________________
મલાડ મહા વદ ૪૨ ૫-૨-૮૦.
જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ શકિત વ્યકિતપણે કરી, સ્વદ્રવ્ય-ક્ષેત્ર સ્વકાળ-ભાવ, ગુણ અનંતા આદરી.” - સિદ્ધ ભગવાને આત્મામાં સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળસ્વભાવથી અનંતા ગુણો આદરેલા છે, સ્વીકારેલા છે, પોતાના કરેલા છે.
આનો ભાવાર્થ બહુ સમજવા જેવો છે. પદાર્થ જરાક ઝીણવટનો દેખાશે, પરંતુ જિજ્ઞાસા અર્થાત્ જાણવાની તમન્ના ઊભી રાખશો તો સમજાય એવું છે.
સિદ્ધમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અનંતા ગુણ. પહેલી વાત એ સમજો કે જૈન શાસનમાં દરેક વસ્તુને સ્પષ્ટતાથી અને વિસ્તારથી સમજવા માટે ચાર નિક્ષેપાની યોજના બતાવી છે. એમ તો સમજવા માટે નિર્દેશ-સ્વામિત્વ-સાધન-અધિકરણ..વગેરે છ દ્વારની તેમજ સત્સં ખ્યા ક્ષેત્ર...વગેરે નવ દ્વારની પણ યોજના છે, એ રીતે ૪ ગતિ-૫ ઈદ્રિય- કાય...વગેરે બાસઠ માર્ગણા દ્વારની પણ યોજના છે; કિન્તુ અહીં માત્ર દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ નામના ચાર નિક્ષેપાની યોજનાથી વિચાર આપ્યો છે કે સિદ્ધ ભગવાનમાં સ્વક્ષેત્ર-સ્વકાળ-સ્વભાવથી અનંતા ગુણ છે.
નિક્ષેપ' એટલે વિભાગ. એટલે વિભાગ, દરેક વસ્તુ ચાર નિક્ષેપે અર્થાતુ ચાર વિભાગે વિચારી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org