________________
૩૪
નવપદ પ્રકાશ આ તેણે એવી અપેક્ષા ઊભી કરી કે બીજી બધી અપેક્ષા પલાયન !
સાધકને અપેક્ષા ફકત દેવાધિદેવ અને ગુરુની હોય, સાધના શું છે?
જડની અપેક્ષાનો ત્યાગ તે સાધના છે. પ્રતિક્રમણ કેમ સાધના ? તો ત્યાં આરામની અપેક્ષા નથી. સ્વાધ્યાય કેમ સાધના? તો ત્યાં આરામ-વાતચીતની અપેક્ષા નથી. આરામી હોય તો કહે : “પ્રતિક્રમણ મોડું કરીશું.”
સાધના ચિરકાળ થાય તો અપેક્ષાઓ મરે; ને ત્યારે આત્માની સંપત્તિ પ્રગટ થાય.
સિદ્ધ ભગવાનને આત્માની સહજ સંપત્તિ છે, એટલે કે જે બહારથી લાવવી ન પડે, પણ ને આત્માની સાથે સ્વભાવરૂપે એકમેક થઇને લાગે છે, એવી જે જ્ઞાનાદિની સંપત્તિ.
સાકરમાં મિઠાશ લાવવી ન પડે, તે તો સાકરમાં જડાયેલી જ છે, તેમ આત્માની સહજ સંપત્તિ આત્મા સાથે જડાયેલ છે. તેથી સિદ્ધ ભગવાન સંપત્તિના રાજા છે.
એમ તો આપણા આત્મામાં ય આંતરિક સ્વભાવરૂપે સંપત્તિ ભરી પડી છે, પરંતુ તે અપ્રગટ શક્તિ રૂપે છે. કર્મથી આવરાયેલ સ્વરૂપ તે યોગ્યતા રૂપે છે. ત્યારે સિદ્ધ ભગવાને એ શકિતને વ્યકત રૂપે કરી છે. સકલ કર્મ ક્ષય કર્યા તેથી હવે સિદ્ધ ભગવાન તે વ્યકિત પ્રગટ સંપત્તિના ભૂપ બન્યા છે.
કર્મના ને મળના કચરા કાઢી નાખ્યા પછી કાંઈ રહ્યું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org