________________
સિદ્ધ
૩
નમસ્કાર. નવકાર પાપનો નાશક કહ્યો, નવકારના ચિંતનને પાપનાશક ન કહ્યું. સાપનું ઝેર ઊતરે છે તે મંત્રના ચિંતન કે ઉચ્ચારણથી; કિન્તુ ઝેર ઉતારનાર તો મંત્ર કહેવાય છે. મંત્રનું ચિંતન કે ઉચ્ચારણ નહિ.
પ્રભાવ મંત્રનો જ ગણાય છે, ચિંતન-ઉચ્ચારણનો નહિ. તેથી ઉપકાર મંત્રનો માની મંત્ર પ્રત્યે કૃતજ્ઞતા રખાય છે. એમ નવકારને ઉપકારી માની એના પ્રત્યે કૃતજ્ઞતા રાખવાની છે.
એમ આત્માને નિર્વિકારતાનો અનુભવ કરાવનારા સિદ્ધ ભગવાન માનીએ, તેથી સિદ્ધ ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા બની રહે.
ચિંતન—ધ્યાનમાં સિદ્ધ ભગવાન લાવીએ, તો જ અલૌકિક ફળ મળે, બીજાને લાવીએ તો નહિ; એ શું સૂચવે છે ? આ જ, કે અલૌકિક ફળ સિદ્ધ ભગવાનના પ્રતાપે થયું. મહા ઉપકાર સિદ્ધ ભગવાનનો. મુનિઓને મન અરિહંત ભગવાનનો ઉપકાર માર્ગદર્શક તરીકે, અબુઝમાંથી સબુઝ બનાવનાર અને મોક્ષમાર્ગમાં જોડનાર તરીકે; પરંતુ આ માર્ગસાધના વખતે કર્મના ઝંઝાવાતોમાં પણ ચલિત વિકૃત ન થવા, આલંબન તરીકે ઉપકાર સિદ્ધ ભગવાનનો.
એટલે હવે સમજાશે કે મુનિરાજના માનસ-સરોવરમાં સિદ્ધ ભગવાન કેમ રમતા રહે છે.
સિદ્ધ ભગવાન મહાઉપકારી છે, મહાગુણી છે, માટે મુનિઓ તેમને મનમાં રાખે છે. તો આવા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરો. શા માટે નમસ્કાર કરો ? તો કે
સિદ્ધ ભગવંતોને વારંવાર નમસ્કાર કરવાથી તેમનો શુદ્ધ સ્વભાવ વારંવાર નજર સામે આવે. તેઓમાં શુદ્ધ દર્શન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org