________________
૧૧૬
નવપદ પ્રકાશ અને આનાથી વિશેષ અ-ઘટતું અસંમજસ તો એ છે કે
જો ઈશ્વર ખરેખર દયાળુ હોય તો પાપી જીવો પર માતાની જેમ રહમ કરી પાપ ગુન્હા માફ કરી દેનારો ને જીવોને ઘર્મમાર્ગે ચડાવીને પાપ કરતો અટકાવનારો હોય પરંતુ ઈશ્વરવાદી આવું કાંઇજ માનતો નથી એટલે એમના જગત્કર્તા ઈશ્વરમાં માતાની જેમ દયા-વાત્સલ્ય ક્યાં આવ્યું?
વળી જો ઈશ્વર પાપીઓના પાપનો ન્યાય ચુકવે છે, તો સવાલ તો એ છે કે જીવને પહેલેથી પાપ-ગુન્હા કરતા જ કેમ અટકાવતો નથી ? જગત્કર્તા બની જીવોને ગુન્ડા કરવામાં ય કારણ બનવું, ને જીવોને ગુન્ડા કરવા દેવા, અને પછી એની કારમી સજા ઈશ્વરે ઠોકવી, એ કયાંનો ન્યાય ? ખરેખર તો ' જગદયાળુ ઈશ્વરે જીવોને મૂળમાં પાપ જ ન કરવા દેવું, પાપ કરતાં જ અટકાવવા, પાપનાં સાધન જ ન પૂરાં પાડવાં, એવું કેમ ન કરે?
જગતમાં કોઈ એવો અબુઝ પણ સિપાઈ-કોટવાળ નહિ હોય કે જે પોતાની નજર સામે ખૂનીને ખૂન કરવા દે, ને પછી એને કોર્ટમાં પકડી જાય ! ત્યારે જગત્કર્તા ઈશ્વર માનનારને તો આ આપત્તિ છે કે જીવોને એ પાપ કરવા દે છે, ને પછી સજા ઠોકે છે. એટલે બુડથલ સિપાઈ જેવું તો શું પણ એનાથીય હલ્કાં વિદૂષક કામ કરનારો ઠરે છે.
તાત્પર્ય, ઈતરોને માન્ય ઇશ્વરમાં એવી દયા, કરુણા નથી જે અરિહંત દેવમાં છે. - “અરિહંત'ના સંભેદ પ્રણિધાનમાં અરિહંતને માનસિક નજર સામે રાખી એમની કરુણા, ઉપકાર અને ગુણો પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org