે.જેમ તપસ્વીને નમસ્કાર, તો ત્યાં તપની અનુમોદના છે, ક્ષમાશીલને નમસ્કાર, તો ત્યાં ક્ષમાની અનુમોદના છે, તેમ અરિહંતને નમસ્કાર તો ત્યાં અરિહંતપણાની અનુમોદના છે. એમ અહીં અનંત આનંદભર્યા સિદ્ધોને નમસ્કારમાં એમના સહજ અનંત આનંદની અનુમોદના છે; ને એ બીજ છે, તે અંતે સહજ આનંદ રૂપી ફળ સુધી પહોંચાડે. “અનંત ચઉક્કયાણું ’ સિદ્ધ ભગવંત અનંત ચતુષ્કવાળા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, ને અનંત સુખ,- આ ચારને ‘અનંત ચતુષ્ક ’ કહેવાય છે. કવિ પ્રભુની સ્તવના કરે છે – ‘‘જ્ઞાન અનંતુ તાહરે રે દરિસણ તાહરે અનંત, સુખ અનંતમય સાહિબારે વીર્યપણ ઊલસ્યું અનંત; અનંત જિન આપજો રે, મુજ એહ અનંતા ચાર.’ અહીં ‘અનંત ચતુવાળા' એ વિશેષણ કહીને કારણ સૂચવ્યું કે સિદ્ધ ભગવાનને નમસ્કાર શા માટે ? તો કારણ એ છે કે એ અનંત ચતુષ્કવાળા છે, માટે એમને નમસ્કાર. અથવા આ વિશેષણથી એ સૂચવ્યું કે જેમ સિદ્ધ ભગવાનને નમસ્કાર, એમ અનંત ચતુષ્કને પણ નમસ્કાર. Page #18 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પ્ર - ગુણીને નમસ્કાર કરો પછી ગુણને નમસ્કાર શા માટે કરવાનો ? ઉ0- નમસ્કાર તે પ્રક્વભાવ એટલે કે ઝૂકવાનો ભાવ છે. જેને નમન કરીએ છીએ, તેની તરફ ઝૂકાવ થાય છે. તે પણ એના અમુક ગુણને લીધે ઝૂકાવ છે, એટલે ગુણ તરફ પણ સાથે મનનો ઝૂકાવ છે. માટે ગુણીને નમસ્કાર, એમ ગુણને પણ નમસ્કાર. દા. ત. ગજસુકુમારને નમસ્કાર કેમ ? તો કે એમણે જે ક્ષમા રાખી છે, તે તરફ આપણો ઝૂકાવ છે, “હું ઈચ્છું છું કે આવી ક્ષમા મને મળે,” આ વિચાર તે ક્ષમા તરફ ઝૂકાવ થયો. એટલે ગુણીને નમસ્કાર કરીએ તો સહેજે ગુણને નમસ્કાર થાય. માટે જ આપણે મહાવીર પ્રભુને વ્યકિત તરીકે નથી નમતા પરંતુ તેમનામાં અસાધારણ ગુણો હતા તેથી તેમને નમસ્કાર કરીએ છીએ. આવા સિદ્ધ ભગવાન થયા શી રીતે ? તો કે, “કરી અષ્ટ કર્મક્ષયે પાર પામ્યા” સિદ્ધ ભગવાન અષ્ટ કર્મનો ક્ષય કરીને આ સંસાર પાર કરી ગયા. અત્યાર સુધી સંસાર-સમુદ્રમાં ફસેલા હતા પણ હવે આઠે કર્મોનો ક્ષય કરીને સમુદ્ર પાર કરી ગયા. આ સૂચવે છે કે સર્વ કર્મનો ક્ષય કરવાથી મોક્ષ થાય. કેટલાક માને છે કે “પર્વત પરથી ઝંપાપાત કર તો મોક્ષ થાય; “કાશીએ કરવત મુકાવો તો મોક્ષ થાય.” આમાં મોક્ષનો ઉદ્દેશ સારો છે, પણ પ્રવૃત્તિનો વિવેક સારો નથી. Page #19 -------------------------------------------------------------------------- ________________ નવપદ પ્રકાશ ઉદ્દેશ સારો એટલા માટે કે એ જીવ ચરમાવર્ત કાળમાં આવી ગયો. અચરમાવર્ત કાળમાં મોક્ષની દ્રષ્ટિ જ નહિ, ઈચ્છા જ નહિ. ૧૦ પર્વત પરથી ઝંપાપાતની પ્રવૃત્તિ સારી નહિ, કેમકે પડવામાં એ વિચાર વિવેક ન કર્યો કે પડવાથી નીચે કેટલા નાના જીવો મરશે ? અંતે જીવહિંસા તરફ દુર્લક્ષ; એ સંસારનો ઉપાય છે, મોક્ષનો નહિ. એમ એ ન વિચાર્યું કે ‘નીચે પડતાં હાડકાં ભાંગતા અસહ્ય વેદના થઈ અને કદાચ એમાં ચિત્તને અસમાધિ થઈ તો મોક્ષ તો નહિ, પણ મનુષ્ય ગતિ ય નહિ, પણ દુર્ગતિ મળશે.' અસમાધિ એ મોક્ષોપાય નહિ, સંસારોપાય છે. માટે આવા બધા વિવેક વિનાના ઉપાયથી મોક્ષ ન થાય. એ તો કર્મબંધનાં સમસ્ત કારણો હટાવી આઠે કર્મનો ક્ષય કરવાથી જ મોક્ષ થાય. સિદ્ધ ભગવાન સંસારનો પાર પામ્યા, એટલે કેટલા મહાન લાભ થયા ? એ કહે છે, જન્મ-જરા-મરણાદિ ભય જેણે વામ્યા’ જેમણે જન્મ, જરા, મરણ વગેરે ભયો વી નાખ્યા, ભયો ફગાવી દીધા. હવે જન્મ-જરા-મૃત્યુનો ભય નહિ. જન્મ-જરા-મરણનાં કારણ આઠ કર્મ છે, ને આઠે કર્મનો ક્ષય થઈ ગયો એટલે પછી જન્મ-જરા-મૃત્યુ આવે જ કયાંથી ? કર્મ રોગ છે, જન્મ-જરા-મૃત્યુ તે પીડા છે, રોગ ગયો એટલે પીડા ટળી. Page #20 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ તે સિદ્ધો કેવા છે ? તો કે “નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા” અર્થાત્ જે સિદ્ધ ભગવંતો આવરણ રહિત આત્મારૂપે જાણીતા છે. અહીં એકલું ‘નિરાવરણ' ન કહેતાં સાથે આત્મ રૂપે કેમ કહ્યું ? તો કે જડ ને આવરણ નથી, પણ તેની કિંમત નથી. નિરાવરણ આત્માની કિંમત છે. સંસારી જીવો આવરણવાળા છે, સિદ્ધ ભગવંતો આવરણ વિનાના છે. કેવળજ્ઞાની પણ સંસારમાં છે ત્યાં સુધી આવરણોવાળા છે. થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા” ૧૧ એટલે તેમણે સંસારનો પાર પામીને પોતાના આત્માને સિદ્ધ અને બુદ્ધ બનાવી દીધો. ભવ પાર કરીને સદાને માટે સિદ્ધ ને બુદ્ધ બની ગયા. સદાને માટે એટલે કે કાયમનું સિદ્ધપણું ને બુદ્ધપણું પ્રાપ્ત કર્યું. હવે સિદ્ધોને કદીય સંસારમાં નહિ આવવાનું; કેમકે સંસાર કર્મસંયોગથી છે, અને કર્મ આશ્રવોથી બંધાય. હવે સિદ્ધ ભગવંતોને કોઈ જ આશ્રવ નથી, તેથી કર્મ બંધાવાનાં નથી. એટલે જયારે કર્મનો સંયોગ જ નહિ, પછી સંસાર શાનો થાય ? અહીં સિદ્ધ બુદ્ધ કહ્યું, એમાં સિદ્ધના બે અર્થ :- (૧) ‘સિત' યાને બાંધેલા ધમી નાખ્યા, બાંધેલા કર્મોને બાળી નાખ્યા, તે સિદ્ધ. (૨) બીજો અર્થ,-સિદ્ધ એટલે કૃતકૃત્ય બની ગયા. કૃતકૃત્ય ક્યારે બને? Page #21 -------------------------------------------------------------------------- ________________ નવપદ પ્રકાશ બાધક તત્ત્વો સંપૂર્ણ હટી જાય ત્યારે આત્મા કૃતકૃત્ય બને. બાધક તત્ત્વ છે ત્યાં સુધી એને હટાવવાનું કૃત્ય ઊભું છે; માટે એ કૃતકૃત્ય નહિ. અથવા કહો, જે કરવાનું હતું તે કરી લીધું, હવે કરવાનું કે સાધવાનું કશું જ બાકી રહેતું નથી, તેથી સદાને માટે એ કૃતકૃત્ય બની ગયા. ૧૨ જ્યાં સુધી સંસારી છીએ, ત્યાં સુધી કૃતકૃત્ય થયા નથી. નૃત્ય કૃત એટલે કે પૂરાં થયા નથી. સંસારી છીએ તો મૃત્ય ઊભા રહેવાનાં. - સંસારનું ગમે તેટલું કરો, તોય કૃત્ય કરવાનું ઊભું ૨ વાનું દા. ત. ગમે તેટલું ખાઓ, પીઓ, ચાલો, ઊંઘો, તોય ખાવાનું – પીવાનું - ચાલવાનું – ઊંઘવાનું ઊભું રહે છે. તેથી વિવેકી જીવોને ગ્લાનિ થાય છે, ‘હાય! આ સૂવાનું, આ ખાવાનું, આ પીવાનું આ ચાલવાનું હંમેશ ચાલુ ? હવે આ બલામાંથી કયારે છૂટાય ? કૃતકૃત્ય થાઉં તો છૂટાય.’' હંમેશ માટે સિદ્ધ કેમ ? તો-કે ‘સિત' એટલે બાંધેલાને ‘ધ' એટલે ધમી નાખ્યા બાળી નાખ્યા, તેથી સિદ્ધ. બધા કર્મોને જડ મૂળમાંથી બાળી નાખ્યા છે, તેથી હંમેશ માટે સિદ્ધ, . પ્ર૦- પણ પછી નવાં કર્મ નહિ ઊભા થાય ? ઉ૦- જૂનાં કર્મો ઊભાં હોય તો જ નવાં કર્મો ઊભાં થાય, પણ કર્મ જ બધાં ૨વાના કર્યા, હવે નવાં કર્મ ઊભાં શાના પર થાય ? અથવા ‘સિદ્ધ' એટલે કૃતકૃત્ય, તે એટલા માટે થાય કે Page #22 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૩ કૃત એટલે સાધ્ય-સિદ્ધ કરવાનું યાને સાધના કરીને જે અંતિમ પ્રાપ્ત કરવાનું છે, તે મેળવી લીધું છે; તેથી સાધનાનો અંત આવ્યો. હવે સાધના કરવાની નથી રહેતી. બુદ્ધ કેવી રીતે? બુદ્ધ છે એટલે કે ત્રિકાળવેત્તા-ત્રિકાળજ્ઞાતા છે, સર્વજ્ઞ છે, કવી વાતના જાણકાર છે, કોઈ વસ્તુ એમને અજ્ઞાત નથી, માટે બુદ્ધ છે. ભણવાથી આપણી જાતને વિદ્વાન માનતા હોઈએ, જાણકાર માનતા હોઈએ, પણ આપણે કેવા બુદ્ધ ? આપણે તો જેટલું જાણીએ છીએ, તેના કરતાં અનંત ગુણું આપણે નથી જાણતા. અર્થાત્ બુદ્ધ કરતાં અબુદ્ધ અનંતગુણ છીએ. જયારે સિદ્ધ ભગવાન લેશ પણ અબુદ્ધ નહિ, સંપૂર્ણ બુદ્ધ છે. તો આવા સિદ્ધ-બુદ્ધ-સર્વજ્ઞ ભગવંતને નજર સામે રાખીએ, તો જ અભિમાન ઓસરી જાય, ને જ્ઞાન સાધનાનો જીવનભરનો રંગ લાગે, સંતોષ ન મનાય. આ તો કમનસીબી કેવી કે ઉપવાસ કરી લીધો, સંતોષ માન્યો, પણ સંતોષ શો? એ તો જેમ બે હજાર માઈલ જવું છે, ને ૨૫ માઈલમાં સંતોષ માન્યો ! તેના જેવો સંતોષ છે. અનંતયાત્રા-સંયમયાત્રા-સાધનાની યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી સંતોષ મનાય જ નહીં. અભિમાન નથી એટલે સાધનાનો સંતોષ નથી, એટલે સાધના ચાલુ ને ચાલુ રહે. સાધનામાં સંતોષ આવે તો સાધના મૂકી દેવાનું મન થાય. સંતોષ કે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નવપદ પ્રકાશ અભિમાન ન રહે તો સાધનાનો ઉલ્લાસ બન્યો રહે. જે સાધક છે, સાધનામાં એને પ્રગતિ ન દેખાય તો તેને નિરાશા થાય છે. પણ સિદ્ધ ભગવંતને નજરમાં રાખીએ તો તો નિરાશા ન રહે; કારણ કે સિદ્ધ ભગવંત દેખાડે છે કે તું પણ અમારા જેવો છે. માત્ર અમારે આવિર્ભાવે અનંતગુણ ને તારે તિરોભાવે અનંત ગુણ છે. તિરોભાવ કેમ ? આવરણ ચડી ગયાં છે. પ્રભુને સ્તવનમાં કહે છે : આવિર્ભાવે તુજ સયલ ગુણ, માહરે પ્રચ્છન્ન ભાવથી જોય” પ્રભુ ! મારામાં ને તારામાં શો ફરક છે? | તારામાં ને મારામાં અનંત ગુણ છે, તો ફરક શાનો? ફરક આ, તારામાં બધા ગુણો આવિર્ભાવે છે, પ્રગટ ભાવે છે. મારામાં બધા ગુણો તિરોભાવે છે, અપ્રગટ-ગુપ્ત-પ્રચ્છન્ન ભાવે છે. મારે અપ્રગટભાવે (તિરોભાવે) છે એટલે ફકત આવરણ હટાવવાની વાર છે. એ લક્ષમાં રાખીએ તો એકલી ધર્મસાધના જ કરતા રહેવાનું મન થાય. મનને આ હિસાબ હોય કે “ચાલવા દે સીધી દિશામાં. જેટલું ચાલીશ તેટલું મથક નજદીક જ આવવાનું છે. આથી આશ્વાસન મળે છે, હિંમત મળે છે. આશ્વાસન મોટી ચીજ છે, કારણ કે સાધના કરતાં કરતાં “હાય” નહિ, “નિરાશા' નહિ, પણ સાધનામાં આગળ ઘપાબે જવાનું છે, એક જ હિસાબ. હાય !' કરનાર નિરાશ નિષ્ક્રિય બને છે.” સાધનાની ધૂન રાખે તે પુરુષાર્થી બને છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૫ નિરાશ ન બને ને સાધનાની ધૂન રાખે, સાથે પુરુષાર્થને સતેજ રાખે, એક હિંમતથી ‘ભલે આજે તપનો ભાવ નથી આવતો પછી આવશે,' આજે ભાવ નથી તો મથવા દે; આજે નહિ તો કાલે જાગશે.' આમ સિદ્ધ ભગવાન પોતાની અનંત સિદ્ધિ દેખાડી સાધનાની ધૂન આપે છે, સાધના માટે જોમ અને પુરુષાર્થ આપે છે. અનંતાનંત સિદ્ધો છે, અનાદિકાળથી એકેક પુદ્ગલપરાવર્ત કાળમાં અનંતા મોક્ષે જાય છે. અનંતા સિદ્ધ ભગવંતો જાણે કહી રહ્યા છે; “અમારી સામે જુઓ. અમો પૂર્વકાળે તમારાથી નપાવટ હતા, કાયર-કંગાળ હતા, પરંતુ એક જ વાત પકડી રાખી, ધર્મ-સાધના પકડી, સાધના જ કર્યે રાખી, ત્યાં સુસ્તી નહિ, ગોલમાલ નહિ.... એમ કરતાં આજે સિદ્ધ છીએ ને ? એમ આવરણ તમારા આત્મા પર પડેલાં છે, પણ સાધના કરવાથી તે તુટી જશે.’’ એવા સિદ્ધ સંસારમાં હતા, ત્યારે એમના જીવના વિચિત્ર પરિણામ હતા, દા.ત. કુંજરના શરીરમાંથી છૂટી કીડીના શરીરમાં પેઠા હતા. પણ પછી આત્મામાં મહાન પલટો થતાં આગળ વધી, અંતે હવે તે સિદ્ધ બન્યા ! તો છેલ્લા શરીરે ૧/૩ પ્રમાણમાં આત્મ-પ્રદેશો સંકોચાઈ ગયા, ને જે આત્મ-કદ રહ્યું તે છેલ્લો પલ્ટો. બસ,પછી શાશ્વત્ કાળ માટે એક જ અવસ્થા. કાવ્ય : ત્રિભાગોન દેહાવગાહાત્મદેશા રહ્યા જ્ઞાનમય, જાત વર્ણાદિ લેશ્યા’ ‘ત્રિભાગોન’ એટલે કે છેલ્લા શરીરે આત્માની અવગાહના Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ નવપદ પ્રકાશ ત્યાં હતી એના કરતાં હવે ૧/૩ ભાગે ઓછી થઈ ગઈ. દા.ત. ૩૦૦ ઘનુષ્યની અવગાહના, તે ૨૦૦ ધનુષ્યની થાય. ૩00 હાથની તે ૨૦૦ હાથની થાય. શરીરમાં પોલાણથી આત્મામાં પોલાણ છે, શૈલેશી કરણથી પોલાણો ભરાઈ જાય ત્યાં ૧/૩ ભાગ ઓછો થઈ જાય, એટલે ૧/૩ જૂન ભાગવાળા બની ગયા. સિદ્ધ ભગવંતો શુદ્ધ ચૈતન્યમય એટલે જ્ઞાનમય છે કાં તેમનામાંથી રાગ-દ્વેષ-અહત્વ વગેરે વૈભાવિક પર્યાય દૂર થઈ ગયા છે. આત્માના સ્વાભાવિક જ્ઞાનમય પર્યાય પ્રગટ થઈ ગયા. હવે વૈભાવિક પર્યાય દૂર થઈ ગયા, એટલે શુદ્ધ જ્ઞાન વર્તે છે. આપણું જ્ઞાન વૈભાવિક ભાવથી અર્થાત રાગદ્વેષાદિથી કલુષિત છે ! તે જયાં વસ્તુ જોઈ કે એ સારી લાગતા જ્ઞાન રાગવાળું, ને નરસી લાગતાં જ્ઞાન દ્રષવાળું બને છે. તેથી એ જ્ઞાન શુદ્ધ નથી, અશુદ્ધ છે. સિદ્ધ ભગવંત શુદ્ધ જ્ઞાનમય બન્યા છે. વળી એમને વર્ણાદિના પર્યાય, વેશ્યાના પર્યાય જતા રહ્યા છે, નાશ પામ્યા છે. વર્ણ, ગંધ, રસ, રૂપ, સ્પર્શ નથી. કોઈ વેશ્યા કૃષ્ણ-નીલ-કાપોત-તેજો-પધ-શુકલ લેશ્યા નથી. વળી સિદ્ધ કેવા છે?“સદાનંદ સૌખ્યાશ્રિતા જયોતિરૂપા. અવ્યાબાધ અપુનર્બન્ધાદિ સ્વરૂપા.” Page #26 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૭. સદાનંદ'- સત્ એવો આનંદ, સમ્યફ આનંદ, વીતરાગતાનો આનંદ અનુભવનારા. “સત સૌખ્યાશ્રિતા' અનંતસુખને પામેલા. આનો જે નિત્ય આનંદ, અપરિમિત આનંદ, તેનો ભોગવટો કરનાર સિદ્ધ ભગવંત છે; માટે સિદ્ધ ભગવંત અભોગી છતાં ભોગી કહેવાય છે. આ એવા આનંદના ભોગી છે કે જેનો અનુભવ એ જ જાણે. આજે કેટલાક આવો પ્રશ્ન કરે છે કે, પ્ર-મોલમાં તો કાંઈ કરવાનું નહિ. ખાવાનું નહિ, પીવાનું નહિ, કશું જ કરવાનું નહિ, એમને વળી આનંદ શો?' ઉ0- કહો કે તમે જે ખાવાને પીવાને સુખ કહો છો તે ખરેખર તો સુખ નથી પણ ભૂખના દુઃખનું કામચલાઉ નિવારણ છે; બાકી સુખેય નહિ ને ખરેખરા સુખનું કારણેય નહિ. પેંડા એક-બે-ત્રણ ખાય તો સુખ, પણ યજમાન આગ્રહ કરી કરી ને છ સાત ખવડાવી દે તો પછી ઉલટી જેવું થાય છે. એ શું થયું? પેડાથી જ દુઃખ. વિષયોના આનંદ પરાધીન, નાશવંત અને ભાવી દુર્ગતિનાં દુઃખોને નોતરનારા છે. એમાં આનંદ શો ? સાચો આનંદ તો મોક્ષમાં સિદ્ધોને. પ્ર-મોક્ષમાં આનંદ હોવાનું અમને કેમ નથી સમજાતું? ઉ૦-જનમના ખરજવાના દરદીને ખણવાના આનંદનો જ અનુભવ હોય. એ બીચારો ખરજવાના દરદ વિનાના નીરોગીને કેવો આનંદ હોય, એ ન સમજી શકે . સિદ્ધ ભગવંતો અનંત સ્વાભાવિક આનંદના ભોગી છે, Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ છતાં વિષયના ભોગી નથી, માટે અભોગી છે. કવિ પ્રભુની સ્તુતિ કરે છે. યોગી-અયોગી; ભોગી-અભોગી, તુંહી જ કામી અકામી.'' યોગી એટલે અનંતગુણના યોગવાળા છે તેથી તે યોગી મહાયોગી છે, પણ સાથે મન-વચન-કાયાના યોગ વિનાના છે માટે અયોગી છે. સિદ્ધ ભગવંત ‘જયોતિરૂપ’ છે. સિદ્ધ ભગવંત જયોતિરૂપ કેમ ? નવપદ પ્રકાશ સંસારી જીવને સિદ્ધ ભગવંતની એક કલ્પના આપવા ‘જયોતિરૂપ' કહ્યું. દિવ્ય રત્નની આસપાસ એની જયોતિનો ઝગારો કેવો હોય ? એવા સિદ્ધ ભગવાન છે. પ્ર૦ - સિદ્ધ ભગવંતને શરીર-વર્ણ-વચન-મન નથી તો જયોતિ શી ? ઉ૦ - તે આત્મા જ જયોતિરૂપ છે, આત્મા અરૂપી છે, એટલે એનામાં રત્ન જયોતિની જેમ રૂપી જયોતિ નહિ, કિન્તુ તેનામાં જ્ઞાનરૂપી જયોતિ છે; ને જ્ઞાન આત્મ-સ્વરૂપ છે તેથી વસ્તુ-સ્થિતિ તરીકે આત્મા જ જ્ઞાનસ્વરૂપ જયોતિમય છે. બૌદ્ધો માને છે કે ‘‘દિવાની જયોત ગઈ, પછી કાંઈ રહ્યું નહીં.મોક્ષ થયો પછી કાંઈ નથી. આત્મા ક્ષણ-ક્ષણરૂપ; એમાં મોક્ષ છેલ્લી ક્ષણ ઊભી થઈ, પછી આગળ કશી ક્ષણ જ ચાલી નહિ. તેથી આત્મા રહ્યો જ નહિ.’’ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સિદ્ધ પરંતુ તે મિથ્યા માન્યતા છે. દીવાનું દ્રષ્ટાંત આપે છે, તે ખોટું છે; કેમકે દીવાની જયોતિ ભલે બળી જાય પછી જયોતિમાંથી કશું રહેલું ન દેખાય, પણ એમાંથી પ્રસરેલા કાળા તામસ પુદ્ગલો વાતાવરણમાં મોજુદ છે. નાડતો વિદ્યતે માવો, નામાવો વિદ્યતે સતઃ ” ન અસતોભાવઃ વિદ્યતે–કોઈ વસ્તુ અસતુ હોય તેની ઉત્પતિ થાય, તેનો સદ્ભાવ થાય તેવું જગતમાં બનતું નથી. દા. ત. આકાશ-પુષ્ય, ગર્દભશૃંગ, (ગધેડાનું શિંગડું) સર્વથા અસતુ છે, તો કદી એનો સદભાવ થતો નથી. તે સૂચવે છે કે જેનો અત્યારે સદૂભાવ દેખાય છે, તે ચીજ પહેલાં કાંઈક રૂપે હતી. હતી તેમાંથી કાંઈક નવું થયું. કોઈ જરૂપ ન હતું તે થયું તે બને જ નહિ. ગાય-ભેંસે દૂધ આપ્યું, કયાંથી દૂર આવ્યું? ઘાસમાં દૂધ હતું તો તે દૂધ પ્રગટ થયું. કાંઈને કાંઈ હોય તો જ નવો ભાવ પ્રગટ થાય. - તાર્કિક તર્કશુદ્ધ દર્શનો આ માને છે; જયારે જયારે વસ્તુ બની તેની પૂર્વે કાંઈક અસ્તિત્વ હતું. તે બતાવે છે કે જગત અનાદિ છે. સર્વથા અસતમાંથી કાંઈ ન બને. કયારેય પણ કાંઈક થયું તેની પૂર્વે કાંઈક હતું. આ સિદ્ધાંત પર જગત અનાદિ છે. આ “નાડતો વિદ્યતે ભાવ: ની વાત થઈ. હવે, નાભાવો વિદ્યતે સતા Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ નવપદ પ્રકાશ અર્થાત જે કાંઈ સત્ છે, તેનો સદંતર નાશ થતો નથી. સદંતર નાશ એટલે કાંઈ રૂપ ન મળે, એવું બનતું નથી. લગડી રૂપે સોનું હતું. તેને ઘડયું ને કડું બનાવ્યું, તો લગડી રૂપ ગયું, પણ સોનું ન ગયું, સોનું નષ્ટ ન થયું. અને ! માનોને સોનાની વૈદ્ય ભસ્મ બનાવી તોય કાંઈક ને કાંઈક રૂપ થયું. આત્માનો મોક્ષ થાય ત્યારે આત્માનો સર્વનાશ-સદંતર નાશ ન કહેવાય. આત્મા જયોતિરૂપ રહે છે; એટલે મોક્ષ થાય ત્યારે પણ અનંત જ્ઞાનની જયોતિ ઝબકે છે, અનંત-જ્ઞાન, અનંત દર્શનમય આત્મા ઊભો રહ્યો છે. - પ્ર0-પણ આત્મા જ્ઞાનવાળો તો કહેવાય, પણ જ્ઞાનમય-જ્ઞાનરૂપ કેમ કહેવાય? ઉ0-આત્માનો જે ગુણ છે, તે માત્માથી એકાંતે ભિન્ન નથી, કિન્તુ ભિનાભિન્ન છે, એટલે કે કાંઈક જુદો છે, ને કાંઈક આત્મ સ્વરૂપ છે. ગુણીમાં ગુણ છે તે એકાંતે જુદા-ભિન્ન નથી, એકાંતે અભિન્ન નથી, ભિનાભિન્ન છે. દા. ત. સાકરમાં મિઠાશ છે. તો સાકર ને મિઠાશ જુદા પાડી શકાય ? ના, સાકર એ જ મિઠાશ, એટલે કે સાકરથી અભિન્ન મિઠાશ, પરંતુ “સાકરમાં મિઠાશ” એમ બોલાય ત્યાં એક રાખનાર ને બીજો રહેનાર છે. આ હિસાબે સાકરથી મિઠાશ ભિન્ન, તાત્પર્ય સાકરથી ભિન્નભિન્ન મિઠાશ. એમ દીવાનો પ્રકાશ. દીવો ને પ્રકાશ શું એકાંતે ભિન્ન(જુદા)? ના, ભિન્નભિન્ન, ભિન્ન પણ અને અભિન્ન પણ. Page #30 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ તેલની ધારમાં તેલ ને ધાર જુદા ? ના, જુદા અને એક જ, બન્નેય. તેમ આત્માનું જ્ઞાન તે આત્મભિન્ન અને આત્મરૂપ, બને. “ભિન્ન” એટલા માટે કે બન્નેના પર્યાય જુદા છે, દા.ત. જ્ઞાન-બોધ-સમજ વગેરે જ્ઞાનના પર્યાય છે. આત્મા-ચેતન-જીવ એ આત્માના પર્યાય શબ્દો છે. માટે આત્મા અને જ્ઞાન જુદા. વળી આત્મા જ્ઞાનનો આશ્રયી છે, જ્ઞાન આત્મામાં આશ્રિત છે. આમ બન્ને આશ્રય-આશ્રિત હોઈ એક બીજાથી જુદા માનવા જોઈએ. ત્યારે બન્ને એકરૂપ શી રીતે ? આ રીતે, કે જયાં આત્મા છે, ત્યાં જ જ્ઞાન છે. આત્માથી પૃથફ જ્ઞાન તરીકે કાંઈ જ દેખાતું નથી. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. સ્વભાવ કાંઈ જુદી વસ્તુ ન કહેવાય. માટે જ્ઞાન આત્મસ્વરૂપ જ છે, આત્માથી અભિન્ન છે. અવ્યાબાધ - સિદ્ધ ભગવંત અવ્યાબાધ છે. તેમને કોઈ બાધા નડતી નથી. સંસારીને બાધા-પીડા નડે છે. સિદ્ધશિલા પરની જગ્યા પરિમિત છે, અનંતકાળથી સિદ્ધ બનેલા જીવોનું ઠલવાવાનું ત્યાં ચાલું છે, એટલે અનંતા ત્યાં પહોંચ્યા. પરંતુ પૂર્વના સિદ્ધ જીવોને આ નવા સિદ્ધોથી પીડા ખરી? પીડા રૂપીને હોય છે, સિદ્ધ ભગવંતો અરૂપી છે, તેથી અરૂપીથી અરૂપીને પીડા હોતી નથી. પ્રસિદ્ધશિલા પર અનંતા સિદ્ધો છે, બીજા ત્યાં આવ્યા કરે છે તો બધા સમાય કયાં? Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ નવપદ પ્રકાશ આ ઉ૦-એક ઓરડામાં દીવો છે, બીજો દીવો આવ્યો. પહેલાના પ્રકાશમાં બીજાનો પ્રકાશ ભળી ગયો. લાખ દીવા ત્યાં કર્યા, બધાના પ્રકાશ ભળી ગયા. એટલે કે નિરાબાધ બન્યા. આમ સિદ્ધ એક બીજામાં ભળી ગયાં. આ બતાવે છે કે પીડા-રહિત બનવું હોય તો અરૂપી બનો. અપુનર્ભવા “અપુનર્ભવા” સિદ્ધ ભગવંતનો ફરી ભવ થવાનો નથી. અરૂપીમાં હંમેશા માટે પીડા નહિ. અરૂપીમાં પીડા ન થાય ઉપરાંત અપુનર્ભવ–સ્વરૂપ એટલે ફરીથી સંસારી જીવો માફક એમનો ભવ ન થાય, ક્યારેય ન થાય. પ્ર- ભવ એટલે શું? ઉ૦-“ચતુર્ગતિમય સંસારે ભવનમ્ ભવઃ ચાર ગતિમય સંસારમાં જન્મ પામવો એ ભવ. સિદ્ધ કેવા? અપુનર્ભવ. સંસારમાં હવે કદી ભવ જેમને થવાનો નથી એવા સિદ્ધ ભગવાન છે, જેમ ફરીથી ભવ નથી; તેમ અપુનર્દુઃખ-ફરીથી દુઃખ આવવાનું નથી; અપુનર્મોહ-હવે મોહ જાગવાનો નથી; અપુનર્નોગ-હવે કોઈ રોગ થવાના નથી. આવા સિદ્ધ બની ગયા. જયાં ભવ છે, ત્યાં દુઃખ છે, મોહ છે, રોગ છે. જેને આવા ભવનો કંટાળો હોય, તેને આ ભવમાંથી સિદ્ધ થવાનો અધિકાર છે, સિદ્ધ થવાની તેનામાં યોગ્યતા છે. તેમ સિદ્ધપદ પ્રાપ્ત કરવાનો આ ઉપાય છે, દુઃખ-મોહ-રોગ વગેરેને રવાના કરતા જવાય. Page #32 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ - - - - - - - - - ૨૩ આ વિશેષણોથી ભાવિત કેમ થવાય? ભવનો કંટાળો થાય, તેને ખાવું, પીવું, પૈસા વગેરેનું દુઃખ ન હોય, અર્થાત્ એ દુઃખ દુઃખ જ ન લાગે, તેવી સ્થિતિ થાય, ત્યારે સિદ્ધ ભગવંત થવાની દિશામાં પગલું મંડાય, પ્રયાણ ચાલુ થાય. અપુનર્ભવ, અપુનઃખ, અપુનર્મોહ, અપુનર્નોગ, આ બધા વિશેષણોની ભાવના કરીને આપણે આપણા આત્માને ભાવિત કરવાનો છે, જેથી નજર સામે તે જ ગમ્યા કરે. તેનો કાલ્પનિક અનુભવ, કાલ્પનિક સંવેદના થાય. એવું કે જાણે આપણે અશરીરી શુદ્ધ આત્મા છીએ ! કોઈ ગતિના જીવ નહિ, સિદ્ધશિલા પર શુદ્ધ-સિદ્ધ-બુદ્ધ છીએ. આપણો જીવ નિઃખી, નીરોગી, નિર્મોહ છે !” આવી આપણા આત્માને વારંવાર ભાવના આપવાની, એથી આત્મા ભાવિત થાય તો સાંસારિક વેઠમાં લહેવાઈ જાય નહિ. સિદ્ધ ભગવંતને કોઈ આવરણ ન હોઈ, કોઈ સાપેક્ષા પરાધીન સુખ નથી, કિન્તુ તેમને નિરપેક્ષ સુખ છે. આ સિદ્ધ ભગવંતની અવસ્થા છે, તે આપણા આત્મામાં કલ્પીને આત્માને એનો અનુભવ કરાવવો. તે અનુભવ પરથી સિદ્ધપદની માન્યતા, સાધના અને સારું જીવન-લક્ષ્ય હાથમાં આવે. સિદ્ધ થવા માટે આ બધું દેખાવું જોઈએ, નજર સામે હુબહુ તરવરવું જોઈએ. આપણો આત્મા એવો ભાસવો જોઈએ. Page #33 -------------------------------------------------------------------------- ________________ મલાડ મહા વદ ૩ ૪-૨-૨૦ સિદ્ધ (ઢાળ ઉલાળાની દેશી) સકલ કરમ મલ ક્ષય કરી, પૂરણ શુદ્ધ સ્વરૂપોજી. અવ્યાબાધ પ્રભુતામયી આતમ-સંપત્તિ ભૂપોજી.'' ૧ અર્થ : સિદ્ધ ભગવંત સકલ કર્મરૂપી મળનો ક્ષય કરીને પૂર્ણ અને શુદ્ધ સ્વરૂપી, પૂર્ણ શુદ્ધ સ્વરૂપવાળા બનેલ છે. 66 વાયના આત્માનું પૂર્ણ સ્વરૂપ એટલે પૂરેપૂરું જ્ઞાન, પૂરેપૂરું સુખ, પૂરેપૂરા ગુણ, પૂરેપૂરી સ્વતંત્રતા. આત્માનું શુદ્ધ સ્વરૂપ એટલે “ રાગદ્વેષ-અજ્ઞાનરહિત વીતરાગતામય અનંત જ્ઞાન-દર્શનોપયોગ.’’ શુદ્ધ સ્વરૂપની સ્પષ્ટતાઃ આપણે કાંઈપણ દર્શન કરીએ, શ્રવણ કરીએ, કે સ્મરણ કરીએ તે જ્ઞાન છે. તેમાં સાથે રાગ દ્વેષ ભળેલો હોય છે. દા. ત. સાંભળ્યું કે ‘ફલાણા ભાઈ બહુ પૈસા કમાયા,' ત્યાં ‘હેં! એમ ?' એવું થાય છે. એ ‘હેં !' બતાવે છે કે મનને પૈસા સારા લાગે છે. પૈસા પર રાગ છે, એટલે શ્રવણથી જ્ઞાન થયું તે રાગયુક્ત થયું. દર્શન-શ્રવણ-સ્મરણમાં જ્ઞાન રાગદ્વેષવાળું થાય તે આત્માનું મલિન સ્વરૂપ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તો શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે, તીતગગનાપ્રય ભાનતા તે પ્રતીર્થસ્તા છે Page #34 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ અસીર્ય એટલે મલિન સ્વરૂપ, સીર્ય એટલે શુદ્ધ સ્વરૂપ. કોઈ હિંસા-આરંભ-અનીતિ જૂઠ માટે પરાક્રમ બતાવે તે અસીર્ય છે. ૨૫ કિન્તુ ક્ષમા-સહિષ્ણુતા-દાન-શીલ વગેરેનું પરાક્રમ કરે તે સીર્ય છે. શુદ્ધ સ્વરૂપ કેવું ? મહાવીર પ્રભુને ઘણું કનડયો સંગમ. એણે છ મહિના છેડો ન છોડયો ! છતાં એક દિવસ ભગવાનને વિચાર ન આવ્યો કે આ કેટલાં કષ્ટ! હું તેને દબાવું.' તે છે શુદ્ધ સ્વરૂપ. કોઈને દબાવવાનો વિચાર તે અસીર્યનો પ્રકાર છે. લોકો કહે છે ને કે થાય તેવા થઈ એ તો ગામ વચ્ચે રહીએ ?’ આ અસીર્યની વૃત્તિ છે. ત્યારે સિદ્ધ ભગવાન સીર્યવાળા છે. તેમાં આવો અસીર્ય પ્રયોગ કોઈ ન આવે. એમાં તો સ્વરૂપ-રમણતા અને ત્રિકાલના જગતનાં દર્શન આવે, ને વીર્ય સ્કુરાયમાન રહે એ શુદ્ધ સ્વરૂપ. સંગમ દેવતાનું કાળચક્ર માથે ઝીકાવા વગેરે ઉપસર્ગોમાં મહાવીર ભગવાન કચડાયા, ફૂટાયા, છૂંદાયા, પણ છતાંય સામાને દબાવવાનો ભાવ ન આવ્યો. તાકાત તો ઘણી હતી. નાનપણમાં લોખંડ જેવી મુઠ્ઠી મારી રાક્ષસને જમીન-દોસ્ત કરી નાખ્યો હતો, તો સંગમ પણ શું વિસાતમાં હતો ? પણ નહિ. સીર્ય જ વાપરવું હતું, તે Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ નવપદ પ્રકાશ આંતરશત્રઓને કચડી નાખવામાં વાપર્યું. સમસ્ત મળનો તથા સમસ્ત કર્મનો ક્ષય કરીને અક્ષય (જ્ઞાયિક) સીર્યવાળા ભગવાન સિદ્ધ બન્યા, એટલે શુદ્ધ સ્વરૂપવાળા થયા. જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય-સુખ પૂર્ણપણે પ્રગટ થયાં. આ બતાવે છે કે તમારે તમારા આત્માના શુદ્ધ સ્વરૂપમાં આવવું હોય તો કર્મનાં બંધન ને મળના કચરાને દૂર કરો. પોતાના સ્વરૂપમાં આવવાનું એટલે પોતાના ઘરમાં આવવાનું, આત્મ-ઘરમાં આવવાનું. તો રાગદ્વેષાદિએ મળ છે, જ્ઞાનાવરણીયાદિ એ કર્મ છે. તેનો નિગ્રહ થાય તો આત્મા સ્વઘરમાં આવે. સિદ્ધ ભગવાને રાગાદિમળ અને કર્મરજ સર્વથા નષ્ટ કરી છે. તેથી હવે સંપૂર્ણપણે એ સ્વઘરમાં હંમેશ માટે સ્થિર થયેલ છે. આપણા માટે હંમેશ એમનું આલંબન જોઈએ. એ સિદ્ધ ભગવાન રાગાદિમળ તોડવા બળ આપે છે. રાગાદિ મળનો નિગ્રહ થાય, એટલે કર્મનો નિગ્રહ સહેજે થઈ જાય. કેમકે રાગાદિ જ કર્મ બંધાવનાર છે. એ અટકયા એટલે નવો કર્મ-પ્રવાહ આત્મામાં આવતો અટક્યો, એમ નવાં કર્મનો નિગ્રહ થયો, તેમજ રાષ્લેષ દબાયા તેથી ખાનપાનાદિ-મોહ દબાયા ને એથી અનશનાદિ તપ થવા લાગ્યા, એથી જૂનાં કર્મનો નાશ થાય છે, જૂનાં ક્રમનો નિકાલ થાય છે. આ હિસાબે કહેવાય કે રાગાદિ મળનો નિગ્રહ થતાં કર્મનો નિગ્રહ સહેજે થાય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ આ રાગદ્વેષાદિ મળ પર-ઘરમાં લઈ જાય છે, ને પર-ઘરમાં બાંધી રાખે છે. પ્રવે-પરઘર એટલે શું? ઉ૦-પુદ્ગલનું સ્વરૂપ તે પરઘર. બંગલો સરસ ! દાગીના સરસ !” તે પુદ્ગલનાં સ્વરૂપને “સરસ' કર્યું એ રાગ જીવને પરઘરમાં લઈ ગયો. આત્માનું સ્વરૂપ એ સ્વઘર. “હું શુદ્ધ જ્ઞાનવાળો આત્મા કેવો સરસ "એ ન આવડ્યું. અનંતાકાળ આજ કર્યું કે જીવ પરઘરમાં રખડતો રહ્યો. છતાં હજી એને કંટાળો નથી કે આ પરઘરમાં કયાં સુધી રખડ્યા કરવાનું? કોણ જાણે હું પોતાના ઘરમાં કયારે આવીશ ?” એ વિચાર નથી આવતો. રાગાદિમળ તોડીએ તો પછી સ્વઘરમાં અવાય. દા. ત. જુગારી હરામી છોકરો હોય તો માબાપ શું કરે? તેને ઘરમાં પેસવા ન દે. ભલે તે બહાર ભટકતો રહે. રાગાદિમળ રાખવો છે એ જુગાર છે, એ શુદ્ધ જ્ઞાન-ક્ષમા-નિર્લોભતા વગેરે સ્વઘરમાં જીવને પેસવા ન દે, ભલે જીવ બહાર પરપુગલમાં ભટકતો રહે, એવું રાગાદિમન કરે છે. જબુકુમારનો કાકો જુગારી હતો. ભાઈએ કહ્યું : “આવું આપણને ન શોભે.” તેણે તે ગણકાર્યું નહીં, તો અંતે ભાઈએ કહી દીધું : “આવીશ નહિ ઘરમાં, બહાર ભટકતો Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ નવપદ પ્રકાશ રહે,” એણે પછી બહાર જ ભટકવામાં અંતે જુગારીઓના હાથે માર ખાધો, બેહાલ થયો, તો ભાઈ જઈને લઈ આવ્યા, ને ત્યારથી પછી જૂગાર ભૂલી ગયો. તે તો સારો માર ખાધો ને સુધર્યો, ને સ્વઘરમાં આવ્યો, પણ આપણે? કર્મનો ઘણો ઘણો માર ખાધો ને સુધર્યા નહિ ! તે હજી રાગાદિ-જુગાર ખેલતાં પરઘરમાંજ રખડીએ છીએ. માર ખાધા પછી તો પરઘરમાંથી નીકળી જ જવું જોઈએ. એ નીકળી જવા માટે સુંદર આલંબન સિદ્ધ ભગવાન છે. એ સ્વઘરમાં હંમેશ માટે વસેલા છે. એમને કેટલું સુખ ? અનંત સુખ ! સ્વઘરમાં આવવા માટે કર્મ તથા મળને તોડો. કર્મને તોડવા તપ જોઈએ. રાગાદિ મળને તોડવા સંયમ જોઈએ. તપ ૧૨ પ્રકારના છે. કર્મ તપાવે ચીકણાં, ભાવ મંગલ તપ જાણ” સંયમ ૧૭ પ્રકારે છેઃ-૫ મહાવ્રત (પાંચ સ્થાવરકાય અને ચાર ત્રસકાયની અહિંસા, જડની જયણા), ૫ ઈન્દ્રિય-નિગ્રહ, ૪ પ્રેક્ષા-ઉપેક્ષા-પ્રમાના-પરિષ્ઠાપન સયંમ, ૩ ગુપ્તિ, એ ૧૭ પ્રકારે સંયમ. તે કર્યું સિદ્ધ ભગવંતોએ. સિદ્ધ ભગવંત “પૂરણ શુદ્ધ સ્વરૂપ” બન્યા એટલે શું થયું? “અવ્યાબાધ પ્રભુતામયી આતમ સંપત્તિ-ભૂપો છે” તેમનામાં પ્રભુતા આવી ગઈ, તેઓ આત્મ સંપત્તિના Page #38 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૨૯ પ્રભુ-સ્વામી બન્યા, સાચા શ્રીમંત-તવંગર-ધનાઢય બન્યા. ઉત્કૃષ્ટ આત્મસંપત્તિની તવંગરતા આવ્યા પછી કોઈ દિવસ દુન્યવી દરિદ્રતા, દીનતા, ગુલામીનું નામ ન રહ્યું, સિદ્ધ ભગવંતને કદી કષ્ટ નથી, દરિદ્રતા નથી, નિશ્ચિતતા છે. એ જ સાચી તવંગરતા, તે આત્માનો વૈભવ છે, આત્માની સાચી ઠકુરાઈ છે. એવી આત્મ-સંપતિવાળા ભૂપ એટલે રાજા બની ગયાં. રાજા કેવા કે તેમના પર કોઈ હુકમ ચલાવનાર નહિ, કર્મનો પણ હુકમ નહિ, કોઈનો હુકમ જેના પર ન ચાલતો હોય તેવા માત્ર એક સિદ્ધ ભગવંત છે. એટલે તે સાચા સમ્રાટ રાજા છે. સિદ્ધ ભગવાન પ્રભુ છે. પ્રભુ એટલે પ્રભુ. જેમને કોઈને કશા માટે પૂછવાનું નહિ. તેમની આત્મસંપત્તિ પ્રભુતામય સંપત્તિ છે. દેહધારીની પાસે સંપત્તિ હોય, પણ ત્યાં પ્રભુતા નથી હોતી. જેમકે, સરકાર બેંકો પર ઓર્ડિનન્સ કાઢે કે “સો રૂપિયા પરનો ચેક નહિ સ્વીકારવો.' તો ? બેંકમાં રૂપિયા હોય; સંપત્તિ છે, પણ તે પર પ્રભુતા નથી, ત્યારે સિદ્ધ ભગવંતની સંપત્તિ પ્રભુતામય છે. એટલા જ માટે, જે સંસારમાં રહ્યા પણ આવું નિરપેક્ષતાયમ જીવન બનાવે છે, તેને સાચી પ્રભુતા છે. સાધુ માટે કહેવાય છે, “જે ભવંતિ અણિસિયા” અર્થાત્ જે બીજાની નિશ્રાએ બીજાની અપેક્ષા રાખીને જીવતા નથી. દા. ત. “મને તો અમુક જગામાં જ રહેવું ફાવે, મને તો રોટલી જ ફાવે,....” આ બધી અપેક્ષા Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નવપદ પ્રકાશ કહેવાય. એવી અપેક્ષા ન હોય તે નિરપેક્ષ છે, અનિશ્રિત જીવનવાળો કહેવાય. એ બાદશાહ છે, પ્રભુ છે. ઈરાનનો રાજા હિંદુસ્તાન આવતો હતો. રસ્તા વચ્ચે એક યોગી બેઠેલા. સિપાઈ બોલ્યો ઃ બાવાજી ! વચમાંથી ખસો ઈરાનના બાદશાહ આવે છે.’ યોગી : ‘નહિ ખરું.' સિપાઈ : પણ આ મોટા બાદશાહ આવી રહ્યા છે.’ યોગી : ‘તો હું બાદશાહનો બાદશાહ છું.' હવે, જેાગી હતા એટલે તેમને ઘસેડાય તો નહિ. રાજાઓને પણ પૂર્વકાળમાં સાધુસંતો માટે માન હતું. તો પેલા રાજપુરુષે જઈને બાદશાહને વાત કરી. બાદશાહ ત્યાં આવ્યો કહે ; ‘સાબ ! બાજુમેં બેસો.’ યોગી : ‘કેમ ?' બાદશાહઃ મોટું લશ્કર આવે છે, હું ઈરાનનો બાદશાહ છું.' યોગી : ‘તો હું બાદશાહનો બાદશાહ છું.' બાદશાહ : 'તમારી પાસે લશ્કર-ખજાનો-જનાનો કાં છે ? પછી તમે બાદશાહ શાના?’ જોગી : ‘લશ્કર-ખજાનો અને જનાનો એ તો ભારે ભિખારીપણું અને ગુલામગીરીના લક્ષણ છે, બાદશાહીનાં લક્ષણ નહિ, એટલે જ જે ભયભીત હોય, મોટો ભિખારી હોય ને ગુલામ હોય એને બાદશાહ શાનો કહેવાય ? Page #40 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૩૧ બાદશાહ અને ભયભીત ? બાદશાહ અને મોટો ભિખારી ? બાદશાહ અને ગુલામ ? આ કેટલું બધું અસંગત છે ? “મારી માતા વંધ્યા છે', “હું મૂંગો છું' એમ બોલે એ કેવુંક જુઠાણું? બાદશાહ : “બાવાજી ? શું કહો છો ? સમજમાં નથી આવતું ! આ મોટા લશ્કર-ખજાના ને જનાનાથી હું મોટો ભિખારી ? હું ગુલામ? હું ભયભીત?” જોગી : “હા, કહેવાતા બાદશાહ ! દેખ, (૧) તું બાદશાહ નહિ મોટો ભિખારી છે નહિતર આટઆટલું રાજય મળેલું છતાં હજી નવા રાજયની ભૂખ ઊભી છે ને ? ભિખારીની ભૂખ નાની, તારી ભૂખ મોટી. (૨) બાકી તું બાદશાહ? એટલે માલિક? કે ગુલામ? જે માલિક હોય-પ્રભુ હોય તેને લશ્કરની-ખજાનાની કે જનાનાની અપેક્ષા રાખવી પડે ? ચશમપોશી કરવી પડે ખરી? એ તો ગુલામગીરી છે. ગુલામને બીજાના આધારે જીવવું પડે.” (૩) વળી ભયભીત હોય તેને બાદશાહ કહેવાય ? લશ્કર કેમ રાખ્યું છે ? ખજાનો ન હોય તો ભય છે કે લ્હાવ-લશ્કર પૈસા વિના ભાગી જાય... જનાનો કેમ રાખ્યો છે ? જનાનો ન હોય તો ભય છે કે વાસના પોષાય નહિ. વળી લશ્કર દુમનમાં ભળી જવાનો ભય ? ખજાનો લૂંટાઈ જવાનો ભય ? જમાનામાં કોઈ પેસી જાય તેનો ભય ! કેટલી વાતની સતામણ? પછી આવા ભયો અને સતામણીઓવાળો બાદશાહ શાનો ? બાદશાહ તો નિર્ભીક હોય, ભિખારી ન હોય, ગુલામ ન હોય. અમે એવા સાચા બાદશાહ છીએ...(૧) અમારે કશો ભય નહિ, નિર્ભીકતા, તેથી WWW Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ નવપદ પ્રકાશ બાદશાહ. એમ (૨) ભિખારીપણું નહિ, (૩) ગુલામી નહિ, તેથી સાચી બાદશાહી છે, પ્રભુતા છે. તાત્પર્ય, સિદ્ધ ભગવાન સાચા પ્રભુ છે, નિશ્ચિત, નિર્ભય છે, એમને કોઈ ભૂખ નહિ, ભિખારીપણું નહિ, કોઈ ગુલામી નહિ; એ આત્મ-સંપતિ પ્રભુતામય છે. આ પરથી બોધપાઠ મળે છે. મનને અભિમાન આવે “હું આટલો મોટો ! મને બધા સાહેબ સાહેબ કરે છે, સંધ નમે છે !” પણ આ અભિયાનમાં જે તું દુનિયાના સન્માનની અપેક્ષા રાખે છે, તે તો ગુલામી શરૂ થઈ ! આ સન્માનની લાલસા થઈ તે મૂર્ખતા. જે સન્માન પાછળ ચિંતા-ભય-ગુલામી છે, તે સન્માનમાં વડાઈ માનવી, તે ય ગુલામી છે. પછી સન્માનને સાચવવા કાંઈ ઓર કષ્ટ કરવા પડે ! પ્રભુતાવાળાને પ્રપંચ શાના કરવા પડે ? સાચી પ્રભુતા આત્મ-સંપત્તિમાં છે. સાચી પ્રભુતા જોઈતી હોય તો એક જ કરવું પડે, દુનિયાની વાત-વસ્તુની અપેક્ષા છોડવી પડે. ભલે દશ જણ આવીને આપણી ભકિત-સેવા કરી જાય પણ આપણને એની અપેક્ષા નહીં. જાત મહેનત ઝિંદાબાદ ! દુનિયાની અપેક્ષા મૂકી દો, તો સાચી પ્રભુતા આવે. સિદ્ધ ભગવાને બધી જ અપેક્ષા મૂકી દીધી છે, તેથી એમની પાસે પ્રભુતામય સંપત્તિ છે. તે ય કોઈ ગણતરીના કાળ માટે નથી. તે શાશ્વત્ છે. તેટલા જ માટે તે “વ્યવાઘ” છે. એ સંપત્તિ ને સુખને હવે કોઈનીય બાધા નડવાની નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૩૩ આત્મસંપત્તિમાં ઘુસવા જનાર, ઘાલમેલ કરનાર કર્મો છે, તેને ફગાવી દીઘાં છે. સો સાધુ હોય ને એમાં ચાર ઓઠકોઠિયા પેસી ગયા હોય તો તે બધાને હલાવ્યા કરે. તેમને કાઢો પછી કશી ખટપટ ચિંતા નહીં. એમ કર્મ તે ઓઠકોઠિયા, આત્મઘરમાં પેઠા ત્યાં ગુણોને ખળભળાવી નાખે. એ સમસ્ત કર્મોને કાઢો પછી ખળભળાટ નહિ. 66 જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ, શકિત વ્યકિતપણે કરી” અપેક્ષા કરી કરીને મરીએ છીએ. - મને બીજા બોલાવે, મને માન મળે તો સારૂં, મને અમુક અનુકુળતા થાય તો સારૂં' આમ અપેક્ષામાં મરીએ છીએ. અપેક્ષાને છોડવા ત્યાગવૃત્તિની સાધના કરો. પુદ્ગલના ભોગની વૃત્તિ છોડો તો અપેક્ષા ઓછી થાય, હા, ગુરુની અપેક્ષા તે અપેક્ષા ન કહેવાય. હિતૈષી ગુરુની ને દેવાધિદેવની અપેક્ષા તે અપેક્ષા ન કહેવાય. પ્ર૦- દેવગુરુની અપેક્ષા એ અપેક્ષા કેમ ન કહેવાય ? ૩૦- આ દેવગુણુધર્મની અપેક્ષા તો જગતની બધી અપેક્ષાને મારનાર છે માટે એ અપેક્ષા નહિ. દા. ત. વનવાસમાં સીતાએ શું કર્યું હતું ? એ જ. સીતાએ વનવાસમાં દાગીના, મહેલની કે કોઈ દુન્યવી અપેક્ષા રાખી ન હતી; ફકત એક જ રામની અપેક્ષા હતી. સીતાને કોઈ પૂછે, ‘તારે શું જોઈએ છે ?’ તો એક જ જવાબ, ‘મારે એક રામ જ જોઈએ છે.’ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ નવપદ પ્રકાશ આ તેણે એવી અપેક્ષા ઊભી કરી કે બીજી બધી અપેક્ષા પલાયન ! સાધકને અપેક્ષા ફકત દેવાધિદેવ અને ગુરુની હોય, સાધના શું છે? જડની અપેક્ષાનો ત્યાગ તે સાધના છે. પ્રતિક્રમણ કેમ સાધના ? તો ત્યાં આરામની અપેક્ષા નથી. સ્વાધ્યાય કેમ સાધના? તો ત્યાં આરામ-વાતચીતની અપેક્ષા નથી. આરામી હોય તો કહે : “પ્રતિક્રમણ મોડું કરીશું.” સાધના ચિરકાળ થાય તો અપેક્ષાઓ મરે; ને ત્યારે આત્માની સંપત્તિ પ્રગટ થાય. સિદ્ધ ભગવાનને આત્માની સહજ સંપત્તિ છે, એટલે કે જે બહારથી લાવવી ન પડે, પણ ને આત્માની સાથે સ્વભાવરૂપે એકમેક થઇને લાગે છે, એવી જે જ્ઞાનાદિની સંપત્તિ. સાકરમાં મિઠાશ લાવવી ન પડે, તે તો સાકરમાં જડાયેલી જ છે, તેમ આત્માની સહજ સંપત્તિ આત્મા સાથે જડાયેલ છે. તેથી સિદ્ધ ભગવાન સંપત્તિના રાજા છે. એમ તો આપણા આત્મામાં ય આંતરિક સ્વભાવરૂપે સંપત્તિ ભરી પડી છે, પરંતુ તે અપ્રગટ શક્તિ રૂપે છે. કર્મથી આવરાયેલ સ્વરૂપ તે યોગ્યતા રૂપે છે. ત્યારે સિદ્ધ ભગવાને એ શકિતને વ્યકત રૂપે કરી છે. સકલ કર્મ ક્ષય કર્યા તેથી હવે સિદ્ધ ભગવાન તે વ્યકિત પ્રગટ સંપત્તિના ભૂપ બન્યા છે. કર્મના ને મળના કચરા કાઢી નાખ્યા પછી કાંઈ રહ્યું? Page #44 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૩૫ હા, સિદ્ધ ભગવાન પાસે અનંતા ગુણ રહ્યા. તેથી સિદ્ધ ભગવાન અનંત ગુણના માલિક છે. અન્ય મતવાળા માને છે કે સિદ્ધ ભગવાન નિર્ગુણ મુક્ત છે. - નિર્ગુણ મોક્ષની માન્યતા બે રીતે ખોટીઃ (૧) મોક્ષમાં નિર્ગુણતા માનવી એ ખોટું છે, કેમકે જો મુકત આત્મામાં જ્ઞાનાદિ ગુણ જ નથી તો એનો અર્થ આત્માના સ્વભાવમાં ગુણ જ નથી. એટલે પછી સંસાર અવસ્થામાં પણ સ્વભાવમાં ગુણ નથી તો ત્યાં અંશે જ્ઞાનાદિ ગુણ કયાંથી આવ્યા ? દા.ત. જ્ઞાન, ક્ષમા, શમ, દમ, દયા વગેરે આ ગુણ જો આત્માના સ્વભાવમાં નથી, અર્થાત આત્મસ્વભાવ નથી તો આત્મા પોતે જડ બનવાની આપત્તિ આવશે ! એમ જો સ્વભાવમાં ક્ષમાદિ ગુણ ન હોય તો કાં તો ક્રોધાદિ હોય અથવા જડની જેમ ક્રોધાદિ પણ નહિ ને ક્ષમાદિ પણ નહિ એટલે આત્મા જડ જ બન્યો ! તાત્પર્ય, નિર્ગુણ મોક્ષ નિર્ગુણ મુકત આત્મા માનવો એટલે આત્માને ચેતન નહિ પણ જડ માનવાનું આવ્યું ! બીજી રીતે જોઈએ તો (૨) અન્ય મત જે માને છે કે મોક્ષ થાય એટલે ગુણ ન રહે તે માન્યતા આ રીતે પણ ખોટી છે, કારણ કે જે દ્રવ્ય હોય ત્યાં ગુણ હોય જ. ગુણ ને પર્યાયવાળું હોય તે જ દ્રવ્ય કહેવાય. સિદ્ધ ભગવાન એ જો આત્મ-દ્રવ્ય છે, તો એમાં ગુણ-પર્યાય હોવા જ જોઈએ. એટલે મુકત આત્માને નિર્ગુણ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ નવપદ પ્રકાશ કહેવાય જ નહિ. અદ્વૈત વેદાન્ત મત કહે છે, “પરમ બ્રહ્મ નિર્ગુણ-નિર્ધર્મક-સ્વપરભેદશૂન્ય એકરૂપ શુદ્ધ બુદ્ધ છે.” પણ પહેલાં નિર્ગુણ કહ્યા પછી શુદ્ધ શું? શુદ્ધિ તો ગુણ છે. બુદ્ધ શું? બુદ્ધિ એ જ્ઞાનગુણ. એ હોય તો બુદ્ધ. જ્ઞાન નથી તો પ્રકાશ શું? બુદ્ધ શું? જૈન દર્શન માને છે સિદ્ધ થયા એટલે અનંત ગુણો પ્રગટ થયા. પ્ર) – સિદ્ધ ભગવાનમાં અનંત ગુણો કેવી રીતે? સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ-સ્વભાવથી અનંતગુણનો આદર કર્યો સિદ્ધ ભગવાને. Page #46 -------------------------------------------------------------------------- ________________ મલાડ મહા વદ ૪૨ ૫-૨-૮૦. જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ શકિત વ્યકિતપણે કરી, સ્વદ્રવ્ય-ક્ષેત્ર સ્વકાળ-ભાવ, ગુણ અનંતા આદરી.” - સિદ્ધ ભગવાને આત્મામાં સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળસ્વભાવથી અનંતા ગુણો આદરેલા છે, સ્વીકારેલા છે, પોતાના કરેલા છે. આનો ભાવાર્થ બહુ સમજવા જેવો છે. પદાર્થ જરાક ઝીણવટનો દેખાશે, પરંતુ જિજ્ઞાસા અર્થાત્ જાણવાની તમન્ના ઊભી રાખશો તો સમજાય એવું છે. સિદ્ધમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અનંતા ગુણ. પહેલી વાત એ સમજો કે જૈન શાસનમાં દરેક વસ્તુને સ્પષ્ટતાથી અને વિસ્તારથી સમજવા માટે ચાર નિક્ષેપાની યોજના બતાવી છે. એમ તો સમજવા માટે નિર્દેશ-સ્વામિત્વ-સાધન-અધિકરણ..વગેરે છ દ્વારની તેમજ સત્સં ખ્યા ક્ષેત્ર...વગેરે નવ દ્વારની પણ યોજના છે, એ રીતે ૪ ગતિ-૫ ઈદ્રિય- કાય...વગેરે બાસઠ માર્ગણા દ્વારની પણ યોજના છે; કિન્તુ અહીં માત્ર દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ નામના ચાર નિક્ષેપાની યોજનાથી વિચાર આપ્યો છે કે સિદ્ધ ભગવાનમાં સ્વક્ષેત્ર-સ્વકાળ-સ્વભાવથી અનંતા ગુણ છે. નિક્ષેપ' એટલે વિભાગ. એટલે વિભાગ, દરેક વસ્તુ ચાર નિક્ષેપે અર્થાતુ ચાર વિભાગે વિચારી શકાય. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નવપદ પ્રકાશ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ઘટના :દા. ત. ચંડકૌશિક સાપ પૂર્વ ભવે જ્યારે સાધુ હતો, ત્યારે અંતકાળે એને સાધુ પર ગુસ્સો થયેલો, ને તેથી ગુસ્સામાં સાધુને બે ડુકી (સોટી) લગાડી દેવા માટે દોડેલો. હવે અહીં આજે એનો ગુસ્સાનો દુગુર્ણ, એને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વિચારીએ તો (૧) દ્રવ્યથી ગુસ્સો એટલે ગુસ્સાનું દ્રવ્ય કોણ? તો કે એક સાધુ. તો દ્રવ્યથી ગુસ્સો એક સાધુ પર કહેવાય. (૨) ગુસ્સાનું ક્ષેત્ર કયું ? તો કે ઉપાશ્રયની અંદરના ૧૨૦ ડગલાં જમીન. તો એ ક્ષેત્રથી ગુસ્સો ક્યાં રહ્યો કહેવાય ? તો કે આ આટલી જમીનમાં રહ્યો કહેવાય એમ (૩) ગુસ્સાનો કાળ ક્યો? તો કે રાત્રિનો. તેથી કાળથી ગુસ્સો રાત્રિમાં રહ્યો કહેવાય. (૪) ગુસ્સાનો ભાવ કેવો ? ઠંડુકીના બે ફટકા લગાવવાનો. તેથી ભાવથી ગુસ્સો ક્યાં રહ્યો ? તો કે બે દંડ સોટી પ્રહારમાં રહ્યો કહેવાય. ચંડકૌશિકમાં ગુસ્સાનો ગુણાકાર : પ્ર-આમાં નવું શું આવ્યું? ગુસ્સો કરે છે એ અમુકના ઉપર, અમુક જગ્યાએ, અમુક કાળે, અને અમુક ભાવમાં, એ તો સ્પષ્ટ જ છે. ઉ0-નવું એ છે કે ગુસ્સાની આમાં દ્રવ્યાદિ ચાર વિભાગે માત્રા જોઈ, હવે જો એ સાધુ ત્યાંથી મરીને જ્યોતિષ્ક દેવ થઇ તાપસ થયો, ને ત્યાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી માત્રા વિચારીએ, તો વધી ગઈ દેખાશે, વળી તે પણ સરવાળાથી નહિ, કિન્તુ ગુણાકારથી વધી ! તે આ રીતે,-. Page #48 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૩૯ તાપસપણે કુલપતિ થયેલો, ફળોની વાડીવાળો આશ્રમ હતો. પાંચસો તાપસ એની નિશ્રામાં હતા. તાપસી તપના પારણે વાડીમાંથી જ્યાં ફળ તોડી ખાવા ગયા ત્યાં આણે ગુસ્સાથી ધમધમાવી નાખ્યા “તમારા બાપનો માલ છે ? મફતીયું ખાવું છે. ? તપાસ થયા ભિક્ષા માંગવા જતાં શું થાય છે ? ટાંટિયાં ભાંગી ગયાં છે. ? ....એ ગુસ્સામાં ધીમે ધીમે તાપસી આશ્રમ છોડી ભાગતા ગયા, તે પાંચસોએ ભાગી ગયા ! બોલો, ગુસ્સાનું દ્રવ્ય કેટલું? ૫૦૦ તાપસો. દ્રવ્યથી ગુસ્સો કેટલો વધ્યો ? ૫૦૦ તાપસ પર ગુસ્સો એટલે પૂર્વે એક જ સાધુ પર હતો તે હવે પ00 ઉપર પહોંચ્યો, એ સરવાળો થયો કે ગુણાકાર ? પછી એકવાર કોઈક રાજકુમારો આશ્રમ પાસેથી પસાર થતાં ફળો લચતાં જોઇ તોડી ખાવા લાગ્યા. પેલાએ ઝુંપડીમાંથી જોયું. ક્રોધે ભરાયો, ફરસી ઉપાડી મારવા દોડયો, રાજકુમાર ભાગવા લાગ્યા એટલે છુટ્ટી ફરસી એમને લોહીલુહાણ કરવા ફેંકી. હવે આ ગુસ્સાને દ્રવ્યાદિથી વિચારીએ. ગુસ્સાનું દ્રવ્ય અનેક રાજકુમારો, ગુસ્સાનું ક્ષેત્ર વાડી આશ્રમ, ગુસ્સાનો કાળ વાડીમાં ફળો છે, ને પોતે માલિક છે ત્યાં સુધીનો; તથા ગુસ્સાનો ભાવ સામાને લોહીલુહાણ કરવાનો. સાધુના ભવના ગુસ્સાના દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ કરતાં આ ભવના ગુસ્સાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવમાં કેટલો વધારો? સરવાળો નહિ, ગુણાકાર. તાપસ કરીને ત્યાં જ ચંડકૌશિક સાપ થયો. કેવો ? ભયંકર દ્રષ્ટિવિષ સર્પ ! સૂર્ય સામે એકવાર જોઈને પછી Page #49 -------------------------------------------------------------------------- ________________ - ૪૦ નવપદ પ્રકાશ દ્રષ્ટિમાંથી ઝેર નાખનારો ! શું બાળ કે શું બુઢો, શું સ્ત્રી કે શું પુરુષ, શું માણસ કે શું પશું, શું પડ્યું કે શું પંખી; જેને દેખે તેના પર દષ્ટિમાંથી ઝેર ફેકે ! અને એવું ઉગ્ર ઝેર કે જેના પર પડયું એ તરત જ મોતના ઘાટે ! એટલો બધો ગુસ્સાથી ભરેલો, કે એની આ ખૂનરેજીમાં કશું પાછું વળીને જોવું નથી. શું થયું આમાં? સાધુના ભવમાં કરેલા ગુસ્સાના, ચંડકૌશિકના ભવમાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી મહા ગુણાકાર થયા. ચંડકૌશિકના ભવમાં ગુસ્સાનું દ્રવ્ય', નજરે ચડેલ સ્ત્રી કે પુરુષ, યાવત્ વિર પરમાત્મા, તથા પશુ-પંખી અને લીલાં ઝાડપાન બન્યા ! (જ્યારે સાધુના ભવમાં તો માત્ર એક સાધુ પર જ ગુસ્સો થયેલો) સર્પના ભવે ગુસ્સાનું ક્ષેત્ર” દષ્ટિ પહોંચે એટલી જમીન, અને આકાશ હતા ! (જ્યારે સાધુના ગુસ્સાનું ક્ષેત્ર માત્ર ૧૦-૧૫ ડગલાં જમીન જ હતી.) સર્પને ગુસ્સાનો “કાળ' જ્યાં સુધી દાઢમાં ને દ્રષ્ટિમાં ઝેર હતું ત્યાં સુધીનો કાળ હતો ! (ત્યારે સાધુને ગુસ્સા નો કાળ માત્ર અડધો દિવસ હતો.) સાપને ગુસ્સાનો “ભાવ” મડદું પાડવા સુધીનો હતો. ! (ત્યારે સાધુને ગુસ્સાનો ભાવ બરડામાં માત્ર ૨-૩ દંડ (સોટી) પ્રહારથી ચમચમ કરાવવાનો હતો.) આમ ચંડકૌશિકને ગુસ્સો દ્રવ્યથી કેટલો બધો મોટો? એમ ક્ષેત્ર-કાળ-ભાવથી કેટલો જંગી મોટો? હવે ક્ષમાનો વિસ્તાર જુઓ. (૧) સ્વદ્રવ્યથી સિદ્ધમાં અનંત ગુણ Page #50 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૪૧ પછી જ્યારે ‘બુલ્ઝ બુઝ્ઝ, ચંડકોશિયાં !' એવાં વીર પ્રભુના મધુર વચનથી ચંડકોશિક ક્ષમામાં આવી ગયો, તો હવે ક્ષમાનું દ્રવ્યપ્રમાણ કેટલું બધું વિસ્તર્યું ? ગુસ્સામાં તો પેલા સ્ત્રી પુરુષ વગેરેએ એનું કશું બગાડયું નહોતું, તો ય એમના ૫૨ ગુસ્સો હતો, ત્યારે અહીં તો કીડીઓ એના શરીરની અંદરના અણુ-અણુને કોચી, કરડી કાતિલ વેદના આપી રહી હતી ! એવી હજારો કીડીઓ ક્ષમાનું દ્રવ્ય બની. એમના પર પણ ક્ષમા જ રાખેલી. સિદ્ધમાં ક્ષમા અનંત કેવી રીતે ? આ તો સક્રિયતાની દ્રષ્ટિએ ક્ષમા કીડીઓ ૫૨; બાકી ઓઘથી કોઇ પોતાને કચરી પીસી નાખવા આવે એના પર પણ ક્ષમા જ નક્કી કરેલી. એટલે ક્ષમાગુણ દ્રવ્યથી અનંત જીવ અને જડ માત્ર પર પ્રસરેલો ! આ દ્રષ્ટાન્ત પરથી સમજાશે કે સિદ્ધ ભગવાનને કેવી રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અનંત ગુણ આદરેલા છે. દા. ત. એ ક્ષમાગુણ દ્રવ્યથી અનંતની સંખ્યામાં આદર્યો; કેમકે જો ક્રોધ દ્વેષ હોત તો તે અનંતા દ્રવ્યો પર સંભવિત હોત, તો ક્રોધનો અભાવ પણ એ બધા અનંતા પર, ક્ષમા એ બધા અનંતા પર પ્રસરી. સિદ્ધમાં એકેક ગુણ અનંતા કેવી રીતે ? ૫૦ ભલે અનંતા દ્રવ્ય પર ક્ષમા-ગુણ તો માત્ર એકનીજ સંખ્યામાં ને ? એક જ ક્ષમા ગુણ થયો, અનંતા ક્ષમા-ગુણ ક્યાં આવ્યો ? - Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨. નવપદપ્રકાશ ઉ૦ - ક્ષમાગુણ અનંતા એ રીતે, કે એકેક દ્રવ્યની અપેક્ષાએ ક્ષમા અલગ અલગ છે. કેમકે જો ક્રોધ હોત તો દ્રવ્ય દ્રવ્ય ક્રોધ જુદો જુદો હોત, માટે તો કેટલીક વાર એકના પર ગુસ્સો હોવા છતાં બીજાની ઉપર ગુસ્સો નથી હોતો. એ સૂચવે છે કે જો બે જણ પર ગુસ્સો હોય તો તે દરેક પર ગુસ્સો જુદો જુદો છે. એટલે તો એ બે માંથી એક જણ માફી માગતો આવે તો એના પરથી ગુસ્સો ઊતરી જાય છે, છતાં બીજાની ઉપર ગુસ્સો જુદો જુદો, તો દ્રવ્ય દ્રવ્ય એનો અભાવ અર્થાત્ ક્ષમા પણ જુદી જુદી. અનંતા દ્રવ્યોના હિસાબે અનંતા ક્ષમા-ગુણ થયા; ક્ષમા દ્રવ્યથી અનંતાની સંખ્યામાં આવી. એમ દ્રવ્યથી નમ્રતા-ગુણ અનંતા થાય. જો અહંકાર હોય તો એકેક જીવ સામે અલગ અલગ અહંકાર. એમ જો અહંકાર દ્રવ્યથી અનંત પ્રત્યે, તો નમ્રતા પણ દ્રવ્યથી અનંતા પ્રત્યે. એ અલગ અલગ એટલે અનંતા નમ્રતા-ગુણ થયા. - વીતરાગતા ગુણ અનંતા એમ દ્રવ્યથી વીતરાગતા ગુણ પણ અનંતા; કેમકે જો રાગ હોત તો તે દ્રવ્ય દ્રવ્ય જુદો, એટલે અનંતા દ્રવ્યોના હિસાબે અનંતા રાગ દ્વેષ થયા. અરે એકેક દ્રવ્યમાં પણ એના અંશ લાખો, દા.ત. એક કપડાં-એક ધોતી કે સાડીમાં પુમ લાખો, એ પુમે પુમે રાગ જુદો જુદો; માટે તો માત્ર એક પુમ પર ડાઘ પડે તોય તે મનને ખૂંચે છે. ડાઘવાળી પુમ પર રાગ ઊઠીને દ્વેષ થાય છે. અલબતુ બાકીની લાખો પુમ એમ જ ઊજળી બાસ્તા જેવી ઊભી છે, છતાં આ એક બગડેલી પુમ પર દ્વેષ થાય છે, એ જોતાં નક્કી થાય છે કે પુમે પુમે રાગ Page #52 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૪૩ જુદો. મતલબ, અનંતા રાગ થયા. ત્યારે, એ જેને તદ્દન ન હોય એને વીતરાગતા પણ અનંતા. આમ જોતાં સિદ્ધ ભગવાને દ્રવ્યથી એકેક ક્ષમા-નમ્રતા-વીતરાગતા... વગેરે ગુણ અનંતા પ્રગટ કર્યા છે. પ્ર0 - કેવળજ્ઞાન ગુણ તો એક જ છે, એ અનંતા કેવી રીતે ? ઉ0- દ્રવ્યથી એ પણ અનંતાની સંખ્યામાં છે; કેમકે જેમ ક્ષમા અનંત જીવને આશ્રીને અનંત થાય છે, એમ કેવળજ્ઞાન પણ અનંત થાય છે, અને દરેક શેયની અપેક્ષાએ કેવળજ્ઞાનનો અલગ અલગ જ્ઞાયક-પરિણામ શેય અનંત છે, એ દ્રષ્ટિએ કહેવાય કે અનંતા કેવળજ્ઞાન પરિણામ છે. મતલબ, દ્રવ્યથી કેવળજ્ઞાન અનંત છે. (૨) સ્વક્ષેત્રથી સિદ્ધમાં અનંત ગુણ હવે સિદ્ધ ભગવાને “સ્વક્ષેત્ર અનંતાગુણ કેવી રીતે આદર્યા એ જોઈએ, દા.ત. એ જ ક્ષમાગુણ ક્ષેત્રથી તે તે ક્ષેત્રે રહ્યો અલગ અલગ ગણાય, એટલે ક્ષમાગુણ ક્ષેત્રથી અનંતા કહેવાય, અલબત્ અહીં પ્રશ્ન થાય, પ્ર0 - દ્રવ્યો તો અનંતા હતા, એ હિસાબે દ્રવ્યથી તો ક્ષમાગુણ અનંતા બન્યા; પરંતુ ક્ષેત્ર તો લોકાકાશમાં અનંત નહિ અસંખ્યાત જોજનનું ને અસંખ્યાત આકાશ પ્રદેશોનું જ છે, તો ક્ષમા ક્ષેત્રથી અનંતી શી રીતે થવાની? ઉ૦ - અહીં જુઓ, ક્ષમાના અનંત ક્ષેત્રની ઘટના બે રીતે થાય Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ (૧) ક્ષમાનું અનંત ક્ષેત્ર (૧) કોઇને અલોકાકાશની શ્રદ્ધા નથી, ને એની આગળ બીજાએ અલોકાકાશનું મંડન કરવા માંડયું. પેલાને સાંભળવું જ ગમતું નથી, ને આ પિંજણ કરે છે. ત્યારે પેલાને ગુસ્સા ચડે છે, ‘હવે મૂકોને તમારું અલોકાકાશ.'- એમ ગુસ્સાથી બોલે છે. આમાં એને કહેનાર વ્યકિત ઉપરાંત અલોકાકાશ પર પણ ગુસ્સો છે, દ્વેષ છે. એ દ્વેષનો વિષય અનંત આકાશ ક્ષેત્ર છે. હવે જેને આ ગુસ્સો ન હોય, તેને ક્ષમા હોય. એટલે ક્ષમાનો વિષય પણ અનંતુ ક્ષેત્ર થયું, અલબત્ એક દ્રષ્ટિએ આ તો ગુસ્સાનું દ્રવ્ય કહેવાય, એટલે દ્રવ્યથી ગુસ્સો અલોકાકાશ ૫૨ થયો, કિન્તુ એ ક્ષેત્ર હોઇને ક્ષેત્રથી પણ ગુસ્સો એના પર, એમ પણ કહી શકાય. જેવી રીતે જે ક્ષેત્રમાં રહીને ગુસ્સો થાય, એ ગુસ્સાનું ક્ષેત્ર કહેવાય છે, એમ અપેક્ષાએ જે ક્ષેત્ર પરત્વે ગુસ્સો એ પણ ગુસ્સાનું ક્ષેત્ર ગણાય. નવપદ પ્રકાશ અહીં ક્ષમા અનંતા આકાશ ક્ષેત્રને લઇને છે, ને એમાં દેશ પ્રદેશ અનંતા હોઇ દરેક દેશ પ્રદેશને લઇને ક્ષમા અલગ અલગ; માટે ક્ષમા ગુણ અનંતા થયા. (૨) ક્ષમાનું અનંત ક્ષેત્ર બીજી રીતે ક્ષમાના અનંત ક્ષેત્રની ઘટના એ રીતે, કે લોકાકાશ ભલે અસંખ્યાત પ્રદેશી કિન્તુ કાળે કાળે ક્ષેત્રો પરિવર્તન થાય છે. દા.ત. જયાં શહેર, ત્યાં જંગલ, જંગલ ત્યાં શહેર, જયાં મકાનો ત્યાં ઉદ્યાન, ને ઉદ્યાન ત્યાં મકાનો, એટલે અનંતા કાળમાં અનંતા પરિવર્તન ક્ષેત્રે થયા. જીવ અનંતાનંત કાળથી આ બધે ભટકે છે, ને ત્યાં ગુસ્સો કરે છે, એ દ્રષ્ટિએ Page #54 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૪૫ ગુસ્સાના પરિવર્તિત ક્ષેત્ર અનંતા થયા. પ્ર) - ક્ષેત્ર આકાશ તો એનું એ જ છે, પછી અનંત શી રીતે ? ઉ૦ - નગર હતું ત્યાં નગરાકાશ. પછી એ વન થયું, ત્યાં વનાકાશ બન્યું. આવાં આકાશ-અવગાહિત દ્રવ્યોનાં અનંત પરિવર્તન, એથી આકાશ ભાગમાં પણ અનંત પરિવર્તન, એથી આકાશ પર્યાય અનંતા. દ્રવ્ય એ જ પર્યાય, એ દ્રષ્ટિએ આકાશ અનંત. ગુસ્સાના ક્ષેત્ર અનંત. એથી ઉલટું આત્મા સિદ્ધ ભગવાન થયો, હવે એમને એકલી ક્ષમા જ છે, અનંતા કાળના હિસાબે અનંતા પરિવર્તન-ક્ષેત્રને લઈને ક્ષમા અનંત બની. માટે ક્ષમા-ગુણ અનંતા થયા. જ્ઞાન-ગુણ પણ આમ ક્ષેત્રથી અનંત બને, કેમકે જ્ઞાનથી અનંત ક્ષેત્રને જાણે. હવે (૩) સ્વકાળથી સિદ્ધમાં અનંત ગુણ. સિદ્ધ ભગવાનમાં કાળથી પણ અનંતા ગુણ છે. એ સમજવું સહેલું છે, કેમકે કાળ અનંત છે, તે તે કાળે પ્રગટ ગુણ અલગ અલગ છે. દા.ત. કેવળજ્ઞાન આ સમયનું જુદું, ને પછીના સમયનું જુદું; કેમકે આ સમયે એને પ્રત્યક્ષ હાજર વિષયો જુદા, અને ક્ષણ પછીના કેવળજ્ઞાનના તે ક્ષણે પ્રત્યક્ષ હાજર વિષય જુદા. તેથી એ ક્ષણની કેવળજ્ઞાન વ્યક્તિ જુદી. અનંતકાળે એવી અનંત કેવળજ્ઞાન વ્યકિત થાય, તેથી કાળથી કેવળજ્ઞાન અનંતા કહેવાય. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ નવપદ પ્રકાશ એમ ક્ષમા ગુણ તે તે કાળે એના અલગ અલગ વિષયને લઈને જુદો જુદો. એ હિસાબે અનંત કાળમાંના અનંતા ક્ષમા-ગુણ; અથવા કેવળજ્ઞાનના કે ક્ષમાના વિષય તરીકે અનંતકાળ લઈને કાળથી કેવળજ્ઞાન અને ક્ષમા અનંતા કહી શકાય. (૪) ભાવથી સિદ્ધના ગુણ અનંત સિદ્ધ ભગવાનમાં ભાવથી પણ અનંત ગુણ છે.દા.ત. કેવળજ્ઞાનગુણના વિષયભૂત અનંતા દ્રવ્યોના ભાવ છે. ભાવ એટલે પર્યાય, પરિણામ, પારિણામિક ભાવ, અર્થાત્ વસ્તુના તેવા તેવા પરિણામ. ઘડો હમણાં કુંભારની માલિકીનો છે, તે એણે ઘરાકને વેચ્યો, એટલે હવે એ ઘડા પર બીજાની માલિકીનો પરિણામ આવ્યો. ઘડામાં પાણી ભરતા હતા, ત્યાં સુધી “આ પાણીનો ઘડો' કહેવાતો. એમ એનામાં એ તરીકેનો પરિણામ હતો. પરંતુ હવે એ રીઢો થઈ જવાથી એમાં પાણી ઠરતું નથી, તેથી એને તેલ ભરવાનો ઘડો બનાવ્યો, તો હવે એનામાં “તેલનો ઘડો” એ તરીકેનો પરિણામ ઊભો થયો. આમ વસ્તુ-વસ્તુમાં અનંતા પરિણામ એ કેવળજ્ઞાન જાણે. એમાં દરેક પરિણામમાં શેય-પરિણતિ જુદી જુદી, માટે કેવળજ્ઞાનમાં જ્ઞાયક-પરિણતિ જુદી જુદી. એ હિસાબે અનંત કેવળજ્ઞાન થયા, આ પરિણતિ પરિણામ એ દ્રવ્યના ભાવ છે, એ અનંત છે, માટે ભાવથી કેવળજ્ઞાન ગુણ અનંતા. ભાવથી ગુસ્સા અનંત : ક્ષમા અનંત ભાવથી ક્ષમા ગુણ પણ અનંતા એ રીતે કે,-વસ્તુના Page #56 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૪૭ ભાવ પર્યાય, પરિણામ અનંત છે. કોઈને કોઈ ભાવને લઈને ગુસ્સો થઈ શકે છે, તેથી ગુસ્સાના વિષયભૂત ભાવ અનંતા. એ હિસાબે ભાવથી ગુસ્સા અનંતા. એ ન હોય, ક્ષમા હોય, તો એ પણ અનંત. અથવા ભાવથી ગુસ્સો વસ્તુમાં અનિષ્ટ ભાવ જાવવાનો. દા.ત. ચંડકૌશિક પૂર્વે સાધુ, એને નાના સાધુને ઠંડી પ્રહાર કરવાનો ગુસ્સો આવ્યો તો ભાવથી ગુસ્સો ઠંડીપ્રહાર પર. આમ જગતભરના દ્રવ્યોના અનંત કાળે અનંતા અનિષ્ટ પરિણામને લઈને અનંત ગુસ્સા; ને એના અભાવે ક્ષમા પણ અનંત. સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર અહીં કાવ્યકારે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર સાથે “સ્વ' શબ્દ લગાડ્યો છે, એ પરદ્રવ્ય પરક્ષેત્ર વગેરેથી એને જુદા પાડવા માટે લગાડયો છે. જૈન શાસનની આ આગવી વિશેષતા છે. વસ્તુ સ્વદ્રવ્યાદિથી સતુ, પરદ્રવ્યાદિથી અસત્ અનેકાંતવાદઃ વસ્તુ સત્ પણ ને અસતુ પણ; વસ્તુ સ્વદ્રવ્યાદિથી સતુ, પરદ્રવ્યાદિથી અસતુ. બીજાં દર્શનો એકાંતવાદી છે, ત્યારે જૈન દર્શન અનેકાંતવાદી છે. દા.ત. બીજા કહે : સોનાની કંઠી “સત્ જ છે.” જૈન દર્શન કહે છે : “સતુ પણ છે ; અને અસતુ પણ છે.” શી રીતે ? તો કે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી “સ” છે. પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી “અસ” છે. દા.ત. કંઠીનું દ્રવ્ય સોનું, પણ પિતળ નહિ; એટલે કંઠી સોનારૂપે છે, કિન્તુ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ નવપદ પ્રકાશ પિતળરૂપે નથી. આમ કંઠી છે અને નથી; અર્થાત્ સત્ અને અસત્ બંને છે. સોનું સ્વદ્રવ્ય છે, પિતળ પરદ્રવ્ય છે; તો કંઠી સ્વદ્રવ્યથી સત્ પણ પિતળ વગેરે પરદ્રવ્યથી સત્ નહિ. એમ સોનું પણ પોતાનું સોનું, પરનું સોનું નહિ, એટલે કંઠી પોતાના સોના રૂપે છે, કિન્તુ કડા વગેરેના સોના રૂપે નહિ, તાત્પર્ય, કંઠી સ્વદ્રવ્યથી સત્ અને પર દ્રવ્યથી અસત્ છે. એવી રીતે કંઠી જમીન પર પડી છે, કિન્તુ ટેબલ પર નહિ. એમાં સ્વક્ષેત્ર જમીન એટલે સ્વક્ષેત્રથી સપ્. ટેબલ વગેરે પરક્ષેત્રથી અસત્. એમ સ્વકાળથી સત્, પરકાળથી અસત્. દા.ત. સં. ૨૦૩૬માં કંઠી છે, તો આ કાળથી કંઠી સત્, પણ ૨૦૩૫માં નહોતી એટલે એ કાળથી અસત્. એમ સ્વ-ભાવથી સત્; દા.ત. કંઠી ૧ તોલાની છે, ૨ તોલાની નહિ; અથવા પ્રાચીન ઘાટની છે, અર્વાચીન ઘાટની નહિ; કંઠીનું વજન ઘાટ-ચળકાટ-માલિકી વગેરે એ કંઠીના ભાવ છે, ગુણ-ધર્મ છે. પોતાના ભાવથી એ સત્ કહેવાય, પણ પરભાવથી સત્ નિહ, અસત્ કહેવાય. અહીં પ્રશ્ન થાય, પ્રવ પણ આમાં કંઠી કેમ અસત્ ? કંઠીમાં ‘૨ તોલા વજન નથી,' ‘આધુનિક ઘાટ નથી,' એ તો એ બધાં ગુણ-ધર્મનો યાને ભાવનો નિષેધ થયો, એ ભાવો અહીં કંઠીમાં અસત્ થયા. એમાં ભાવોનો નિષેધ છે.પણ કંઠીનો કયાં નિષેધ છે ? તો કંઠી શાની અસત્ બને ? ww ઉ૦ - કંઠીનો નિષેધ આ રીતે છે; કંઠી ૧ તોલાની છે. ત્યાં પૂછાય છે કે ‘૧ તોલાની કોણ ?’ તો કે ‘કંઠી', એમ Page #58 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૪૯ પૂછાય કે ‘૨ તોલાની કોણ નહિ ?' તો એ જ કહેવાય કે ‘આ કંઠી.' જો કંઠીના પોતાના ગુણ ધર્મથી કંઠી પોતે જ એ રૂપે ઓળખાય છે, કે કંઠી પોતે ૧ તોલાની ને પ્રાચીન ઘાટની,’ તો પછી ‘આ કંઠી પોતે ૨ તોલાની નહિ, આધુનિક ઘાટની નહિ,' એમ ઓળખવામાં શો વાંધો ? જો પોતે સ્વકીય ગુણ-ધર્મથી સત્ છે તો પરકીય ગુણધર્મથી પોતે અસત્ છે. પ્રસ્તુતમાં, સિદ્ધ ભગવાનમાં અનંત ગુણધર્મ છે, તે સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ-સ્વભાવથી સત્ છે, પરંતુ પર દ્રવ્ય-પરક્ષેત્ર વગેરેથી અસત્ છે. - કાવ્ય - “સુ સ્વભાવ, ગુણ, પર્યાય, પરિણતિ સિદ્ધ, સાધન પરભણી” સિદ્ધ ભગવાન કેવા છે ? તો કે સુસ્વભાવ, સુગુણ, અને સુપર્યાયની પરિણતિ યાને પરિણમન, એમને પોતાને સિદ્ધ છે, અને સાધન પરભણી' એટલે કે પરની અપેક્ષાએ સાધનરૂપ છે, સાધકતારૂપ છે, સાધવાની છે. અર્થાત્ સિદ્ધ ભગવાને એ સુસ્વભાવ વગેરે બધું પોતે સિદ્ધ કરી લીધું છે. પરંતુ પરની અપેક્ષાએ સાધક છે, પોતાનું આલંબન આપીને બીજા ભકત જીવોમાં એની સાધના કરાવે છે. આમાં પહેલી વાત પોતે શું શું સિદ્ધ કર્યું એ આવી, દા.ત. સુસ્વભાવ, સુ-ગુણ, સુ-પર્યાય. સુસ્વભાવ દ્વિધા : ૧. સહજ, ૨. સોપાધિક : Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ નવપદ પ્રકાશ આત્મામાં સ્વભાવ બે જાતનાઃ સહજ સ્વભાવ અને સોપાધિક સ્વભાવ (વૈભાવિક સ્વભાવ). એમાં “સોપાધિક સ્વભાવ એટલે કોઇ ઉપાધિ-ઓઠું-નિમિત્તને આધિન સ્વભાવ, દા.ત. જીવમાં રાગ-દ્વેષ, વૈષયિક સુખ-દુઃખ, ચિંતા-સંતાપ..... વગેરે સોપાધિક સ્વભાવ છે. આ રાગાદિ સ્વભાવ છે તો આત્માના જ, પણ જડ કાયાના નહિ. કાયા મડદું થાય તો એમાં કશા રાગ-દ્વેષ સુખ-દુઃખ દેખાતા નથી. મડદાંને આખું ને આખું બાળી મૂકો છતાં એમાં કશી દુઃખની હાયવોય કે પોક નથી પડતી. એમ બાળનાર પ્રત્યે મડદાનો કશો ષ દેખાતો નથી. તાત્પર્ય, સુખ-દુઃખ. રાગ-દ્વેષ, ચિંતા-સંતાપ વગેરે, એ જડના સ્વભાવમાં જ નથી. એ તો જીવનો સ્વભાવ છે. પરંતુ એ સહજ સ્વભાવ નથી, અર્થાત્ આત્માનો એ મૂળભૂત પર-નિરપેક્ષ સ્વભાવ નથી, કિન્તુ પરસાપેક્ષ સોપાધિક સ્વભાવ છે, વૈભાવિક સ્વભાવ છે. રાગાદિ એ સોપાધિક આત્મ-સ્વભાવ એટલા માટે છે કે એ રાગમોહનીય કર્મ વગેરેનું નિમિત્ત પામીને આત્મામાં પ્રગટ થાય છે. વીતરાગ આત્માને કોઈ જ મોહનીય કર્મ રહ્યું નથી, તો એમને ગમે તેવા સંયોગમાં પણ આત્મામાં રાગ-દ્વેષ વગેરે કશું ઊઠતું જ નથી. રાગ-મોહનીયાદિ કર્મ હોય તો જ એ ઊઠે. જો રાગાદિ સહજ સ્વભાવ નહિ, તો શું એ રાગાદિ પ્રગટાવનાર રાગ-મોહનીય-કર્મ આત્માનો સહજ સ્વભાવ છે? ના, કર્મ-ઉદય એ પણ સોપાધિક સ્વભાવ છે. રાગાદિ કલુષિત ભાવોનું નિમિત્ત પામીને એ કર્મ આત્મા પર ચોંટી Page #60 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૫૧ ઉદય પામે છે. એ રાગાદિ ભાવ પૂર્વના કર્મના ઉદયથી ઊઠેલા, એ કર્મ ચોટેલા તે ત્યાંના રાગાદિ ભાવને લીધે. એ ભાવ એની પૂર્વના કર્મને લઈને ઊઠેલા. એમ અનાદિ પરંપરા ચાલી આવે છે. ત્યારે એમ કહેતા નહિ કે - કર્મ-રાગાદિની અનાદિ પરંપરાનો અંત કેમ? પ્ર0 - એમ તો પછી આ કર્મ અને રાગાદિની પરંપરાનો ભવિષ્યમાં કદી અંત જ ન આવે. કેમકે અહીં રાગાદિ ભાવથી નવાં રાગ મોહનીય કર્મ ચોંટવાના, અને એ કર્મના ઉદયથી ભવિષ્યમાં રાગાદિ ભારે જાગવાના. એથી વળી નવાં કર્મ અને એનાથી આગળ પણ રાગાદિ ભાવ... આમ અંત જ શાનો આવે ? ને એ વિના મોક્ષ પણ શાનો જ થાય ? સોપાધિક મામલો અનાદિ કાળથી ચાલ્યો આવે છે તે શાશ્વત કાળ ચાલ્યા કરવાનો ! ઉ0 - રાગાદિથી કર્મ બંધાય છે, એ વાત સાચી; પરંતુ એને જેવા અનુકૂળ વિચાર-વાણી-વર્તાવ પુરુષાર્થનો સહારો મળે તે પ્રમાણે કર્મ બંધાય છે. વિચારણા ઉગ્ર કોટિની હોય તો ઉઝ કોટિના કર્મ બંધાય; મંદ કોટિની હોય તો મંદ કોટિનાં કર્મ બંધાય. વિવેકથી વિચારણા કરતા જો રાગાદિને પ્રતિકૂળ હોય તો એ રાગાદિ નિષ્ફળ જાય; અર્થાત્ તેવાં કર્મ ન બંધાવે. વિચારણાના પુરુષાર્થ પર કર્મબંધનો મોટો આધાર છે. પૈસા પર રાગને અનુકૂળ વિચારણા - દા.ત. પૈસા સારા કમાયા ને અંતરમાં પૈસા પર રાગ ઊઠયો; હવે જો એના પર એને અનુકુળ ઉગ્ર વિચારણા ચાલે દા.ત. “બસ, શું પૈસા મળ્યા છે, કમાલ થઈ ગઈ ! Page #61 -------------------------------------------------------------------------- ________________ નવપદ પ્રકાશ હવે આને બરાબર સાચવી રાખું; કેમકે પૈસા છે તો બધું છે. આ પૈસા પર જ પત્ની વગેરે બરાબર અનુકૂળ વર્તવાના, ખૂબ સેવા આપવાના. બીજું ય બધું પૈસાના આધારે મનમાન્યું બનવાનું; માટે એને મારે બરાબર સાચવવાના. આજ કાલ માગણિયા ઘણા આવે છે, પણ એક પૈસો ન પરખાવું, ને લૂંટવા આવે તો લમણું તોડી નાખું. વાહ પૈસા ! વાહ ! '’– આ ઉગ્ર કેટિની વિચારણા પર ચીકણાં કર્મ બંધાય; અને એમાં ચિકણું મોહનીય-કર્મ ખાસ બંધાય. એથી જો મંદ કોટિની વિચારણા હોય તો કર્મ મંદ બંધાય. પર પૈસા પર રાગને પ્રતિકૂળ વિચારણા પરંતુ જો વિવેકથી રાગને પ્રતિકૂળ વિચારે કે “અરે ! આ ગોઝારા પૈસા પર રાગ કરું છું ? જે પૈસા મગજમાં આવે ત્યારથી ધર્મની વિચારણા ભૂલાવે ! આત્મા-પરમાત્માને ભૂલાવે, જે પૈસે દાનને બદલે સંગ્રહ કરી રાખવાનું શીખવે, એવા જાલિમ પૈસા પર રાગ ? જેનાથી દેવ-ગુરુની ભકિતને બદલે મોહાંધ કુટુંબનાં જ વધુમાં વધુ પોષણ થાય, અને એ રીતે મારા આત્માને જે ઉલ્લુ બનાવે, એવા પૈસા પર રાગ ?’’ આ કેવી વિચારણા ? રાગને તોડનારી. ત્યાં પછી રાગનું બહુ ઊપજે નહિ. રાગ મુડદાલ નિષ્ફળ જેવો બની જાય. એમાંથી કર્મ નહિવત્ જ બંધાય. એ પણ કર્મ આગળ પ૨ પાકીને નહિવત્ જ રાગ કરાવે; ને એમ કરતાં એક દિવસ આત્માનો રાગ સર્વથા નષ્ટ થતાં વીતરાગતા આવે. ને સંસારનો અંત થાય. માટે કહેવાય કે રાગ-કર્મ અને રાગની અનાદિની પરંપરાનો ય અંત આવી શકે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૫૩ સિદ્ધ ભગવાને આ રાગાદિના સોપાધિક (વભાવિક) સ્વભાવને હટાવી દીધો છે, અને હવે વીતરાગતાની સહજ સ્વભાવ પોતાના આત્મામાં પ્રગટ કરી લીધો છે. એવા બીજા પણ સારા અનંતજ્ઞાન-સ્વભાવ, અનંત સુખસ્વભાવ, અનંત વીર્ય-સ્વભાવ,... વગેરે સહજ સ્વભાવ પ્રગટ કરી દીધા છે. માટે કહ્યું - સિદ્ધ કેવા? તો કે સુસ્વભાવ-પરિણતિ સિદ્ધ અર્થાત્ સુસ્વભાવની પરિણતિ યાને શુદ્ધ સહજ સ્વભાવનો આત્મ-પરિણામ જેમણે સિદ્ધ કર્યો છે, સર્વથા પ્રગટ કરી દીધો છે. વળી સિદ્ધ ભગવાન કેવા? તો કે સુગુણ-પર્યાય-પરિણતિ સિદ્ધ” અર્થાત્ “સુગુણ-પરિણતિ સિદ્ધ' અને “સુપર્યાય પરિણતિ સિદ્ધ.” પરિણતિ શબ્દથી મુંઝાવાનું નહિ, પરિણતિ એટલે વસ્તુમાં પરિણામ પામી જવું, એક રસ થઈ જવું. દુધમાં સાકર નાખી; શું થાય છે એનું? સાકર દૂધમાં પરિણામ પામી જાય છે, દૂધના અણુ અણુ સાથે એક રસ થઈ જાય છે. પછી વિભાગ ન થઈ શકે કે આ અણુમાં આટલો દૂધનો અંશ ને આટલો સાકરનો. ના, એ તો દૂધ-સાકરના અણુ અણુ એકરૂપ થઈ ગયા. આનું નામ સાકર દૂધમાં માં એક અંશ ને આટલુ ન થઇ શકે આ સાથે એક Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ નવપદ પ્રકાશ પરિણામ પામી ગઇ, પરિણત થઇ ગઇ, દૂધ ને સાકરની પરિણતિ સિદ્ધ થઇ ગઇ. એમ અહીં સિદ્ધ આત્માને સુગુણ અને સુપર્યાય અર્થાત્ શુદ્ધ જ્ઞાન ક્ષમાદિ સદ્ગુણો અને સિદ્ધત્વ-અશરીરિત્વ-નિરંજનત્વ-નિરાકારત્વ વગેરે સત્ પર્યાય પરિણામ પામી ગયા. ગુણ અને પર્યાય એટલે શું ? શાસ્ત્ર કહે છે. ‘સહભાવિનો ગુણાઃ’ ‘ક્રમભાવિનઃ પર્યાય:' બધા એક સાથે રહે તે ગુણો. ક્રમસર રહેનારા તે પર્યાયો. (અવસ્થાઓ) દા. ત. ઘડામાં રૂપ-૨સ-ગંધ-સ્પર્શ એક સાથે રહે છે, તે ગુણ કહેવાય, ત્યારે ઘડામાં નવાપણું, જૂનાપણું, પાણીનો ઘડો, તેલનો ઘડો, કુંભાર-માલિકી, ઘરાકની માલિકી, વગેરે અવસ્થાઓ ક્રમસર રહે છે, માટે તે પર્યાય કહેવાય. અસલમાં ગુણ પણ પર્યાય જ છે. કેમકે એ રૂપ, રસ....વગેરે વસ્તુની ઘડાની અવસ્થાઓ જ છે. એમાં વળી તરતમતાઓ હોય છે, દા.ત. ઘડો હમણાં ઘેરો કાળો, પછી આછો કાળો, પછી વળી એથીય વધુ ઝાંખો કાળો, તો આ પણ ક્રમસ૨ અવસ્થાઓ થઇ માટે કાળો ગુણ એ પર્યાય. પ્ર—આ તો ગુણમાં પર્યાયો થયા ને ? ગુણ પોતે પર્યાય શી રીતે ? Page #64 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૫૫ ઉ૦આ કોની અવસ્થાઓ છે? ગુણની નહિં પણ વસ્તુ ઘડાની, કેમકે ગુણ એ દ્રવ્યના આશરા વિના સ્વતંત્ર રહેનારી ચીજ નથી. ઘડો પોતે જ કાળો છે, ઘેરો કાળો છે, ઝાંખો કાળો, વગેરે ઘડો પોતેજ છે. માટે એ બધી પોતાની જ એટલે કે દ્રવ્યની જ અવસ્થાઓ કહેવાય. કાળાશ ઊભી રહીને નહિ, પણ ઘડો ઊભો રહીને એમાં અનેક પ્રકારની કાળાશ ફરે છે, સર્વથા કાળાશ જઈને લાલાશ પણ આવે છે. જે ફરે તે પર્યાય; જે ઊભું રહે તે દ્રવ્ય. ગુણ એ પર્યાય જ છે. પર્યાયથી જુદી વસ્તુ નથી” એનું આ પણ એક કારણ છે કે શ્રી જિનશાસનમાં નય બે જ પ્રકારના કહ્યા છે. (૧) “દ્રવ્યાર્થિક નય', અને (૨) “પર્યાયાર્થિક નય.” જો ગુણ સ્વતંત્ર વસ્તુ હોત તો “ગુણાર્થિક નય” એવો પણ ત્રીજો નય-પ્રકાર પાડ્યો હોત. પણ એ નથી પાડયો એ સૂચવે છે કે ગુણ એ પર્યાય જ છે. નય એ વસ્તુને જોવાની દૃષ્ટિ છે. દ્રવ્યાર્થિક નય એટલે દ્રવ્ય-દૂષ્ટિથી જોનાર જ્ઞાન. પર્યાયાર્થિક નય એટલે પર્યાય-દૃષ્ટિથી જોનાર જ્ઞાન. રાજાના બે બાળક સોનાના હાથીએ રમતા હતા. એમાં એકવાર એક બાળક બહાર હતું. બીજું રાજાની પાસે જઈને આગ્રહ કરે છે “મારે હાથી નહિ, ઘોડો જોઈએ !” રાજાએ તરત માણસ દ્વારા સોની પાસેથી હાથીનો ઘોડો બનાવી મંગાવ્યો. એ બાળક ખુશ! પણ બીજું બાળક બહારથી આવ્યું. એને હાથી ગમતો હતો, તેથી ઘોડો જોઈ નારાજ થયો. રાજાને Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫ નવપદ પ્રકાશ સોનું જે હતું, તે કાયમ રહ્યું છે, તેથી રાજા ન ખુશી, ન નારાજ. આ રાજાની દ્રવ્યાર્થિક દ્રષ્ટિ કહેવાય. બાળકોની પર્યાયાર્થિક દ્રષ્ટિ કહેવાય. માણસ જો જગતને દ્રવ્ય-દૃષ્ટિએ જુએ, તો નકામા હરખ ખેદ ઓછા થઇ જાય. પર્યાય-દૃષ્ટિએ જુએ છે માટે જ ઘડીકમાં રાજી, ઘડીકમાં નારાજ થાય છે. એમ વસ્તુ પર બહુ રાગ થતો હોય ત્યાં પર્યાય દૃષ્ટિથી જુએ કે આ વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ છે, તેથી વર્તમાન પર્યાય પર શું રીઝવું ? કે શું ખીજવું ? સિદ્ધ ભગવંતોને શુદ્ધ જ્ઞાનાદિ ગુણોની પરિણતિ સિદ્ધ થયેલી છે. અર્થાત્ શુદ્ધ જ્ઞાનાદિ ગુણો આત્મામાં પ્રગટ ભાવે પરિણમી ગયા છે. એમ નિરંજન-નિરાકાર, કર્મમુકત, દેહમુકત, ઇન્દ્રિયમુકત, કર્મ ફળ મુકત, વગેરે શુદ્ધ પર્યાયોની પરિણતિ સિદ્ધ છે. અર્થાત્ એ પર્યાયો સિદ્ધાત્મામાં શાશ્ર્વત્ કાળ માટે પરિણામ પામી ગયા છે. તેથી એમને હવે કયારેય ન અજ્ઞાન, ન કર્મયુકતતા, ન દેહસંબંધ, ન ઇન્દ્રિયસંબંધ, કશું થવાનું નહિ. r કેવી સુંદર સિદ્ધ અવસ્થા ! આત્માનું કેવુંક અજોડ અદ્ભુત નક્કર સૌંદર્ય ! આત્મતત્ત્વની શ્રદ્ધા હોય, પોતાના આત્મદ્રવ્યની શ્રધ્ધા હોય, એને આ સિદ્ધ—સ્વરૂપ જાણી ગિલગિલિયાં થાય કે · વાહ ! આવું આત્મસૌંદર્ય મારે કયારે પ્રગટે !' એ પ્રગટ થયા પછી કદીએ આવરાવાનું નહિ, નષ્ટ થવાનું નહિ, આત્માનો પ્રગટ સહજ સ્વભાવ શાશ્વત્ કાળ માટે આત્માની સાથે જડાઈ ગયેલો, અને આત્માની જ આ વિશેષતા છે કે એને સર્વથા શુદ્ધ-સુંદર Page #66 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ બનાવ્યા પછી હવે કદી અશુદ્ધ-અસુંદર થાય નહિ. ત્યારે જગતમાં કોઇ એવો હીરો વગેરે જડ પદાર્થ નથી કે એ સર્વથા શુદ્ધ-સુંદર બન્યા પછી એ કાયમ માટે એવો જ રહે. એ તો મલિન થાય જ. અસ્તુ. સિદ્ધ ભગવાનને ‘સુસ્વભાવ' યાને અત્યન્ત વિશુદ્ધ સ્વભાવ, અને ‘સગુણપર્યાય' અર્થાત્ શુદ્ધ ગુણો તથા શુદ્ધ પર્યાયોની પરિણતિ સિદ્ધ છે. અર્થાત્ એ ગુણપર્યાયોની આત્માની સાથે એકમેક રૂપે પરિણમન સિદ્ધ થયેલું છે. સાધન પરભણી ૫૭ હવે ‘પર ભણી' પરની અપેક્ષાએ સાધન' = સિદ્ધ કરવાનું છે એટલે કે સંસારના જીવોમાં પણ આવું સુસ્વભાવ આદિનું પરિણમન સિદ્ધ ભગવાન સધાવી આપે છે. ધ્રુવનો તારો આલંબન આપી અંધારી રાતે નાવિકની નાવ પાર કરાવે છે, એમ સિદ્ધ ભગવાન ભવ્યાત્માને આલંબન આપી જીવનનાવ મોહસમુદ્રની પાર કરાવે છે, અને સુસ્વભાવ સિદ્ધ કરાવે છે. આલંબન એ રીતે આપે છે કે સાધક હવે પોતાના સ્વરૂપમાં સિદ્ધનું સ્વરૂપ જોઇ પોતાનામાં નિર્વિકારતા-અચલ આત્મપ્રદેશતા-અરૂપિતા વગેરેનો જાણે જાત અનુભવ કરવાનો. એ કરતાં કરતાં પરીસહો, વિઘ્નો, કર્મના ઉપદ્રવો, કર્મજનિત ઊંચા-નીચી વગેરે જરાય પોતાનું ન લાગે, તદ્દન પરની વસ્તુ લાગે. - · કાવ્ય - મુનિરાજ માનસ હંસ સમવડ નમો સિદ્ધ મહાગુણી.’–૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નવપદપ્રકાશ એ સિદ્ધ ભગવાન કેવા છે? તો કે “મુનિરાજ માનસ હંસ સમવડ છે.” જે ઉત્તમ મુનિઓ છે, તે મુનિઓના મનને સરોવર કહીએ, તો તેમાં સિદ્ધ ભગવાન હંસ સમાન છે, તે પણ “વડ હંસ સમાન,” ઉત્તમ રાજહંસ સમાન સિદ્ધ ભગવાન મુનિઓના મનસરોવરમાં છે. સિદ્ધ ભગવાન ઉત્તમ રાજહંસ સમાન છે, એનો અર્થ એ થયો કે મુનિઓએ પોતાના મનને નિર્મળ સરોવર બનાવવું હોય તો સિદ્ધ રૂપી રાજહંસને પોતાના મનમાં રમતા રાખવા જોઈએ; તો મન ઉત્તમ બને, મુનિપણું ઉત્તમ બને, ઉત્તમ મુનિપણું આ રીતે આવે છે. તો પૂછોઃ “મનમાં સિદ્ધ ભગવાન રમ્યા કરે એટલે ? સિદ્ધ ભગવાનનું ચિંતન રહ્યા કરે; સિદ્ધપણાથી આત્માને ભાવિત કરવાનું ચાલ્યા કરે. ચિંતન કરીએ એમાં મન એથી રંગી નાખવાનું કામ ચાલુ રહે. ત્યારે જ રમણતા આવે. દા. ત. પૈસાનો લોભી હોય તો તેના મનમાં રાત-દિવસ પૈસાનું ચિંતન ચાલે છે. એ ચિંતન એના મનને પૈસાના રંગથી રંગતું જાય છે, તે એટલું બધું કે મનને એની રમણતા થઇ મને એમાં રમ્યા કરે છે; તેમ રાત-દિવસ સિદ્ધ ભગવાનને રમતા કરવા છે, તો તે માટે સિદ્ધ ભગવાનનું ચિંતન કર્યા કરવાનું, ભાવન કર્યા કરવાનું.. ચિંતન ભાવનરૂપ બનાવો: ઉત્તમ મુનિ તે જ છે કે જેમના મનમાં સિદ્ધ ભગવાનનું ચિંતન રહ્યા કરે; ચિંતન પણ એવું કે મન સિદ્ધપણાથી ભાવિત Page #68 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૫૯ થતું જાય, રંગાતું જાય, સિદ્ધપણામાં રમણતા જામે. એટલે તદ્દન શુદ્ધ આત્મસ્વરૂપથી,– ‘શુદ્ધ' એટલે રાગાદિથી નિર્મુકત શુદ્ધ જ્ઞાનમય, દેહ-ઇન્દ્રિયાદિથી રહિત, શુદ્ધ અરૂપી, દેહાદિ-ક્રિયાથી રહિત અક્રિય, સ્થિર-આત્મ-પ્રદેશી,- એવા તદ્દન શુદ્ધ આત્મસ્વરૂપથી મનને ભાવિત કર્યે જવાનું. અંતરમાં સાક્ષાત્ જેવો ભાસ થાય કે ‘હું શુદ્ધ જ્ઞાનમય, અરૂપી, અને સ્થિર આત્મ -પ્રદેશી છું.’ આ એટલા માટે જરૂરી છે કે સંસારી જીવનમાં કર્મના ઉપદ્રવો ચાલુ છે, એટલે કર્મની ઊંચાનીચી સગવડ-અગવડ પ્રતિકૂળતા-અનુકૂળતા ભોગવવી પડે છે, તે ભોગવવાની આવે ત્યારે આત્મા ઊંચો નીચો ન થાય. એ તો સમજે કે ‘આ કશું મારું નથી, હું તો શુદ્ધ જ્ઞાનમય, અરૂપી, અક્રિય, સ્થિર સિદ્ધ આત્મા છું.' આના બદલે દા.ત. પૈસા અને સન્માન બિલ્કુલ આત્માની ચીજ નહિ છતાં જો ગૃહસ્થને પૈસા સાચ લાગે, અને સાધુને સન્માન સારું લાગે, તો તે સારામાં પોતાનો ઉદય-ઉત્કર્ષ લાગવાનો, તેથી અતિહર્ષ થવાનો, તેમાં આસક્તિ થવાની, ને તેનું અભિમાન થવાનું. આમાં પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનું સરાસર વિસ્મરણ રહેવાનું, ને તેમાં અંતે ભવસમુદ્રમાં ખોવાઇ જવાનું જ થાય. આમાં શો સાર નીકળ્યો ? દુન્યવી સારૂં મળ્યું એટલે ખુશી ખુશી ! તેના પર મોહ ને મમતા લાગી જ સમજો ને ઉપર છાતી ફૂલવાની – ‘ફાવ્યો !' આવું બધું ન થાય તે માટે નિરંજન-નિરાકાર સિદ્ધ ભગવાનને નજર સામે ને નજર સામે રાખવાના છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ નવપદે પ્રકાશ સિદ્ધપદથી મન ભાવિત કેમ થાય? - સિદ્ધપદથી મનને ભાવિત કરવાનું છે, આપણા આત્માનું જે અસલી શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું છે, તે દેખાય; પોતાનું લક્ષ્ય નજર સામે રહે; એટલે પછી આસક્તિ-અભિમાન શાના ઊઠે ? કેમકે તે શુદ્ધ સ્વરૂપમાં હર્ષ-શોક, આસક્તિ-અભિમાન વગેરે કશું નથી, નીતરતી વીતરાગતા છે. તે સ્વરૂપમાં કર્મની ઊંચા-નીચી નથી, કર્મની ઉપાધિ નથી, કર્મરહિત સિદ્ધતા છે. તે બધું પૂરેપૂરો ખ્યાલમાં રહે, તો આ દોષોથી બચાય. પૂરેપૂરા ખ્યાલમાં એટલે મન સિદ્ધના સ્વરૂપથી પાકું ભાવિત-વાસિત કરાયેલું હોય, રંગાઈ ગયું હોય; ને એમ જાણે ભાસ્યા જ કરે કે – “શુદ્ધ જ છું. અનાદિ અશુદ્ધિઓ મારી છે જ નહિ, કર્મના ફળ મારાં છે જ નહિ, મારું તો સિદ્ધ સ્વરૂપ, એમાં પુદ્ગલની કશી અસરો શ્રીમંતાઈ કે દરિદ્રતા વગેરે નથી. એ તો પર-સ્વરૂપ છે. આયારામ-ગયારામ જેવી એ નાશવંત શ્રીમંતાઈ સન્માન, એ શાશ્વત એવા આત્માની ચીજ હોય જ શાની ? શ્રીમંતાઈ સન્માન ને મારાં માની લેવાની ભૂલ કયાં સુધી કરવી? આત્માના મૂળ સ્વરૂપમાં તો માન-સન્માન-અપમાન કશું જ નથી. માટે જ દુનિયામાં મળતાં સન્માન કે અપમાનની કોઈ જ કિંમત નહિ, કશી જ અસર ન લે, અલિપ્ત પ્રેક્ષક બને, માત્ર જ્ઞાતા-દ્રષ્ટા બની રહે. મુનિમની જેમ જ્ઞાતા-દ્રષ્ટા : દા. ત. શેઠને બે લાખનો નફો થયો; મુનિમ તે ચોપડામાં લખે છે તો તેમાં શું મુનિમનો રાગ વધે? તે ખુશી Page #70 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧ થાય ? ના, કેમકે તે જુએ છે કે આમાં મારું કાંઈ નથી, એટલે ચોપડો નફાનો લખે કે ખોટનો, પણ માત્ર જ્ઞાતા-દ્રષ્ટ બનીને. એના દિલને નફાનો કશો હરખ નહિ, કેમકે પગારમાં વધારો થવાનો નથી; તેમ અન્નદાતાને ખોટ છે માટે ખેદ નહિ. આવા શુદ્ધ જ્ઞાનના કેટલા મોટા લાભ છે !! ઉદાસીન ભાવ કેમ આવે? જગતનાં મોટાં પ્રલોભનો અથવા જગતના મોટા ઉપદ્રવો બન્ને પ્રત્યે આત્મા ઉદાસીન ભાવે રહે, અરકત-અદ્વિષ્ટ રહે, અનાસક્ત ભાવે રહે. “તે ઉપદ્રવ મારા નથી, ને તે પ્રલોભને ય મારા નથી,' એમ માને છે. છ માસ સુધી દુષ્ટ સંગમદેવ વળગ્યો હતો, પરંતુ મહાવીર પ્રભુને કશો ખેદ નહોતો; એ તો કષ્ટ પ્રત્યે તદ્દન ઉદાસીન હતા. એટલે કષ્ટદાતાથી ખેદ શાને થાય ? આ ઉદાસીન ભાવ લાવવા અવિકૃત દશા લાવવાની. એ શી રીતે આવે ? સિદ્ધ ભગવાનની અવિકૃત અવસ્થા નજર સામે રાખવાથી. પ્ર–શું સિદ્ધને માત્ર નજર સામે રાખવાથી કામ થાય? ઉ0–હા, જુઓ. ધ્રુવના તારાના આલંબને એટલે કે એને નર સામે રાખીને નાવિક રાત્રિના નાવને સમુદ્રમાં માર્ગે તરાવી જાય છે. એમ સિદ્ધ ભગવાનના નિર્વિકાર સ્વરૂપના આલંબને નિર્વિકારતાના માર્ગે આપણા મનને ચલાવી શકીએ, સાંસારિક સંયોગ-વિયોગમાંથી નિર્વિકારતાના માર્ગે મનને તરાવી શકીએ. ત્યાં હર્ષ-ખેદના પ્રસંગમાં અર્થાત અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગમાં અવિકૃત અવસ્થા લાવવાનો જશ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ નવપદ પ્રકાશ આલંબનરૂપ સિદ્ધ ભગવાનને મળે. આટલો પાવર સિદ્ધ ભગવાનનો છે. કેમકે એમનામાં આપણું અવિકૃત સ્વરૂપ દેખાય છે તો જ દુન્યવી સંયોગ-વિયોગોમાં રાગ-દ્વેષથી વિકૃત નહિ બનવા આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. એટલે વિકૃત ન બનવામાં મુખ્ય આધાર-મુખ્ય અસાધારણ કારણ સિદ્ધ બન્યા. તમારા મનમાં નિર્વિકાર સિદ્ધ ભગવાનને રમતા રાખો ને પછી જોઇ લો એની મજા ! સિદ્ધ ભગવાનની નિર્વિકારતાનો અંશે સ્વાદ આવશે, ને જીવન ધન્ય બની ગયું લાગશે ! દિવસની ૧૪૪૦ મિનિટમાં ૧૦ મિનિટ પણ કોઇ તેવો પ્રસંગ કલ્પીને ‘“એની વચમાં પણ હું આવો સિદ્ધ છું'' એવું મનમાં લાવીએ, તો એનો એટલો પાવર છે, કે અવસરે કર્મના મોટા ઝંઝાવાતોમાં આત્માને અવિકૃત નિર્વિકાર રાખવા બળ મળે. તો પૂછો : પ્રભાવ ચિંતનનો ? કે નવકારનો ? પ્ર૦–આમાં પાવર સિદ્ધ ભગવાનનો છે કે આપણા ચિંતનનો ? ઉ –પાવર સિદ્ધ ભગવાનનો છે. ચિંતનમાં બીજું ત્રીજું લાવીએ તો કાંઇ એની આ તાકાત નથી; એ તો ચિંતનમાં ફકત તે સિદ્ધ ભગવાન લાવીએ તો જ આ બને. નવકાર ગણીએ ત્યાં પ્રભાવ કોનો ? ચિંતનનો કે નવકાર મંત્રનો ? પ્રભાવ ચિંતનનો નહીં, પ્રભાવ નવકારનો કહેવાય. એ જ બોલીએ છીએ એસો પંચ નમુક્કારો સવ્વ પાવપ્પણાસણો’’ સર્વ પાપનો પ્રણાશક કોણ ? તો કે આ પાંચે Page #72 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૩ નમસ્કાર. નવકાર પાપનો નાશક કહ્યો, નવકારના ચિંતનને પાપનાશક ન કહ્યું. સાપનું ઝેર ઊતરે છે તે મંત્રના ચિંતન કે ઉચ્ચારણથી; કિન્તુ ઝેર ઉતારનાર તો મંત્ર કહેવાય છે. મંત્રનું ચિંતન કે ઉચ્ચારણ નહિ. પ્રભાવ મંત્રનો જ ગણાય છે, ચિંતન-ઉચ્ચારણનો નહિ. તેથી ઉપકાર મંત્રનો માની મંત્ર પ્રત્યે કૃતજ્ઞતા રખાય છે. એમ નવકારને ઉપકારી માની એના પ્રત્યે કૃતજ્ઞતા રાખવાની છે. એમ આત્માને નિર્વિકારતાનો અનુભવ કરાવનારા સિદ્ધ ભગવાન માનીએ, તેથી સિદ્ધ ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા બની રહે. ચિંતન—ધ્યાનમાં સિદ્ધ ભગવાન લાવીએ, તો જ અલૌકિક ફળ મળે, બીજાને લાવીએ તો નહિ; એ શું સૂચવે છે ? આ જ, કે અલૌકિક ફળ સિદ્ધ ભગવાનના પ્રતાપે થયું. મહા ઉપકાર સિદ્ધ ભગવાનનો. મુનિઓને મન અરિહંત ભગવાનનો ઉપકાર માર્ગદર્શક તરીકે, અબુઝમાંથી સબુઝ બનાવનાર અને મોક્ષમાર્ગમાં જોડનાર તરીકે; પરંતુ આ માર્ગસાધના વખતે કર્મના ઝંઝાવાતોમાં પણ ચલિત વિકૃત ન થવા, આલંબન તરીકે ઉપકાર સિદ્ધ ભગવાનનો. એટલે હવે સમજાશે કે મુનિરાજના માનસ-સરોવરમાં સિદ્ધ ભગવાન કેમ રમતા રહે છે. સિદ્ધ ભગવાન મહાઉપકારી છે, મહાગુણી છે, માટે મુનિઓ તેમને મનમાં રાખે છે. તો આવા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરો. શા માટે નમસ્કાર કરો ? તો કે સિદ્ધ ભગવંતોને વારંવાર નમસ્કાર કરવાથી તેમનો શુદ્ધ સ્વભાવ વારંવાર નજર સામે આવે. તેઓમાં શુદ્ધ દર્શન છે, Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ નવપદ પ્રકાશ - - - શુદ્ધ જ્ઞાન છે, તેમાં રાગાદિ-કલંક-કલુષિતતા નથી, એ રીતે સમજીને તેમને કરેલ નમસ્કાર મનને આત્માના શુદ્ધ સ્વભાવનું મહત્ત્વ લગાડે; એના સંસ્કાર પડયા કરે; ને તે પર પછી પોતાના શુદ્ધ સ્વભાવની મમતા જગાડે, એટલે ચિંતન–ભાવનથી શુદ્ધ સ્વભાવનું અનુભવ જ્ઞાન વગેરે માટે પછી પુરુષાર્થ થાય. સારાંશ, આત્માનો શુદ્ધ સ્વભાવ જાગ્રત કરવો છે, માટે સિદ્ધના શુદ્ધ સ્વભાવને આબેહુબ સ્વરૂપે નજર સામે વારંવાર લાવવો જોઇએ. એ માટે સિદ્ધ ભગવંતોને વારંવાર નમસ્કાર કરવાનો છે. શુદ્ધ સાધના માટે (૧) અહોભાવ અને (૨) મમતાઃ શુદ્ધ સ્વભાવની સાધના માટે બે તત્ત્વો આવશ્યક છે. (૧) એનું અનન્ય મહત્ત્વ આંકી અહોભાવવાળી દૃષ્ટિ; અને (૨) મમતા. (૧) પહેલામાં એવો અહોભાવ થાય કે “આ સિદ્ધ ભગવાન ! આવા સિદ્ધ ભગવાન ! ઓહ! આ શાંતિનાથ ! ભારે ચક્રવર્તીપણાનો ઠાઠ છોડી સિદ્ધ બનવા નીકળી પડયા છે? વાહ ! વાહ !” એમ ““અહો અહો ! આવા અનંત અનંત ગુણોથી ભરેલા અને કર્મની બેડીથી તદન મૂકાયેલા સિદ્ધ ભગવાન ! વાહ વાહ ! ધન્ય આત્મા !” (૨) બીજામાં એવી મમતા થાય કે “ મારા સિદ્ધ ભગવાન ! મને પ્રેરણા આપનાર, સાધનામાં બળ પૂરનાર, મારા પરમ ઉપકારી !” Page #74 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પ સુલસાને ધર્મલાભનો સંદેશો ભગવાને મોકલાવ્યો, ત્યારે તેને આ જ થયું : “મારા મહાવીર !'' ‘“નમુત્યુણં’” બોલતી વખતે મનમાં અહોભાવથી અને મમતાથી અરિહંત રમ્યા કરે તો જ શ્રી લલિત વિસ્તરા’ શાસ્ત્ર કહ્યા મુજબ ‘મુદક્ષુપરિપૂર્ણ—લોચનઃ' અર્થાત્ ચૈત્યવંદનમાં ‘નમુન્થુણં' બોલતી વખતે આંખ હર્ષનાં આંસુથી ભરેલી બને. સિદ્ધ ભગવંતો શુદ્ધ સ્વભાવવાળા છે. એમને અશુદ્ધ સ્વભાવ લેશમાત્ર નથી; કેમકે તેમને કોઇ કર્મનો લેપ નથી. તેમને વારંવાર નમસ્કાર કરવાનો તે અહોભાવ સાથે અને એ શુદ્ધ સ્વરૂપની મમતા કરીને કરવાનો. અહોભાવવાળી દ્રષ્ટિ અને મમતા કરવાથી એમ થાય કે “અહો ! અનેરૂં આ શુદ્ધ સ્વરૂપ ! અને મારું સ્વરૂપ પણ એ જ છે, અને તે મારે પ્રગટ કરવાનું છે.'' આમ પોતાના આત્માના શુદ્ધ સ્વભાવના પ્રગટીકરણ માટે સિદ્ધ ભગવંતોને અહોભાવપૂર્વક અને મમતા સહિત વારંવાર નમસ્કાર કરવાનો છે. “ગુણ પર્યાય પરિણતિ સિદ્ધ” આત્માના શુદ્ધ સ્વભાવ સાથે આત્મામાં રહેલ બે ગુણો : સદ્ગુણ અને સત્ પર્યાયની પરિણતિ ઊભી કરવાની છે. ગુણોની પરિણિત એટલે તે ગુણોને આત્માની સાથે પરિણત થઇ ગયેલા—વણાઇ ગયેલા કરવા છે. તે માટે મહા ગુણી સિદ્ધ ભગવંતો છેલ્લું સાધન છે. તેથી સાધનામાં તત્પર બનવા ને સાધનાને સહજ બનાવવા માટે સિદ્ધ ભગવંતોને વારંવાર Page #75 -------------------------------------------------------------------------- ________________ Es નમસ્કાર કરવાનો છે. મુનિમનમાં સિદ્ધ ભગવાન રાજહંસ જેવા કેમ ? આ પ્રમાણે મહામુનિઓના મન-સરોવરમાં રાજહંસ જેવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીએ. રાજહંસથી સરોવર શોભે એમ પોતાના મનને એમાં સિદ્ધ ભગવાનને બિરાજમાન રાખી શોભિતું રાખવાનું છે. વારે વારે મનમાં સિદ્ધ ભગવાનનો વિચાર આવે, સિદ્ધોની સિદ્ધ અવસ્થા પર મનમાં મિઠાશ આવે. જીભ પર ગોળ આવતાં કેવી મિઠાશ અનુભવાય છે ! એમ મન પર સિદ્ધ અવસ્થાનો વિચાર આવતાં મનને તાજગી લાગે, ગળચટું લાગે. ત્યારે જ આત્મા સિદ્ધપદથી ભાવિત થાય; સિદ્ધના રંગે રંગાય. રાજહંસ સરોવરમાં કૂદાકૂદ કરે, મહાલ્યા ક., એમ સિદ્ધ ભગવાન આપણા મનમાં મહાલ્યા કરે, મનમાં ઓતપ્રોત થાય. મનમાં સિદ્ધ ભગવાન રહેવાથી કેવા શુભ ભાવ ? નવપદ પ્રકાશ મુનિઓ સિદ્ધ થવા નીકળ્યા છે, માટે મનમાં સિદ્ધ ભગવાનને વારે ને વારે લાવ્યા કરે. વળી સમજે છે કે આ જગતની વચ્ચે રહેતાં અશુભ ભાવોથી બચવું છે, તે ઊંચા સિદ્ધપદના શુભ ભાવોથી બચાય. એ ભાવો કેવા ? વીતરાગપણું, દ્વેષરહિત પ્રશાંત સૌમ્યપણું, અનાહારિપણું, હરખ-ખેદરહિતતા, માનાપમાન-અલિપ્તતા, સર્વથા સાવઘક્રિયારહિતપણું, જગત પ્રત્યે ઉદાસીનપણું, ન લેવા દેવા, આવા બધા શુભ ભાવોથી મનને રંગાયેલું રાખવાથી જ બની શકે. મારે પણ સિદ્ધ ભગવાનના સ્વરૂપને વારે વારે મનમાં રમતું રાખવાનુ. Page #76 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૬૭. સિદ્ધપદની ભાવના કેવી? મનને એમ થાય કે “અહો ! મારે આવા સિદ્ધ ભગવાન જેવા વીતરાગ ને પ્રશાંત-સ્થિર થવાનું છે તો મારે આ રાગ-દ્વેષ- મોહ-મદ-મત્સર વગેરે કચરાં મનમાં શા ઘાલવા ? મારે અનાહારી થવાનું છે તો મારે આ વારે વારે કે રોજ ને રોજ ખા-ખા કરવાની લપ શી ? મારે સર્વથા હરખ-ખેદથી મુક્તિ લાવવાની છે, તે એવી મુક્તિ અહીં વારે વારે અભ્યાસ કર્યા વિના શે આવવાની ! તો મારે હરખ-ખેદના નાચ શા? મારે જગતથી સર્વથા અલિપ્ત-ઉદાસીન-અનાસક્ત સ્વભાવ ઊભો કરવાનો છે તો મારે જગતના ભાવો પર શી બહુ અસર લેવાની હોય ? એનાથી શું લ્હવાઈ જવાનું હોય ?” આમ મનને વારે વારે જાગ્રત રાખે, તે મનમાં સિદ્ધ ભગવાનને રમતા રાખ્યાથી બને; ને તેથી જ વિષમ ભાવોથી બચાય. Page #77 -------------------------------------------------------------------------- ________________ વાયના મલાડ મહા વદ ૫૦ -૨-૮૦ સિદ્ધ થાય ? પૂજા ઢાળ “સમય પરંતર અણફરસી, ચરમ તિભાગ વિશેષ; અવગાહન લહી જે શિવ પોહોતા, સિદ્ધ નમો તે અશેષ, રે ભવિકા.” અર્થ –સમયાંતર અને પ્રદેશાંતરને સ્પર્યા વિના તેમજ આત્માની છેલ્લા ભવની અવગાહનાનો છેલ્લો ત્રીજો ભાગ સંકોચાઈ શેષ રહે તે (અર્થાત્ ત્રીજો ભાગ સંકોચી લઈ ૨/૩ ભાગ રહે તે) અવગાહના પામી જે સિદ્ધ ભગવંતો મોક્ષમાં પહોંચી ગયા તે સમસ્ત (અશેષ) સિતોને નમસ્કાર કરું છું. સમય-પ્રદેશસ્પર્શનું આંતરું નહિ ? જ્યાં અહીં સર્વ કર્મનો ક્ષય થયો કે પછીના જ સમયે ત્યાં મોક્ષમાં સીધા જ સિદ્ધશિલા પર બિરાજમાન ! વચ્ચે કોઈ ગતિક્રિયાનો જુદો સમય નહિ, તેમ વચ્ચેનો કોઈ પ્રદેશ સ્પર્શવાનો નહિ એટલે વચલા કોઈ આકાશપ્રદેશને સ્પર્યા વિના અસ્પૃશદ્ ગતિથી મોક્ષમાં બિરાજમાન થઈ ગયેલ. સમયાંતરનો અહીં બીજો સમયએમ અર્થ લેવાનો નથી પણ સમયાંતર એટલે સમયનું અંતર એટલે કે આંતર એવો અર્થ લેવાનો છે. સમયાંતર એટલે સમયનું આંતરૂં યાને વચ્ચેનો સમય, તેમ પ્રદેશાંતર એટલે પ્રદેશનું આંતરું, વચ્ચેનો પ્રદેશ કોઈ છે જ નહિ. એ કેમ બને ? તો કે તેવા Page #78 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ આત્મસ્વભાવથી બને. સર્વકર્મ-ક્ષયનો સમય અને સિદ્ધશિલા પર પહોંચવાનો સમય, તે બે સમય વચ્ચે કોઇ આંતરૂં નહિ; એટલે કે અહીં સર્વ કર્મ ક્ષય વખતનો સમય અને અહીંથી સિદ્ધ શિલા પર સંબધ્ધ થવાનો સમય, એ લગોલગ સમય, બેની વચમાં એક પણ સમય નહિ. તાત્પર્ય, કર્મક્ષયના સમય પછીનો જ સમય સિદ્ધશિલા પર અવસ્થાનનો. એમ અહીંના આકાશપ્રદેશના સ્પર્શ પછી તરત જ સિદ્ધશિલા પરના આકાશપ્રદેશનો સ્પર્શ. વચ્ચેના ૭ રાજલોકના આકાશપ્રદેશનો કોઇનોય સ્પર્શ જ નહિ. આમ, સમયાંતર–પ્રદેશાંતરને સ્પર્ધા વિના જ એટલે કે અસ્પૃશદ્ ગતિએ મોક્ષે ગયા કહેવાય. Fe પ્ર—આત્માને કર્મ તો રહ્યા નહિ, કે જે આત્માને ઊંચે લઇ જાય, તેમ આત્મા ગમન સ્વભાવનો નથી, તો પછી અહીંથી મુકત થતાં એને ઉપર લઇ જનાર કોણ ? ઉ–મુકતને ઉપર લઇ જનાર અસંગ છે. દા. ત. તુંબડાને તળિયે માટીનો લેપડો ચોંટયો હોય તો એ તુંબડું જેમ તળાવમાં એના તળિયે રહે છે, અને તે મટોડી ભીંજાતાં તુંબડા પરથી નીકળી જાય તો તુંબડું માટીના સંગ વિનાનું હલકું થતાં તરત સપાટી ઉપર આવી જાય તેમ કર્મનો સંગ-સંબંધ છૂટી જતાં આત્મા ઉપર જાય છે. પૂર્વે કર્મે આત્મા પર ચોંટી એને પકડી રાખ્યો હતો તે કર્મ ખરી જતાં તુંબડાની માફક આત્મા અસંગ થતાં ઉપર ચાલ્યો જાય છે. સંગ છૂટી જતાં સહજ રીતે જે થાય તે અસંગથી થયું કહેવાય. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ . નવપદ પ્રકાશ - બીજો દાખલો, પૂર્વે ઝાડની ડાળીને વાળી દોરીથી નીચે કશાક સાથે બાંધી રાખી હોય તે દોરી છૂટી જાય, –દોરીના બંધનનો છેદ થઈ જાય તો ડાળી સહજ રીતે ઊંચે આવે. તેમ કર્મ-બંધનનો છેદ થઈ જતાં આત્મા ઊંચે સિદ્ધ ગતિએ પહોંચ્યો. હવે તેને ઉતારનાર કોઈ નથી, એટલે હવે તે સર્વથા ત્યાં જ રહેનારો બન્યો. સંસારમાં ભમતો જીવ આમ તો સિદ્ધ શિલા પર તો અનંતીવાર જઈ આવ્યો પણ તે પાછો નીચે ઉતર્યો; કારણ કે કર્મના બંધન હતાં. ત્યાં સિદ્ધ ભગવંતો હતા તેમના આકાશ-પ્રદેશમાં અનંતીવાર જવા ને રહેવા છતાં કાંઈ સિદ્ધ ભગવંતના આત્મપ્રદેશનો સહવાસ ઉપયોગી ન થયો. પ્ર0–સિદ્ધશિલા પર સંસારીજીવો કેવી રીતે? ઉ–ત્યાં કર્મવશ ગયેલા એકેન્દ્રિય સૂક્ષ્મનિગોદના અનંતા જીવો છે; એમ સૂક્ષ્મ પૃથ્વીકાય-અપકાય તેઉકાય વાયુકાય જીવો પણ ત્યાં અસંખ્ય છે. પાંચેય સૂક્ષ્મ સ્થાવરકાય એકેન્દ્રિય જીવોથી ચૌદ રાજલોક ઠાંસી ઠાંસીને ભર્યો છે. એક પ્રદેશ ખાલી નથી, ત્યાં વ્યવહાર રાશિ તથા અવ્યવહાર રાશિ બન્નેના જીવો હોય છે તેથી સિદ્ધશિલા પર સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો છે. આ એકેન્દ્રિય જીવો ત્યાં મરે એટલે કર્મબદ્ધ હોઈ નીચે પણ ઊતરે, જ્યારે સિદ્ધજીવો ત્યાં પહોંચ્યા, હવે કર્મબંધન નથી એટલે કદી એમને નીચે ઊતરવાનું નથી. તો આવી રીતે સમયાંતર અને પ્રદેશાંતરને સ્પર્યા વિના “ચરમ વિભાગ વિશેષ; Page #80 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૭૧ અવગાહન લઈ જે શિવ પોહોતા સિદ્ધ નમો તે અશેષ’ ચરમ એટલે જે સંસારનું છેલ્લું શરીર છે, તેની અવગાહનાનો ત્રીજો ભાગ બાદ કરતાં જે ૨/૩ ભાગ બાકી રહ્યો, સિદ્ધ આત્મા તે ૨/૩ અવગાહના લઇને મોક્ષે પહોંચે છે, સિદ્ધશિલા પર લોકાન્તને અડીને સ્થિર થાય છે. દા. ત. વધુમાં વધુ ૫૦૦ ધનુષની કાયાવાળા મનુષ્યો જ સિદ્ધ થાય છે. એટલે ૫૦૦ ધનુષ્યની કાયાવાળાને ત્રીજો ભાગ બાદ થઈ જતાં ૫૦૦×૨/૩=૧૦૦૦/૩ ત્રીજો ભાગ=૩૩૩૧/૩ ધનુષ્યની અવગાહના મોક્ષમાં. આ સૌથી વધુ અવગાહના છે. સિદ્ધશિલા પર સિદ્ધની અવગાહના વધારેમાં વધારે ૩૩૩૧/૩ ધનુષ્ય હોય છે. પ્ર—પરંતુ મરુદેવા માતા પર૫ ધનુષ્યની કાયાવાળા હતા, ને પ૨૫ નો ૨/૩ ભાગ ૩૩૩૧/૩ થી વધુ થાય, તો તેનું શું ? ઉમરુદેવા માતા બેઠા બેઠા મોક્ષે ગયા હતા, તેથી તેમની અવગાહના ઓછી થાય. એવી અવગાહના લઇને જે મોક્ષમાં પહોંચ્યા તેવા સમસ્ત સિદ્ધ ભગવંતને હું નમસ્કાર કરું છું. ઢાળ કાવ્ય પૂર્વ પ્રયોગ ને ગતિપરિણામે, બંધન છેદ અસંગ; સમય એક ઉર્ધ્વ ગતિ જેહની, તે સિદ્ધ પ્રણમો રંગરે. ભવિકા” સિદ્ધ ભગવાનની ઊર્ધ્વગતિ એક જ સમયની છે. છૂટયા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ નવપદ પ્રકાશ અહીંથી તે એક જ એટલે કે પછીના જ સમયે મોક્ષમાં પ્રાપ્ત થઈ જાય. એટલે અહીં કર્મક્ષયનો સમય ને પછીના જ સમયે ત્યાં સિદ્ધશિલા પર અવસ્થાન. વચ્ચે સમયનું આંતરું જ નહીં. પ્ર0–એક જ સમયની ઊર્ધ્વગતિ કેમ બને? સાત રાજલોક વટાવવાની ગતિ થયા વગર લોકાન્ત–પ્રાપ્તિ કયાંથી થાય? ઉ૦-પૂર્વે કહી આવ્યા છે કે મુક્ત થનાર આત્માનું ઊર્ધ્વગમન અસ્પૃશદ્ ગતિએ છે, અર્થાત્ વચલા સાત રાજના આકાશપ્રદેશોને સ્પર્યા વિના જ ગમન છે. આ અનંતજ્ઞાની તીર્થકર ભગવંતે જોયેલી વાત છે, એમાં અજ્ઞાની આપણાથી આ કેમ બને ?' એમ પ્રશ્ન ન થાય. નહિતર “મુકત થયેલ જીવ અહીંજ ન રહેતાં સિદ્ધશિલા પર લોકાન્તને અડીને રહે એ પણ આપણે ક્યાં જોઈ શકીએ છીએ ? જો એ અનંત જ્ઞાનીએ પ્રત્યક્ષ દેખેલું અને કહેલું માનીએ છીએ તો આ પણ અસ્પૃશદ્ ગતિએ એક સમયની ઊર્ધ્વ પ્રાપ્તિ માનવી જ જોઈએ. આમ છતાં, અસ્પૃશદ્ગતિ સમજવા માટે યુકિત છે, સંસારી જીવ એક ગતિમાંથી છૂટી બીજી ગતિમાં જાય છે, તે ઋજુ ગતિથી એટલે કે આકાશની સમશ્રેણિમાં એક જ સમયમાં ઊંચે કે નીચે યા સીઘો દિશામાં જાય છે. આ ગમન પણ અસ્પૃશદ્ ગતિથી જ ઘટી શકે છે, કેમકે જો વચલા આકાશપ્રદેશોમાંના દરેક પ્રદેશને એકેક સમયે સ્પર્શતો ચાલે તો તો આ ગમનમાં એને અસંખ્ય ઉત્સર્પિણી–અવસર્પિણીના વર્ષો પસાર થાય ! કેમકે સમય કરતાં આકાશપ્રદેશની અતિ સૂક્ષમતા છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૭૩ શાસ્ત્ર કહે છે.—એક અંગુષ્ઠ પ્રમાણ આકાશક્ષેત્રના પ્રદેશ માનો કે ખાલી કરવા હોય અને એકેક સૂક્ષ્માતિસૂક્ષ્મ સમય એકેક પ્રદેશ ખાલી કરતા જવાય તો – અંગુષ્ઠ પ્રમાણ ક્ષેત્રના સમસ્ત આકાશ પ્રદેશ ખાલી કરવામાં અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીનો કાળ પસાર થાય. એટલે, દા.ત. અહીંથી કોઈ જીવને મરીને ઉપર દેવલોકમાં જવું છે, એ ઊંચેના આકાશપ્રદેશોમાં પહેલે સમયે પહેલો પ્રદેશ સ્પર્શે, પછી બીજા સમયે એને સંલગ્ન એની ઉપરનો બીજો પ્રદેશ સ્પર્શે, પછી ત્રીજા સમયે એનીય ઉપરનો પ્રદેશ સ્પર્શે,...તો એ રીતે ઉપર ઉપરના પ્રદેશ એકેક સમયથી સ્પર્શવા જતાં રાજલોકના આકાશપ્રદેશ એકેક સમયથી એકેક પ્રદેશ સ્પર્શીને પૂરા કરતાં અસંખ્ય ઉત્સર્પિણી—અવસર્પિણીનો કાળ જાય. પરંતુ એવું કાંઇ બનતું નથી. એ સૂચવે છે કે જીવ અશદ્ ગતિથી ઉપર જાય છે. અર્થાત્ વચ્ચેના આકાશપ્રદેશોને સ્પર્શવાની ભાંજઘડમાં પડયા વિના જ ઉપર પ્રાપ્ત થઇ જાય છે. પ્ર–ઠીક છે, પરંતુ જીવને તો સંસારમાં ઉપર નીચે લઇ જનાર કર્મ છે, કિન્તુ મોક્ષ પામનારને તો કર્મ રહ્યા જ નથી, તો એની લોકાન્ત સુધીની ઊર્ધ્વગતિ શી રીતે ? ઉ૦–આનો ઉત્તર ઢાળના કાવ્યમાં આપ્યો કે (૧) પૂર્વપ્રયોગ ને (૨) ગતિ પરિણામ, (૩) બંધન છેદ, (૪) અસંગ’ Page #83 -------------------------------------------------------------------------- ________________ નવપદ પ્રકાશ એક સમયમાં ઊર્ધ્વગતિ શી રીતે એ સમજવા માટે શ્રી વિશેષાવશ્યક ભાષ્ય' શાસ્ત્રમાં આ ચાર હેતુ બતાવ્યા છે,– પૂર્વપ્રયોગ, રંગતિપરિણામ, બંધનછેદ અને ૪અસંગ. તથા એના દૃષ્ટાન્ત આ પ્રમાણે બતાવ્યા છે ઃ (૧) પૂર્વ પ્રયોગમાં બાણગતિ યા ચાકડાની ગતિ-એ દૃષ્ટાન્ત; (૨) ગતિપરિણામમાં અગ્નિજ્વાળા યા ધૂમાડાની ઊર્ધ્વગતિનું દૃષ્ટાન્ત; (૩) બંધન છેદમાં એરંડાના મીંજની ઊર્ધ્વગતિનું દૃષ્ટાન્ત, અને ૭૪ (૪) અસંગમાં તળાવમાં તુંબડાની ઊર્ધ્વગતિનું દ્રષ્ટાન્ત. ૧ પૂર્વપ્રયોગ ઃ– પૂર્વ–પ્રયોગ સમજવા માટે બાણની ગતિનું દ્રષ્ટાન્ત છે. જેવી રીતે ધનુષ્યમાંથી બાણ છૂટયું તે પહેલું તો ધનુષ્યની વાંકી પણછ (દોરી) સીધી થવાથી ગતિમાન બન્યું, પરંતુ તે ત્યાં જ પણછ વાંકીની સીધી થઇ એટલી જ જગામાં ગતિ; કિન્તુ પછી બાણ આગળ આગળ ચાલ્યું તે શાના હિસાબે ? કહેવું જ પડે કે પૂર્વ પ્રયોગના હિસાબે, વાંકા વાળેલા ધનુષ્યની વાંકી વળેલી ને અતિ કડક બનેલી દોરીનો બાણને ધક્કો એ પૂર્વ પ્રયોગ કહેવાય, બાણને એ ધક્કાના પૂર્વ પ્રયોગથી બાણમાં આગળ ગતિ થઇને એ ધારેલા નિશાને પહોંચે છે. બસ, આ રીતે આત્માને સિદ્ધ થવામાં સર્વકર્મ-ક્ષય થાય Page #84 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૭૫ એ જ પૂર્વ-પ્રયોગ, એ જ ધક્કો, એથી એનામાં ઊર્ધ્વ ગતિ થઇ સિદ્ધશિલા પર લોકાને એ પહોંચે છે. લોકાન્તથી આગળ ગતિ કેમ નહિ ! પ્ર૦—સિદ્ધ બનેલામાં કેમ સાત રાજલોકની જ ગતિ ? કેમ માત્ર એક કે બે જ રાજલોક જેટલી ઊર્ધ્વગતિ થઈને અટકણ નહિ ? અથવા જો સાત જ રાજલોક ગતિ પછી અટકણ; તો એથી ય આગળ ગતિ કેમ નહિ ? ઉબાણમાં પણ શું છે ? ધારેલા નિશાન સુધી જ ગતિ થઇ શકે પણ આગળ નહિ એવું નથી. જો ધારેલા નિશાનને બાણ અફળાયું ન હોત અને નિશાનની બાજુમાં ચાલ્યું હોત, તો એથી ય આગળ એ જાત; પરંતુ ધારેલા નિશાન સાથે બાણનું ટકરાવું એ આગળ ગતિને રોકે છે, એમ સિદ્ધ બનેલ આત્મામાં પૂર્વપ્રયોગથી ગતિ તો સાત રાજલોકથી પણ આગળ થવાની શકયતા હતી, કિન્તુ આગળ ગતિસહાયક ધર્માસ્તિકાય દ્રવ્યનો અભાવ આત્માની લોકાન્તથી આગળ ગતિને રોકે છે; તેથી એ લોકાન્તે જઇ અટકે છે. પૂર્વ પ્રયોગમાં ચાકડાનું દ્રષ્ટાંત : ‘પૂર્વપ્રયોગ'માં શાસ્ત્ર બીજું પણ દૃષ્ટાન્ત કુંભારના ચાકડાનું આપે છે. તે આ રીતે કે – કુંભાર પહેલાં તો ચાકડો એની ધારી પરના બખોલમાં ઠંડો ઘાલી જોરજોરથી ફેરવે છે, પછી ડંડો કાઢી લઇ બાજુએ મૂકી દે છે, એમ છતાં ચાકડો ચકર ચકર ઘૂમતો રહે છે. ઠંડો કાઢી લીધા પછી પણ આ ચાકડાની સહજ ગતિ પૂર્વપ્રયોગને લીધે અર્થાત્ પૂર્વે કરેલા ડંડાના પ્રયોગને લીધે છે એમ કહેવાય. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ નવપદ પ્રકાશ બસ, એ જ રીતે જીવ સર્વથા કર્મમુકત થાય એ પૂર્વ પ્રયોગ કહેવાય. એના લીધે જીવમાં સહજ ઊર્ધ્વગતિ થાય છે. આ પૂર્વપ્રયોગથી ઊર્ધ્વગતિની વાત થઇ. (૨) ગતિ પરિણામ જ્વાળાનું દ્રષ્ટાન્ત ઃ હવે ગતિ–પરિણામ હેતુથી એક સમયમાં ઊર્ધ્વ ગતિ થવાની વાત. એમાં અગ્નિ જ્વાળા અને ધુમાડાનું દૃષ્ટાન્ત છે, તે જોઇએ. જેવી રીતે અગ્નિમાંથી જ્વાળા નીકળે તો તે ઊંચે જ જાય છે. એને ઊંચે ધકેલનાર કોઇ પંખો વગેરે નથી. તે પણ જ્વાળા કે ધુમાડો પ્રગટ થાય ત્યારથી જ સહેજે ઊંચે જ જવાનો પરિણામ પામે છે, ન નીચે કે ન તિર્કો. જો જ્વાળા તિર્શી જનારી હોત તો તો કોઇ રાંધનારી લાકડાં સળગાવી પાસે ન બેસી શકત. તો જેમ જ્વાળા ઉત્પન્ન થતાંની સાથે જ ઊંચે જવાનો પરિણામ પામે છે, એમ જીવ કર્મ-મુક્ત થતાંની સાથે જ ઊર્ધ્વ ગતિનો પરિણામ પામે છે. માટે ઊર્ધ્વગતિ થવામાં એક સમયનો પણ વિલંબ નથી થતો. પૂછો, પ્ર—સંસારી અવસ્થામાં કર્મથી પ્રેર્યો તેવો પરિણામ પામતો હતો, હવે કર્મ નથી તો એ શી રીતે ઊર્ધ્વગતિ પરિણામ પામે ? ઉ—એ તેવા સ્વભાવથી પામે. જેમકે, જ્વાળા કે ધુમાડાને કોઇ પ્રેરક એટલે કે ઊંચે ધકેલનાર તત્ત્વ નથી, કિન્તુ સ્વતઃ તેવા સ્વભાવથી ઊર્ધ્વગતિનો પરિણામ પામે છે ને ? અલબત જીવ કર્મથી પ્રેર્યો તો ચારે દિશામાં કે ઊંચે યા નીચેની ગતિય પામતો હતો, પરંતુ જ્યારે અહીં કર્મમુકત થતાં ઊર્ધ્વગતિ પરિણામ પામે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૭૭ પ્ર0- એવો ઊર્ધ્વગતિનો જ સ્વભાવ કેમ? ઉ૦– આ પ્રશ્ન નકામો છે. સ્વભાવમાં પ્રશ્ન ન હોય કે જ્વાળાનો તેવો જ સ્વભાવ કેમ ? બીજા કોઈ પ્રેરક કારણ વિના તેવું ઊર્ધ્વગતિનું કાર્ય દેખાય છે, અને કારણ વિના કાર્ય બને નહિ, તેથી કાર્ય પરથી માનવું પડે કે ત્યાં સ્વભાવ એ જ કારણ છે. એમ અહીં કર્મમુક્ત બનનાર જીવનો ઊર્ધ્વગતિ પરિણામ પામવાનો સ્વભાવ કારણભૂત માનવો જ જોઇએ. (૩) બંધન છેદ-એરંડાનું મીંજ દ્રષ્ટાન્ત : ઊર્ધ્વગતિ-પરિણામમાં ત્રીજો હેતુ બંધન-છેદ છે, અને એનું દ્રષ્ટાન્ત શાસ્ત્ર એરંડાના છોડમાંના એરંડાનાં મીંજનું આપ્યું છે. એરંડાના છોડ પર એનું ફળ પાકે તે એરંડાનું મીંજ કહેવાય છે. એ ડાળીના છેડા પર પાકે, કિન્તુ છેડો નીચેના કોશને લાગેલો હોય છે, ત્યાં પાકે છે. પરંતુ જ્યારે કોશ સુકાઈ જાય એટલે બંધન ન રહ્યું, તેથી હવે એ છેડો અને મીંજ ફટ કરતુંક ઊંચે જાય છે. એમ અહીં જીવને આડે કર્મના બંધનનો છેદ થતાં જીવ ઊંચે જાય, ઊર્ધ્વગતિનો પરિણામ પામે, એ સહજ છે. આમાં બીજું દ્રષ્ટાન્ત કોઈ પણ છોડની ડાળીનુંય લાગુ પડે. દા. ત. ડાળીના છેડાને નીચે ખેંચી, કશાક સાથે દોરીથી બાંધી દીધો હોય પછી જ્યાં એ દોરીનું બંધન છોડી નાખવામાં આવે ત્યાં તરત જ ડાળીનો છેડો ઉપર ચાલ્યો જાય છે. એને ઉપર જવા ધકેલવી પડતી નથી. હવે પૂછો. પ્ર0-એમ તો ડાળીના છેડાને ઊંચે કશાક સાથે બાંધી Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ નવપદ પ્રકાશ રાખેલો હોય તો એ ઊંચેનું બંધન છોડી નાખતાં કેમ ડાળી નીચે આવે છે ? ત્યાં કયાં ઊર્ધ્વગતિ પરિણામ આવ્યો ? ઉ– અહીં ડાળીના છેડાનું સહજ સ્થાન આસપાસની બધી દિશાઓની અપેક્ષાએ ઉત્તરમાં એટલે કે ઊંચે સમજવું જોઇએ. દા.ત. મેરુપર્વત માટે કહેવાય છે ‘સર્વેષામ્ ઉત્તરતો મેરુઃ'' ભરત ક્ષેત્રનેય મેરુ ઉત્તરમાં, ઐરવત ક્ષેત્રને પણ મેરુ ઉત્તરમાં, તેમ પૂર્વ-પશ્ચિમ મહાવિદેહને પણ મેરુ ઉત્તરમાં, કેમકે મેર કેન્દ્રમાં છે. કેન્દ્રની આસપાસની બધી દિશાઓને કેન્દ્ર ઉત્તરમાં ગણાય. એમ ડાળીના છેડાનું સહજ મૂળ સ્થાન એ કેન્દ્ર છે, એટલે હવે ડાળીને ઊંચે ખેંચી કયાંક બાંધી, તો ત્યાંથી મૂળ સ્થાન કેન્દ્ર ઉત્તરમાં એટલે કે ઊંચે જ ગણાય. સારાંશ, બંધન છેદાઈ જતાં જીવમાં ઊર્ધ્વગતિ-પરિણામ થાય એમાં બંધન-છેદ એ જ હેતુ કહેવાય. (૪) ‘અસંગ’ હેતુ : મુક્ત જીવના ઊર્ધ્વગતિ-પરિણામમાં ચોથો હેતુ ‘અસંગ’ આપ્યો. એનું શાસ્ત્રમાં દ્રષ્ટાન્ત માટી લેપેલા તુંબડાનું આપ્યું છે. દા.ત. તુંબડું બહારથી સારી રીતે માટીથી જાડું લેખું, સુકાવ્યું. હવે એ તુંબડું તળાવમાં મૂક્યું તો એ માટીના બંધનથી તળિયે જઇ બેસવાનું. પરંતુ જ્યારે પાણીથી એની માટી ક્રમસર ધોવાઇ ધોવાઈને તદ્દન સાફ થઇ ગઇ, માટીનો સંગ બિલ્કુલ નીકળી ગયો કે તરત એ તુંબડું પાણીની સપાટી પર આપ મેળે પહોંચી જવાનું. એને નીચેથી ઊંચે કોઇ Page #88 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૭૯ ધકેલનારની જરૂર નહિ. એ માટીના સંગના અભાવથી અર્થાત્ અસંગથી ઊંચે આવ્યું કહેવાય. એમ જીવ કર્મ રૂપી માટીના સંગથી નીચે હતો તે કર્મ-માટીનો સંગ પૂરેપૂરો છૂટી જતાં, જીવ અસંગ થવાથી આપમેળે સહેજે ઊંચે જાય એમાં નવાઈ નથી. જીવની આ ઊર્ધ્વગતિ અસંગથી થઈ કહેવાય, કવે મોક્ષમાં કોઈ બાહ્ય કર્મનો ને શરીરનો સંયોગ રહ્યો નથી, તેમ આભ્યન્તર રાગદ્વેષાદિ ઔદયિક ભાવોનો સંગ પણ રહ્યો નથી, તેથી સિદ્ધાત્મા અનંત નિરાબાધ એકાન્તિક સુખમાં મહાલે છે. સર્વ ઔદયિક ભાવોનો સંગ નહિ તે સિદ્ધપણું. સાધુનો ય સંગઃ - સાધુ થયા તે સંગ મૂકીને આવ્યા, પરંતુ તે તો બાહ્ય સંગ મૂકી આવ્યા, કિન્તુ જો આભ્યન્તરમાં કામ-ક્રોધ-લોભ, મદ-માયા-અહંત્વ, રાગ-દ્વેષ-મિથ્યાત્વ...વગેરે કશાકનો પણ સંગ ઊભો રાખ્યો તો તે આત્મા પર કર્મનાં બંધન વધારનારો સંગ છે, અને સંગ છે ત્યાં સુધી સંસાર છે, પરવશતા છે, સ્વાધીનતા નથી. ગણધર મહારાજા શ્રી સુધર્મા સ્વામીજી શ્રી સૂયગડાંગ સૂત્રની પહેલી ગાથામાં દીક્ષિત બનેલા શ્રી જંબૂકુમારને કહે છે, “બુઝિક્સ રિ તિઉફ્રિજા બંધણું.” હે આયુષ્યમનું જંબૂ ! જો તું તારી જાતને સમજદાર માનતો હોય કે હું સમજ પામ્યો છું, બોધ પામ્યો છું તો એક કામ કર,-બંધનને તોડ. Page #89 -------------------------------------------------------------------------- ________________ નવપદ પ્રકાશ જીવનકર્તવ્ય બંધનનાશ: જંબૂઃ જંબૂકુમારને હવે શા બંધન તોડવાના બાકી હતાં? તેમણે આઠ સ્ત્રીનાં બંધન તોડયાં; ૯૯ કરોડ સોનૈયાના બંધન તોડ્યા, માબાપના બંધન તોડ્યાં, હવેલી બાગ બગીચાના બંધન તોડયા,...બધું મૂકીને આવ્યા તો પછી બાકી બંધન હવે રહ્યું શું? તો જવાબ મળે છે- મૂકયા તે બહારના બંધનો મૂકયા; હજુ અંદરના મમત્વના-આસક્તિના-મદ-અહંકારના બંધનો ઊભાં છે, તે તોડવાનું કામ બાકી છે તે હવે કરવાનું છે. જંપવાળીને બેસવા જેવું નથી, જ્યાં સુધી આ બંધન છે. અરે ! એક તણખલાનો પરિગ્રહ-મમતા તે ય બંધન છે. એમ મહાવીર ભગવાન કહે છે, એવું સુધર્મા ગણધર મુનિ બનેલા જબૂને શીખવે છે. જ્યાં સુધી આત્યંતર સંગ બેઠા છે, ત્યાં સુધી અસંગ નથી, અને અસંગ બન્યા વિના મોક્ષમાં કાયમી પ્રવેશ મળે તેમ નથી. સંપૂર્ણ અસંગ બનો તો સિદ્ધશિલા પર કાયમી પ્રવેશ છે. ત્યાં જો સંગ રાખીને ઘુસી ગયા સૂક્ષ્મજીવ તરીકે, તો ધકેલાઈ ગયા બહાર ! માટે સિદ્ધનું સ્વરૂપ છે અસંગ. આ જોઈને વિચારવાનું કે *જીવનનું ઊંચું લક્ષ્ય કયું? સર્વ સાધનાનું ઊંચું લક્ષ્ય શું? Page #90 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૮૧ જીવનનું ને સાધનાનું ઊંચું લક્ષ્ય છેઃ બને તેટલા અસંગ થવાનું' બધી સાધના કરી, ને જોતા રહો- ‘હું વધારે સસંગ બન્યો ? કે વધારે અસંગ બન્યો ?' દા.ત. પક્ષી પ્રતિક્રમણમાં ‘અજિત-શાંતિ' અચ્છી રીતે બોલ્યા, તેમ સરસ રીતે પ્રતિક્રમણ ભણાવ્યું, તો ભણાવ્યા પછી જો જો કે ‘વધારે અસંગ બન્યા ? કે સસંગ ?’ કોઇએ ગુણ ગાયા, ‘ભાઇએ પ્રતિક્રમણ સરસ ભણાવ્યું, અજિતશાંતિ સુંદર બોલ્યા હાઈ કલાસ,' એ સાંભળી જો ખીલ્યા તો ‘‘આ અભિમાનનો સંગ આવ્યો, ને સસંગ બન્યા. એમ જાતે ને જાતે ફૂલ્યા કે ‘મેં પ્રતિક્રમણમાં અજિતશાંતિ સારી લલકારી, તોય તે સંગ આવ્યો, કષાયનો સંગ. આ હિસાબ છે - વધારે સસંગ, તો મોક્ષથી વધારે દૂર. વધારે અસંગ, તો મોક્ષની વધારે નજદીક. સિદ્ધ ભગવાન બતાવી રહ્યા છે ઃ ‘અમે સર્વથા અસંગ છીએ તો કદી ભવમાં ભમવાનું નથી. તમે ય મૂળ સ્વરૂપમાં અસંગ છો, એ મૂળ સ્વરૂપને પ્રગટ કરવા મથો. ધર્મ કર્યા પર અંદર અભિમાનની લાગણી થઇ : મેં કેવો સરસ ધર્મ કર્યો ?’ તો એ સંગ ઊભો કર્યો. તારણહાર ધર્મ કરીને તો વધારે અસંગ થવાનું હતું, એના બદલે સસંગ થયા ! કેવી દુર્દશા ! પ્રશસ્ત કષાય કોને કહેવાય ? શંકા : આ અભિમાન પ્રશસ્ત નહિ ? સમાધાન : પ્રશસ્ત કષાય, પ્રશસ્ત રાગ, પ્રશસ્ત દ્વેષ, પ્રશસ્ત અભિમાન તે, જે મૂળ વૈરાગ્યના પાયા પર ઊઠે, જે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ નવપદ પ્રકાશ આત્માના ઉપશમ ભાવને, સંયમ ભાવને કે અહિંસાદિ ભાવને પોષનાર હોય તે પ્રશસ્ત ભાવ કહેવાય. જેમ ઉપદ્રવ કરવા કોઇ આવ્યો ને તે કહે : ‘મૂક તારું સાધુપણું, નહિ તો મારી નાખીશ તને !' ત્યારે મનમાં થાય : ‘હું સંયમ તો મૂકું જ નહિ, ગમે તે થાઓને ?' આમાં ‘હું સંયમ ન મૂકું' આ વિચારમાં અહંત્વ આવ્યું, પણ આ વિચાર સંયમનો પોષક છે, માટે આ અહંત્વ પ્રશસ્ત છે. ભગવાનની મૂર્તિ તોડવા કોઇ દુષ્ટો ગયા, ત્યાં જરૂર પડે તો તેમને ગુસ્સો બતાવવો પડે, કદાચ મેથીપાકે ય આપવો પડે, તો તે સંયમનું પોષક છે, કેમકે મૂર્તિની રક્ષા થાય તો મૂર્તિથી શ્રદ્ધા વધે ને ચારિત્ર પ્રાપ્ત થાય, દ્રઢ થાય. માટે આ ગુસ્સો એ પ્રશસ્ત કષાય. અસંગના લક્ષ્ય પર જીવન જીતાય : સિદ્ધ ભગવાન અસંગ બન્યા છે. તો અસંગનું જીવન-લક્ષ્ય પાકું રાખવા માટે સિદ્ધ ભગવાન સદા નજર સામે રહે. આ થાય તો બધી પ્રવૃતિમાં અસંગતાની વારંવાર સ્મૃતિ રહે; ને એ રાખીને શકય હોય ત્યાં બને તેટલા અસંગ થતા રહેવાનું કરાય. સાધુને જો અસંગ બનવાનું લક્ષ્ય બંધાઇ જાય તો તેઓ જગ જીતી ગયા. કષાય ઊઠવા જાય ત્યાં મનને થાય કે ‘આ સંગ વધશે ને મારે તો અસંગ-અવસ્થાએ પહોંચવું છે, માટે કષાયના સંગને હટાવતો રહેવા દે. એમાં પછી રાગ ને રતિ ય નથી રહેવા દેવી.' એમ અસંગના જાગતા ખ્યાલથી કષાયને Page #92 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ અટકાવી શકાય. સાધુ ગોચરી કરે પણ નિર્લેપ ભાવે કરે તો તે અસંગ છે. શબ્દ-વ્યવહાર કે બીજો વર્તાવ અ ંત્વ વગર કરે તો તે અસંગ છે. ઉગ્રતા આવેશ અટકાવે ત્યાં અસંગ છે. મૈત્રી ભાવ આદિમાં અસંગપણું : અસંગપણાનું લક્ષ્ય વધે તો ધર્મના ચાર પાયારૂપ મૈત્રી, કરુણા, પ્રમોદ, માધ્યસ્થ, સુલભ થઇ જાય, કેમકે એનાથી વિરુદ્ધ અ-મૈત્રી વગેરે રાખવા જતાં સસંગ બનાય છે, આંતર મેલના સંગવાળા થવાય છે. ૮૩ જયાં સુધી આંતરિક વેવિરોધ, કઠોરભાવ, ઇર્ષ્યા, ને પરદોષદ્રષ્ટિ-પર ચિંતા વગેરે ઊભા છે ત્યાં સુધી સંગ છે, તો અસંગ નહિ બનાય. એ તો એની સામે મૈત્રી-પ્રમોદ વગેરે રખાય તો જ અસંગ બનાય. પ્ર૦– વેર વિરોધ ન રાખીએ તો સામેનો દબાવી જ જાય ને ? ઉ૦– સમજી રાખો કે ‘તમારું પુણ્ય કમ હશે ને સામેનાનું પુણ્ય પાવરફુલ હશે, તો તમે વેર રાખવા છતાં તે તમને જોડા મારશે'' એટલે અલ્પ પુછ્યાઇમાં તમે આંતરિક કષાયથી કોઇ લાભ ખાટતા નથી. માટે જીવનલક્ષ્ય આ, કે બનાય તેટલા અસંગી બનવું’, તેથી મૈત્રી વગેરે સુલભ થઇ જાય છે. શરીર મૂર્છા ત્યાગ માટે ભાવના : સામે સેવાનો લાભ દેખાતો હોય, છતાંય હાડકાં હરામ કરી બેસી રહે, તો તે બતાવે છે કે એને આ શરીરની ખોટી મૂર્છા-મમતાનો સંગ છે, પરંતુ એવો વિચાર આવે કે Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ નવપદ પ્રકાશ ‘શરીર સાચવી રાખીશ પણ સાચવ્યું રહેવાનું નથી. શરીર બેઠાડું રાખવાથી કશો લાભ નથી. એના બદલે જો અવસરોચિત સેવા આદિ બજાવીશ, તો તે લાભદાયી બનશે, ને કર્તવ્યનું પાલન થશે. ‘પરત્થકરણ' એક અનિવાર્ય કર્તવ્ય છે. મહાપુરૂષોએ જીવલેણ પ્રસંગમાં પણ શરીર પરની મૂર્છા કરી નથી. મૂર્છાનો અસંગ રાખેલ છે, તો મારે આ મામુલી કષ્ટમાં શરી૨ મૂર્છા રાખવી ? દા.ત. બંધક મુનિએ પોતાની ચામડી ઉતારતાં ને ગજસુકુમાર મુનિએ સગડી માથા પર રહેવા દેતાં ઘોર કષ્ટમાં પણ વિચાર્યું કે આ પીડા શરીરનું બગાડે છે, આત્મા તો કંચન જેવો શુદ્ધ થઇ રહ્યો છે. માટે શરીર મમતા નહિ કરવાની ! એમ સર્વ સંગ છોડયા ને વીતરાગ સર્વજ્ઞ સિદ્ધાત્મા બન્યા ! આમ ઘોર કષ્ટમાં ય મહાત્માઓએ શરીર-મમતા ન કરી, તો મારે સેવા કરવામાં તો ક્યું મહા કષ્ટ છે ? પેલા કષ્ટની અપેક્ષાએ અત્યન્ત મામુલી કષ્ટ; તો શું એટલા કષ્ટથી ય બચવા શરીર-મમતા કરવી ? તાત્પર્ય અસંગ બનવાનું જીવનલક્ષ્ય જોઇએ. એ માટે પોતાના અસંગના મૂળ સ્વરૂપ માટે અહોભાવ અને મમતા જગાડવાની, મનને એમ થાય કે, ‘અહો ! મારા આત્માનો આ કેવો અતિ સુંદર અસંગ ભાવ ! એ અસંગ ભાવમાં પરમ સ્વાતંત્ર્ય ! અનંત સુખ !' આમ અહોભાવ કેળવી એના પર અત્યન્ત મમતા આકિત ઊભી કરવાની કે કેમ હું જલ્દીમાં જલ્દી આ અસંગભાવને પ્રગટ કરું !' Page #94 -------------------------------------------------------------------------- ________________ વાયના બોરીવલી પશ્ચિમ મહા વદ ૬ ૬-૨-૮૦ નિર્મળ સિદ્ધશિલાની ઉપરે જોયણ એક લોગંત; સાદિ અનંત સ્થિતિ તિહાં જેહની તે સિદ્ધ પ્રણામો સંતરે ભવિકા સિદ્ધ) ચૌદ રાજલોકને અંતે એટલે સિદ્ધશિલાની ઉપર એક જોજને સિદ્ધ ભગવંતો રહેલા છે. તે સિદ્ધ-શિલા નિર્મળ સ્ફટિકરત્નની ૪પ લાખ જોજન લાંબી પહોળી છાલિયા જેવી છે, બીજના ચંદ્રના આકારની છે. તેની ઉપર સિદ્ધાત્માઓ લોકાન્ત સૌથી ઉપરનો આત્મ-ભાગ અડે તે રીતે રહ્યા છે, કારણ કે અસંગ બનેલા જીવની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ છે. લોકના છેલ્લા ભાગે આત્માનો ઉપરનો ભાગ અડકીને રહે તે પ્રમાણે અહીં મુક્ત થયેલા ત્યાં સિદ્ધશિલા પર જઈને રહે. સિદ્ધોની સ્થિતિ સાદિ અનંત છે. “સાદિ' એટલે આદિવાળા, સિદ્ધ થયા ત્યારથી આદિ-શરૂઆત થઇ, અને હવે પછી “અનંતએટલે શાશ્વત કાળ માટે ત્યાં સ્થિરતા છે. શ્રી ઋષભદેવના સ્તવનમાં કહ્યું છે કે “રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત; ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે ઓર ન ચાહું રે કંત.” સંબંધના ભાંગા ચાર છે : ૧. સાદિ સાંત Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮s નવપદ પ્રકાશ ૨. સાદિ અનંત ૩. અનાદિ સાંત ૪. અનાદિ અનંત આમ વસ્તુના સંબંધમાં ચાર પ્રકાર પડે. (૧) “સાદિ સાંત” સંબંધની શરૂઆત હોય અને તેનો અંત પણ હોય-જેમ, કર્મનો જીવ સાથેનો સંબંધ સાદિ સાંત છે. (૨) “સાદિ અનંત સંબંધની શરૂઆત હોય પણ તેનો અંત ન આવે; જેમકે અગ્રભાગ સાથે મુક્ત જીવનો સંબંધ થાય તે સાદિ, પણ પછી ત્યાં કદી તે સંબંધનો અંત ન આવે તે અનંત. (૩) “અનાદિ સાંત' સંબંધની શરૂઆત ક્યારથી? તો કે શરૂઆત છે જ નહિ, પણ તેનો અંત આવે. જેમકે રાગાદિનો સંબંધ જીવને અનાદિનો છે, પણ ભવિજીવ વિતરાગ થાય ત્યારે તે સંબંધનો અંત થાય છે તેથી રાગાદિનો સંબંધ અનાદિ સાંત સંબંધ છે, (૪) “અનાદિ અનંત” શરૂઆત પણ નહિ અને અંત પણ નહિ; જેમકે અભવિને સંસારનો સંબંધ અનાદિ છે, તેમ તેનો અંત આવવાનો જ નહિ; તેથી અનાદિ અનંત છે. ભગવાન સાથે આદિ-અનંત ભાંગે સંબંધઃ આમાં ઋષભપ્રભુ સાથે સંબંધ સાદિ અનંત” ભાંગે સિદ્ધ કરવો છે. “ રીઝયો સાહિબ સંગ ન પરિહરે ભાંગે “સાદિઅનંત” Page #96 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ८७ આ ભાંગે સાહિબ સંગ છોડશે નહિ. આમ આ ભાંગે સાહિબનો સંગ થઇ ગયો તે સંગ સાદિ અનંત છે. પ્રભુ આવો મારે સંગ છે તેથી ‘“ઓર ન ચાહું રે કંત’' કારણ કે બીજા સાથે કદાચ સંબંધ જોડું તો ય તે સાદિ સાંત. પ્ર0–‘સાહિબ રીઝયો’ એટલે શું પ્રભુ રીઝે છે ખરા ? તો તો તે અવીતરાગ ઠરે ! ઉ—અહીં ‘સાહિબ રીઝયો એટલે સાહેબ મારા મનમાં અતિશય પ્રેમથી વસી ગયો; એવો વસી ગયો કે મન વીતરાગ પ્રભુથી અતિશય ભાવિત થઇ ગયું. કહ્યું છે : .. “સાચી ભકિત રે ભાવન રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝેજી.'' પ્રભુની સાચી ભકિત ‘ભાવન રસ’ છે, અર્થાત્ વીતરાગ પ્રભુથી આપણો અંતરાત્મામાં ભાવિત થઇ જાય,રંગાઇ જાય, અંતરાત્મામાં ભાવિતતાનો રસ ઊભો થઇ જાય, જેમ દૂધમાં સાકરથી ભાવિત થઇ જવાનો ૨સ ઊભો થઇ દૂધ સાકરમય થઇ જાય છે, સાકરની મધુરતાથી વ્યાપ્ત થઇ જાય છે, એમ પ્રભુની વીતરાગતાથી આપણો અંતરાત્મા વ્યાપ્ત બની જાય, એ ભાવન રસ જામ્યો કહેવાય, એ જ પ્રભુની સાચી ભકિત છે. આવો રસ ઊભો થાય ત્યાં પ્રભુમય ભક્ત રીઝયો એટલે પ્રભુ રીઝયા ગણાય. ઉદાહરણ,— રાજીમતી ને નેમનાથ. નેમનાથ રાજીમતિને છોડીને ચાલ્યા ગયા, તો તે લૌકિક સંબંધ સાદિ સાંત થઇ ગયો, આવો ‘સાદિ સાંત' સંબંધ રાજીમતિની નેમનાથ પ્રત્યેની સાચી ભકિતથી, એટલે કે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ નવપદ પ્રકાશ ભાવનરસથી, અંતે “સાદિ અનંત’ સંબંધમાં પરિણમ્યો; કેમકે રાજીમતીએ પોતાના અંતરાત્માને પ્રભુમય કરતાં પ્રભુના મહાવૈરાગ્યથી ભાવિત કરી ચારિત્ર લઈ લીધું, ને એક વર્ષમાં વિતરાગ બની એ રાજીમતી કેવળજ્ઞાન પામ્યા. - હવે પ્રભુએ વિતરાગ, ને પોતેય વિતરાગ સર્વજ્ઞ. અંતે બંનેય સિદ્ધ થતાં શાશ્વતુ સંબંધ થયો. રાજીમતી ભગવાનની પહેલાં મોક્ષે ગયા. રાજીમતીએ દીક્ષા લીધી ત્યારે 100 વર્ષની ઉંમર હતી, ને ભગવાનની ઉંમર દીક્ષા વખતે ૩૦૦ વર્ષની હતી. પછી રાજીમતીએ ૫૦૦ વર્ષ ચારિત્ર પાળ્યું, ને તેઓ મોક્ષે ગયા. ભગવાને ૩૦૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી, ને ૭૦૦ વર્ષ ચારિત્ર પાળ્યું, પછી મોક્ષે પધાર્યા. આમ ભગવાનની પહેલાં રાજીમતી ૨૦૦ વર્ષ અગાઉ મોક્ષે ગયા. અહીં ઉપલકથી જોતાં એમ લાગે કે પ્ર૦–ભગવાનની પહેલા રાજીમતી મોક્ષે ગયા, તો ભગવાન સાથે તેમનો શિષ્યા તરીકેનો સંબંધ તો તૂટી ગયો. પછી સંબંધ ઊભો કયાં રહ્યો? ઉ૦–પરંતુ અહીં ઊંડાણમાં ઊતરી જોવા જેવું છે કે તેઓ કેવળજ્ઞાનથી એમ જાણતા હતા કે મારે સિદ્ધ થયા પછી ભગવાનને પણ ત્યાં સિદ્ધશિલા પર આવવાનું છે, અને શાશ્વત્ કાલ બંનેએ “સિદ્ધ' તરીકે રહેવાનું છે. એટલે “સાદિ અનંત” ભાંગે વીતરાગ સર્વજ્ઞ તરીકે સંબંધ કાયમ રહેવાનો છે. તો આમાં ૨૦૦ વર્ષના આંતરા માત્રથી સંબંધ તૂટયો શાનો ગણાય? પતિ પરદેશ ૧૦ વર્ષ કાઢે ત્યાં દેશમાં રહેલી Page #98 -------------------------------------------------------------------------- ________________ ce સિદ્ધ પત્ની, સંબંધ તૂટી ગયો થોડો જ માને છે ? સંસારના સંબંધેાની સ્થિતિ સાદિ સાંત છે, પછી ભલે જીવ અનુત્તર વિમાનમાં જાય; પણ પછી નીચે ઊતરવાનું જ. સાદિ અનંત સંબંધ ચારિત્રથી જ મળે : મોક્ષે ગયેલાની સ્થિતિ સાદિ અનંત છે, કદી નીચે ઊતરવાનું નહિ. ‘‘ઉપદેશમાળા''માં કહ્યું છે કે—જો અનુત્તર વિમાનમાં દેવોનું આયુષ્ય (૩૩૦ કોટાકોટી પલ્યોપમનું) પણ છેવટે પૂરું થઇ અંત પામી, એ દેવોનેય નીચે પડવું પડે છે, તો સંસારમાં શાશ્વત્ કોને કહેવું ? પૂછો ઃ ચારિત્ર લઇ મોક્ષ પામવાની ઉત્કટ લાલસા શા માટે થાય ? કેમકે મોક્ષ થતાં આપણો પ્રભુના ભકત તરીકેનો સંબંધ છૂટી જાય છે. જો આવો પ્રશ્ન થાય, તો તે સામે પ્રશ્ન પૂછાય કે સાદિ અનંત સ્થિતિ પામવાના ભાવ થાય છે ? જો તેનો જવાબ ‘હા' હોય તો તે માટે ચારિત્ર લેવાનું. કેમકે એક માત્ર ચારિત્રથી જ સાદિ અનંત ભાંગે માક્ષ મળે છે. ત્યાં ભકિતની પરાકાષ્ઠા છે. ભકિત એટલે ભજવું, કેટલી હદ સુધી ? તો કે આપણામાં પ્રભુ સાથે ભેદ જ ન રહે ત્યાં સુધી ભજવું. આપણે પ્રભુમય થઇ જઇએ ત્યાં સુધી ભજવું. એ ચારિત્રથી બને. પછી ચારિત્રમાં ગમે તેવાં કષ્ટો આવે, અપમાન-તિરસ્કાર-ફિટકાર થાય, પણ ચારિત્ર છોડવાનું મન કેમ ન થાય ? કારણ કે ચારિત્ર વિના પ્રભુ સાથે આવી મહાન સૌભાગ્યવંતી સાદિ અનંત સ્થિતિ પ્રાપ્ત થાય નહીં. સિદ્ધપણાની સાદિ અનંત સૌભાગ્યવંતી સ્થિતિ મળે નહીં. ચારિત્રના માર્ગે ચઢયો એટલે મોક્ષ તરફ દોટ મૂકી Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ નવપદ પ્રકાશ . કહેવાય. એકવાર જીવ સમકિત પામ્યો તો ત્યાં (મોક્ષમાં નંબર લખાઇ ગયો, એમ શાસ્ત્ર કહે છે; કેમકે સમકિતી ‘વંછે શિવ સુખ એક', અને ચાહે નીકળવું, નિર્વેદ તે' કેમકે એ સાદિ અનંત મોક્ષને ઝંખે છે. શ્રાવકને જો આવા કોડ થાય તો સાધુને તો તેથીય વધુ કોડ હોય. કવિ કહે છે “સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણમો સંત રે ભવિકા” માટે હે સંત પુરુષો ! આવા સાદિ અનંત સ્થિતિવાળા સિદ્ધોને પ્રણામ કરો જેથી તમને એ સ્થિતિ પ્રાપ્ત થાય. - કાવ્ય - જાણે પણ ન કહી શકે પરગુણ, પ્રાકૃત તેમ ગુણ જાસ, ઉપમા વિણ નાણી ભવમાંહે, તે સિદ્ધ દીઓ ઉલ્લાસરે ભવિકાળ” મોક્ષમાં કેવું સુખ ? પહેલી વાર નગર જોઈને ગામડે ગયેલો ગામડાનો માણસ નગરના ગુણ જાણવા છતાં ત્યાં ગામડામાં નગરની ઉપમા ન મળવાથી વર્ણવી શકતો નથી, તેમ જે સિદ્ધના ગુણ કેવળજ્ઞાની સંસારમાં ઉપમા વિના વર્ણવી હકતા નથી. તે સિદ્ધ ભગવાન મને ઉલ્લાસ આપો. કોઇ પ્રશ્ન કરે કે ‘મોક્ષમાં કેવુંક સુખ હશે ? સિદ્ધોના ગુણ કેવા ? તો તેનો જવાબ કે ‘તે ગુણો અને સુખ શબ્દોમાં ન વર્ણવી શકાય, અલબત્ત તે પામી શકાય, તેનો અનુભવ કરી શકાય, તે વર્ણવી ન શકાય. તે શબ્દાતીત છે. બહુ કરે તો Page #100 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ , ઉપમાંથી આછું આછું સમજાવી શકાય, કે – દા.ત. જંગલના ઉજ્જડ પ્રદેશમાં કોઈ જનમ્યો હોય ને ત્યાં જ મોટો થયો હોય, પછી કોઈ તેને ઉઠાવી ગયો, ને તેને પહેલી જ વાર નગરમાં લાવ્યો, ને આખું નગર બતાવ્યું; પછી તે પાછો મૂળ સ્થાને પાછો આવ્યો. તેનાં સગાવહાલાં-મિત્રોને એ નગરમાં જઈ આવ્યાનું કહે, પેલો પૂછેઃ “કેવું હતું એ નગર ?” ત્યારે જો પેલો કહેઃ “ત્યાં આવા બંગલા હતા ! આવા બગીચા હતા! આવા મોટા રસ્તા હતા ! બજાર આવા હતા” એમ કદાચ કહે. પણ “આવા” એટલે કેવા ?” એમ સામા પૂછે, તો તે માણસ શું જવાબ આપે ? પ્રાકૃત એટલે કે ગામડિયો માણસ નગરના ગુણોને જાણે છે ખરો, પણ તે વર્ણવી શકતો નથી; તેવી રીતે સિદ્ધના અનંત સુખ ને ગુણો કેવળજ્ઞાની જાણે છે ખરા, પણ તેને વર્ણવી શકતા નથી. એવું ત્યાં મોક્ષમાં અનંત અવ્યાબાધ સુખ અને અનંત ગુણો છે. જેમ પેલો ગામડાનો માણસ શહેરની શોભાઓ અને સુખો વર્ણવી શકતો નથી તેમ આ મોક્ષના સાદિ અનંત ગુણો ને સુખની સ્થિતિ અવર્ણનીય છે, અપ્રતિમ અગમ્ય ગુણો છે. એવા સિદ્ધ ભગવંતને કવિ પ્રાર્થના કરે છે,–“મને ઉલ્લાસ આપો. સિદ્ધો ઉલ્લાસ આપનાર કેવી રીતે ? – પ્ર–સિદ્ધ ભગવંત અહીં કયાં ઉલ્લાસ આપવા આવનાર છે ? ઉલ્લાસ નથી આપવા આવવાના, તો પછી પ્રાર્થના ફોગટ નથી? Page #101 -------------------------------------------------------------------------- ________________ નવપદ પ્રકાશ ઉ—સિદ્ધ ભગવંત આપણી સર્વ પ્રવૃત્તિમાં જો લક્ષ્ય બની રહે તો સદાને માટે આપણને આનંદ-ઉલ્લાસ રહે, પણ કદાપિ દુઃખ થાય નહીં. આમાં લક્ષ્ય સિદ્ધ ભગવાન છે તો જ એમના-અનંત સુખ જોઇ અને આપણને મળવાનું જાણતા હોઇ આપણા મનને પાવર ચડે છે કે વર્તમાન કષ્ટ તો ઉપાધિના ઘરના છે, જ્યારે મારા આત્મામાં અનંત સુખ ભર્યા પડયા છે, ને તે ભલે અતીત અનંતાનંત કાળ સુધી પ્રગટ ન થયા, પરંતુ હવે અલ્પ કાળમાં પ્રગટ થનાર છે, તેથી મારે તો આનંદ ઉલ્લાસ જ છે.’’ સિદ્ધોને લક્ષ્ય રાખવાથી જ આ પાવર મળ્યો, અને આનંદ-ઉલ્લાસ આવ્યો, માટે એ ઉલ્લાસ સિદ્ધ ભગવાને જ આપ્યો ગણાય. ૯૨ મોક્ષ દૂર દેખાતાં નિરાશા કેમ ટાળવી ? : પ્ર૦—ધર્મની આરાધના તો ઘણી કરીએ છીએ, પણ મોક્ષ નિકટ દેખાતો નથી, પછી ઉલ્લાસ શે રહે ? ઉ૦–એ માટે એ વિચારાય કે ‘સિદ્ધ ભગવંતો અનંતા થઇ ગયા, પણ એવા કેટલાય સિદ્ધ ભગવંતો થવાના છે, જેમણે મોક્ષયાત્રા શરૂ કરી છે, ને તે લાંબી ચાલી છે; હજુ એમાંના કેટલાયની અપેક્ષાએ મારી યાત્રા કદાચ તેટલી લાંબી નથી ચાલી, અર્થાત્ એમને ધર્મ શરૂ કર્યા પછી કેટલાય ભવો થઇ ગયા હોય, એટલા ભવ હજી મારે નથી કાઢવા પડયા તો પછી મારે મુંઝાવાનું શું હોય ? નિરાશ શું થવાનું ? લાંબી યાત્રાએ પણ સિદ્ધ થયેલા છે, તો હું કેમ નહિ સિદ્ધ થાઉં ?' આ સામે લક્ષ્ય છે; ને આમ સિદ્ધ ભગવંતનું લક્ષ્ય રાખીએ તો જુદી જુદી રીતે પ્રેરણા મળે; તે આ રીતે,– Page #102 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૯૩ દા.ત. તાવ આવ્યો, ત્યારે એ સામે આવે કે ‘સિદ્ધ ભગવંત એમજ કર્મ ભોગવી ભોગવી સર્વથા કર્મરહિત બન્યા છે, તો જ એ સિદ્ધ થયા. તો મારે પણ આ રોગવેદના દ્વારા એવા જ કર્મ-રહિત બનવાનો મોકો આવ્યો. છે; માટે મારે આ દિવાળીનો સમય છે. વળી, કયાંય ક્રોધનો અવસર આવ્યો તો વિચારાય ‘કે મારે ક્રોધ રહિત સિદ્ધ થવું છે, તો આમ જ ક્રોધને રોકતા રોકતા થવાશે. માટે અહીં ક્ષમા જ હો, ક્રોધ નહિ કરવાનો. વળી, કયાંય પણ અપમાન-તિરસ્કાર થાય તો શું ? તો ત્યાંય જો સિદ્ધ ભગવાનનું લક્ષ્ય છે, તો એ વિચારવાનું કે જેમ સિદ્ધ ભગવંતને કોઇ અપમાન અડતું નથી, તો હું પણ પ્રચ્છન્ન-ગુપ્ત સિદ્ધ છું, તે ગુપ્ત પણ સિદ્ધતા એ મારું અસલી સ્વરૂપ છે, તો અપમાનથી મને શું ? અપમાન તો કાયાનું છે. સિદ્ધનું લક્ષ્ય બંધાઈ જાય તો સંસારની પરિસ્થિતિમાં આત્મા જલકમલવતુ બની જાય. તેથી સંસારની ઊંચા-નીચી હૈયાને અડે નહિ, મનને નડે નહિ, એ સ્થિતિ થાય ત્યારે દુ:ખ જ ન રહ્યું, તે વખતે મહા આનંદ, મહા ઉલ્લાસ ! આ ઉલ્લાસ કોણે આપ્યો ? સિદ્ધના લક્ષ્ય, લક્ષ્યભૂત સિદ્ધ ભગવાને. ‘તે સિદ્ધ દિઓ ઉલ્લાસ’, એમ પ્રાર્થના કરવાનો હેતુ શો ? ‘‘સિદ્ધ ભગવાન, મને આરાધનાનો ઉલ્લાસ આપો'' આ પ્રમાણે પ્રાર્થના કરવાનું તાત્પર્ય એ છે, કે રોજ પ્રાર્થના કરવાથી હંમેશાં એ માટેની આપની આશંસા, આપણી તીવ્ર અભિલાષા બની રહે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ નવપદ પ્રકાશ દા.ત. આપણે પ્રાર્થના કરીએ કે ‘હોઉ મમ તુષ પભાવઓ ભયવં ! ભવ નિવેઓ,’–‘હે ભગવાન્ ! આપના પ્રભાવથી મને ભવનિર્વેદ હો' ‘ભવનિર્વેદ' એટલે સંસાર પર અભાવ-ગ્લાનિ ‘એ મને હો'–આ જો સાચી પ્રાર્થના હોય, તો આપણા દિલમાં ભવનિર્વેદની આશંસા યાને મારે ભવનિર્વેદ જોઇએ' એવી તીવ્ર અભિલાષા ઊભી થાય છે. એમ ‘મારે ડિલજનોની પૂજા અને પરાર્થકરણ જોઇએ છે એવી ‘ગુરુનળ-જૂના, परत्थ- करणं પ્રાર્થનામાં પણ તીવ્ર અભિલાષા છે. ૬’....વગેરે ૦‘શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો; ૦ સયલ સંગ છંડી કરી, ચારિત્ર લેઇશું’’ આ બધી પ્રાર્થના આપણે કરીએ છીએ, એમાં ય શું છે ? પ્રાર્થનામાં ખરેખર તો આશંસા છે. " સાચી પ્રાર્થનામાં ગર્ભિત રીતે આપણી ઉત્કટ આશંસા-અભિલાષા કર્તવ્ય બને છે. પ્રાર્થનામાં તીવ્ર આશંસા છે, તે રહસ્યમય પ્રભુ ! મારે આ જોઇએ છે, મને આ આપો. એમ ગદ્ગદ્ દિલે ગળગળા થઇને પ્રાર્થના કરીએ; એથી દિલમાં તાર ઝણઝણે ને અંતરની આશંસા-આરજુઅભિલાષા વ્યકત થાય. એવી જલદ આશંસા કરવી જોઇએ. પ્ર—ખરેખર જો આશંસા જ જરૂરી છે, તો આશંસા કરો, પણ ભગવાન આગળ પ્રાર્થના કરવાનું શું પ્રયોજન ? પ્રાર્થના કરાવીને આશંસા જ કરાવવી છે, તો એમ ને એમ Page #104 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ આશંસા જ કરાવી શકાય ને ? ભગવાન આગળ પ્રાર્થનાનો ડોળ શા માટે? ઉ0- અલબત્ એમ ને એમ આશંસા કરી શકાય છે પણ પ્રાર્થનાનું જ્યારે ગણધર મહારાજે સૂત્ર મૂકયું ત્યારે એ નિષ્ફળ પ્રાર્થનાનું સૂત્ર તો મૂકે નહિ; સપ્રયોજન સફળ પ્રાર્થનાનું જ સૂત્ર મૂકે. તો અહીં પ્રાર્થના સૂત્રનું પ્રયોજન એ છે કે એમ ને એમ આશંસા કરીએ, તેના કરતાં એ મોટાની સમક્ષ જો કરીએ, તો આશંસામાં જોમ-પાવર-તીવ્રતા આવે, ને આશંસાનો ભાર માથે આવે. દા. ત. ગુરુ આગળ જઈને વિનંતી કરીએઃ “ભગવન્ અમારો ઉદ્ધાર કરો, ત્યાગ-વૃત્તિ કરાવો” તો ત્યાં એમ ગુર આગળ કહેવાથી, ને તેમની પાસેથી કૃપા-આશીર્વાદ માગવાથી ઉદ્ધાર માટે ને ત્યાગવૃત્તિ માટે પાવર આવે છે. ત્યાગવૃત્તિનું જોર-તીવ્રતા આવે છે, તેમ એનો ભાર માથે ચડે છે. એમ સિદ્ધ ભગવંતોને ઉલ્લાસની પ્રાર્થના કરાય એથી ઉલ્લાસની આશંસા જોરદાર બને ! આશંસા-અભિલાષા જોરદાર બનવાથી ઉલ્લાસ લાવવાનો પ્રયત્ન જોરદાર થાય. એ સિદ્ધ ભગવાનના આલંબને થયું તેથી સિદ્ધ ભગવાન જ એ દનારા કહેવાય. એમ સિદ્ધ ભગવાનનું ધ્યાન, એમનું ગુણ કીર્તન થાય, એમ પ્રાર્થના-ધ્યાન-પ્રશંસાદિમાં ઉપકાર સિદ્ધ ભગવાનનો માનવાનો. સિદ્ધ ભગવંતનું આલંબન અનેક રીતે પ્રેરણા આપે છે, સિદ્ધ ભગવંતનું લક્ષ્ય આરાધનામાં ફોર્સ force આપે છે. સિદ્ધમાંથી નિર્વિકારતાનો પાવર મળે - - - - Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ નવપદ પ્રકાશ "" સિદ્ધ ભગવંતનું લક્ષ્ય રાખીએ તો અનેકાનેક વિકારો શાંત થાય; કારણ કે આપણા મનને એમ થાય કે સિદ્ધ ભગવંત નિર્વિકારી છે. તેમનામાં કામ નહિ, ક્રોધ નહિ, લોભ નહિ, મોહ નહિ. આપણે પણ એમના જેવા જ આત્મ દ્રવ્ય છીએ, તો આપણે શા માટે આ કામ-ક્રોધાદિ વિકારોનો ખપ કરવો ?'' આવું વિચારવાથી તે પાવ૨ નિર્વિકારતાનો મળે. તાત્પર્ય, ‘સિદ્ધ દિઓ ઉલ્લાસ' એ પ્રાર્થનાથી ઇષ્ટ-સિદ્ધ થાય છે. શ્રી લલિતવિસ્તરામાં લખ્યું છે કે ‘‘પ્રાર્થનાતઃ એવ ઇષ્ટ સિદ્ધિઃ' અર્થાત્ ‘પ્રાર્થનાથી જ ઇષ્ટ સિદ્ધ થાય' માટે પ્રાર્થનાનું શું કામ છે ? એમ અભિમાન રાખી પ્રાર્થના ન કરવામાં ઇષ્ટ સિદ્ધ ન થાય. જ્યોતિશું જ્યોતિ મળી જસ અનુપમ વિરમી સકલ ઉપાધિ; આતમરામ રમાપતિ સમો, તે સિદ્ધ સહજ સમાધિ રે. ભવિકા’ અર્થ :--જે સિદ્ધ થનારની અનુપમ આત્મ-જ્યોતિ પૂર્વના સિદ્ધ થયેલાની આત્મ-જ્યોતિમાં ભળી ગઈ, અને જેમને સમસ્ત ઉપાધિ યાને પરવેઠનો અંત આવ્યો, એ આત્મામાં રમણ કરનારા અને આત્મલક્ષ્મીના ધણી સિદ્ધ ભગવાનનું સ્મરણ કરો કે જે સહજ સમાધિરૂપ છે. ભાવાર્થ : સિદ્ધ થયા એટલે સિદ્ધશિલા પર જઇ પૂર્વના સિદ્ધાત્માઓની આત્મજ્યોતિમાં જ્યોતિ મળી ગઇ. મોક્ષમાં અનંતા કેમ સમાય ? Page #106 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ આ કેમ બને ? એવો પ્રશ્ન થાય. તો જેમ એક ઓરડામાં એક દીવાનો પ્રકાશ છે, ત્યાં બીજો દીવો લાવીએ તો તેનો પ્રકાશ પહેલાના પ્રકાશમાં ભળી જાય છે; એમ પૂર્વના સિદ્ધ ભગવંતોની જ્યોતિમાં નવા થયેલા સિદ્ધની આત્મ જ્યોતિ ભળી જાય, એમાં કશું અસંભવિત નથી. હજુ દીવાની જ્યોતિ તો રૂપી છે, તોય એકની જ્યોત બીજામાં સમાઈ જાય છે. તે મૂર્તિ છે, છતાંય એકમેકમાં સમાઈ જાય છે. જ્યારે સિદ્ધ આત્મા તો અરૂપી છે, અમૂર્ત છે, તેથી જ્યોતિમાં જ્યોતિને ભળવાનો બાધ નહિ. સિદ્ધશિલા પર અનંતા સિદ્ધ રહેલા છે, તે બીજા અનંતા સિદ્ધોને સમાવે છે. પરને સ્વમાં ભાવથી ભેળવવા : પરંતુ એક સાધુ પાસે બીજો સાધુ બેસવા જાય તો પહેલો બીજાને પોતાનામાં ભેળવી શકે નહિ. તેને તો તેની પાસે બેસવાનું રહે છે. આમ સાધુને દ્રવ્યથી પોતાનામાં ભેળવી શકાતા નથી, તોપણ ભાવથી મેળવી શકાય છે. ભાવથી ભેળવવા એટલે સાધુને પોતાનો આત્મા માનવો. એમ માન્યા પછી એના જે સ્વાર્થ એ પોતાના સ્વાર્થ સમજી એને પૂરવાનું પહેલાં કરે ને પછી પોતાના સ્વાર્થ પૂરવાનું કરે. આમ સાધુ બીજા સાધુને પોતાનામાં દ્રવ્યથી ન ભેળવી શકવા છતાં ભાવથી ભેળવી શકે છે. જ્યારે આ પૂર્વ સિદ્ધાત્માજ્યોતિ તો નવા આવતા સિદ્ધાત્માને પોતાનામાં દ્રવ્યથી ને ભાવથી ભેળવે એ આપણને આપણામાં બીજા સાધર્મિકને ભેળવવાનું શીખવે છે. એ જ આકાશ-પ્રદેશોમાં Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ નવપદ પ્રકાશ અનંતા સિદ્ધ આત્મા સમાયા છતાંય ત્યાં કચવાટ નથી, સંઘર્ષ નથી. આપણને અથડામણ નડતી હોય તો તેનું કારણ સિદ્ધ ભગવાન નજર સામે નથી. સિદ્ધ ભગવાન અનંતા સિદ્ધોને જો સ્વમાં સમાવી લેતા નજર સામે રહે તો સાધુ મહાત્માને દ્રવ્યથી ભેળવવા એટલે આપણી જગ્યા તેમને આપી દેવાનું સહેજે બને. તથા આત્મામાં ભાવથી ભેળવવા એટલે જેવું આપણા સ્વાર્થ માટે ચિંતવીએ તેવું અન્ય સાધુના સ્વાર્થ માટે ચિંતવવાનું, એ પણ સહેજે બની આવે. આ બહુ સુંદર ઉદારતા છે. ઉદાર મનમાં જ આ આવી શકે. સામા સાધુને શી જરૂર છે? એમને અનુકૂળ છે? એમને શું સુખકારી છે? આ જ ચિંતા રહે. આપણે આપણા માટે કેવુંક ચિંતવીએ છીએ ? બસ, એ બધું પડોશી સાધુ માટે ચિંતવવાનું. એ એમને આપણામાં ભાવથી ભેળવ્યા કહેવાય. મને આ ફાવે, મને આ ન ફાવે,” એવું ચિંતવીએ છીએ તો બીજા સાધુને માટે એવું ચિંતવીએ. આપણો આત્મા એ સામાનો જ આત્મા હોવાનું માનવાથી એને અનુકૂળ થઈ જવાય, સાધુને ભેળવી દીધા એટલે સ્વાત્મ તુલ્ય ગણી લીધા, એ આત્મા માટે જેટલું સારું થાય તેટલું કરવું. આ બધો બોધપાઠ આ “જ્યોતિસે જ્યોતિ ભળે' આપે છે. ટૂંકમાં સિદ્ધોમાં જ્યોતિમાં જ્યોતિ ભળે છે. એ પરથી એ સમજવાનું કે બીજાને તમારામાં દ્રવ્યથી ને ભાવથી ભેળવતાં શીખો. “દ્રવ્યથી” ભેળવો એટલે એને અનુકૂળ થઈ જાઓ. તમારું બધું તેને આપી દો; અને “ભાવથી એટલે અન્યને તમારો આત્મા ગણો. Page #108 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ હું એ હું નહિ, પણ મારા પડોશી સાધુ તે હું.” “તેને તકલીફ એટલે મને તકલીફ “મારે સેવાની જરૂર એટલે એને સેવાની જરૂર.” પોતાના આત્માની શુદ્ધ જ્યોતિ છે. તે સિદ્ધ થાય એટલે તેને અનુપમ જ્યોતિ મળી ! સિદ્ધ ભગવંતની અનુપમ જ્યોતિ છે. સિદ્ધ ભગવંત અનુપમ છે. તેમને કોઈ ઉપમા નથી. એમનું અનંત સુખ કેવું એ કોઈ દુન્યવી ઉપમાથી ન બતાવી શકાય. Page #109 -------------------------------------------------------------------------- ________________ વાચના બોરીવલી પશ્ચિમ મહા વદ ૭. ૮-૨-૮૦ સિદ્ધ સિદ્ધ ભગવાનની જ્યોતિમાં નવી સિદ્ધ જ્યોતિ મળી એ અનુપમ કેવી રીતે? જ્યોતિ તે શુદ્ધ આત્મા; અને શુદ્ધ આત્મામાં શુદ્ધ આત્મા ભળી ગયો તે અનુપમ છે; કારણ કે આત્મા ભળી ગયા પછી, તેનો હવે વિયોગ થવાનો નથી; સંસારમાં વિયોગ થાય છે. આ તો ભળ્યા તે ભળ્યા, છૂટવાની વાત પતી ગઇ. માટે તે અનુપમ મિલન છે, કારણ કે જેની સાથે મળે તેની સાથે દુઃખ નહિ. સિદ્ધોના અને નિગોદજીવોના મિલનમાં ફરક : પ્ર૦-નિગોદમાં પણ એક જ શરીરમાં અનંતા જીવ મળે છે, તો તે મિલન અનુપમ ન કહેવાય? ઉ૦–ના, કારણ કે નિગોદમાં મિલન તે અનંતા દુઃખ સહવા માટે બને છે, કારણ કે એ બધા આત્માઓ કર્મો અને શરીરની ઉપાધિવાળા છે, જ્યારે અહીં સિદ્ધો ઉપાધિ રહિત છે, એટલે અનંતા સુખ ભોગવવા માટે એમનું મિલન થાય છે. નિગોદમાં એક શરીરમાં અનંતા આત્મા ભેગા થાય છે, તે દરેકના આત્મપ્રદેશો એ એક જ શરીરના પ્રદેશો સાથે મળેલા છે. એટલે તે શરીર દ્વારા એક બીજાના દુ:ખે દુઃખી થવા માટે મિલન થાય છે. એ કેવી રીતે ? તો કે નિગોદમાં અનંતુ દુઃખ કેમ? : Page #110 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૦૧ - - - - - - - - - નિગોદમાંથી જેટલા જીવ મરે તે શરીરમાંથી છૂટતાં મરણાંત કષ્ટ સહન કરે, તે જ શરીરમાં બીજા જીવતા જીવો બેઠા છે. તે પણ દુઃખ અનુભવે. તેથી જેની સાથે મિલન છે, તેની સાથે દુઃખ છે. નરક કરતાં નિગોદમાં અનંતગુણ દુઃખ તે આ એક જ શરીરમાં અનંતાના મિલનના કારણે પણ છે. - સિદ્ધ થયા એટલે અનુપમ જ્યોતિ સ્વરૂપ બન્યા, આમ થવાનું કારણ એ છે કે, તેમની સમસ્ત ઉપાધિ ટળી ગઇ, તેનો અંત આવી ગયો. “ઉપાધિ' એટલે પરના સંયોગથી ઉભી થતી વિષમતા, અસ્વસ્થતા-વિકૃતતા-વિટંબણા. જ્યારે આત્મા અસિદ્ધ અવસ્થામાં હતો અર્થાત્ સંસારીપણે હતો, ત્યારે કર્મની વિટંબણા હતી, કર્મની નાલેશી હતી. ભગવાન મહાવીરદેવ કેવળજ્ઞાની બન્યા, છતાં ગોશાળો વિટંબણા કરી રહ્યો હતો. શું વાંક હતો ભગવાનનો ? ભગવાન તો વીતરાગ હતા, અનંત કરુણાવાળા હતા; પરંતુ કહો કે ભગવાનને બાકી રહેલ કર્મની ઉપાધિ હતી, વિટંબણા હતી, વળી પાલકપાપીની ઘાણીમાં પીલાવામાં ૫૦૦ મુનિઓ કેવળજ્ઞાન પામેલ છે, છતાં હજી જીવતા છે ને પીલાવાનું તો ચાલુ જ છે. કેમ ? બાકીનાની અશાતા-કર્મની વિટંબણા. ઊભી હતી. આવી બધી ઉપાધિ સિદ્ધ બન્યા પછી ટળી ગઈ-કર્મજ ન રહ્યાં, શરીરેય ન રહ્યું. એટલે બધી વિષમતા-વિટંબણા-અસ્વસ્થતા ગઇ. કર્મની સર્વ ઉપાધિ ગઇ એટલે આત્માને સર્વ પ્રકારની ગુલામીનો પરાધીનતાનો અંત આવી ગયો. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ નવપદ પ્રકાશ કર્મની ઉપાધિ શું શું કરે? – તે કર્મની વિટંબણાને લીધે મિથ્યાત્વ અને રાગાદિ કષાયો તથા મન-વચન-કાયાના યોગો, જેને કર્મબંધના હેતુ કહેવાય, તે કર્મબંધના હેતુ, કર્મની ઉપાધિ ટળી એટલે ટળ્યા, અર્થાત્ મિથ્યાત્વાદિની પણ ઉપાધિ ટળી. તેથી હવે કદીય એમને કર્મની ઉપાધિ વળગવાની નથી. છેલ્લે જ્યાં સુધી મન-વચન-કાયાના યોગની ઉપાધિ હતી, સુધી આત્મ-પ્રદેશો ચંચળ હતા. અસ્વસ્થ-અસ્થિર હતા, ક્રિયાશીલ હતા, તે પણ યોગની ઉપાધિ ટાળી એટલે એમ અયોગી થતાં અસ્વસ્થતા ગઈ. અયોગી બનવા પૂર્વે અસિદ્ધ અવસ્થામાં કષાયયુક્ત સંસારીપણે જીવને મોહનીયકર્મની ઉપાધિથી ચિંતા-સંતાપ-માનસરોગ-શોક-વિકલ્પ હતા, હવે આ બધી લાખોગમે ઉપાધિનો વીતરાગ-સર્વજ્ઞ બન્યાથી અંત આવી ગયો. તે પછી યોગની ઉપાધિ ટળી એટલે એ સર્વથા નિરુપાવિક બની મુકત થયા. સિદ્ધ ભગવંત આતમ-રામ છે, એટલે કે કેવળ આત્મ-સ્વરૂપમાં રમનારા છે. આતમરામ” અર્થાત્ આત્મ-સ્વરૂપમાં રમનારા એટલે આત્માના જે અનંત જ્ઞાન વીતરાગ દર્શન વગેરે સહજ ગુણો છે, તેની જ પરિણતિ વાળા છે. પર પરિણતિ બધી નીકળી ગઈ, એકલી સ્વગુણોની પરિણતિવાળા એટલે કે અનંતજ્ઞાન-અનંતદર્શન-અનંત ચારિત્ર-વીતરાગતા અર્થાતું. ક્ષાયિક ક્ષમા તથા ક્ષાયિક નમ્રતાદિની પરિણતિવાળા છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૦૩ આત્મા જ્ઞાનશીલ છે, આત્મા દર્શનશીલ છે. આત્મા ચારિત્રશીલ છે. આત્મા ક્ષમાશીલ છે; આત્મા ઉપશમશીલ છે; તતશીલ એટલે તસ્વભાવવાળા છે – તન્મય છે. આમ તે તે ગુણોથી આત્મા અભિન્ન છે, આત્મા જ્ઞાનમય-દર્શનમયચારિત્રમય-ક્ષમામય-ઉપશમમય છે, તે બધું શુદ્ધ આત્માનું પરિણામ છે, પરિણતિ છે. “પરમાં રમનારા' એટલે આપણે ક્ષમા-નમ્રતાને ખેંચી લાવવી પડે છે, કારણ કે આપણામાં ક્રોધાદિ બળાત્કારે નહિ પણ સહજ ભાવે થઈ બેઠા છે, તેથી આપણા આત્મામાં ક્રોધાદિની તદાકાર પરિણતી છે, પરિણમન છે, એટલે આ ક્રોધાદિમાં આપણે રમનારા કહેવાઇએ. ક્રોધાદિ એ પરવસ્તુ છે, પર એવા જે કર્મ તેના એ વિપાક સ્વરૂપ છે, માટે એ પરની પરિણતિવાળા આપણે પરમાં રમનારા બન્યા. ખૂબી જૂઓ, આપણે તો પર એવાં ક્રોધાદિમાં તન્મય થઈ જઈએ છીએ, જ્યારે સિદ્ધ આત્મગુણમાં રમનારા એટલે કે (૧) આત્મગુણોમાં તન્મય (૨) આત્મગુણોથી અભિન્ન, (૩) આત્મગુણ-સ્વરૂપ અને (૪) આત્મગુણમાં એકાકાર છે. શુદ્ધ આત્મગુણમાં એકાકાર તેનું નામ આતમરામ. “રામ” એટલે રમનારા. આત્મામાં રમનારા જે નથી, પણ જડમાં રમનારા છે, તે જડરામ છે, પુદ્ગલરામ છે, તે જડ ગુણોની સાથે એકાકાર થઈ ગયા છે, દા. ત. આપણને કોઈએ દબડાવ્યા તો આપણે તેથી સવાયા શબ્દો કહીએ છીએ, એ આપણે મદરામ બન્યા. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પરંતુ હવે સિદ્ધનું આલંબન લઇ આતમરામ બનવાનું આત્મસ્વભાવમાં રમનારા આતમરામ બનવાનું છે. “સિદ્ધ ભગવંત રમાપતિ છે.” રમાપતિના બે અર્થ : નવપદ પ્રકાશ તેનાથી ઊલટું ક્ષમા, નમ્રતા વગેરે છે. સિદ્ધ ભગવંત આતમરામ બની ગયા, એમ ‘રમાપતિ’ બન્યા છે. રમા એટલે લક્ષ્મી, તેના પતિ તે લક્ષ્મીના માલિક બન્યા. આ લક્ષ્મી એટલે કે આત્માની અનંતજ્ઞાન લક્ષ્મી-ક્ષાયિક અનંત ગુણ-લક્ષ્મી : એના માલિક બન્યા, અથવા રમાપતિ એટલે વિષ્ણુ, અને વિષ્ણુ એટલે વ્યાપક. સિદ્ધ ભગવાન કેવળજ્ઞાનથી વ્યાપક છે, ત્રિકાળ વિશ્વવ્યાપી છે. કેમ કે એમનું જ્ઞાન સર્વત્ર, સર્વ દેશકાળમાં પહોંચે છે. આવા સિદ્ધ ભગવંત સાચા ધનાઢય છે, સાચા તવંગર છે. માટે તેમનું સ્મરણ કરો. તેવા સિદ્ધ ભગવંતને સ્મરવાથી સહજ સમાધિ મળે, સમાધિ હાથવેંતમાં પ્રાપ્ત થાય. સમાધિ એટલે ? જેમાં મન કે આત્મા સારી રીતે સ્થાપિત થાય, સ્વસ્થ બને, તેનું નામ સમાધિ છે.પછી દુઃખ નહિ, ચિંતા નહિ, જે અવસ્થામાં ઔપાધિક હર્ષ ખેદ ન હોય. જે દુન્યવી હર્ષ ખેદ છે, તે પૌદ્દગલિક વસ્તુ અંગે હર્ષ ખેદ છે. તે બધામાં આત્માને ઝોલાં ખાવા પડે. હર્ષમાંથી ખેદમાં ને ખેદમાંથી હર્ષમાં ! એ જેને નથી તે અવસ્થા તે મનનું સ્થિર સંસ્થાપન અર્થાત્ સમાધિ આત્માનું, Page #114 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૦૫ ઉન્માદ-સંતાપ વિનાનું સ્થાપન, તે સમ્યક્ સ્થાપન છે. હર્ષમાં ચિત્ત ઉન્માદમાં ચડે છે, ખેદમાં, સંતાપમાં પડે છે; પણ આ બેય નથી એવું મનનું સ્થિર સ્થાપન અર્થાત્ હર્ષ ખેદ વિનાનું સ્થાપન તે સમાધિ. દા. ત. લાખો રૂપિયા મળ્યા કે દીકરો મળ્યો, તોય કાંઈ અસર નહિ, ને લાખો રૂપિયા ગયા કે દીકરી ગયો તોય કાંઈ અસર નહિ. પૌદ્ગલિક પ્રતિકૂળ સંયોગો મળ્યા તોય કાંઈ મન બગડે નહિ. સાધુને મોટું સન્માન મળ્યું તોય તેમને કાંઈ થતું નથી. પુણ્યોદયમાં સમાધિ કેમ રહે? પ્ર-પૌગલિક સારામાં સારી અનુકુળતા મળે છતાં હરખ કેમ ન થાય ? ને હરખ થતો હોય, તો તે કેમ અટકાવવો? ઉ૦-એવો જો વિચાર રખાય કે “આ મળ્યા છતાં આત્માનું કાંઈ વધતું નથી, કે સીઝતું નથી, ન પુણ્યાઈ વધે, કે ન જ્ઞાન વધે, કે ન દર્શન વધે, યા ન સદ્ગતિ નક્કી થાય, એટલે પછી બાહ્ય સંપત્તિ “સન્માન કે અનુકૂળતા મળી એમાં શું હરખાવું?' આમ વિચારીએ તો હરખ અટકાવાય. બીજો વિચાર એ પણ છે કે આ સંપત્તિ અભિમાની નવી પત્ની જેવી છે કે જે આવી ત્યારથી પતિને ટોણાં મારે છે કે તમે જો આમ કરો તો હું મારા બાપને ઘેર ચાલી જઇશ.” આવી પત્ની પામીને પતિ સમજી રાખે છે કે આ જ્યારે -ત્યારે જવાવાળી છે, ને એ સમજીને એવી પત્ની મળ્યાથી હરખાતો નથી, પણ સાવધાન રહે છે. બસ, એ રીતે આવેલી Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નવપદ પ્રકાશ સંપત્તિ કહી રહી છે કે હું જ્યારે કયારે ૫ જવાની, છેવટે મૃત્યુ પછી તમારી સાથે તો નહિ જ આવવાની, આ જો સમજી રખાય તો એવી સંપત્તિ પર શાનો હરખ થાય ? હા, આત્માનું જ્ઞાન વધે, આત્માની વિરક્ત દશા વધે તો આત્માને સારું વધ્યું કહેવાય, પણ પૌદ્ગલિક અનુકૂળતાથી તો આત્માનું પુણ્ય વટાવાઈ જાય છે, પાપ વધે છે, ને સંપત્તિ જોઇ જોઇને આત્માની વિરકત દશા ઓછી થાય છે. આ જોઇને અનુકૂળતા પર હરખ ન થાય. તેનાથી ઉલટું પ્રતિકૂળતા આવી, કોઇએ અપમાન કર્યું, કોઇએ લુચ્ચો હરામખોર કહ્યો, તો ત્યાં ખેદ ન થવા દેવા માટે તે વિચારે કે આમાં કે મારાં આત્માનું કાંઇ બગડયું નથી, સારું કાંઇ ટળ્યું નથી, તો મારે દુઃખ-અસમાધિ કરવાની જરૂર નથી.‘ એમ વિચારી ખેદ ન કરે, ચિત્તની સમાધિ સાચવી રાખે તો બહારનું બગડવા પર આત્માનું બગડવા દીધું નહિ કહેવાય. દા.ત. સીતાને લોકોએ હલકી ગણી તો રામે તેને કાઢી મૂકી, તો પછી સીતા દુઃખી કેમ ન થઇ ? સીતાને ક્ષણવાર થયું કે “આવો ખોટો આરોપ ? ગુન્હા વિના આવી સજા ?' પણ ક્ષણ પછી થયું કે ‘ભલે' મારા આત્માને તેથી શું બગડયું છે ? આત્માને સારું થયું, પૂર્વના અશુભ કર્મ ખપી જાય છે.’ સિદ્ધનું સ્મરણ શા માટે ને કેવી રીતે કરવું ?ઃ હરખ ને બેદની વિચારણા કાઢવા માટે સિદ્ધ ભગવંતનું સ્મરણ પ્રેરક બને છે. સ્મરણ આવી રીતે કરવું : Page #116 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૦૭. “સિદ્ધ ભગવંતની સામે જોઉં ને અહીં મને મળતાં સન્માનથી જો હું ખુશી થાઉ તો સિદ્ધ ભગવંત પોતાના જ્ઞાનમાં મને હલકો જુએ. એ જાણે કહે છે મને,- “મૂર્ખ ! શામાં ખુશ થાય છે ? માન કરે એથી તારે પુદ્ગલની આધીનતા-પરવશતા પોષાય છે, ને તારા જ આત્માની મલિનતા વધે છે. અમારા જેવી સ્વતંત્રતા જોઈતી હોય, તો આ જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા તરફ આંખ મીંચી દે, એનું મૂલ્યાંકન ને પરવા છોડી દે, તેની કિંમત કોડીની પણ ગણી શકાતી નથી. આત્માની દ્રષ્ટિએ માનનીય કોઈ કિંમત નથી, ને અપમાનની ય કોઈ કિંમત નથી. “સિદ્ધ ભગવંત માન-અપમાન, હરખ-ખેદ, શોકઉગ...વગેરે દ્વન્દોથી પર થઈ બેઠા છે, તેથી જ સિદ્ધ ભગવંત માત્ર આત્મગુણોમાં આત્મસ્વરૂપમાં રમનારા આતમરામ છે. “માન મળ્યું તો ખુશ, અપમાન મળ્યું તો નાખુશ.” આમ થાય એ બહારની દુનીયામાં રમવાનું થાય છે, બહારના પદાર્થોના ગુણોમાં લેપાવાની થાય છે, નિર્લેપતા રહેતી નથી.સિદ્ધ ભગવંતે આ લેપાવાનું છોડી દીધું, તેથી તેઓ પૂરા સ્વસ્થ થયા.” આમ સિદ્ધ ભગવંતનું સ્મરણ કરતા રહીએ તો સહજ સમાધિ મળે. બહારના સંબંધ દૂર કર્યા એટલે હવે સંબંધ રહ્યો ફક્ત આત્માના ગુણો સાથે. કોઈ સિદ્ધ ભગવંતની નિંદા કરે, કે તેમના ગુણો ગાય તેની અસર કાંઈ તેમને ન થાય. તે તો તે નિંદક આત્માનું તેવું મલિન સ્વરૂપ ફક્ત દેખતા રહે. એનામાં રમનારા નહિ. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તેઓ તો તેમના ગુણોમાં જ રમનારા છે. દા.ત. જેમ મોટો ગજરાજ રસ્તા પરથી ચાલ્યો જતો હોય ત્યારે શેરીમાંથી નાકે આવી કૂતરા ભસતા હોય છે. તે વખતે ગજરાજ સૂંઢ વતી મારવા ન જાય, કારણ કે તે વિચારે છે. ‘આ ક્ષુદ્ર પ્રાણી છે, હું મહાન છું. મારે એને શા લેખામાં લેવો ?' કુંજર કીડીને શું ગણે ? ક્રોધ કેમ અટકાવાય ? આપણે કોના વારસદાર ?ઃ નવપદ પ્રકાશ મહાન આત્માની મહાનતા એ છે કે હાથીની જેમ તેને ક્ષુદ્રની ક્ષુદ્રતા લેખામાં નથી. તેનું કાંઇ મૂલ્યાંકન ન કરે, તેથી પોતે સ્વસ્થ રહે. આ ઉપરથી સરસ બોધ મળે છે કે આપણી સામે કે પાછળ કોઇ ગમે તે ગમે તેવું હલકું બોલે, તો ત્યાં વિચાર કરવાનો કે “તે ક્ષુદ્ર છે, હું મહાન છું. મારી પાસે ધર્મ છે, સંયમ છે, મારી પાસે મહાપુરૂષોની છાયા છે. હું ગજસુકુમાર-બંધકમુનીનો વારસદાર છું. સીતા, સુદર્શન જેવા આત્માનો વારસદાર છું. આવા મહાન આત્માના વારસદાર અને એમનું આલંબન લેનારા મારી મહાનતા એ કે ક્ષુદ્રની ક્ષુદ્રતાને લેખામાં ન લેવી. કોઇ ગમે તેવું વાંકું બોલે તેની સામે મારે ગજરાજ બની જવાનું'' પરંતુ આપણે Theoritical સૈદ્ધાન્તિક બન્યા પછી Practical આભ્યાસિક બનતા નથી. ભંગી સામે ભંગી થઇએ છીએ. ‘ભંગી બહુ ગુસ્સે થાય તો સામે ટોપલામાં રહેલ વિષ્ટા નાખે, તો તેની સામે સારા માણસથી તે ન નખાય. તે ભંગી છે, હું ભંગી નથી' આવું વિચારી આપણાથી ગુસ્સારૂપી ભંગીના ઘરના ન બનાય. Page #118 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૦૯ દ્ધિ ભગવાન જ્ઞાનમાં બધું જુએ છે, પણ તે લેખામાં લેતા નથી. તે સિદ્ધ ભગવાન આતમ-રામ છે, રમાપતિ છે. તેવા સિદ્ધ ભગવંતને આપણે હંમેશ નજર સામે રાખીએ તો સાધ્ય સિધ્ધ થાય. અહીં ઢાળ પૂરી થઈ હવે દુહો,“રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણ નાણી રે, તે ધ્યાતા નિજ આતમા, હોયે સિદ્ધ ગુણ ખાણી રે.” જે સિદ્ધ ભગવાન રૂપાતીત અરૂપી સ્વભાવવાળા અને કેવળ દર્શન કેવળ જ્ઞાનવાળા છે, તેમનું ધ્યાન કરતાં પોતાનો આત્મા અરૂપી સ્વભાવવાળો થાય છે. આપણો આત્મા ગુણની ખાણવાળો સિદ્ધ બને છે. આત્મા રૂપારૂપી કેમ ? – અરૂપી સ્વભાવ મૂળમાં આત્માનો હતો જ, પણ તે પ્રચ્છન્ન હતો, પ્રગટપણે તો રૂપી શરીર સાથે તે ક્ષીરનીર માફક તદાકાર બની ગયો હતો, શરીર રૂપી, તો પોતે રૂપી, એ રીતે શરીર સાથે તદાકાર બની ગયો હતો, એટલે આત્મા ત્યાં રૂપી-અરૂપી અર્થાત્ રૂપારૂપી હતો, તે હવે સર્વથા અરૂપી બને છે. અરૂપી સ્વભાવવાળો બન્યો એટલે કાયમ માટે કાયાનો સંબંધ રહ્યો નહિ; તેથી હવે તે અરૂપી સ્વભાવમાં આવેલા સિદ્ધ ભગવંતે કોઈ અંશમાં રૂપી નથી, એટલે રૂપીને જે ઉપાધિ આવે છે તે બધાથી રહિત બન્યા. એવા સિદ્ધ ભગવંતનું જે ધ્યાન ધરે છે, તેમણે ય અરૂપી બનવાનું ધાર્યું Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ નવપદપ્રકાશ હોવાથી, એ કોઈ દુન્યવી રૂપને મહત્ત્વ આપવાનું રાખે નહિ. તેથી એ આત્મા સિદ્ધ બની જાય છે. ગુણની ખાણમાંથી ગુણ મળે - જેમ રત્નની ખાણમાંથી રત્ન મળે, કોલાસાની ખાણમાંથી કોલસા મળે, તેમ ગુણની ખાણસ્વરૂપ સિદ્ધ ભગવંત પાસેથી ગુણો પ્રાપ્ત થાય. સિદ્ધનું ધ્યાન કરતાં સિદ્ધ થવાય. અરિહંતનું ધ્યાન કરતાં અરિહંત થવાય. ગજસુકુમાર જેવા મહામુનિનું ધ્યાન કરતાં મહામુનિ બનાય. ફક્ત ધ્યાન કરતાં આવડવું જોઈએ, સિદ્ધપણું કાયમી કેમ? – ભમરીના ગુંજારવમાં મગ્ન બનેલ ઇયળ પોતાનું ઈયળપણું ભૂલી જાય છે, ને પોતે ભમરી બની જાય છે. તેમ સિદ્ધ ભગવંતનું રટણ-સ્મરણ-ધ્યાન સતત કરવાથી પોતાનું રૂપી સંસારીપણું ભૂલી જઇ સિદ્ધ થવાય. સિદ્ધ થયા પછી તે સિદ્ધપણું કદી જાય નહીં, કેમકે એ સર્વકર્મક્ષય જનિત છે. જ્યારે, સંસારમાં એવી કશી સિદ્ધતા-સિદ્ધિ કાયમી નથી, કેમકે એ કર્મના ઉદયથી કે ક્ષયોપશમથી પ્રેરિત છે, અને તે કાયમી જેવી. દા.ત. યશની સિદ્ધિ યશનામકર્મના ઉદયથી પ્રેરિત હોઈ એ કર્મ ક્ષીણ થયે એનો ઉદય બંધ, તો યશ પણ બંધ ! વિદ્યાસિદ્ધિ જ્ઞાનાવરણાદિ કર્મના ક્ષયોપશમથી પ્રેરિત, તે ક્ષયોપશમ બંધ પડતાં વિદ્યા-સિદ્ધિ અલોપ ! માત્ર, કર્મના સર્વક્ષયથી લાભે તે સિદ્ધિ કાયમ. દા.ત. Page #120 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૧૧ દર્શનમોહનીય કર્મ-સપ્તકના સર્વ ક્ષયથી થતું ક્ષાયિક સમ્યક્ત્વ, તે કાયમી-શાશ્વત્ બની ગયું, એમ સિદ્ધને આઠેય કર્મના સર્વક્ષયથી સિદ્ધતા આવી તે કાયમી. આમ સિદ્ધ ભગવાન રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણ નાણી રે'' છે તેમનું ધ્યાન ધરવામાં આવે, તો તેમના સમાન થવાય. કહે છે “તે ધ્યાતા નિજ આત્મા, હોય સિદ્ધ ગુણ ખાણી રે’ પ્ર૦- સિદ્ધનું ધ્યાન સસ્તું લાગે છે. સિદ્ધનું ધ્યાન કરો ને તમે સિદ્ધ થઈ ગયા, બીજી કશી પંચાત જ કરવાની રહી નહીં. વાહ ! ઉ૦- સિદ્ધનું ધ્યાન સસ્તું નથી. તેમનું જે ધ્યાન કરવાનું છે, તે રૂપાતીતનું એટલે કે અરૂપીનું ધ્યાન કરવાનું છે, એટલે એમાં અંશમાત્ર પણ રૂપીપણાનું ધ્યાન નહિ. વળી આ ધ્યાનને અભેદ પ્રણિધાન રૂપ ધ્યાનમાં લઇ જવાનું છે. ત્યારે સિદ્ધ બનાય. ધ્યાન બે પ્રકારે : (૧) સંભેદ પ્રણિધાન, અને (૨) અભેદ પ્રણિધાન ‘સંભેદ પ્રણિધાન'માં જેનું ધ્યાન કરવાનું હોય એને આપણી નજર સામે બહારમાં રાખી, એના પર મન એકાગ્ર કરી માત્ર એનું જ માનસિક દર્શન કરવાનું હોય છે. દા.ત. અરિહંત ભગવાનનું ધ્યાન કરવાનું હોય તો ધ્યાનસ્થ આંખે આપણે નજર સામે અષ્ટ પ્રાતિહાર્ય સહિત અરિહંત ભગવાનને જોયા કરવાના. એમાંય ખાસ કરીને Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ નવપદ પ્રકાશ પ્રભુની ચલુમાં નિર્વિકારતા અને કરૂણા તરવરતી જોવાની.એ જોતાં જોતાં મનને “અહો ! અહો !' થાય, અહો ! કેવી નિર્વિકાર પ્રશાંતતા ! કેવી કરૂણા આંખોમાંથી વરસી રહી છે ! સિદ્ધ ભગવાનનું ધ્યાન કરવાનું હોય તો માનસિક નજર સામે સિદ્ધશિલા પર બિરાજમાન સ્ફટિક જેવા અત્યંત નિર્મળ અને શુદ્ધ જ્ઞાનની રત્નજ્યોતિવાળા તથા અનંત સુખમાં ઝીલતા અને લેશ પણ કોઈનીય બાધાથી રહિત સર્વથા સ્વતંત્ર સિદ્ધ ભગવાન નજરમાં લાવવાનાં. મન એમના પર કેન્દ્રિત કરવાનું. એ જોતાં જોતાં મનને અહોભાવ થાય. ધ્યાનમાં અહોભાવ ને ગદગદતાઃ અરિહંત જેવા ફિરસ્તા નહિ: આ ધ્યાન થાય એ પણ અહોભાવ અને ગદગદતા સાથે થાય. અહોભાવ એટલા માટે કે દા. ત. અરિહંત દેવના અંગે મનને એમ થાય કે “અહો ! પ્રભુ કેવા સાચા જગતુ ઉપકારી કે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને ય તારવાની કરૂણા ભાવના એમણે કરી! તેમજ દુનિયાને એકેન્દ્રિય જીવોની પણ ઓળખ કરાવી ! એમની રક્ષા કરાવનાર અને એમને અભયદાન દેવરાવનારા બને છે. જગતમાં એવા બીજા કોઈ ધર્મના ફિરસ્તા નથી કે જેમણે આટલી એકેન્દ્રિયપણાની હદ સુઘીના જીવો પર કરૂણા ભાવના વરસાવી હોય. યા જગતની પાસે ઠેઠ એકેન્દ્રિય સુધીના જીવોને અભયદાન દેવરાવતા હોય, જ્યાં આટલી સૂક્ષ્મતા એ એકેંદ્રિય પૃથ્વીકાય-અકાય વગેરેની તથા નિગોદના અનંતકાય જીવોની ઓળખ જ ન હોય, એ જીવોમાં જીવ તરીકેની ગંધ પણ ન હોય, એની ખબર જ ન હોય એવા Page #122 -------------------------------------------------------------------------- ________________ સજામાંથી છોડાતા ય કર પરમાત્મા સિદ્ધ ૧૧૩ જીવોની જાતેય કરૂણા કયાંથી ચિંતવે ? અને જગતનેય કરુણા અને અભયદાન કરાવવાનું શી રીતે કરી શકે? વળી જગતના જીવોની કરુણામાં ય એ જીવોને કર્મના સકંજામાંથી છોડાવવાની કરુણા અને એ માટે સમ્યગ્દર્શન, જ્ઞાન-ચારિત્ર પમાડવાની ય કરુણા કરનાર અરિહંત સિવાય કોણ ફિરસ્તો છે ? ઓઘથી કહેવું કે – “પરમાત્મા-ઇશ્વર જગતના જીવો પર કરુણા કરાનારા છે, રહેમ રાખનારા છે, પરંતુ શી કરુણા ? કેવી કરુણા ? એનો કોઈ વિશેષ ખ્યાલ જ નહિ, એ માનેલા ઇશ્વર શી રીતે અરિહંતના અંશમાંય આવી શકે ? ઈશ્વર જગતકર્તા નથી ઉર્દુ, બીજા ઘર્મવાળા ઈશ્વરને જગતકર્તા માની ઈશ્વરનું ગૌરવ નીચે ઉતારી રહ્યા છે; કેમ કે જગતની અંતર્ગત નરકનાં સ્થાન, સાધન, શસ્ત્રો, અને નરકના સીતમ વરસાવનારા જમડાઓનાં સર્જન ઈશ્વર કરે છે. એમ માનવાનું થાય છે, એમણે આમાં ઈશ્વરને જીવો પર દયા, કરુણા કરનારો માન્યો ? પછી બચાવમાં ઈશ્વર એ જીવોને એનાં પાપનાં ફળ ભોગવી એ પાપોથી મુક્ત કરવાની દયા કરનારો કહે, એ બચાવ તો કોઈ કસાઈ કરે, કે હું પણ મરઘાં-બકરાં-બળદ વગેરેને કાપી, એમનાં પાપનાં ફળ આપીને એમને પાપથી મુક્ત કરવાની દયા જ કરું છું.” એના જેવો જ બચાવ છે. બાકી ખરેખર તો ઈશ્વર કસાઈની હરોળમાં આવી ઊભો ! અહીં કદાચ દલીલ કરે કે – Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ નવપદ પ્રકાશ પ્રવ કસાઇ અને ઇશ્વરમાં મોટો ફરક છે, તે એ, કે કસાઇ તો કત્લેઆમમાં પ્રાણીઓનું માંસ મેળવવાના પોતાના લોભને લીધે તથા પોતાના અધમ સ્વાર્થને લીધે હિંસા કરે છે; ત્યારે ઇશ્વરને નાહકની કત્લેઆમ ચલાવવામાં કોઇ એવો લોભ કે સ્વાર્થ નથી, એટલે ઇશ્વરની તો આમાં જીવોને પાપ ભોગવાવી લઇ જીવોને પાપથી મુક્ત કરવા દયા જ કહેવાય ને ? - ઉ૦- આ દલીલ પણ વાહિયાત છે; કેમકે જેમ ડૉકટરને લોભ અને સ્વાર્થ હોવા છતાં જો એ દરદીને ભયંકર દરદ પણ મટાડી દરદીને લાભ કરી દે છે, તો દયાળુ કહેવાય છે. દરદી પણ માને છે કે, ‘“મારા પર અમુક ડૉકટરે બહુ દયા કરી, તો મારો ભયંકર રોગ મટયો, મને જીવનદાન મળ્યું. આ તો આ ડૉકટર હોય નહિ ને હું મરતો બધું નહિ.’' એમ કસાઈ પણ દલીલ કરી શકે કે મારે પણ ભલે સ્વાર્થ અને લોભ છે, છતાં હું જગતના માંસાહારી જીવોને એમનો ખોરાક પૂરો પાડું છું તો જ એ માંસાહારી જીવો જીવી શકે છે. એટલે મારી કત્લેઆમ ચલાવવામાં પણ માંસાહારી જીવોને ખોરાક પૂરો પાડી જીવતા રાખવાની દયા જ રહેલી છે.’’ કસાઈ આવી દલીલ કરે અને કહે : ‘ભલે ઇશ્વર જેટલી નિઃસ્વાર્થતા, નિર્લોભતા નહિ, કિંન્તુ દયા કરું છું એ હકીકત છે.' એમ ઇશ્વર જોડે પોતાની અંશે દયાળુપણાની સરખાઇ રાખ્યાનો બચાવ કરે, તો જગત્કર્તા ઇશ્વરવાદીઓ એની સામે શો બચાવ કરી શકે ? જગત્કર્તા ઇશ્વરવાદીઓનો મુળ પાયો જ ખોટો છે, એટલે ઇશ્વરમાં કસાઇ સાથેની સમાનતા હોવાથી આપત્તિ Page #124 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૧૫ આવે ત્યાં બચાવ પણ પોકળ લૂલો જ થાય, એમાં નવાઈ નથી. કદાચ કહો : જગત્કર્તા દયાળુ ન હોઈ શકે? પ્ર0 - જેમ ન્યાયાધીશ ન્યાય તોલીને ખૂનીને ફાંસીની સજા ફરમાવે એમાં એ નિર્દય નથી ગણાતો; એ તો માત્ર ન્યાય તોલનારો ગણાય છે. પાપીએ પાપ કર્યું છે. એને ઘોવા એણે ફાંસીની સજા ભોગવવી જોઈએ; એમ ન્યાયાધીશ એ સજામાત્ર જાહેર કરે છે એટલું જ, તેથી એ નિર્દય કસાઈ જેવી નથી ગણાતો; એમ ઈશ્વર પણ પાપી જીવોનાં પાપનો ન્યાય ચુકવે છે, એમાં – ઈશ્વરમાં કસાઈ જેવી નિર્દયતા શાની ગણાય? ઉ0 - આ બચાવ પણ અર્ધદગ્ધ છે; કેમ કે ન્યાયાધીશ તો માત્ર સજા જાહેર કરે છે. એટલું જ, પરંતુ કેદીને જાતે ફટકારવા કે ફાંસીએ ચડાવવા યા ગળું છેદી નાખવા નથી જતો, અને જો ન્યાયાધીશને જાતે એ તાડન કે જાતે કસાઈ જેમ હત્યા કરવા જવાનું રહેતું હોય તો જગતનો કોઇ સારો માણસ ન્યાયાધીશ થવા તૈયાર થાય જ નહિ. એટલે જ ન્યાયાધીશને હજી ન્યાય ચૂકવનારો કહી શકાય, પરંતુ અહીં તો જગત્કર્તા ઈશ્વરને બધી જ વસ્તુ અને બધા જ તાડન પીટન હત્યાદિ કાર્યોનો સર્જક માનવામાં આવે છે, એ તેથી નરકગામી જીવોનાં પાપનો માત્ર ન્યાય ચુકવવાનો નથી રહેતો, કિન્તુ એવી નરકાદિ સાધનો સર્જનાર અને ઇશ્વર જાતે જ પાપી જીવોને કૂટનાર તથા જીવલેણ શસ્ત્રો મારનાર તરીકે માને છે, આમાં ઈશ્વરમાં માત્ર એકલું ન્યાય ચુકવનારપણું ક્યાં રહ્યું? Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ નવપદ પ્રકાશ અને આનાથી વિશેષ અ-ઘટતું અસંમજસ તો એ છે કે જો ઈશ્વર ખરેખર દયાળુ હોય તો પાપી જીવો પર માતાની જેમ રહમ કરી પાપ ગુન્હા માફ કરી દેનારો ને જીવોને ઘર્મમાર્ગે ચડાવીને પાપ કરતો અટકાવનારો હોય પરંતુ ઈશ્વરવાદી આવું કાંઇજ માનતો નથી એટલે એમના જગત્કર્તા ઈશ્વરમાં માતાની જેમ દયા-વાત્સલ્ય ક્યાં આવ્યું? વળી જો ઈશ્વર પાપીઓના પાપનો ન્યાય ચુકવે છે, તો સવાલ તો એ છે કે જીવને પહેલેથી પાપ-ગુન્હા કરતા જ કેમ અટકાવતો નથી ? જગત્કર્તા બની જીવોને ગુન્ડા કરવામાં ય કારણ બનવું, ને જીવોને ગુન્ડા કરવા દેવા, અને પછી એની કારમી સજા ઈશ્વરે ઠોકવી, એ કયાંનો ન્યાય ? ખરેખર તો ' જગદયાળુ ઈશ્વરે જીવોને મૂળમાં પાપ જ ન કરવા દેવું, પાપ કરતાં જ અટકાવવા, પાપનાં સાધન જ ન પૂરાં પાડવાં, એવું કેમ ન કરે? જગતમાં કોઈ એવો અબુઝ પણ સિપાઈ-કોટવાળ નહિ હોય કે જે પોતાની નજર સામે ખૂનીને ખૂન કરવા દે, ને પછી એને કોર્ટમાં પકડી જાય ! ત્યારે જગત્કર્તા ઈશ્વર માનનારને તો આ આપત્તિ છે કે જીવોને એ પાપ કરવા દે છે, ને પછી સજા ઠોકે છે. એટલે બુડથલ સિપાઈ જેવું તો શું પણ એનાથીય હલ્કાં વિદૂષક કામ કરનારો ઠરે છે. તાત્પર્ય, ઈતરોને માન્ય ઇશ્વરમાં એવી દયા, કરુણા નથી જે અરિહંત દેવમાં છે. - “અરિહંત'ના સંભેદ પ્રણિધાનમાં અરિહંતને માનસિક નજર સામે રાખી એમની કરુણા, ઉપકાર અને ગુણો પર Page #126 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૧૭. અહોભાવ સાથે અને દિલ ગળગળું કરીને એમના પર મન એકાગ્ર કરવાનું છે. સિદ્ધનું ધ્યાન કેમ ધરવું? એમ સિદ્ધનું ધ્યાન ધરવા માટે સિદ્ધ ભગવંતોને સિદ્ધશિલા ઉપર મનથી જોતાં રહેવાનું તે પણ એમણે કરેલા સર્વ કર્મક્ષયના શ્રેષ્ઠ અને જંગી પુરુષાર્થ તથા એમના અનંત ગુણો અને તન્દ્ર શુદ્ધ અવસ્થા, તથા એમના અ-સાંયોગિક સ્વાભાવિક અનંત સુખ પર ઓવારી જઈ “અહો ! કેવું અપ્રતિમ આત્મપરાક્રમ ! અહો ! કેવા અનંત ગુણો ! અહો ! કેવા પૂર્ણ શુદ્ધ અને અનંત સુખ સંપન્ન !” એવા અહોભાવ સાથે ધ્યાન કરવાનું. એમાંય દિલ ગળગળું કરવાનું. દિલ ગળગળું એટલા માટે થાય કે “મારે જે જોઈએ છે, એ હે સિદ્ધ ભગવાન ! આપે પ્રાપ્ત કરી લીધું, ને હું હજી સંસારમાં કર્મબેડીએ જકડાયેલો ગુલામ તથા અનંત દોષ ભરેલો રહ્યો છું!' આ સંભેદ-ધ્યાનમાં આપણે અરિહંત કે સિદ્ધ ભગવાનને આપણાથી ભિન્ન તરીકે સામે જોઇએ છીએ તેથી આ સંભેદ પ્રણિધાન છે. આપણે ધ્યાતા છીએ, અને ધ્યાનનો વિષય અરિહંત-સિદ્ધ એ ધ્યેય છે; ધ્યાતા ને બેય જુદા હોવાથી સંભેદ પ્રણિધાન કહેવાય છે. અભેદ-ધ્યાનમાં કેમ જવાય? (૨) અભેદ-પ્રણિધાન એટલે અભેદ-ધ્યાન, જેમાં ધ્યાતા અને ધ્યેય એક રૂપે ભાસે, પ્રસ્તુતમાં અરિહંત કે સિદ્ધનું સંભેદ પ્રણિધાન Æયથી ખૂબ વાર કરાય એટલે એ કરતાં એના સંસ્કાર વચ્ચે જ જાય. સંસ્કારો વધતાં અરિહંત-સિદ્ધ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નવપદ પ્રકાશ નજર સામે ને નજર સામે તરવર્યા કરે, એમ તરવરવાનું ચાલુ છે ને ધ્યાન ચાલુ છે, એમાં હવે અભેદ ધ્યાનમાં જવું છે તેથી ધ્યાનના વિષય યાને ધ્યેયને હવે નજર સામે બહારમાં ન રાખતાં આપણા શરીરની અંદર હ્રદયમાં રાખી આંતરિક નજરે ત્યાં ધ્યાનથી જોયા કરવાના એ પણ પૂર્વે કહ્યું તેમ અહોભાવ અને ગદ્ગદ્ભાવ સાથે જોયા કરવાના. હૃદયમાં ન ફાવે તો મગજમાં અર્થાત્ લલાટની અંદર જોવાના; તે પણ ધ્યેયની વિશેષતાઓ સાથે જોવાના. હવે જ્યારે અંતરમાં અરિહંત-સિદ્ધ આદિ ધ્યેયને જોઇએ ત્યારે, અભેદ-પ્રણિધાનમાં એટલે કે અભેદધ્યાનમાં જવા માટે, ધ્યેયના ગુણ આપણા આત્મામાં આરોપવાના છે. એ માટે એ કરવાનું કે ધ્યેયનું પ્રતિબિંબ આપણા આત્મા પર પડે છે, એમ કલ્પના કરવાની. એ પ્રતિબિંબ પણ ગુણ સહિત ધ્યેયનું કલ્પવાનું. દા.ત. અરિહંતને બહિર્ષ્યાનમાંથી અંતર્ધ્યાનમાં લાવ્યા એટલે અંતરમાં અરિહંતને વીતરાગ સર્વજ્ઞ તરીકે જોવાના, અને એમનું પ્રતિબિંબ આપણા આત્મામાં વીતરાગતા-સર્વજ્ઞતા સાથે ઝીલવાનું. એ પ્રતિબિંબ ઝીલીએ એંટલે આપણને એમ લાગે કે જાણે વીતરાગ અરિહંત આપણા આત્મામાં સંક્રમી ગયા ! તેથી આપણો આત્મા પણ વીતરાગ-સર્વજ્ઞ જેવો ભાસે. ખાસ તો વીતરાગ એટલે રાગ કૃષ અવિરતિ-આસક્તિ, કામ-ક્રોધ લોભ, મદ-માયાદિ વિકાર વિનાનો ભાસે ! એમ કલ્પવાનું. આ નિર્વિકારતાનો આપણામાં અવતાર દૃઢ કરવા માટે Page #128 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૧૯ કોઇ એક અરિહંત ભગવાન દા.ત. પ્રભુ મહાવીર ભગવાનનું પ્રતિબિંબ આપણા આત્મામાં ઉતારવાનું; એટલે જાણે મહાવીર ભગવાન આપણા આત્મામાં સંક્રમી ગયા છે, એમ ધારવાનું. એમાં ભગવાન આપણા આત્મામાં એકમેક થઇ ગયા એટલે જાણે આપણો આત્મા જ મહાવીર ભગવાન થઈ ગયો ! એમ કલ્પવાનું; પછી એમની નિર્વિકારતા આપણામાં આવી ગઇ છે એ જોવા માટે સક્રિય નિર્વિકારતા સર્વવિરતિ અને અનાસક્તિ કલ્પવાની. મહાવીર પ્રભુની નિર્વિકારતા આપણામાં કેમ કલ્પાય ? સક્રિય નિર્વિકારતા કલ્પવા માટે એમ ધારવાનું કે જાણે મહાવીર ભગવાન પરના ઉપસર્ગ આપણા પર વરસી રહ્યા છે અને આપણે એમાં નિર્વિકાર રહેલા છીએ ! અર્થાત્ કોઇ જ લેશ પણ રાગ-દ્વેષ-ભય-હાયવોય ઊઠતી જ નથી, એટલા બધા આપણે જીવલેણ ઉપસર્ગમાં પણ નિર્વિકાર રહ્યા છીએ એ કલ્પવાનું. ઉપસર્ગોમાં દા.ત. આપણા શરીરને કીડીઓ આરપાર ચટકી રહી છે, અથવા માથે પાંચ હજાર મણનું ભારે લોખંડી કાલચક્ર આપણા મસ્તક પર જોસથી પટકાય છે, એની ગાઢ વેદના ઊઠે છે, પરંતુ આપણે એને ગણકારતા નથી, લેશ પણ અરેરાટી કરતા નથી, અરે ! પ્રભુ શ્રી મહાવીર ભગવાનની જેમ દ્વેષ-ઉદ્વેગ-હાયકારો લેશ પણ કરતા નથી. અરે ! એટલું પણ મનમાં લાવતા નથી કે ‘આ ખોટું થઈ રહ્યું છે અગર ઉપદ્રવ કરનારો સારો માણસ નહિ'; એવા આપણે નિર્વિકાર રહીએ છીએ. એમ ચંદનબાળાનો અભિગ્રહ કરી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ નવપદપ્રકાશ રોજ ગોચરી જઈએ છીએ, રોજ ભિક્ષા વિના પાછા ફરીએ છીએ, છતાં અવિકૃત રહીએ છીએ. રાબેતા મુજબ ગોચરી માટે નીકળવાનું એટલું જ, પરંતુ લેવા જવા માટે એવી ન ઉત્સુક્તા, કે ન અપ્રાપ્તિમાં દીનતા યા નિરાશા, ને ગોચરી વિના પાછા આવ્યા પછી પણ એનો એકપણ વિકલ્પ નહિ, તેમ પારણું મળતાં પણ હરખ નહિ, એવી નિર્વિકારતા સ્વમાં આરોપવાની. સમવસરણ, નવ કમળ, ૮ પ્રાતિહાર્ય, ઝૂકી ઝૂકીને નમતી ને સામું ટગર ટગર જોઈ રાજી થતી ઇદ્રાણીઓ અપ્સરાઓ.. બધી શોભા-ઐશ્વર્ય-દબદબો જાણે આપણને મળ્યો છે, છતાં ન હરખ, ન મદ, ન લેશ માત્ર આકર્ષણ! આસક્તિ નહિ. ““નરો વા કુંજરો વા' મારે કશી નિસ્બત નથી. એ હકીકત જોઈ એટલું જ; પણ કોઈ રાગ-હરખની અસર ન લીધી, નિર્વિકાર રહ્યા છીએ.” આમ કલ્પવાનું. આમ વિવિધ ઈષ્ટ-અનિષ્ટ, અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગમાં આપણે જાણે મહાવીર પ્રભુ ! તે નિર્વિકાર રહીએ છીએ ! જાણે જ્ઞાન અનંતુ છે, પણ પ્રભુની જેમ સાગરવર-ગંભીર છીએ ! વસ્તુના ભૂત ભાવિ ઊંડાણ સુધી જોનાર છીએ, છતાં નિરભિમાની છીએ ! નિર્વિકારતાથી ભાવિતઃ અભેદ-ધ્યાનમાં આ બધું લાવતાં નિર્વિકારતા પાકી રાખવાની; કોઇ રાગ નહિ, દ્વેષ નહિ, કોઈ કામ-ક્રોધ-લોભ નહિ, કોઈ હરખ નહિ, ખેદ નહિ. એમ નિર્વિકારતાનું માત્ર ચિંતન જ નહિ, કિન્તુ અંતરાત્મામાં એનું પરિણમનભાવન Page #130 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૨૧ કરવાનું. અંતરાત્માને એનાથી ભાવિત-વાસિત-રંગાયેલો કરવાનો. કસ્તુરીના ડાભડામાં મૂકેલ દાતણ કસ્તુરીથી ભાવિત થાય છે, વાસિત થઈ જાય છે; એમ અંતરાત્માને નિર્વિકારતાથી, નિષ્કષાયતાથી અને રતિઅરતિ રહિત ઉદાસીનતાથી ભાવિત કરવાનો. તે આપણો આત્મા જાણે ખરેખર નિર્વિકાર-ઉદાસીન-અનાસક્ત-વીતરાગ છે ! જાણે ખુદ મહાવીર પરમાત્મા છે ! એવો ભાસ થાય એ અભેદ-પ્રણિધાનની છાયા છે. અહીં એટલું ધ્યાનમાં રહે કે આપણે ભગવાન મહાવીર પ્રભુના લાખમાં ક્રોડમા અંશમાં નથી, પરંતુ એ તરફ પા-પા પગલી કરવા અનુભવજ્ઞાનનો આ એક અભ્યાસ છે, આ એક અભેદ-પ્રણિધાનનો કલ્પનાથી અભ્યાસ પ્રયોગ છે. સિદ્ધનું અભેદ-ધ્યાન કેમ બને? જેવું ભગવાન અરિહંતદેવનું અભેદ-પ્રણિધાન, એવું સિદ્ધ ભગવાનનું અભેદ-પ્રણિધાન કરવા માટે પહેલાં સિદ્ધના સંભેદ પ્રણિધાનમાં આપણી નજર સામે બહારમાં સિદ્ધશિલા પર સિદ્ધ ભગવાન ધારવાના, એમના અરૂપી શુદ્ધ સ્વરૂપ પર મન કેન્દ્રિત કરવાનું - એ થાય પછી બહારને બદલે હવે આપણી અંદરમાં સિદ્ધને ધારવાના, સ્ફટિક જેવા બિલકુલ સ્વચ્છનિર્મળ-અરૂપી-શાશ્વત-સ્થિર-શાન-તેજોમય ને અશરીરી સિદ્ધ ઉપર મને કેન્દ્રિત કરવાનું. પછી એ સિદ્ધનું પ્રતિબિંબ આપણા આત્મા પર ઝીલવાનું. એ એવું પ્રતિબિંબ હોય કે આપણો આત્મા સિદ્ધસ્વરૂપમાં તન્મય થઈ ગયો હોય ! અર્થાત્ આપણો આત્મા જ જાણે સિદ્ધ સ્વરૂપવાળો લાગે ! એટલે કે સર્વ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ નવપદ પ્રકાશ કર્મ-રહિત, શરીર-રહિત, અહંત્વાદિ-વિકાર-રહિત, શુદ્ધ જ્યોતિ રૂપ દેખાય. એટલે શું આવ્યું ? સિદ્ધનું ધ્યાન સ્વાત્માના અભેદભાવે કર્યું. અભેદ-પ્રણિધાનની આ છાયા થઈ. અનુભવજ્ઞાન : શાસ્ત્રકારો આવા અભેદ ધ્યાનને અનુભવજ્ઞાનમાંથી થવાનું કહે છે. ‘અનુભવજ્ઞાન' એટલે અરિહંતપ્રભુના કે સિદ્ધ ભગવાનના ગુણોનું સંવેદન. એ આપણે જ ઊભું કરવાનું છે. જાણે આપણા પર ઉપસર્ગ આવ્યો ને આપણે જ ભગવાનના ક્ષમા-અહિંસાદિ ગુણોનો જાણે અનુભવ કરીએ છીએ એટલે કે આપણા પોતાના એ ગુણ તરીકે આંતર સંવેદન કરીએ છીએ, એવો ભાસ થાય. “પણ તુજ દરસણ યોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ” શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે : ‘હે પ્રભુ ! તમારા દર્શનનો યોગ મળવાથી મારા હ્દયમાં તમારા ગુણોનું અનુભવજ્ઞાન થયું, સંવેદન થયું. આ શી રીતે થયું ? દર્શન-યોગથી એટલે કે પોતાનામાં પ્રભુનું અભેદ ભાવે દર્શન કરવાથી અર્થાત્ પોતાના અંતરમાં ભગવાનના અભેદ-પ્રણિધાનથી પોતાના આત્માને ભગવાનથી અભિન્ન કલ્પ્યા. હવે જ્યારે સ્વાત્માને પરમાત્મા જ કલ્પવા હોય તો પરમાત્માના ગુણો, રાગરહિતતા, દ્વેષરહિતતા, ક્ષમા, સમતા... વગેરેને પોતાના આત્મામાં સ્થાપવા પડે. એ સ્થપાય તો જ પરમાત્માનો અભેદ સ્વમાં અનુભવાય. અર્થાત્ Page #132 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૨૩ સ્વાત્માને પરમાત્માથી અભિન્ન અને પરમાત્મ-સ્વરૂપ ચિંતવ્યો પ્રમાણ ગણાય. વારંવાર આ અભેદ-પ્રણિધાન થાય તો આત્મામાં વિષય-વૈરાગ્ય, સર્વ પાપ-ત્યાગ, કષાય-નિગ્રહ, તથા ક્ષમાદિ ગુણો માટેનું બળ વધતું જાય. એની સાથોસાથ અભેદ ધ્યાનનું પણ બળ વધતું ચાલે છે, ને એક એવો ધન્ય દિવસ આવે છે કે જ્યારે પરાકાષ્ઠાનું અભેદધ્યાન થતાં આત્મા ખરેખર વીતરાગ પરમાત્મ સ્વરૂપ બની જાય છે ! ધ્યાનની સાથે શું જોઇએ ? એમ સિદ્ધ ભગવાનનું અભેદ ધ્યાન વધુને વધુ પ્રબળ બનાવાય, તો ધ્યાતાનો આત્મા અંતે ધ્યેયસ્વરૂપ સિદ્ધ પરમાત્મા બની જાય છે. તમને થશે, પ્ર૦ - સિદ્ધના ખાલી ધ્યાનનો આટલો બધો પ્રભાવ ? ઉ૦ – આ સિદ્ધ ભગવાનનું અભેદ-ધ્યાન એટલે શું સમજો છો ? એ બહુ નક્કર ધ્યાન છે, કેમકે એમાં મૂળમાં સર્વ પાપત્યાગ-સર્વવિરતિ ધારી પછી સિદ્ધની જેમ પોતાનો આત્મા અચ્છેદ્ય, અભેદ્ય, અરૂપી, મેરુવત્ નિષ્પકંપ, અનાસક્ત અને અનંતજ્ઞાન જ્યોતિમય હોવાનું કલ્પવાનું છે. એટલે ત્યાં દુન્યવી ઝંઝાવાતોઆપત્તિઓની લેશપણ અસર લેવાની નથી. કદાચ તલવારથી શરી૨ કપાતું હોય કે ભાલાથી વિંધાતું હોય, તો ય પોતાને તો અચ્છેદ્ય, અભેદ્યપણાનો અનુભવ ઊભો રાખવાનો છે. આમાં કષાયોને ક્યાં જગ્યા રહી ? એથી ઉલ્ટું, ગમે તેવા રળિયામણા પ્રલોભનો સામે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ નવપદ પ્રકાશ આવે, પરંતુ પોતાને તો અનાસક્તપણાનો અનુભવ કરવાનો છે. ત્યાં વિષયાસક્તિને જગ્યા જ કયાં રહી ? જગતમાં પ્રસંગ ગમે તેવા બનો પણ પોતે શુદ્ધ જ્ઞાનનો અર્થાત્ અરક્ત-અદ્રિષ્ટ બન્યા રહી માત્ર જ્ઞાતા-દ્રષ્ટાપણાનો અનુભવ કરવાનો છે. ત્યાં સમતા કેટલી બધી ઊલસે ? આમ ખાલી અભેદ-ધ્યાનની કેટલી બધી તાકાત ! કેટલો બધો પ્રભાવ ! આમાં મુખ્યપણે સર્વવિરતિભાવ તો હોવો જ જોઇએ, એ ભૂલવાનું નથી. ધ્યાનની ભૂમિકા કેમ બને ? સંસારવાસમાં બેઠા પણ ગુણસાગર-પૃથ્વીચંદ્ર-ભરત ચક્રવર્તી વગેરેએ આ જ રીતે કેવળજ્ઞાન મેળવ્યાં. વીતરાગ અને સિદ્ધનું ધ્યાન કરનાર ધ્યાતા અંતે વીતરાગ અને સિદ્ધ સ્વરૂપ બને છે. પરંતુ અહીં એક ખાસ સમજી રાખવાનું છે કે માત્ર ધ્યાન કરવા વખતે જ પોતે વીતરાગ સ્વરૂપ તથા સિદ્ધની જેમ અચ્છેઘ, અભેદ્ય વગેરે ભાવીને બેસી રહેવાનું નથી, કિન્તુ ધ્યાન સિવાયના કાળે પણ ઇષ્ટ-અનિષ્ટ પુદ્ગલના સંયોગ-વિયોગોમાં, ક્રિયામાં ને શાસ્ત્રસ્વાધ્યાયમાં પણ આ વીતરાગ અને સિદ્ધ સ્વરૂપની ભાવનાનો ઉપયોગ કરવાનો છે, જેથી એમાં રાગ-દ્વેષ-આસક્તિ-વિહ્વળતા વગેરેથી બચતા રહેવાય. આવું કરતાં રહેવાય તો ધ્યાનની ભૂમિકા બનીને ધ્યાન વખતે આત્મામાં એ ભાવનાનો રંગ જામે; નહિતર ધ્યાન સિવાયના કાળે વિવિધ વિહ્વળતાઓથી જીવ પીડાતા હોય તો એ ધ્યાન વખતે એ સિદ્ધ ભગવાનના ભાવો એના હૈયે અડે જ શાના? Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ સિદ્ધ ઉપદ્રવમાં શું ચિંતવવું? - ધ્યાન સિવાયના વખતે રૂપી પુગલનો સારો નરસો કશો ભાવ મનમાં લાવવાનો નહીં. દા.ત. આપણા શરીરને કોઈએ પ્રહાર કર્યો તો પોતે એમ નહિ સમજવાનું કે “હું મરાયો.” જો આવો વિચાર આવ્યો તો એ પેલો પૌગલિક ભાવ આવ્યો; પણ વિચારવાનું કે ““એ તો પાડોશી શરીર મરાયું, મારો આત્મા નહિ. હું અરૂપી છું. મારું તો કાંઈ જ પ્રહારને પાત્ર નથી. આત્મ-પ્રદેશો એવા ને એવા જ રહે છે.” આમ ચાલુ પ્રવૃત્તિમાં પણ સિદ્ધનું ધ્યાન રાખવાનું તે ય પરાકાષ્ઠા સુધી ધ્યાન વધારવાનું છે. પરાકાષ્ઠાના ધ્યાનનો ઉપાયઃ પ્ર - પરાકાષ્ઠાના ધ્યાને ક્યારે પહોંચાય? ઉ૦- જ્યારે કોઈ પણ જાતની પૌગલિક સગવડ, અગવડ યા તકલીફ કે ભાંજગડ મનને ન અડે, ત્યારે ત્યાં પહોંચાય. દા.ત. “આ શરીર ક્યાં બિમાર પડયું? આ અનાડી કયાં મારી ધર્મસાધનામાં અંતરાય નાખવા આવ્યો ? આ પરીસહ ઉપસર્ગની પીડા હજી કયાં સુધી ચાલશે ?... એ માણસ ખરાબ.. કષ્ટ બહુ ભારે... અહીં મચ્છર બહું” મનને આવું કાંઇ જ ન લાગે, પણ સર્વથા અચ્છેદ્ય-અભેદ્ય-અનાસક્તપણાની ભાવનાથી સહી લેવાનું, ને અલિપ્ત રહેવાનું. દુઃખોની ભારે કસોટી આવે, તેને હોંશે વધાવાય, ત્યારે મનની ગાડી પરાકાષ્ઠાના ધ્યાનની તરફ દોડે, અને જરૂરી આ છે કે – Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ નવપદ પ્રકાશ જ્ઞાનીએ જે કડક સાધનાઓ બતાવી છે તે બધી જ સાધનામાં હોંશે હોંશે ઉદ્યમ થવો જોઇએ; ત્યારે આ સિદ્ધ સ્વરૂપની ભાવનાને સરળતા રહે છે. અને એમ અંતે પરાકાષ્ઠાના ધ્યાને પહોંચાય છે. બે વસ્તુ જરૂરી આવી : (૧) ઇનિષ્ટ સંયોગ-વિયોગોમાં પણ સિદ્ધ સ્વરૂપની ભાવના; ને (૨) ધર્મની ભરપુર સાધનાઓ. આ સાથે સિદ્ધનું સંભેદ-અભેદ-ધ્યાન કરાય, તો અંતે આત્મા સિદ્ધસ્વરૂપી થાય. સિદ્ધ ભગવાન કેવા છે તે હવે ‘કાવ્ય’માં બતાવે છે : કાવ્ય કમ્માવરણ-મુક્કે, નાણાઈસિરિ-ચઉછે; સમગ્ લોગગ્ગ -પયપ્રસિદ્ધે, ઝાએહ નિસ્યંપિ સમર્ગી સિદ્ધે. અર્થ :- દુષ્ટ એવા આઠ કર્મના આવરણથી સિદ્ધ ભગવંત અત્યંત મુક્ત થયા છે, અનંત જ્ઞાનાદિ-લક્ષ્મી-ચતુષ્ક વાળા છે, સમગ્રલોકના અગ્રપદ પર ઉત્કૃષ્ટ સિદ્ધ થયેલા છે, એવા સમસ્ત સિદ્ધોનું હંમેશા પણ ધ્યાન કરો.’ દુšટ્સ અનંત સિદ્ધ ભગવંત કર્મથી અત્યંત મુક્ત એટલે ફરીથી કદીયે કર્મનો સંયોગ ન થાય તેવી રીતે મુક્ત થયેલા છે. આઠ કર્મનાં આવરણો દુષ્ટ છે. તેનાથી સદંતર તે આત્મા મુકાયો. હવે કર્મનો કયારેય એક અંશ માત્ર પણ Page #136 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૨૭ એમને આવરે નિહ. એટલે સિદ્ધ ભગવંતને હવે કદીય કોઇ કર્મના ઉદયની વિટંબણા નહિ, કર્મ-ફળની બધીય વિટંબણાથી હંમેશાં માટે સર્વાંશે મુક્ત છે. ‘દુટ્ઠ’ એટલે દુષ્ટ યા દ્વિષ્ટ ઃ જે કેઇ દુદ્ઘ દેવા એટલે ? પ્ર૦ – દુષ્ટ કોણ ? કર્મનાં આવરણ દુષ્ટ કે આત્મા દુષ્ટ ? આપણે દુષ્ટ ? કે કર્મ દુષ્ટ ? ઉ૦ - ‘દુટ્ઠ'નો એક અર્થ થાય છે; ‘દુષ્ટ એટલે કે દોષિત કરનાર', ‘દોષ લગાડનાર.' દા.ત. દારૂ, એ પીનારને દોષિત કરે છે, માટે દારૂ દુષ્ટ ગણાય. અહીં ‘‘દુષ્ટ’' નો અર્થ ‘ખરાબ’ નહિ, પણ ‘ખરાબ કરનાર.’ એ હિસાબે પ્રસ્તુતમાં દુષ્ટ છે કર્મનાં આવરણ; કેમ કે એ આત્માને દોષિત કરનાર, ખરાબ કરનાર, આત્માને કલંકિત કરનાર છે. આ હિસાબે કર્મનાં આવરણો દુષ્ટ છે. અથવા ‘દુઠ્ઠ’નો બીજો અર્થ - અર્ધમાગધી ભાષામાં દુટ્ઠ એટલે દ્વિષ્ટ. ભગવાનને ‘અરત્તદુટ્ઠ’ કહે છે ત્યાં એ જ અર્થ છે, રાગથી રક્ત નહિ દ્વેષથી દ્વિષ્ટ નહિ. આ હિસાબે જે ‘જે કોઇ દુટ્ઠ દેવા’ એટલે ‘જે કોઇ દુષ્ટ દેવો' એવો અર્થ નહિ પણ જે કેઈ વિરોધી દેવો' એવો અર્થ લેવાનો છે. ‘દ્વિષ્ટ' એટલે કે વિરોધી, દુશ્મનભૂત કર્મ. આત્મા માટે જે દ્વિષ્ટ છે, અર્થાત્ દુશ્મનભૂત (કર્મ) છે, તેનાથી મુક્ત. કર્મ આત્માના દુશ્મન એટલા માટે છે કે આત્માની સહજ સંપત્તિને આ કર્મો તદ્દન દબાવી દેનારા છે, લુપ્તશા કરનારા છે, ‘સબ કુછ તુમ્હારા, મગર હુકમ હમારા' તેથી તેમણે દુશ્મનનું કાર્ય કર્યું. Page #137 -------------------------------------------------------------------------- ________________ નવપદ પ્રકાશ અનંત-ચતુષ્કમાં બીજા ચાર કર્મના ક્ષય કેમ સમાયા ? સિદ્ધ ભગવાન ‘અનંત નાળાિિી-ચવજે ૧૨૮ સિદ્ધ ભગવાન અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, ને અનંત વીર્યાદિ લબ્ધિ, આ ચાર ‘શ્રી' લક્ષ્મીથી યુક્ત છે. અહીં પ્રશ્ન થાય - પ્ર૦- આ ચાર તો જ્ઞાનાવરણ-દર્શનાવરણ- વેદનીય -અંતરાય એ ચાર કર્મના ક્ષયના ગુણ કહ્યા, પણ બાકીના મોહનીય-આયુ-નામકર્મ-ગોત્ર કર્મના ક્ષયના ગુણ કેમ ન લીધા ? ઉ૦ - એ બાકીના ચાર કર્મના ક્ષયથી પ્રગટતા ૪ ગુણ, વીતરાગદશા, અક્ષય સ્થિતિ, અરૂપીપણું ને અગુરુલઘુ અવસ્થા; આમાં ‘અક્ષય સ્થિતિ' એટલે જન્મ-જરામરણની પીડા નહિ, એ અનંત સુખમાં સમાવિષ્ટ સમજવું; કેમ કે અનંતુ સુખ જન્મમરણાદિ દુઃખના લેશમાત્રથી અલિપ્ત છે. અરૂપીપણું પણ કોઇ જ પૌદ્ગલિક સંયોગની પીડાવાળું નહિ, એટલે એ પણ અનંત સુખમાં સમાવિષ્ટ સમજવું. અગુરુલઘુ અવસ્થાનું પણ એમ જ સમજવું. વીતરાગતા એ અનંતજ્ઞાન-દર્શનમાં સમાવિષ્ટ છે; કેમ કે સિદ્ધ ભગવાન અનંતજ્ઞાનવાળા છે, તે જ્ઞાન વિશુદ્ધ અર્થાત્ લેશમાત્ર પણ રાગ-દ્વેષ-મોહથી ખરડાયેલું અશુદ્ધ નહિ. એમનું જ્ઞાન એટલે પ્રત્યક્ષ દર્શન છે, ને એ સરાગ દર્શન નહિ, પણ વીતરાગ દર્શન હોય છે. આપણને વીતરાગદર્શન ગમે છે ? Page #138 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૨૯ આપણાં દર્શન-શ્રવણ-સ્મરણ ત્રણેય રાગ-દ્વેષથી ખરડાયેલ રહે છે, અને આશ્ચર્ય છે કે આપણને એવું જ દર્શન વગેરે ગમે છે, ને વીતરાગદર્શન નથી ગમતું ! નહિતર દરેક દર્શન-શ્રવણ કે સ્મરણમાં આપણે રાગ કે દ્વેષ શા માટે જોડતા હોત? વીતરાગ દર્શન એટલે ઉદાસીનભાવે માત્ર જોવાનું, પણ બીજું કાંઈ “આ સરસ ! આ ડેમ કલાસ! પેલું હાઈ કલાસ !” એવું આકર્ષણ-વિકર્ષણ યાને રાગ-દ્વેષ, રતિ-અરતિનું લફરુ લગાડવાનું નહિ. દર્પણમાં પ્રતિબિંબ પડે એટલે કે દર્પણને દર્શન થાય છે. એમાં દર્પણને રાગ દ્વેષ ખરા? દર્પણ વસ્તુને ટકા આપે ? ના, કશું નહિ, શુદ્ધ દર્શન, શુદ્ધ પ્રતિબિંબ. એમ વીતરાગ-દર્શનમાં દર્પણની જેમ સ્વસ્થતાથી દર્શન, રાગાદિથી લહેવાઈ ગયા વિનાનું દર્શન. અસ્વસ્થ અર્થાત્ રાગી, દેખી, હર્ષિત, કે ખિન્ન થઈને કાંઈ જોવાનું નહિ, સ્મરવાનું નહિ, કે સાંભળવાનું નહિ. સિદ્ધ ભગવંતને વિતરાગ દર્શન છે, વળી સિદ્ધ ભગવંત “સમગ્ર-લોગગ્ન-૫ય-પ્રસિદ્ધ” સમગ્ર જે લોક આખો લોકાકાશ, - તેનો અગ્રભાવ, ત્યાંનું જે પદ-સ્થાન, તેમાં પ્રસિદ્ધ એટલે કે પ્રકણ ઉત્કૃષ્ટતાથી સિદ્ધ થયેલા; એટલે કે શાશ્વત કાળ માટે અવસ્થિત બનેલા, સ્થિર થઈ ગયેલા છે. દુનિયાની કોઈ સત્તા નથી કે હવે તેમને ત્યાંથી ખસેડી શકે. એવા જે સમગ્ર સમસ્ત સિદ્ધોનું હંમેશા ધ્યાન કરો. સમગ્ર લોકના અગ્રભાગમાં રહેલા એવા સમગ્ર સિદ્ધોનું હંમેશા ધ્યાન કરો) નિä જિ લાપદ એમાં નિર્વે જ છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ નવપદ પ્રકાશ તેમાં પિશબ્દ શા માટે કહ્યો છે ? હંમેશાં ‘પણ’ ધ્યાન કરો કહ્યું, તો ‘પણ' શા માટે ? એટલા માટે કે અવસર વિશેષમાં તો સિદ્ધ ભગવાનનું ધ્યાન જરૂર કરો, પણ હંમેશ માટે પણ એમનું ધ્યાન કરો. અવસર વિશેષમાં સિદ્ધનું ધ્યાન નથી કરતા, ત્યાં ગોથાં ખાઇએ છીએ. અવસરે પણ સિદ્ધ-ધ્યાન નથી, તેથી મન પર કર્મરહિત શુદ્ધ નિર્મળ આત્મસ્વરૂપ આવતું નથી. તેથી કર્મની પીડા ઉપરાંત મનથી વધુ વિડંબાઇએ છીએ. મનની બધી પીડા સિદ્ધના ધ્યાનથી નાશ પામે છે. આપણે સિદ્ધને બદલે અન્ય લફરાબાજીને ધ્યાનમાં બહુ લાવીએ છીએ માટે કર્મજનિત પીડામાં વધારો કરીએ છીએ. અવસરે સિદ્ધ ભગવંતનું ધ્યાન કરતા હોઇએ, તો પીડા અડધી થઇ જાય, પોણી ઓછી થઇ જાય. મનના હિસાબ પર સુખદુઃખ વૃદ્ધિ : આમ અવસરે સિદ્ધ ભગવંતનું ધ્યાન ન કરવાથી કર્મે આપેલ પીડા દ્વિગુણ-ચારગણી-દશગણી વધારી દઇએ છીએ. દા.ત. કોઇના ઉપર આપણને ભારે અભાવ છે. પ્રસંગવશ એના દ્વારા આપણને કર્મે આપ્યો એક તમાચો, પરંતુ એના પ્રત્યેની માનસિક ઉગ્રતાને લીધે પીડા લાગે છે દશ તમાચા જેવી ! એથી ઉલ્ટું કોઇના પર અત્યંત પ્રેમ છે, અને એના તરફથી ધક્કો કે લાત જેવું લાગ્યું, છતાં પીડા તો નહિ પણ પ્રેમ વધારે છે ! દા.ત. રાજાના ખોળામાં બાળ રાજકુમાર બેઠો બેઠો દશ લાત લગાવે તો તેની પીડા લાગતી નથી, પણ Page #140 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૩૧ હેત વધે છે; એથી ઉલ્ટું તે હાલતો ચાલતો ન હોય, શાંત પડી રહ્યો હોય, તો મનને દુઃખ લાગે છે ! ત્યારે જો ઉદ્ધત છોકરો હોય, ને તે લાત લગાવે તો મગજનો પારો આસમાને ચઢી જાય ! આ બધું મનના હિસાબ પર સુખદુ:ખ વધી જવાનું ગણિત સૂચવે છે; ને સિદ્ધ ભગવાનનું ધ્યાન નહિ કરવા પર મનનું દુ:ખ વધે છે. સિદ્ધના ધ્યાનથી પાવર મળે : જો આપણે સિદ્ધ ભગવંતને અવસરે અવસરે ધ્યાનમાં લાવીએ છીએ તો એવા પાવર મળે છે કે કર્મની પીડાના ભાગાકાર થાય; કેમ કે એમાં સિદ્ધની જેમ આપણા આત્માનું સ્વરૂપ કર્મમુક્ત ભાવવાનું મળે છે. ત્યાં મનને એમ થાય કે ‘હું તો નિરંજન, નિરાકાર, શુદ્ધ જ્ઞાન-જ્યોતિમય છું; બાકી બધું મારાથી તદ્દન ભિન્ન સ્વરૂપવાળા જડ પુદ્ગલના ઘરનું છે. એની સાથે મારે શી નિસ્બત ?' આ ભાવનાના સંસ્કારથી તમાચ કે ફૂલહારના અવસરે મનને થાય કે ‘મારે શત્રુ ય નથી, સગા ય નથી. એમ તમાચ કે ફૂલહાર મને અરૂપી શુદ્ધ આત્માને અડતા જ નથી, તો એમાં દુ:ખી કે આનંદિત શું થવું હતું ? મારે નિર્લેપ રહેવાનું.' સિદ્ધ ભગવંતનું ધ્યાન એવી નિર્લેપ રહેવાની શક્તિ આપે છે. તે સિદ્ધ ભગવંતને ભૂલીએ એટલે બીજું, ત્રીજું મનમાં આવીને કર્મની પીડાના ગુણાકાર થાય છે, માનસિક પીડા વધી જાય છે. શારીરિક પીડા કરતાં માનસિક પીડા મોટી છે. દા.ત. શરીરે ગૂમડું થયું હોય તે પાકે ત્યારે લપકારા મારે, તે શારીરિક Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ નવપદ પ્રકાશ પીડા છે. પણ એવા કેટલાય વિકલ્પો થાય કે “હાય ! કેટલી બધી પીડા !' એ માનસિક પીડા છે. એથી માનસિક પીડા વધી ગઈ. લપકારા શાંત થઈ જાય, ત્યારે પણ શારીરિક વેદના નહિ છતાં માનસિક પીડા હોઈ શકે કે “હાય ! આ ગૂમડું ક્યારે મટશે? મારાં આ કેટલાં કામ બગાડે છે?” આ માનસિક પીડા પેલી શારીરિક પીડા કરતાં વધુ ખરાબ છે; કેમ કે એ જીવને કાયર, કંગાલ, તામસી બનાવે છે, આર્તધ્યાન અને અસમાધિ કરાવે છે, મફતિયા કર્મ બંધાવે છે. ત્યાં માનસિક પીડા દૂર કરવા સિદ્ધ ભગવંત સહાયક બને છે; કેમ કે શારીરિક પીડાને પોતાના શુદ્ધ આત્માથી તદ્દન અલગ બતાવી દે છે. એનાથી પોતાને તદ્દન અલિપ્ત બતાવી દે છે. - “નિચ્ચે પિ ઝાએહ” આમાં “પિ' કહીને સૂચવ્યું કે અવસરે તો સિદ્ધ ભગવંતનું વિશેષતઃ ધ્યાન ખરું જ, પણ સામાન્યથી હંમેશ તેમનું ધ્યાન કરો. સિદ્ધ ભગવંતના ધ્યાનની શી વિશેષતા? તો કે પહેલાં નીચી કક્ષાના આરાધક હોઈએ તો હવે ઊંચી કક્ષાના આરાધક જેવો આત્માનંદ મળે. તે સિદ્ધ ભગવાનનું ધ્યાન રહે એટલે શું? આપણી જ સિદ્ધ અવસ્થાનું ધ્યાન રહે. તેથી સિદ્ધનું ધ્યાન કરતા હોઈએ ત્યારે આપણી જ મૂળભૂત શુદ્ધ અવસ્થાનું યાને આપણા જ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. હવે એના લાભ વિચારીએ કે – આપણા શુદ્ધ સ્વરૂપ ઉપર મન કેન્દ્રિત કરવાથી શું પરિણામ આવે? આપણું શુદ્ધ સ્વરૂપ શુદ્ધ અનંત જ્ઞાનમય છે, અનંત Page #142 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૩૩ દર્શનમય છે, વીતરાગ અવસ્થાનું છે, એ નજર સામે ને નજર સામે રહે એટલે તો એની સામે આપણી વર્તમાન અજ્ઞાનભરી અને રાગ-દ્વેષાદિવાળી અવસ્થા પર ઘૃણા થાય કે, “અરેરેરે ! આ મારી કેવી દુર્દશા ? ક્યાં મૂળમાં મારી પોતાની જ અનંત જ્ઞાનમય અવસ્થા ? ને ક્યાં આ અનંત અનંત કાળથી ચાલી આવતી મારી અજ્ઞાનતા મૂઢતાભરી દશા ! શા સારું મારે આ ગોઝારી અજ્ઞાનતા મૂઢતાભરી દશા ઉપરની પ્રવૃત્તિઓમાં રાચવા માચવાનું ? એ મારે કેટલું શોભાસ્પદ છે ? કયારે આમાંથી છૂટું !'' ધ્યાનમાં રહે કે રસમય દુન્યવી પ્રવૃત્તિ લગભગ અજ્ઞાનતા અને મૂઢતા પર ચાલ્યા કરે છે. આ રીતે સિદ્ધ ભગવાનના ધ્યાનથી આપણા પોતાનાં જ મૂળભૂત શુદ્ધ સ્વરૂપ પર મન કેન્દ્રિત કરતાં વર્તમાન જડમુખી પ્રવૃત્તિ પર ઘૃણા થાય, ગ્લાનિ થાય, એટલે એમાં રાચવા માચવાનું બંધ થઈ જાય, એનો રસ ઘટતો આવે, એને નિર્ધ્વસપણે આચરવાનું બંધ થઇ જાય, અને તેથી કર્મબંધ અલ્પ થાય, તેમજ બીજી બાજુ આત્મહિતકર પ્રવૃત્તિમાં રસ જાગે, વધે, લયલીનતા આવે. સિદ્ધ ભગવાનના ધ્યાનનું આ પરિણામ કેટલું બધું સુંદર છે ! ત્યારે સવાલ આ આવીને ઊભો રહે કે પ્ર૦- એવું ધ્યાન રોજિંદું શી રીતે ચલાવાય ? ઉ- સિદ્ધનું રોજિંદુ ધ્યાન ધરવા માટે એક ઉપાય આ છે કે Page #143 -------------------------------------------------------------------------- ________________ - - - ૧૩૪ નવપદપ્રકાશ જે “લોગસ્સ” સૂત્રનું ઉચ્ચારણ ઉભયકાળ પ્રતિક્રમણમાં અનેક વાર આવે છે, એમાં ચોવીસ ભગવાનનાં નામ બોલવાનાં હોય છે. તે વખતે દરેક ભગવાનની ચક્ષુમાંની કીકી પર ધ્યાન રાખી એમાં ઉદાસીનતા-નિર્વિકારતા જોવાની, મનથી ચિંતવવાનું કે “વાહ, કેવી ધન્ય ચક્ષુ ! એમાં આખું જગત દેખાય છે, જગતમાં દેવી-દેવતાની, માનવી સ્ત્રી-પુરુષોની, ને તિર્યંચોની બધી રમતો દેખાય; પરંતુ પ્રભુને એની કશી અસર નથી ! જેવું પ્રભુને, એવું સિદ્ધ ભગવાનોને બધું દેખાય, પરંતુ દેખાતા સાથે કશી લેણદેણ નહિ, નિસ્બત નહિ, રાગ નહિ, આશ્ચર્ય નહિ, આસક્તિ નહિ. મનને એમ થાય કે “અરે ! અનંતજ્ઞાનના ઘણી એવા મારા આત્માનું આ જ સિદ્ધ જેવું શુદ્ધ સ્વરૂપ છે, એને આજના જડ-ચેતનના વિચિત્ર રંગઢંગ સાથે કશી નિસ્બત હોય નહિ; છતાં હું કેમ એમાં ને એમાં રંગાયો રહી ઓતપ્રોત રહું છું? મારા વિચારોમાં ય આ જડચેતનના વિચિત્ર રંગઢંગ, મારી વાણીમાં ય એ જ, ને મારો વર્તાવ એને જ લઈને ? કેવી મારી દુર્દશા !” લોગસ્સના દરેક ભગવાનની કીકીમાં નિર્વિકારતા ઉદાસીનતા જોયા જ કરીએ, જોયા જ કરીએ, એ પણ પ્રભુને સિદ્ધ અવસ્થામાં ઘારીને, એટલે એ સિદ્ધ ભગવાનનું જ ધ્યાન થયું. એવું લોગસે લોગસ્સે થાય, એમાં “ચઉવસંપિ જિણવરા” પદ આગળ “પિ” અર્થાત્ “પણ” - ચોવીસ પણ એટલે કે બીજા ભૂત ભાવિ જિન તો ખરા જ, સાથે આ ચોવીસ પણ” એમ કરીને આજુબાજુ અનંતા સિદ્ધ Page #144 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૧૩૫ ભગવાનને જોઇ એમની કીકીઓમાં દર્પણની જેમ નિર્વિકારતા જોવાની, આવું માત્ર પ્રતિક્રમણમાં નહિ કિન્તુ જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ત્યારે ‘લોગસ્સ'ના આલંબને ચોવીસ અને અનંત સિદ્ધ ભગવાનોની કીકીઓમાં નિર્વિકારતા અને ઉદાસીનતા જોયા જ કરીએ - ‘નિર્વિકારતા' એટલે રાગ-દ્વેષ, રતિ-અતિ વગેરે કશો વિકાર નહિ; ‘ઉદાસીનતા’ એટલે કશી નિસ્બત નહિ, લેણદેણ નહિ; અને એ ભાવ આપણા પોતાના મૂળ સ્વરૂપમાં હોવાનું જોયા જ કરીએ એટલે આપણા આત્મામાં એના સંસ્કાર પડયા જ કરે. એમ એ અઢળક સંસ્કારોનો જથ્થો ભેગો થાય. એ દર્શન અને સંસ્કારોના જથ્થાના બળ ઉપર આપણને આપણા વર્તમાન રાગાદિ વિકારો મોળા પડતા બનાવવાનું મન થાય, આપણા મનને જડની નિસ્બત ઓછી લાગે. એવું કરતા આપણને નાટક લાગે કે આ શું નાટક ? જગતના પદાર્થો એના રંગ બદલતા જાય, ને મારે એ પ્રમાણે રાગાદિના નાચ કરતા જ જવાનું ? હું સ્વરૂપે વીતરાગ, તે મારે વળી જડને આધીન રહી રાગ ને દ્વેષ કરવાના ? હું જડથી અળગો, અલિપ્ત ને મારે વળી એની સાથે સંબંધ માનવાનો ? એની સાથે નિસ્બતનો નાચ કરવાનો ? આમ સિદ્ધ ભગવાનના વારંવારના ધ્યાનથી લાભ આ થાય કે જગતના જડ-ચેતન પદાર્થ સાથે મનથી નિસ્બત ઓછી રાખતા રહીએ. તેમજ એ પદાર્થો અંગે રાગ-દ્વેષ-મદ-મૂર્છા વગેરે ઓછા કરતા જવાય. જીવન પર આના સુંદર પ્રત્યાઘાત એ પડે કે જગતના પદાર્થો ખાતર Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ નવપદ પ્રકાશ આરંભ, સમારંભ, હિંસાદિ પાપો ઓછા કરવાનું મન રહે મમતા-આસક્તિ ઘટાડતા જવાય, એની પ્રવૃત્તિમાં એટલી બધી હોંશ ન રખાય, હોંશિયારી ન કરાય; વળી એની સામે ધર્મપ્રવૃત્તિમાં રાગ–રસ હોંશ-હોંશિયારી વધારતા જવાય. પછી ઉત્તરોત્તર ચડિયાતી કલ્યાણ પરંપરાનું પૂછવાનું જ શું? આ લાભો મામુલી નથી તેથી કહ્યું, “ઝાયેહ નિસ્યં પિ સમગ્ગસિધ્ધે.” ગચ્છાધિપતિ સ્વ. આચાર્યશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબનું સાહિત્યઃ નવપદ પ્રકાશ અરહિંતપદ નવપદ પ્રકાશ સિદ્ધપદ નવપદ પ્રકાશ આચાર્ય ઉપાધ્યાય મહાસતી ૠષિદતા ભાગ-૧ મહાસતી ઋષિદતા ભાગ-૨ સરપુરંદર પીવતભરભર પ્રભુગુણ પ્યાલા મીઠાંફળ માનવભવનાં ગાધરવાદ પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ ૧૦ ૨૦ પ્રાપ્તિસ્થાન : દિવ્યદર્શન દૃષ્ટ કુમારપાળ વિ. શાહ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા - ૩૮૭ ૮૧૦ (જિ. અમદાવાદ ) ૧૫ ૨૫ ૧૫ ૨૦ Page #146 -------------------------------------------------------------------------- ________________