________________
સિદ્ધ
૧૧૫ આવે ત્યાં બચાવ પણ પોકળ લૂલો જ થાય, એમાં નવાઈ નથી. કદાચ કહો :
જગત્કર્તા દયાળુ ન હોઈ શકે? પ્ર0 - જેમ ન્યાયાધીશ ન્યાય તોલીને ખૂનીને ફાંસીની સજા ફરમાવે એમાં એ નિર્દય નથી ગણાતો; એ તો માત્ર ન્યાય તોલનારો ગણાય છે. પાપીએ પાપ કર્યું છે. એને ઘોવા એણે ફાંસીની સજા ભોગવવી જોઈએ; એમ ન્યાયાધીશ એ સજામાત્ર જાહેર કરે છે એટલું જ, તેથી એ નિર્દય કસાઈ જેવી નથી ગણાતો; એમ ઈશ્વર પણ પાપી જીવોનાં પાપનો ન્યાય ચુકવે છે, એમાં – ઈશ્વરમાં કસાઈ જેવી નિર્દયતા શાની ગણાય?
ઉ0 - આ બચાવ પણ અર્ધદગ્ધ છે; કેમ કે ન્યાયાધીશ તો માત્ર સજા જાહેર કરે છે. એટલું જ, પરંતુ કેદીને જાતે ફટકારવા કે ફાંસીએ ચડાવવા યા ગળું છેદી નાખવા નથી જતો, અને જો ન્યાયાધીશને જાતે એ તાડન કે જાતે કસાઈ જેમ હત્યા કરવા જવાનું રહેતું હોય તો જગતનો કોઇ સારો માણસ ન્યાયાધીશ થવા તૈયાર થાય જ નહિ. એટલે જ ન્યાયાધીશને હજી ન્યાય ચૂકવનારો કહી શકાય, પરંતુ અહીં તો જગત્કર્તા ઈશ્વરને બધી જ વસ્તુ અને બધા જ તાડન પીટન હત્યાદિ કાર્યોનો સર્જક માનવામાં આવે છે, એ તેથી નરકગામી જીવોનાં પાપનો માત્ર ન્યાય ચુકવવાનો નથી રહેતો, કિન્તુ એવી નરકાદિ સાધનો સર્જનાર અને ઇશ્વર જાતે જ પાપી જીવોને કૂટનાર તથા જીવલેણ શસ્ત્રો મારનાર તરીકે માને છે, આમાં ઈશ્વરમાં માત્ર એકલું ન્યાય ચુકવનારપણું ક્યાં રહ્યું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org