________________
સિદ્ધ
૩૩
આત્મસંપત્તિમાં ઘુસવા જનાર, ઘાલમેલ કરનાર કર્મો છે, તેને ફગાવી દીઘાં છે.
સો સાધુ હોય ને એમાં ચાર ઓઠકોઠિયા પેસી ગયા હોય તો તે બધાને હલાવ્યા કરે. તેમને કાઢો પછી કશી ખટપટ ચિંતા નહીં. એમ કર્મ તે ઓઠકોઠિયા, આત્મઘરમાં પેઠા ત્યાં ગુણોને ખળભળાવી નાખે. એ સમસ્ત કર્મોને કાઢો પછી ખળભળાટ નહિ.
66
જેહ
ભૂપ આતમ સહજ સંપત્તિ, શકિત વ્યકિતપણે કરી”
અપેક્ષા કરી કરીને મરીએ છીએ. - મને બીજા બોલાવે, મને માન મળે તો સારૂં, મને અમુક અનુકુળતા થાય તો સારૂં' આમ અપેક્ષામાં મરીએ છીએ.
અપેક્ષાને છોડવા ત્યાગવૃત્તિની સાધના કરો. પુદ્ગલના ભોગની વૃત્તિ છોડો તો અપેક્ષા ઓછી થાય, હા, ગુરુની અપેક્ષા તે અપેક્ષા ન કહેવાય. હિતૈષી ગુરુની ને દેવાધિદેવની અપેક્ષા તે અપેક્ષા ન કહેવાય.
પ્ર૦- દેવગુરુની અપેક્ષા એ અપેક્ષા કેમ ન કહેવાય ?
૩૦- આ દેવગુણુધર્મની અપેક્ષા તો જગતની બધી અપેક્ષાને મારનાર છે માટે એ અપેક્ષા નહિ. દા. ત. વનવાસમાં સીતાએ શું કર્યું હતું ? એ જ. સીતાએ વનવાસમાં દાગીના, મહેલની કે કોઈ દુન્યવી અપેક્ષા રાખી ન હતી; ફકત એક જ રામની અપેક્ષા હતી. સીતાને કોઈ પૂછે, ‘તારે શું જોઈએ છે ?’ તો એક જ જવાબ, ‘મારે એક રામ જ જોઈએ છે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org