________________
મલાડ મહા વદ ૨
૩-૨-૮૦
સિદ્ધ
શ્રી સિદ્ધપદ પૂજા
આદ્ય કાવ્ય
(ઇન્દ્રવજ્રા વૃત્ત)
સિધ્ધાણમાણંદ-૨મા-લયાણું, નમોનમોડણંત-ચઉકયાણું.
કરી અષ્ટ કર્મક્ષયે પાર પામ્યા, જરા જન્મ મરણાદિ ભય જેણે વામ્યા; નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા, થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા.
Jain Education International
વાયના
સિદ્ધ ભગવંતને હું વારંવાર નમસ્કાર કરૂં છું. ‘‘નમો નમો’” આ શબ્દ બે વાર છે તે ‘વીપ્સા’ કહેવાય. તેનો અર્થ વારંવાર-બહુવાર એવો થાય.
પ્ર૦ – બોલે છે ત્યારે એકવાર નમસ્કાર કરે છે અને કહે છે ઃ ‘હું વારંવાર નમસ્કાર કરૂં છું'- તો તે મૃષા ભાષણ નથી ?
ઉ૦ ના, કારણકે તે વારંવાર નમસ્કારની ભાવના સૂચવે છે, જેવી રીતે ‘નમો સયા સવ્વ સિદ્ધાણં - હું સર્વ સિદ્ધોને હંમેશા નમસ્કાર કરૂં છું'' એમ કહી જો કે નમસ્કાર તો વર્તમાનકાળમાં જ કરીએ છીએ, છતાં ‘સદા’-હંમેશા એટલા માટે કહેવાય છે કે સિદ્ધ ભગવંત એવા છે કે તેમને વારંવાર નમસ્કાર કરવાની ભાવના છે. તેથી સયા'' શબ્દ
For Private & Personal Use Only
www.jainelibrary.org