________________
નવપદ પ્રકાશ એ મૃષા ભાષણ નથી.
દા.ત. કોઈ નિયમ કરે કે “મારે આખું ચોમાસુ બિમાર મુનિની વૈયાવચ્ચ કરવી' તો કાંઈ આખું ચોમાસુ એકસો વીસે દહાડા બિમાર મુનિ મળે જ એવું નથી બનતું. છતાં ભાવનાના હિસાબે નિયમ કર્યો તે મૃષાભાષણ નથી. સિદ્ધ ભગવાનને વારંવાર નમસ્કાર શા માટે ? તો કે,
આનંદ-રમા-લયાણ રમા-લયાણ એટલે કે રમાના આલયને આનંદ અને લક્ષ્મીના નિવાસને આનંદરૂપી રમા-લક્ષ્મી જે “ શ્રી '' કહેવાય, તેમાં સિદ્ધો લયવાળા છે લીન છે; કેમકે એમનો જેમ જ્ઞાનસ્વભાવ છે, તેમ આનંદ એ પ્રગટ સ્વભાવ છે, ને પ્રગટ સ્વભાવમાં લીનતા હોય એ સહજ છે. એ આનંદ નિરુપાધિક છે
બે પ્રકારે આનંદ- (૧) સોપાધિક; અને (૨) નિરપાલિક.
સોપાધિક' આનંદ એ ઉપાધિવાળો આનંદ કહેવાય; કશાની અપેક્ષાવાળો, વિષયો વગેરેની અપેક્ષાવાળો.
દા. ત. મોઢું કડવું થયું, ત્યાં ગળપણ મળે તો આનંદ થાય,
આ સોપાધિક આનંદ છે. એમ ગળપણ-મિઠાઈ પણ અમુક પ્રમાણમાં ખાય ત્યાં સુધી આનંદ, પછી ભૂખ મરી ગઈ એટલે એનાથી આનંદ નહિ. ભૂખની પરિસ્થિતિ હોય ત્યાં સુધી જ આનંદ એ સાપેક્ષતા થઈ, સોપાધિકતા થઈ. એમ મિઠાઈ સાથે તીખું જોઈએ છે તો એ સંયોગની અપેક્ષા થઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org