________________
સિદ્ધ
૨૯ પ્રભુ-સ્વામી બન્યા, સાચા શ્રીમંત-તવંગર-ધનાઢય બન્યા. ઉત્કૃષ્ટ આત્મસંપત્તિની તવંગરતા આવ્યા પછી કોઈ દિવસ દુન્યવી દરિદ્રતા, દીનતા, ગુલામીનું નામ ન રહ્યું, સિદ્ધ ભગવંતને કદી કષ્ટ નથી, દરિદ્રતા નથી, નિશ્ચિતતા છે. એ જ સાચી તવંગરતા, તે આત્માનો વૈભવ છે, આત્માની સાચી ઠકુરાઈ છે. એવી આત્મ-સંપતિવાળા ભૂપ એટલે રાજા બની ગયાં.
રાજા કેવા કે તેમના પર કોઈ હુકમ ચલાવનાર નહિ, કર્મનો પણ હુકમ નહિ,
કોઈનો હુકમ જેના પર ન ચાલતો હોય તેવા માત્ર એક સિદ્ધ ભગવંત છે.
એટલે તે સાચા સમ્રાટ રાજા છે. સિદ્ધ ભગવાન પ્રભુ છે. પ્રભુ એટલે પ્રભુ. જેમને કોઈને કશા માટે પૂછવાનું નહિ. તેમની આત્મસંપત્તિ પ્રભુતામય સંપત્તિ છે. દેહધારીની પાસે સંપત્તિ હોય, પણ ત્યાં પ્રભુતા નથી હોતી. જેમકે, સરકાર બેંકો પર ઓર્ડિનન્સ કાઢે કે “સો રૂપિયા પરનો ચેક નહિ સ્વીકારવો.' તો ? બેંકમાં રૂપિયા હોય; સંપત્તિ છે, પણ તે પર પ્રભુતા નથી, ત્યારે સિદ્ધ ભગવંતની સંપત્તિ પ્રભુતામય છે. એટલા જ માટે,
જે સંસારમાં રહ્યા પણ આવું નિરપેક્ષતાયમ જીવન બનાવે છે, તેને સાચી પ્રભુતા છે. સાધુ માટે કહેવાય છે, “જે ભવંતિ અણિસિયા” અર્થાત્ જે બીજાની નિશ્રાએ બીજાની અપેક્ષા રાખીને જીવતા નથી. દા. ત. “મને તો અમુક જગામાં જ રહેવું ફાવે, મને તો રોટલી જ ફાવે,....” આ બધી અપેક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org