________________
૩૮
નવપદ પ્રકાશ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ઘટના :દા. ત. ચંડકૌશિક સાપ પૂર્વ ભવે જ્યારે સાધુ હતો, ત્યારે અંતકાળે એને સાધુ પર ગુસ્સો થયેલો, ને તેથી ગુસ્સામાં સાધુને બે ડુકી (સોટી) લગાડી દેવા માટે દોડેલો. હવે અહીં આજે એનો ગુસ્સાનો દુગુર્ણ, એને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વિચારીએ તો
(૧) દ્રવ્યથી ગુસ્સો એટલે ગુસ્સાનું દ્રવ્ય કોણ? તો કે એક સાધુ. તો દ્રવ્યથી ગુસ્સો એક સાધુ પર કહેવાય. (૨) ગુસ્સાનું ક્ષેત્ર કયું ? તો કે ઉપાશ્રયની અંદરના ૧૨૦ ડગલાં જમીન. તો એ ક્ષેત્રથી ગુસ્સો ક્યાં રહ્યો કહેવાય ? તો કે આ આટલી જમીનમાં રહ્યો કહેવાય એમ (૩) ગુસ્સાનો કાળ ક્યો? તો કે રાત્રિનો. તેથી કાળથી ગુસ્સો રાત્રિમાં રહ્યો કહેવાય. (૪) ગુસ્સાનો ભાવ કેવો ? ઠંડુકીના બે ફટકા લગાવવાનો. તેથી ભાવથી ગુસ્સો ક્યાં રહ્યો ? તો કે બે દંડ સોટી પ્રહારમાં રહ્યો કહેવાય. ચંડકૌશિકમાં ગુસ્સાનો ગુણાકાર :
પ્ર-આમાં નવું શું આવ્યું? ગુસ્સો કરે છે એ અમુકના ઉપર, અમુક જગ્યાએ, અમુક કાળે, અને અમુક ભાવમાં, એ તો સ્પષ્ટ જ છે.
ઉ0-નવું એ છે કે ગુસ્સાની આમાં દ્રવ્યાદિ ચાર વિભાગે માત્રા જોઈ, હવે જો એ સાધુ ત્યાંથી મરીને જ્યોતિષ્ક દેવ થઇ તાપસ થયો, ને ત્યાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી માત્રા વિચારીએ, તો વધી ગઈ દેખાશે, વળી તે પણ સરવાળાથી નહિ, કિન્તુ ગુણાકારથી વધી ! તે આ રીતે,-.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org