________________
૧૦૨
નવપદ પ્રકાશ કર્મની ઉપાધિ શું શું કરે? –
તે કર્મની વિટંબણાને લીધે મિથ્યાત્વ અને રાગાદિ કષાયો તથા મન-વચન-કાયાના યોગો, જેને કર્મબંધના હેતુ કહેવાય, તે કર્મબંધના હેતુ, કર્મની ઉપાધિ ટળી એટલે ટળ્યા, અર્થાત્ મિથ્યાત્વાદિની પણ ઉપાધિ ટળી. તેથી હવે કદીય એમને કર્મની ઉપાધિ વળગવાની નથી.
છેલ્લે જ્યાં સુધી મન-વચન-કાયાના યોગની ઉપાધિ હતી, સુધી આત્મ-પ્રદેશો ચંચળ હતા. અસ્વસ્થ-અસ્થિર હતા, ક્રિયાશીલ હતા, તે પણ યોગની ઉપાધિ ટાળી એટલે એમ અયોગી થતાં અસ્વસ્થતા ગઈ. અયોગી બનવા પૂર્વે અસિદ્ધ અવસ્થામાં કષાયયુક્ત સંસારીપણે જીવને મોહનીયકર્મની ઉપાધિથી ચિંતા-સંતાપ-માનસરોગ-શોક-વિકલ્પ હતા, હવે આ બધી લાખોગમે ઉપાધિનો વીતરાગ-સર્વજ્ઞ બન્યાથી અંત આવી ગયો. તે પછી યોગની ઉપાધિ ટળી એટલે એ સર્વથા નિરુપાવિક બની મુકત થયા.
સિદ્ધ ભગવંત આતમ-રામ છે, એટલે કે કેવળ આત્મ-સ્વરૂપમાં રમનારા છે.
આતમરામ” અર્થાત્ આત્મ-સ્વરૂપમાં રમનારા એટલે આત્માના જે અનંત જ્ઞાન વીતરાગ દર્શન વગેરે સહજ ગુણો છે, તેની જ પરિણતિ વાળા છે. પર પરિણતિ બધી નીકળી ગઈ, એકલી સ્વગુણોની પરિણતિવાળા એટલે કે અનંતજ્ઞાન-અનંતદર્શન-અનંત ચારિત્ર-વીતરાગતા અર્થાતું. ક્ષાયિક ક્ષમા તથા ક્ષાયિક નમ્રતાદિની પરિણતિવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org