SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ ૧૦૧ - - - - - - - - - નિગોદમાંથી જેટલા જીવ મરે તે શરીરમાંથી છૂટતાં મરણાંત કષ્ટ સહન કરે, તે જ શરીરમાં બીજા જીવતા જીવો બેઠા છે. તે પણ દુઃખ અનુભવે. તેથી જેની સાથે મિલન છે, તેની સાથે દુઃખ છે. નરક કરતાં નિગોદમાં અનંતગુણ દુઃખ તે આ એક જ શરીરમાં અનંતાના મિલનના કારણે પણ છે. - સિદ્ધ થયા એટલે અનુપમ જ્યોતિ સ્વરૂપ બન્યા, આમ થવાનું કારણ એ છે કે, તેમની સમસ્ત ઉપાધિ ટળી ગઇ, તેનો અંત આવી ગયો. “ઉપાધિ' એટલે પરના સંયોગથી ઉભી થતી વિષમતા, અસ્વસ્થતા-વિકૃતતા-વિટંબણા. જ્યારે આત્મા અસિદ્ધ અવસ્થામાં હતો અર્થાત્ સંસારીપણે હતો, ત્યારે કર્મની વિટંબણા હતી, કર્મની નાલેશી હતી. ભગવાન મહાવીરદેવ કેવળજ્ઞાની બન્યા, છતાં ગોશાળો વિટંબણા કરી રહ્યો હતો. શું વાંક હતો ભગવાનનો ? ભગવાન તો વીતરાગ હતા, અનંત કરુણાવાળા હતા; પરંતુ કહો કે ભગવાનને બાકી રહેલ કર્મની ઉપાધિ હતી, વિટંબણા હતી, વળી પાલકપાપીની ઘાણીમાં પીલાવામાં ૫૦૦ મુનિઓ કેવળજ્ઞાન પામેલ છે, છતાં હજી જીવતા છે ને પીલાવાનું તો ચાલુ જ છે. કેમ ? બાકીનાની અશાતા-કર્મની વિટંબણા. ઊભી હતી. આવી બધી ઉપાધિ સિદ્ધ બન્યા પછી ટળી ગઈ-કર્મજ ન રહ્યાં, શરીરેય ન રહ્યું. એટલે બધી વિષમતા-વિટંબણા-અસ્વસ્થતા ગઇ. કર્મની સર્વ ઉપાધિ ગઇ એટલે આત્માને સર્વ પ્રકારની ગુલામીનો પરાધીનતાનો અંત આવી ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004983
Book TitleNavpada Prakash Part 2
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy