________________
૨૮
નવપદ પ્રકાશ રહે,” એણે પછી બહાર જ ભટકવામાં અંતે જુગારીઓના હાથે માર ખાધો, બેહાલ થયો, તો ભાઈ જઈને લઈ આવ્યા, ને ત્યારથી પછી જૂગાર ભૂલી ગયો.
તે તો સારો માર ખાધો ને સુધર્યો, ને સ્વઘરમાં આવ્યો, પણ આપણે? કર્મનો ઘણો ઘણો માર ખાધો ને સુધર્યા નહિ ! તે હજી રાગાદિ-જુગાર ખેલતાં પરઘરમાંજ રખડીએ છીએ.
માર ખાધા પછી તો પરઘરમાંથી નીકળી જ જવું જોઈએ. એ નીકળી જવા માટે સુંદર આલંબન સિદ્ધ ભગવાન છે. એ સ્વઘરમાં હંમેશ માટે વસેલા છે. એમને કેટલું સુખ ? અનંત સુખ ! સ્વઘરમાં આવવા માટે કર્મ તથા મળને તોડો.
કર્મને તોડવા તપ જોઈએ.
રાગાદિ મળને તોડવા સંયમ જોઈએ. તપ ૧૨ પ્રકારના છે.
કર્મ તપાવે ચીકણાં, ભાવ મંગલ તપ જાણ” સંયમ ૧૭ પ્રકારે છેઃ-૫ મહાવ્રત (પાંચ સ્થાવરકાય અને ચાર ત્રસકાયની અહિંસા, જડની જયણા), ૫ ઈન્દ્રિય-નિગ્રહ, ૪ પ્રેક્ષા-ઉપેક્ષા-પ્રમાના-પરિષ્ઠાપન સયંમ, ૩ ગુપ્તિ, એ ૧૭ પ્રકારે સંયમ. તે કર્યું સિદ્ધ ભગવંતોએ.
સિદ્ધ ભગવંત “પૂરણ શુદ્ધ સ્વરૂપ” બન્યા એટલે શું થયું? “અવ્યાબાધ પ્રભુતામયી આતમ સંપત્તિ-ભૂપો છે” તેમનામાં પ્રભુતા આવી ગઈ, તેઓ આત્મ સંપત્તિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org