________________
સિદ્ધ
આ રાગદ્વેષાદિ મળ પર-ઘરમાં લઈ જાય છે, ને પર-ઘરમાં બાંધી રાખે છે.
પ્રવે-પરઘર એટલે શું?
ઉ૦-પુદ્ગલનું સ્વરૂપ તે પરઘર. બંગલો સરસ ! દાગીના સરસ !” તે પુદ્ગલનાં સ્વરૂપને “સરસ' કર્યું એ રાગ જીવને પરઘરમાં લઈ ગયો.
આત્માનું સ્વરૂપ એ સ્વઘર. “હું શુદ્ધ જ્ઞાનવાળો આત્મા કેવો સરસ "એ ન આવડ્યું.
અનંતાકાળ આજ કર્યું કે જીવ પરઘરમાં રખડતો રહ્યો. છતાં હજી એને કંટાળો નથી કે આ પરઘરમાં કયાં સુધી રખડ્યા કરવાનું?
કોણ જાણે હું પોતાના ઘરમાં કયારે આવીશ ?” એ વિચાર નથી આવતો.
રાગાદિમળ તોડીએ તો પછી સ્વઘરમાં અવાય.
દા. ત. જુગારી હરામી છોકરો હોય તો માબાપ શું કરે? તેને ઘરમાં પેસવા ન દે. ભલે તે બહાર ભટકતો રહે. રાગાદિમળ રાખવો છે એ જુગાર છે, એ શુદ્ધ જ્ઞાન-ક્ષમા-નિર્લોભતા વગેરે સ્વઘરમાં જીવને પેસવા ન દે, ભલે જીવ બહાર પરપુગલમાં ભટકતો રહે, એવું રાગાદિમન કરે છે.
જબુકુમારનો કાકો જુગારી હતો. ભાઈએ કહ્યું : “આવું આપણને ન શોભે.” તેણે તે ગણકાર્યું નહીં, તો અંતે ભાઈએ કહી દીધું : “આવીશ નહિ ઘરમાં, બહાર ભટકતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org