________________
સિદ્ધ
ગણાય.
સંસારના સુખ
માટે એ સોપાધિક આનંદ વિષય-પરિસ્થિતિ-સંયોગ-કાળ વગેરેની અપેક્ષાવાળા હોય છે, માટે એ સોપાધિક આનંદ છે.
‘નિરુપાધિક’ આનંદ એટલે કોઈ વિષયની અપેક્ષા નહિ એવો સ્વાભાવિક આનંદ. આત્માના સ્વભાવના ઘરનો આનંદ. એ જ સાચો નિર્ભેળ-ચોક્ખો આનંદ છે. સાચો આનંદ ભેળસેળ વિનાનો હોય, એવો આનંદ કે જેમાં દુઃખના લેશનુંય મિશ્રણ નહિ. એવા નિરુપાધિક આનંદમાં લીન બનેલા સિદ્ધ ભગવંતને હું વારંવાર નમું છું.
સંસારી જીવો સોપાધિક આનંદમાં મ્હાલે છે, એટલે ચિંતા તથા ભય રૂપી દુઃખથી મિશ્રિત આનંદમાં મ્હાલે છે; કેમકે ચિંતા ભય એ દુઃખ છે.
દા. ત. પૈસા કમાયો પણ ‘તે રહેશે કે નહિ ?’ તે ભય છે, તો તે દુઃખ છે. ‘અત્યારે શરીર સારું છે, તેવું રહેશે કે નહિ ?’ તે ચિંતા છે, તો તે દુઃખ છે, સંસારના સુખ દુઃખ-મિશ્રિત હોય છે, કેમકે એ વિષય-સાપેક્ષ છે. જયારે સિદ્ધ ભગવંતે વિષયો મૂકયા, વિષયોની અપેક્ષા મૂકી, હવે એમને નિરપેક્ષ સ્વાભાવિક આનંદ છે, એ એવા આનંદમાં લીન છે.
જ્ઞાનીઓ કહે છે,- ‘ આવા નિરુપાધિક આનંદની જયારે ઈચ્છા અને અપેક્ષા છે, ત્યારે તારે પહેલું કર્તવ્ય એ છે કે એવા સહજ આનંદમાં લીન સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર.'
પ્ર૦- નમસ્કારથી નિરુપાધિક આનંદ મળે એમાં શો નિયમ છે ?
ઉ૦- નમસ્કારમાં અનુમોદનાનો ભાવ છે, અને જેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org