________________
૧૧૪
નવપદ પ્રકાશ
પ્રવ કસાઇ અને ઇશ્વરમાં મોટો ફરક છે, તે એ, કે કસાઇ તો કત્લેઆમમાં પ્રાણીઓનું માંસ મેળવવાના પોતાના લોભને લીધે તથા પોતાના અધમ સ્વાર્થને લીધે હિંસા કરે છે; ત્યારે ઇશ્વરને નાહકની કત્લેઆમ ચલાવવામાં કોઇ એવો લોભ કે સ્વાર્થ નથી, એટલે ઇશ્વરની તો આમાં જીવોને પાપ ભોગવાવી લઇ જીવોને પાપથી મુક્ત કરવા દયા જ કહેવાય ને ?
-
ઉ૦- આ દલીલ પણ વાહિયાત છે; કેમકે જેમ ડૉકટરને લોભ અને સ્વાર્થ હોવા છતાં જો એ દરદીને ભયંકર દરદ પણ મટાડી દરદીને લાભ કરી દે છે, તો દયાળુ કહેવાય છે. દરદી પણ માને છે કે, ‘“મારા પર અમુક ડૉકટરે બહુ દયા કરી, તો મારો ભયંકર રોગ મટયો, મને જીવનદાન મળ્યું. આ તો આ ડૉકટર હોય નહિ ને હું મરતો બધું નહિ.’' એમ કસાઈ પણ દલીલ કરી શકે કે મારે પણ ભલે સ્વાર્થ અને લોભ છે, છતાં હું જગતના માંસાહારી જીવોને એમનો ખોરાક પૂરો પાડું છું તો જ એ માંસાહારી જીવો જીવી શકે છે. એટલે મારી કત્લેઆમ ચલાવવામાં પણ માંસાહારી જીવોને ખોરાક પૂરો પાડી જીવતા રાખવાની દયા જ રહેલી છે.’’
કસાઈ આવી દલીલ કરે અને કહે : ‘ભલે ઇશ્વર જેટલી નિઃસ્વાર્થતા, નિર્લોભતા નહિ, કિંન્તુ દયા કરું છું એ હકીકત છે.' એમ ઇશ્વર જોડે પોતાની અંશે દયાળુપણાની સરખાઇ રાખ્યાનો બચાવ કરે, તો જગત્કર્તા ઇશ્વરવાદીઓ એની સામે શો બચાવ કરી શકે ?
જગત્કર્તા ઇશ્વરવાદીઓનો મુળ પાયો જ ખોટો છે, એટલે ઇશ્વરમાં કસાઇ સાથેની સમાનતા હોવાથી આપત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org