________________
સિદ્ધ
૩૫ હા, સિદ્ધ ભગવાન પાસે અનંતા ગુણ રહ્યા. તેથી સિદ્ધ ભગવાન અનંત ગુણના માલિક છે.
અન્ય મતવાળા માને છે કે સિદ્ધ ભગવાન નિર્ગુણ મુક્ત છે. - નિર્ગુણ મોક્ષની માન્યતા બે રીતે ખોટીઃ
(૧) મોક્ષમાં નિર્ગુણતા માનવી એ ખોટું છે, કેમકે જો મુકત આત્મામાં જ્ઞાનાદિ ગુણ જ નથી તો એનો અર્થ આત્માના સ્વભાવમાં ગુણ જ નથી. એટલે પછી સંસાર અવસ્થામાં પણ સ્વભાવમાં ગુણ નથી તો ત્યાં અંશે જ્ઞાનાદિ ગુણ કયાંથી આવ્યા ? દા.ત. જ્ઞાન, ક્ષમા, શમ, દમ, દયા વગેરે આ ગુણ જો આત્માના સ્વભાવમાં નથી, અર્થાત આત્મસ્વભાવ નથી તો આત્મા પોતે જડ બનવાની આપત્તિ આવશે ! એમ જો સ્વભાવમાં ક્ષમાદિ ગુણ ન હોય તો કાં તો ક્રોધાદિ હોય અથવા જડની જેમ ક્રોધાદિ પણ નહિ ને ક્ષમાદિ પણ નહિ એટલે આત્મા જડ જ બન્યો !
તાત્પર્ય, નિર્ગુણ મોક્ષ નિર્ગુણ મુકત આત્મા માનવો એટલે આત્માને ચેતન નહિ પણ જડ માનવાનું આવ્યું !
બીજી રીતે જોઈએ તો
(૨) અન્ય મત જે માને છે કે મોક્ષ થાય એટલે ગુણ ન રહે તે માન્યતા આ રીતે પણ ખોટી છે, કારણ કે
જે દ્રવ્ય હોય ત્યાં ગુણ હોય જ. ગુણ ને પર્યાયવાળું હોય તે જ દ્રવ્ય કહેવાય.
સિદ્ધ ભગવાન એ જો આત્મ-દ્રવ્ય છે, તો એમાં ગુણ-પર્યાય હોવા જ જોઈએ. એટલે મુકત આત્માને નિર્ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org