________________
૨૬
નવપદ પ્રકાશ
આંતરશત્રઓને કચડી નાખવામાં વાપર્યું. સમસ્ત મળનો તથા સમસ્ત કર્મનો ક્ષય કરીને અક્ષય (જ્ઞાયિક) સીર્યવાળા ભગવાન સિદ્ધ બન્યા, એટલે શુદ્ધ સ્વરૂપવાળા થયા. જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય-સુખ પૂર્ણપણે પ્રગટ થયાં.
આ બતાવે છે કે
તમારે તમારા આત્માના શુદ્ધ સ્વરૂપમાં આવવું હોય તો કર્મનાં બંધન ને મળના કચરાને દૂર કરો.
પોતાના સ્વરૂપમાં આવવાનું એટલે પોતાના ઘરમાં આવવાનું, આત્મ-ઘરમાં આવવાનું. તો રાગદ્વેષાદિએ મળ છે, જ્ઞાનાવરણીયાદિ એ કર્મ છે. તેનો નિગ્રહ થાય તો આત્મા સ્વઘરમાં આવે.
સિદ્ધ ભગવાને રાગાદિમળ અને કર્મરજ સર્વથા નષ્ટ કરી છે. તેથી હવે સંપૂર્ણપણે એ સ્વઘરમાં હંમેશ માટે સ્થિર થયેલ છે. આપણા માટે હંમેશ એમનું આલંબન જોઈએ. એ સિદ્ધ ભગવાન રાગાદિમળ તોડવા બળ આપે છે. રાગાદિ મળનો નિગ્રહ થાય, એટલે કર્મનો નિગ્રહ સહેજે થઈ જાય. કેમકે રાગાદિ જ કર્મ બંધાવનાર છે. એ અટકયા એટલે નવો કર્મ-પ્રવાહ આત્મામાં આવતો અટક્યો, એમ નવાં કર્મનો નિગ્રહ થયો, તેમજ રાષ્લેષ દબાયા તેથી ખાનપાનાદિ-મોહ દબાયા ને એથી અનશનાદિ તપ થવા લાગ્યા, એથી જૂનાં કર્મનો નાશ થાય છે, જૂનાં ક્રમનો નિકાલ થાય છે. આ હિસાબે કહેવાય કે રાગાદિ મળનો નિગ્રહ થતાં કર્મનો નિગ્રહ સહેજે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org